સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 29 December 2017

નિતિન પટેલનું કદ વેતરાયું, અંતે કેબિનેટની બેઠકમાં ખાતા ફાળવાયા - નારાજ ખેડુતો અને બેકાર યુવાનોએ ભાજપને માર્યો તમાચો - પોલીસ અધિકારીઓને શરમાવે એવા બુટલેગરોના ધરમાં છે એશો આરામ - પુલિસ કહતી હૈ તો ચાલુ કરતે હૈ ઔર કહતી હૈ તો બંધ કરતે હૈ: બુટલેગર

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

નિતિન પટેલનું કદ વેતરાયું, અંતે કેબિનેટની બેઠકમાં ખાતા ફાળવાયા

સૌરભને નાણાં-ઊર્જા, કૌશિક પટેલને મહેસૂલ, CMએ શહેરી વિકાસ, ઉદ્યોગ પોતાની પાસે રાખ્યા

ગાંધીનગર: નવી સરકારની શપથવિધિ બાદ ખાતાની ફાળવણી મામલે સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ચાલતો ગજગ્રાહ ગુરૂવારે રાત્રે ખાતાની ફાળવણી બાદ સ્પષ્ટ જણાઇ આવ્યો છે. લાંબી માથાકૂટ અને હાઇકમાન્ડની દરમિયાનગીરી છતાં નીતિન પટેલ પોતાનું કદ સાબિત કરી શક્યા નથી. બીજીવાર ડેપ્યુટી સીએમ બનાવ્યા બાદ નીતિન પટેલને ખાતાની ફાળવણીમાં કદ પ્રમાણે વેતરી નંખાયા છે. તેમની પાસેથી અગાઉની સરકારમાં રહેલા નાણાં, શહેરી વિકાસ, પેટ્રોકેમિકલ્સ, ફર્ટીલાઇઝર જેવા મહત્વના વિભાગો છિનવી લેવાયા છે. નાણાં વિભાગનો હવાલો સૌરભ પટેલને અપાયો છે, સાથે ઉર્જા વિભાગ પણ આપ્યું છે.

રૂપાણીની પ્રથમ સરકારમાં પડતા મૂકાયેલા સૌરભે પોતાનું સ્થાન ફરી જમાવ્યું છે. જ્યારે નીતિન પટેલ પાસે આરોગ્ય, નર્મદા, અને માર્ગ- મકાન વિભાગ યથાવત રહ્યા છે. તેમની પાસેનો શહેરી વિકાસ વિભાગ સીએમએ પોતાના હસ્તક રાખ્યો છે. કેશુભાઇની સરકારમાં મહેસૂલ મંત્રી રહેલા અને 10 વર્ષ બાદ ફરી મંત્રીમંડળમાં સામેલ થયેલા કૌશિક પટેલને ફરીવાર મહેસૂલની જવાબદારી સોંપાઇ છે. પ્રથમવાર મંત્રી બનેલા આર.સી.ફળદુને કૃષિ- પશુપાલન, ગ્રામ વિકાસ ઉપરાંત વાહન વ્યવહાર ખાતું ફાળવાયું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસે શિક્ષણ યથાવત રહ્યું છે.
સાથે કાયદો, વૈધાનિક, મીઠા ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન જેવા વિભાગોનો હવાલો અપાયો છે. ગણપત વસાવાને આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન અને મહિલા- બાળકલ્યાણ વિભાગ અપાયા છે. જયેશ રાદડીયા પાસે નાગરિક પુરવઠો અને કુટીર ઉદ્યોગ તેમજ દિલીપ ઠાકોર પાસે શ્રમ-રોજગાર યથાવત્ રહ્યા છે. ઇશ્વર પરમારને સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ સોંપાયો છે.રાજ્યકક્ષામાં પ્રદિપસિંહ જાડેજા ગૃહ અને કાયદા, ઉર્જાના રાજ્યકક્ષાનો હવાલો સોંપાયો છે જ્યારે પ્રોટોકોલ, એનઆરજી જેવા સ્વતંત્ર હવાલા પણ અપાયા છે. શંકર ચૌધરીના સ્થાને ચૌધરી સમાજના પ્રતિનિધિ તરીકે લેવાયેલા પરબત પટેલને સિંચાઇ- પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો અપાયો છે.
ઇશ્વરસિંહ પટેલ પાસે સહકાર તેમજ રમત-ગમત, યુવા- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સ્વતંત્ર હવાલો રહેશે. જયદ્રથસિંહ પરમારનું સ્થાન મજબૂત બન્યું છે તેમને પંચાયત અને પર્યાવરણનો સ્વતંત્ર હવાલો તેમજ કૃષિનો રાજ્યકક્ષાનો હવાલો અપાયો છે. એકમાત્ર મહિલા મંત્રી વિભાવરીબહેન દવેને મહિલા- બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ સોંપાયા છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-infog-nitin-patel-is-the-size-of-the-vetraya-the-cabinet-meeting-allotted-to-the-minis-5779851-PHO.html?ref=ht

પોલીસ અધિકારીઓને શરમાવે એવા બુટલેગરોના ધરમાં છે એશો આરામ

ગોમતીપુરમાં રેડ કરવા ગયેલી પોલીસ બુટલેગરના વૈભવી ઘર જોઇ થઇ ગઇ સ્તબ્ધ

અમદાવાદ: ગોમતીપુરમાં વર્ષોથી દેશી અને ઇગ્લીંશ દારૂનો ધંધોકરતા બુટલેગરોના ઘરે પોલીસ પણ આજે કદાચ પહેલી વાર પહોચી હશે, જીજ્ઞેશ મેવાણીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યા બાદ દબાણમાં આવેલી પોલીસે આજે બુટલેદરોના ઘરે રેડ કરી હતી. આ તમામ બુટલેદરો પોલીસ ચોપડે નોધાયેલા છે. આ બુટલેગરોના ધરમાં અત્યત વૈભવી રાચરચીલું તેમજ પોલીસ એધિકારીઓના ઘરમાય ન હોય તેવા એશો આરામના સાધનો જોઇને રેડ કરવા ગયેલી પણ પોલીસ એકવખત આ બધુ જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી.
રાજપુર ગોમતીપુર વિસ્તારમાં ઇગ્લીશ દારૂનો ધંધો કરતા ગુડ્ડુ, ઇમુ અને હુસેનના ધરે પોલીસ ગઇ ત્યારે તેમના ઘરની અંદર મોટો બેડરૂમ એ.સી, ઇલેક્ટોનીક ગેઝેટ્સ તેમજ આરામ કરવા માટે નવા હિંચકા મોધું દાટ ફ્લોરિંગ અને ઇન્ટીરીયલ ડેકોરેશન જેમ કરોડોના બંગલામાં હોટ તેવા ગોઠવાયેલા હતા, આ બુટલેગરોના પરિવાર જનો પણ જેમ સોના ચાંદીથી મઢેલા હોય તેવા હતા. બુટલેગરોના પરિવાર જનો પોલીસથી ડર્યા વિના તેમના ઘરનો ખુણે ખુણો બતાવી રહ્યા હતા.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-rest-in-the-body-of-the-bootlagors-who-are-ashamed-of-the-police-officers-gujara-5779803-PHO.html?ref=ht

પુલિસ કહતી હૈ તો ચાલુ કરતે હૈ ઔર કહતી હૈ તો બંધ કરતે હૈ: બુટલેગર

આ બુટલેગરોમાં ગોમતીપુરના ગુડ્ડુ, ઈમુ, ફરીદ હુસૈન અને ઝરીનાબાનુના ઘરે રેડ પાડી હતી

અમદાવાદ: જિગ્નેશ મેવાણીના આક્ષેપ બાદ ગોમતીપુર પોલીસ સ્ટેશને અન્ય વિસ્તારના પોલીસ સ્ટાફને બોલાવીને રેડ કરી હતી. જેમાં ઈંગ્લિશ અને દેશી દારૂના બુટલેગરોના ઘરે જઈ જઈને રેડ કરી હતી. વાસ્તવમાં બુટલેગરો પોતાના ઘરે દારૂ રાખતા હોતા નથી. પરંતુ પોલીસે તેના ઘરે રેડ કરીને નીલ રેડ કરી હોવાનું પોલીસ ચોપડે નોંધ્યું છે. આ બુટલેગરોમાં ગોમતીપુરના ગુડ્ડુ, ઈમુ, ફરીદ હુસૈન અને ઝરીનાબાનુના ઘરે રેડ પાડી હતી. પોલીસની રેડ દરમિયાન DivyaBhaskar.comની ટીમ સાથે હતી. રેડ અગાઉથી બુટલેગરનો પરિવાર તૈયાર હોય તેમ ઘરનો ખૂણેખૂણો બતાવતો હતો.


DivyaBhaskar.comની ટીમ રેડમાં રહી પોલીસ સાથે

ગોમતીપુરનો કુખ્યાત બુટલેગર હુસૈનના ઘરે પોલીસ ગઈ ત્યારે તે ઘરે હાજર હતો. રેડમાં હાજર પોલીસકર્મીઓ પૈકી કેટલાક તેને અગાઉથી ઓળખતા હતા. તેમાંથી એક પોલીસકર્મીએ તેના ભાઈને પૂછ્યું, હુસૈનભાઈ કૈસે હૈ? જે ખુબ મોટી ચાડી ખાય છે કે ગોમતીપુરના રાજપુર પાસે દેશી દારૂનો ધંધો કરનાર ફરીદના ઘરે પોલીસ પહોંચી ત્યારે ફરીદે કહ્યું સાહબ દો મહિને સે તો બંદ કરા દીયા હૈ. DivyaBhaskar.comએ ફરીદ સાથે વાત કરતાં તેણે કહ્યું, પુલિસ કહતી હૈ તો ચાલુ કરતે હૈ ઔર કહતી હૈ તો બંધ કરતે હૈ. પહેલા દારૂ નડીયાદથી લાવીને વેચતો હોવાની વાત પણ તેણે જણાવી હતી.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-police-raid-on-bootlager-point-in-ahmedabad-NOR.html?ref=ht&seq=1

નારાજ ખેડુતો અને બેકાર યુવાનોએ ભાજપને માર્યો તમાચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ કેમ સિદ્ધ ન થયો ? શા માટે પ્રજાની નારાજગીનો સામનો કરવો પડયો? મુખ્ય સચિવે આપ્યા કારણોઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડુતો નારાજ છેઃ પાક લોન અને મગફળી-કપાસના પુરતા ભાવ નથી મળ્યાઃ યુવાનોને નોકરી નથી મળતીઃ આ બે મુખ્ય કારણો જવાબદાર છે


નવી દિલ્હી તા.ર૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે પરંતુ તેણે ૧પ૦ પ્લસ બેઠકોના નક્કી કરેલા લક્ષ્યાંક જેટલી બેઠકો મળી નથી અને માત્ર ૯૯ બેઠકોથી જ સંતોષ માનવો પડયો છે જયારે કોંગ્રેસને ગયા વખત કરતા વધુ બેઠક મળી છે. આ સંજોગોમાં ટાર્ગેટ કેમ પુરો ન થયો ? એ બાબતને લઇને ચર્ચાઓ ચાલી રહી છે એ દરમિયાન ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંહે એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે કે ખેડુતોની બદત્તર સ્થિતિ અને યુવાનોને નડતી બેકારી આ બે કારણ છે જેને કારણે રાજયમાં ભાજપની વિરૂધ્ધ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યુ હતુ. લોકોએ આવુ કરી ભાજપ વિરૂધ્ધ પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યકત કરેલ છે. આવુ સિંહે ગઇકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ.
તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકોની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપને ૯૯ બેઠક મળી છે જયારે ર૦૧રમાં આ આંકડો ૧૧પ બેઠકનો હતો. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પક્ષને ૧૦૦ બેઠક ન મળતા અને પક્ષની વિરૂધ્ધ મત પડવાને લઇને ગુજરાતના સૌથી મોટા ઓફિસરની આ ટિપ્પણી મહત્વની બની જાય છે. તેમણે આ બાબત અપેરલ એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલની ૧રમી રીજીયોનલ ઓફિસના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન જણાવી હતી.
તેમણે આ દરમિયાન જણાવ્યુ હતુ કે, ચૂંટણી વખતે જે બે ચીજો સામે આવી હતી તેમાં પહેલી ખેડુતોની ખરાબ હાલત. ગુજરાતભરમાં ખેડુતો પરેશાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. તેઓએ ભાજપ વિરૂધ્ધ મત આપી પોતાની નારાજગી અને ગુસ્સો વ્યકત કર્યા છે. આવુ શા માટે થયુ ? કારણ કે લોકોમાં એ પ્રકારની ભાવના હતી કે કેટલીક બાબતો તેમના માટે ફાયદાકારક નથી થઇ અને બીજુ કારણ બેરોજગારી છે. યુવાનોને નોકરી ન મળવી, તેને કારણે તેઓએ પક્ષની વિરૂધ્ધ મત આપ્યા. આજે દરેક જગ્યાએ બેકારી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મને લાગે છે કે આ એક પહેલ છે. અહી આવતી એઇપીસી ગાર્મેન્ટ સેકટરને વેગ આપશે. ગાર્મેન્ટ સેકટરમાં એક વખત મોટાપાયે ઉતરવાથી તે મોટી સંખ્યામાં રોજગારી આપશે. આશા છે કે ગુજરાત આવતા દિવસોમાં ગાર્મેન્ટના હિસાબથી મોટુ હબ બનશે. ગુજરાતભરમાં બેરોજગારીને લઇને કામ થવુ જોઇએ.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ તો કોંગ્રેસને ૭૭ બેઠકો મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને પછડાટ મળી છે. અહીથી ૪૮માંથી ૧૯ બેઠકો જ મળી છે જયારે કોંગ્રેસને ર૮ બેઠકો જ પ્રાપ્ત થઇ છે.
ભાજપને ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી મોટો ગેરકાયદો થયો છે. ખેડુતોને પાક લોન અને કપાસ તથા મગફળીના નીચા ભાવ મળતા તેઓ નારાજ થયા હતા જેની અસર મતદાન ઉપર જોવા મળી હતી.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-12-2017/120768

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment