સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 29 December 2017

કાલે અનામત આંદોલનનું રણશીંગું ફરીથી બોટાદથી ફુંકાશે - જીજ્ઞેશ મેવાણી હવે અલ્પેશ ઠાકોર અને હાર્દિકને સાથે લઈ ગુજરાતભરમાં દારૂના અડ્ડાઓ સામે જંગ છેડશે - ખેડૂતોની વસ્તીમાં ૯૦ લાખ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો - બજેટમાં મહિલાઓને વધારે ટેક્સમાં રાહત મળવાની વકી - સરકાર પેટ્રોલમાં મિથેનોલ મિકસ કરી બચાવશે અબજો રૂપિયા..! - સરકાર ૨૦૧૮માં બેન્કિંગ સુધારા આગળ ધપાવશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

કાલે અનામત આંદોલનનું રણશીંગું ફરીથી બોટાદથી ફુંકાશે

સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને હાર્દિક પટેલ સહિતના રણનીતીઓ ઘડશેઃ ધમાલ તો શું ચકલુય ન ફરકે તેવી વ્યવસ્થાઃ દિલીપ સાંખવાનો ધ્રુજારો


રાજકોટ, તા. ૨૯ ''પાસ'' દ્વારા અનામત આંદોલનનું રણશીંગુ ફરીથી બોટાદથી જ ફૂંકીને અનામત આંદોલન વધુ વેગવંતુ કરવા માટે કાલે બોટાદથી ૨૦ કિ.મી. દુર ચિંતન શિબર ''પાસ'' ના કન્વીનર અને અનામત આંદલનના પ્રણેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં યોજાશે. તેમ ''પાસ'' ના બોટાદના કન્વીનર દિલીપ સાંખવાએ ''અકિલા'' ને જણાવ્યુ હતુ.
ભાજપને સતા મળી ગઇ છે ત્યારે ''પાસ'' ની બેઠકમાં ઇવીએમના ઉપયોગ સામે વિરોધ નોંધવતા તેમજ આંદોલન આગામી  જાન્યુઆરીથી કઇ રીતે આગળ વધારવું તે અંગે પણ રણનીતિ ઘડવામાં આવનાર છે.
બોટાદના પાસ કન્વિનર દિલીપ સાંખવાએ જણાવ્યુ હતું કે, હાર્દિક સહિતના તમામ પાસના આગેવાનોને આ શિબિર માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ ૨૫૦૦ જેટલા આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.આટલા પ્રયાસો બાદ પણ ભાજપની આ ચૂંટણીમાં જીત કઇ રીતે થઇ તે અંગે મનોમંથન કરવામાં આવશે. અમારો મુખ્ય એજન્ડા ઇવીએમનો વિરોધ કરવાની નીતિ ઘડવાનો રહેશે. તેમણે એમ પણ કહયું હતુ કે, ઇવીએમ સાથે કઇ રીતે ચેડા કરવા શકય છે તે જાણવા માટે તેઓ સ્વીડનથી એકસપર્ટને બોલાવી શકે છે. સાબવાએ કહયું હતું  કે, કોંગ્રેસ જનાક્રોશને મત તબદિલ કરવામાં કેમ નિષ્ફળ ગઇ તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે.
આ ઉપરાંત પાટીદારોના રોષનો ભાજપ કે કોંગ્રેસ રાજકીય ફાયદો ન ઉઠાવી જાય તે પણ ચોકકસ કરવામાં આવશે. અમે ભાજપનો સાથ છોડી ચૂકયા છીએ, પરંતુ જો કોંગ્રેસ પણ અમારો રાજકીય ઉપયોગ જ કરશે તો અમે આમ આદમી પાર્ટી કે પછી એનસીપી જેવા ત્રીજા વિકલ્પને પણ અપનાવી શકીએ છીએ તેમ પણ તેમણે કહયું હતું. પાસના સૂત્રોના જણાવ્યા અનુસાર , સંગઠનમાં અનેક લોકો કોંગ્રેસ દ્વારા કરાયેલી ટિકિટ ફાળવણીથી નારાજ છે. આ ઉપરાંત, કોંગ્રેસને ખૂલીને ટેકો આપવાના હાર્દિકના નિર્ણય સામે પણ આગેવાનોમાં રોષ પ્રવર્તી રહયો છે.
દિલીપ સાંખવાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતીનાં ગુજરાત જીલ્લા, તાલુકા, કન્વીનરો, સહકન્વીનરો, સમાજના આગેવાનો, સોશ્યલ મિડીયા, આર્મી અને જવાબદાર વ્યકિતઓ મનોમંથન કરશે.
કાલે સવારે ૭:૩૦ વાગ્યે હાર્દિક પટેલ સહિતના આગેવાનો સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરશે. ત્યારબાદ સભા સ્થળે પહોંચશે અને સાંજના ૫ વાગ્યા સુધી આ ચિંતન શિબીર યોજશે અને જુદી જુદી ચર્ચા -વિચારણા કરવામાં આવશે.દિલીપ સાંખવાએ વઘુમાં જણાવ્યુ  કે  પ્રથમવાર બોટાદથી આંદોલનને વધુ વેગ પકડયો હતો. ત્યારે ચૂંટણી બાદ સુશુપ્ત રહેલ આ અનામત આંદોલનને વધુ વેગવંતુ કરવા માટે રણનીતીઓ ઘડવામાં આવશે.
દરમિયાન દિલીપ સાંખવાએ વધુમાં જણાવ્યું કે આ મિટીંગમાં કોઇ ધમાલ નહી  બોલે અને ચકલુય ન ફરકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.
સ્થળ અંગે ગુપ્તતા
રાજકોટઃ ''પાસ''ની મિટીંગમા વધુ સંખ્યા ન થાય તે માટે ''પાસ'' આપવામાં આવ્યા છે અને બોટાદથી ર૦ કિ.મી. દુર જે જગ્યાએ મિટીંગ રખાય છે તે સ્થળ જાહેર કરાયુ નથી.
(11:41 am IST)

Source :- http://www.akilanews.com/Saurashtra_news/Detail/29-12-2017/79374

જીજ્ઞેશ મેવાણી હવે અલ્પેશ ઠાકોર અને હાર્દિકને સાથે લઈ ગુજરાતભરમાં દારૂના અડ્ડાઓ સામે જંગ છેડશે

ગ્રામ્ય વિસ્તારોની માફક હવે શહેરી વિસ્તારોના લોકોના મગજમાંથી ભાજપનો ભ્રમ ભાંગવાની રણનીતિનો અમલ કે બીજુ કંઈ ? : જીજ્ઞેશ મેવાણી સામે પોલીસે પણ મોરચો માંડયોઃ વિધાનસભામાં જીજ્ઞેશ મેવાણીના વિધાનો વિરૂદ્ધ વિધાનસભામાં પોલીસે રીપોર્ટ મોકલ્યોઃ વિષ્ણુ ઠાકોરના નામના એક નાગરીકે પોલીસ મથક ઘેરી, પોલીસની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ જીજ્ઞેશ મેવાણી સામે ગુન્હો દાખલ કરવાની માંગણી કરીઃ લોકસભાની ચૂંટણીમાં પણ ત્રિપુટી સરકારને જંપીને ન બેસવા દયે તેવા ચિન્હો દ્રષ્ટિગોચર થાય છે

રાજકોટ, તા. ૨૯ :. અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના અડ્ડાઓ સામે તે વિસ્તારની મહિલાઓએ એ વિસ્તારના ધારાસભ્યને ફરીયાદ કરવાના બદલે વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીને ફરીયાદ કરતા જ જીજ્ઞેશ મેવાણીએ પોતાના ૨૦૦૦ જેટલા સમર્થકો સાથે ગોમતીપુર પોલીસ મથકને ઘેરી હલ્લોબોલ્લ કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગૃહખાતુ સફાળુ જાગ્યુ છે. રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા કે જેઓ આવતા માસના અંતે નિવૃત થાય છે. તે પણ જતા જતા પોતાને બદનામી ન મળે તે માટે રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને દારૂના અડ્ડાઓ સદંતર બંધ થાય તે માટે આદેશો આપ્યા છે.
જીજ્ઞેશ મેવાણીએ ગોમતીપુર પોલીસ મથકને ઘેરી અને જે રીતે કાર્યવાહી કરાવી તેનાથી લોકોનો જે પ્રતિસાદ મળ્યો તે બાદ હવે તેણે ગુજરાતભરમાં દારૂના અડ્ડાઓ સામે જોરદાર લડત આપવાનો નિર્ધાર કર્યો છે. જીજ્ઞેશ મેવાણીએ પોતાની આ લડતમાં દારૂના અડ્ડાઓ સામે જંગે ચડનાર અલ્પેશ ઠાકોરને પણ પોતાની લડતમાં સામેલ કરવા સાથે પાસના અગ્રણી હાર્દિક પટેલને પણ આ લડતમાં આગળ રહેવા સૂચવનાર હોવાનું ટોચના સૂત્રો જણાવે છે. જીજ્ઞેશ મેવાણી હવે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને જે રીતે પછડાટ મળી તે જ રીતે શહેરી પ્રજાના મગજમાં ભાજપ વિશે જે ભ્રમ પ્રવર્તે છે તે ભ્રમ કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિના વાસ્તવિક દર્શન કરાવી ભાંગી નાખવા માગે છે. શહેરી વિસ્તારોમાં દારૂબંધીની સરકારી નીતિ કેવી ખોખલી છે? અને ગુજરાતને જોડતા વિવિધ રાજ્યોની હદવાળા વિસ્તારોમાંથી દારૂના ટ્રકના ટ્રક કેવી રીતે આસાનીથી ઘુસે છે ? તેનુ પણ નિદર્શન કરાવવા માગે છે.
જીજ્ઞેશ મેવાણીની આ રીતે હલ્લાબોલ્લ કરી પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવાની નીતિરીતિ સામે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર ફરજ બજાવતા અમદાવાદના પોલીસ કમિશ્નરે સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો છે. તેઓનુ કથન એવુ છે કે, જીજ્ઞેશ મેવાણીને આ બાબતે કોઈ ફરીયાદ હોય તો પોતાને મળવું જોઈએ. તેઓએ વિશેષમાં એમ પણ જણાવેલ કે ધારાસભ્ય તો શું હું સામાન્ય માણસ આવે તો પણ તેમની રજૂઆત સાંભળી યોગ્ય પગલા લેવડાવું છું. તેઓની રજૂઆત ભલે કદાચ સાચી હોય પણ રજૂઆતની રીત ખોટી છે.
દરમિયાન અમદાવાદના એક પોલીસપ્રેમી નાગરીક વિષ્ણુભાઈ ઠાકોર પોેલીસના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. તેઓએ અમદાવાદના પોલીસ કમિશ્નરને બે પાનાનો પત્ર પાઠવી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા તેમના સમર્થકોએ જે રીતે અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો તે બદલ તેની સામે ગુન્હો દાખલ કરવા માંગણી કરી છે. પત્રમાં જીજ્ઞેશ મેવાણીને સંબોધીને એવુ પણ જણાવ્યુ છે કે, જીજ્ઞેશે માત્ર પોલીસને ટાર્ગેટ બનાવવાના બદલે આવા દારૂના ધંધાર્થીઓને પોષતા રાજકીય આગેવાનો સામે પણ હલ્લાબોલ કરવો જોઈએ.
પત્રમાં જે રીતે જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ વિરૂદ્ધ જે ભાષાનો ઉપયોગ થાય છે તે સામે પણ વિષ્ણુભાઈ ઠાકોરે સ્પષ્ટ નારાજગી દાખવી જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ વિધાનસભામાં ફરીયાદ રીપોર્ટ રજુ કરવા જણાવ્યુ છે.(જો કે સૂત્રોના કથન મુજબ પોલીસ કમિશ્નર દ્વારા આવો રીપોર્ટ રજુ પણ થઈ ચૂકયો છે). નવાઈની વાત એ છે કે, આ વિસ્તારના લોકોની સમસ્યા ઉકેલવા આ વિસ્તારના ધારાસભ્યો કે રાજકારણીઓ આગળ ન આવતા લોકોએ વડનગરના અપક્ષ ધારાસભ્યને ફરીયાદ કરવી પડી અને અપક્ષ ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો તે બાબત પણ ચર્ચાનો વિષય બનવા સાથે અંદરોઅંદર મતભેદ જાગે તેવી ચર્ચાઓ છે. યોગાનુયોગ આવી ગંભીર ઘટના સમયે ક્રાઈમ બ્રાન્ચ નિયત સમય કરતા મોડી પહોંચી એ બાબતે પણ અનેક સવાલો ઉઠયા છે. ટૂંકમાં કહીએ તો હવે જીજ્ઞેશની રણનીતિ સામે પોલીસ પણ ગાંધીનગરની સૂચના મુજબ પોલીસ મથકના ઘેરાવ સમયે ગુન્હા દાખલ કરાવી સામો મોરચો માંડે તેવા દિવસો દૂર નથી.
(3:24 pm IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/29-12-2017/67912

ખેડૂતોની વસ્તીમાં ૯૦ લાખ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો

૧૦ વર્ષમાં ખેડૂતોની સંખ્યા ઘટી : અહેવાલ : ચાર દશકમાં પ્રથમ વખત કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતોની સંખ્યા ઘટતાં સરકાર ચિંતાતુર : કૃષિને પ્રોત્સાહનની જરૂર


નવી દિલ્હી,તા. ૨૯ : દેશમાં ખેડૂતોની વસ્તીમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ખેડૂતોની સંખ્યામાં આશરે ૯૦ લાખનો ઘટાડો થયો છે. ચાર દશકમાં પ્રથમ વખત ખેડૂતની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાતા સરકારની ચિંતા વધી ગઈ છે. વસ્તી ગણતરી સાથે સંબંધિત આંકડાઓ જારી કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે કુલ વર્ર્કફોર્સ પૈકી સિંચાઈ સાથે સંકળાયેલા ખેડૂતોમાં ઉલ્લેખનીય ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧ બાદથી પ્રથમ વખત ખેડૂતોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. રજિસ્ટ્રાર્ડ જનરલ ઓફ ઇન્ડિયાની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો પણ બદલાયો છે. ભારતની વસ્તી, સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો માટે અંતિમ આંકડા આપનાર વસ્તી ગણતરીના આ આંકડામાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે વર્કરોને ચાર ઓદ્યોગિક કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેમાં સિંચાઈ કરનારાઓ, કૃષિ લેબર, હાઉસ હોલ્ડ ઇન્ડસ્ટ્રી વર્કરો અને અન્યોનો સમાવેશ થાય છે. સિંચાઈ કરનારાઓ બીજા સૌથી મોટા ગ્રૂપ તરીકે છે અને તેની સંખ્યા ૧૧૯ મિલિયનની આસપાસની છે પરંતુ કુલ વર્કફોર્સ પૈકી ચોથા ભાગ કરતા પણ ઓછા વર્કરોની સંખ્યા ઘટી છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ટકાવારી ઘટતાં સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લા ૫૦ વર્ષમાં કુલ વસ્તી પૈકી ખેડૂતોની સંખ્યા સ્થિર રીતે ઘટી રહી છે પરંતુ આંકડાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ સંખ્યા વધુ પ્રમાણમાં ઘટી છે. અગાઉના દશકોમાં કૃષિ મજૂરોમાં વધારો થયો હતો. હવે ૧૧૪ મિલિયન કૃષિ મજૂરો છે જે કુલ વર્કર વસ્તીના ૩૦ ટકાની આસપાસ છે જે ૨૦૦૧માં ૨૬.૫ ટકા હતી. કૃષિ લેબરમાં વધારો થવા માટે કેટલાક કારણો જવાબદાર છે જે પૈકી ઉત્તરોઉત્તર સમયગાળાનો જમીન જાળવતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. સિંચાઈ કરનારાઓ અને કૃષિ મજૂરો વચ્ચે કૃષિમાં ૨૬૩ મિલિયન લોકો કામ કરી રહ્યા છે જે પૈકી તમામ લોકો પૈકી અડધા છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકાર વારંવાર ફાળવણીમાં વધારો કરે છે. અન્ય પગલાં પણ લે છે. છતાં કૃષિ કરનાર લોકોની સંખ્યા ઘટી રહી છે. ભારત મુખ્ય રીતે કૃષિ ઉપર આધારિત દેશ છે આવા સમયમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થવાની બાબત ગંભીર ચિત્ર રજૂ કરે છે.
ખેડૂત વસ્તી ઘટી.........
*   ખેડૂતોની વસ્તીમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૯૦ લાખનો ઘટાડો થયો
*   ૨૦૦૧ની સરખામણીમાં ખેડૂતો ઘટ્યા
*   ચાર દશકમાં પ્રથમ વખત ખેડૂતોની વસ્તી સ્થિર રીતે ઘટી
*   રજિસ્ટ્રાર્ડ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા થોડાક સમય પહેલા આંકડા જારી કરવામાં આવ્યા હતા
*   અગાઉના દશકમાં કૃષિ મજૂરોની સંખ્યા ઘટી હતી
*   વર્ષ ૨૦૦૧માં ૨૬.૫ ટકાની સામે કુલ વણકર વસ્તીમાં કૃષિ લેબરોની સંખ્યા ૧૪૪ મિલિયન હતી
*   કૃષિને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર
*   સિચાઈ કરનારાઓ અને કૃષિ લેબર વચ્ચે કૃષિમાં કામ કરનાર લોકોની સંખ્યા હવે ૨૬૩ મિલિયન
*   છેલ્લા દશકમાં કૃષિમાં કામ કરતા લોકોની સંખ્યા ૩.૬ ટકા ઘટી
ભારતમાં ખેડુતોને વધુ પ્રોત્સાહનની જરૂર છે
જુદા જુદા કારણોસર ખેડુતો ઘટ્યા
                      નવી દિલ્હી,તા. ૨૯ : દેશભરમાં ખેડુતોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. ખેતીના ક્ષેત્રમાંથી ખેડુતો બહાર નિકળી રહ્યા છે. જે ખરાબ સંકેત આપે છે. કેન્દ્ર અને સંબંધિત વિભાગોને વધુ સુવિધા આપવાની તાકીદની જરૂર છે. સરકાર દ્વારા ખેડુતોને પ્રોત્સાહન સતત આપવામાં આવે છે પંરંતુ વિવિધ કારણોસર ખેડુતો પણ પરેશાન રહ્યા છે. વરસાદને લઇને અનિશ્ચિતતા, ખેતી સંબંધિત ચીજવસ્તુઓની કિંમતમાં વધારો, જુદા જુદા પાક માટે સારી કિંમત નહી મળવાની બાબત અને મધ્યસ્થી અને અન્ય બાબતો આના માટે જવાબદાર છે. આ તમામ પરેશાનીમાંથી બહાર નિકળવા માટે ખેડુતોને પુરતા પ્રમાણમાં નાણાં મળે તે જરૂરી છે.ખેડુતોને સસ્તા દરે લો અને પાકને લગતા બિયા મળે તે જરૂરી છે. ખેડુતોને તેમના પાકના પુરતા નાણાં મળે તો ઉત્પાદનને હજુ પણ વધારી શકાય છે. 
(12:29 pm IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/29-12-2017/120784

બજેટમાં મહિલાઓને વધારે ટેક્સમાં રાહત મળવાની વકી

આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો થઇ શકે : બજેટમાં પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપીને ખુશ કરવા પ્રયાસ થઇ શકે : આકર્ષક બજેટ હશે


નવી દિલ્હી,તા. ૨૯ : કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી  હવે વર્તમાન સરકારનુ અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરનાર છે. સામાન્ય બજેટમાં જેટલી આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરી પગારદાર વર્ગને રાહત આપી શકે છે. આવકવેરા મુક્તિ મર્યાદા કેટલી કરાશે તેને લઇને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા છે. જો કે વર્તમાન સંજોગોને જોતા વધારે આશા નથી પરંતુ થોડાક પ્રમાણમાં રાહત ચોક્કસપણઁ આપી શકે છે. કેન્દ્રીય બજેટ આડે ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે તમામ લોકોની નજર વધુ ટેક્સ રાહતો ઉપર કેન્દ્રીત થઈ ગઈ છે. મહિલાઓને વધુ ટેક્સ રાહત અપાશે કે કેમ તેને લઈને પણ ચર્ચા છે. કેન્દ્રીય નાણાંમંત્રી જેટલી  બજેટ રજૂ કરતી વેળા આવકવેરા મુક્તિ મર્યાદામાં વધુ રાહત આપી શકે છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં સતત વધારો ક્રમશ થતો રહ્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં આવકવેરા મુક્તિ મર્યાદા પુરુષો માટે અને મહિલાઓ માટે ૫૦-૫૦,૦૦૦ હતી. ઊંચી ટેક્સ મુક્તિ મર્યાદાના કારણે મહિલાઓની બચત પણ સતત વધી છે. જો કે ટેક્સ નિષ્ણાંતોનું કહેવું છે કે આ પસંદગીની બાબત મહિલાઓને પ્રોત્સાહન આપશે. આમા વધુ સુધારા પણ શક્ય રહેલા છે. નવા બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદાને વધારવાની મોટાભાગની ગણતરી થઈ રહી છે. વર્ષ ૨૦૧૧-૧૨માં પુરુષો માટે આવકવેરા મુક્તિ મર્યાદા ૧.૮ લાખ અને મહિલાઓ માટે ૧.૯૦ લાખ રૂપિયા હતી જ્યારે મહિલાઓની ટેક્સ બચત ૧૦૩૦ જેટલી હતી.પુરૂષો અને મહિલાઓ બન્ને તેમજ સિનિયર સિટીજન્સને પણ બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરી વધુ પ્રોત્સાહન આપી શકાય છે. નોટબંધી અને જીએસટીની વ્યાપક અસર રહ્યા બાદ અને સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ સામાન્ય બજેટ હોવાથી જેટલી બજેટમાં રાહત આપવા વિચારણા કરી શકે છે. ગુજરાતમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓછા અંતરથી જીત મળ્યા બાદ તમામ વર્ગને રાજી કરવાના ઇરાદા સાથે જેટલી બજેટ રજૂ કરી શક છે. આ  બજેટ બાદ દ કોઇ પૂર્ણ બજેટ વર્તમાન સરકાર રજૂ કરનાર નથી. આવી સ્થિતીમાં મોદી સરકાર આ બજેટને તૈયાર કરતી વેળા ખાસ ધ્યાન આપે તેવી શક્યતા છે.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/29-12-2017/120785

સરકાર પેટ્રોલમાં મિથેનોલ મિકસ કરી બચાવશે અબજો રૂપિયા..!

ફયુલની કિંમત પણ ઘટશેઃ દેશનું ક્રુડ ઇમ્પોટ બીલ રૂ. ૬ લાખ કરોડઃ મિથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઘટશે


નવી દિલ્હી તા. ૨૯ : દેશમાં વધતી જતી ઈંધણની માગ અને વાહનોના વધારાથી દરવર્ષે ભારત સરકારને દેશની ક્રુડ ઓઇલની માગ સંતોષવા દેશની તીજોરીનો ઘણો મોટો ભાગ ખર્ચી નાખે છે. પરંતુ કેન્દ્ર સરકાર હવે એવી પોલીસી પર કામ કરી રહી છે કે આગામી ૨૦૩૦ સુધીમાં દેશના ઓઇલ ઇમ્પોર્ટ બીલને ૧૦૦ બિલિયન ડોલર એટલે કે ૬.૪ અબજ રુપિયા ઓછું કરી શકાય.આ નીતિ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ અને કુકિંગ ગેસમાં મિથેનોલ ભળવવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં પોતાના નિવેદનમાં આપી હતી. તેમણે કહ્યું કે, 'પેટ્રોલમાં ૧૫ ટકા મિથેનોલ ભેળવવામાં આવશે. જેના કારણે ફયુલની કિંમત પણ ૧૦ ટકા જેટલી ઓછી થશે.'
ગડકરીએ કહ્યું કે, 'વર્તમાનમાં દેસને લગભગ ૨,૯૦૦ કરોડ લીટર પેટ્રોલ અને ૯,૦૦૦ કરોડ લીટર ડીઝલની જરુર પડે છે. જેના કારણે આપણે અત્યારે વિશ્વના ૬ નંબરના સૌથી મોટા ઉપયોગ કરતા છીએ. ૨૦૩૦ સુધીમાં આ ગતીએ આપણે વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા ઉપભોગકર્તા બની જઈશું. આપણું ક્રૂડ ઇમ્પોર્ટ બીલ હાલ ૬ લાખ કરોડની આસપાસ છે. સરકાર આ પગલા દ્વારા તેને ઓછું કરવા માગે છે.'
તેમજ મિથેનોલ ભેળવવાના ફાયદા ગણાવતા ગડકરીએ કહ્યું કે, 'તેનાથી ૨૦૩૦ સુધીમાં ભારતનું ઇમ્પોર્ટ બીલ ઘટી જશે. મિથેનોલના યુઝથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. કેમ કે મિથેનોલના બળવાથી પ્રદૂષણ લગભગ ઝીરો થાય છે. માટે આ નૂતન વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહીત કરવા માટે એક મિથેનોલ ઇકોનોમી ફંડ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. નીતિ આયોગના પ્લાન મુજબ મિથેનોલના ઉપયોગ દ્વારા ૨૦૩૦માં ભારત ક્રુડ ઓઇલની કૂલ આયાતના ૧૦% ઓછું કરી શકશે.'(૨૧.૧૪)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-12-2017/120774

સરકાર ૨૦૧૮માં બેન્કિંગ સુધારા આગળ ધપાવશે


નવી દિલ્હી તા.૯: ધિરાણ વૃદ્ધિદર પચીસ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે અને વધારવા અને બેન્કોને નોન-પર્ફોર્મિગ એસેટ્સ (NPA) કટોકટીમાંથી બહાર લાવવા સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોને મૂડી પૂરી પાડવા ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા આગળ ધપાવશે.
ઓકટોબરમાંથી સરકારે જાહેર કર્યુ હતું કે તે ઊંચી NPA ધરાવતી જાહેર ક્ષેત્રની બેન્કોને બે વર્ષના ગાળામાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયાની મૂડી પૂરી પાડશે. બેન્કોની NPA માર્ચ ૨૦૧૫ના ૨.૭૫ કરોડથી વધીને જૂન ૨૦૧૭માં અઢી ગણી વધીને ૭.૩૩ લાખ કરોડ થઇ છે.
૨.૧૧ લાખ કરોડના પેકેજમાંથી ૧.૩૫ લાખ કરોડ રીકેપિટલાઇઝેશન બોન્ડ્સ દ્વારા બેન્કોને પૂરા પાડવામાં આવશે. નાણામંત્રાલય ટૂંક સમયમાં રીકેપિટલાઇઝેશન બોન્ડ્સની શરતો નક્કી કરશે અને રકમ વર્તમાન નાણાકીય વર્ષમાં પૂરી પાડવામાં આવશે.
રીકેપિટલાઇઝેશન સાથે સુધારાનો એજન્ડા અગ્રક્રમે છે. ઘણા બધા સુધારા કરવામાં આવશે, જેથી સાચા કર્જદારોને સહન ન કરવું પડે અને તેમને વિનાઅવરોધ આવશ્યકતા અનુસાર ધિરાણ મળી રહે એમ ફાઇનેન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે કહ્યું હતું.
ખાસ ધ્યાન માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ પર આપવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.
જાહેર ક્ષેત્રની બેન્કોના એકીકરણ માટેની દરખાસ્તો ચકાસવા નાણાપ્રધાન અરૂમ જેટલીની અધ્યક્ષતા હેઠળ ગયા મહિને સમિતિની રચના કરવામાં આવી હતી જે કિલયર કરાયેલી દરખાસ્તો વિશે દર ત્રણ મહિને કેબિનેટને અહેવાલ સુપરત કરશે.
પેનલ પરના અન્ય મેમ્બરોમાં રેલ્વે અને કોલસમાં મંત્રાલય પ્રધાન પીયૂષ ગોયલ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામનનો સમાવેશ છે.
જાણીજોઇને ચુકવણીમાં નિષ્ફળ ગયેલા પ્રમોટરોને તેમની કંપની પુનઃ પ્રાપ્ત કરતા અટકાવવા માટે સરકારે એક વટહુકમ ગયા મહિને બહાર પાડ્યો હતો. આ વટહુકમ પર હજી સંસદમાં ચર્ચા થવાની બાકી છે. આ વટહુકમ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી કોડનો દુરૂપયોગ અટકાવવા માટે બહાર પાડવામાં આવ્યો છે.
૨૦૧૭માં પાંચ સંગલ્ન બેન્કો અને ભારતીય મહિલા બેન્કના મર્જર સાથે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વિશ્વની ૫૦ ટોચની બેન્કોમાંની એક બની છે.(૧.૨)  

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-12-2017/120779

CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE  
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER  

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment