સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 2 December 2017

હાર્દિકની સભાઓમાં ભીડ જોઇ ભાજપ ટેન્શનમાં: હવે બનાવ્યો આ પ્લાન - ૯મીએ ચૂંટણી લડનારા ૭૧% ઉમેદવાર માંડ ૧૨મું પાસ - અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ ફંટાવાની શક્યતા - અમેઠીની હાર કોંગ્રેસને ગુજરાતમાં ભારે પડશે?

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

હાર્દિકની સભાઓમાં ભીડ જોઇ ભાજપ ટેન્શનમાં: હવે બનાવ્યો આ પ્લાન
<br />હાર્દિકની સભાઓમાં ભીડ જોઇ ભાજપ ટેન્શનમાં: હવે બનાવ્યો આ પ્લાન

   રાજકોટ તા. ૨ : પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન હાર્દિકની મહાક્રાંતિની સભાઓમાં આવતી જન મેદની જોઈને ભાજપ ચિંતાતુર થઈ ગયો છે. આ સપ્તાહમાં રાજકોટના નાના મૌવા રોડ ખાતે હાર્દિકની સભામાં સ્વયંભુ ઉમટી પડેલા લોકો અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તેમજ લેઉવા પટેલ આગેવાન નરેશ પટેલ સાથેની તેની મુલાકાતને લઇને ભાજપે કાઉન્ટર પ્લાન શરુ કરી દીધા છે.
   સફાળા જાગેલા ભાજપે પાટીદારોને પોતાના પક્ષે બાંધી રાખવા માટે દિવાળીના લગભગ ૧.૫ મહિના બાદ લેઉવા પટેલ સમાજના 'દિવાળી સ્નેહ મિલન'નો કાર્યક્રમ આયોજીત કર્યો છે. જયાંથી મુખ્યમંત્રી વિજય રુપાણીએ ફોર્મ ભર્યું છે અને જનસંદ્ય સમયથી જે ભાજપનો ગઢ ગણાય છે તેવી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ખાતે શનિવારે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે.
   સૂત્રોએ કહ્યું કે આ મિલન કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના આગેવાનો સાથે સીએમ રુપાણી હાજરી આપશે અને ભાજપ તરફ વાળવાનો પ્રયાસ કરશે. જોકે લેઉવા પટેલ સમાજમાં જે સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે તે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. જયારે ખોડલધામ ટ્રસ્ટના અન્ય સભ્યો અંગે જણાવતા ટ્રસ્ટ પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું કે, 'ટ્રસ્ટીઓને પોતાની વ્યકિતગત રાજકીય વિચારધારાઓ પણ હોય છે અને તે સંબંધે તેઓ હાજરી આપી પણ શકે છે.'
   રાજકોટના નાના મૌવા મેઇન રોડ ખાતે આવેલ સત્યમ પાર્ટી પ્લોટમાં આ સંમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ પશ્યિમ વિધાનસભાનો આ વિસ્તાર પાટીદારોનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. સ્નેહ મિલનના આયોજક દ્વારા જણાવ્યા પ્રમાણે લગભગ ૫૦૦૦ જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

Source :-http://www.akilanews.com/02122017/main-news/1512190097-118966

૯મીએ ચૂંટણી લડનારા ૭૧% ઉમેદવાર માંડ ૧૨મું પાસ
ભણેલા ગણેલા નેતાઓની સંખ્યા ઘટીઃ ગુજરાતમાં ભણતરને મહત્વ નહિ
૯મીએ ચૂંટણી લડનારા ૭૧% ઉમેદવાર માંડ ૧૨મું પાસ

      નવી દિલ્હી તા. ૨ : ચૂંટણી લડનારા ૯૨૩ ઉમેદવારોમાંથી ૭૧ ટકા ઉમેદવારો માત્ર ૧૨માં ધોરણ સુધી જ કે તેનાથી પણ ઓછુ ભણેલા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ગુજરાત ઈલેકશન વોચે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ૯૭૭ એફિડેવિટમાંથી ૯૨૩નું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણ મુજબ ૧૮.૫ ટકા ઉમેદવારો માત્ર આઠમા ધોરણ સુધી, ૧૭.૨ ટકા છઠ્ઠા ધોરણ સુધી, ૧૩.૯ ટકા પાંચમા ધોરણ સુધી અને ૧૩.૨ ટકા બારમા ધોરણ સુધી ભણેલા છે. ૧૦.૧ ટકા એટલે કે ૯૪ ઉમેદવારો ગ્રેજયુએટ થયેલા છે, ૮.૩ ટકા (૭૭ ઉમેદવારો)એ પ્રોફેશનલ કોર્સમાં ગ્રેજયુએટ ડીગ્રી મેળવી છે જયારે માત્ર ૪.૫ ટકા (૪૨ ઉમેદવાર) પાસે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી છે. ચાર ઉમેદવારોએ પી.એચડી કર્યું છે.
      ભાજપના ૮૯ ઉમેદવારોમાંથી ૫૫ ટકા ઉમેદવારોનુ ભણતર પાંચમાથી આઠમા ધોરણ સુધીનું છે. બત્રીસ ઉમેદવારો પાસે ગ્રેજયુએશન કે તેનાથી ઊંચી ડીગ્રી છે. કોંગ્રેસના ૮૬ ઉમેદવારોમાંથી ૪૪ ટકા (૩૮) ઉમેદવારો પાંચથી આઠ ધોરણ સુધી ભણેલા છે જયારે અન્ય ૪૪ ટકા (૩૮) ઉમેદવારો પાસે ગ્રેજયુએશન કે તેનાથી ઊંચી ડીગ્રી છે. આ વિશ્લેષણ મુજબ નેતાઓના ભણતર અને કવોલિફિકેશનની ગુણવત્ત્।ા કથળી છે. આ પહેલાની વિધાનસભા ચૂંટણીમાં ૪૬.૫૫ ટકા ભાજપના ઉમેદવારો પાંચથી આઠ ધોરણ, ૪૫ ટકા ગ્રેજયુએશન કે તેથી વધુ ભણેલા હતા. કોંગ્રેસમાં આ આંકડા અનુક્રમે ૫૦.૨૯ અને ૪૨.૧ ટકા જેટલા હતા. કુલ ૬૭.૫૨ ટકા ઉમેદવારોનુ ભણતર ૧૨માં ધોરણ કરતા ઓછુ હતુ.
      રાજકીય વિશ્લેષક દિનેશ શુકલ જણાવે છે કે ભારતમાં ચૂંટણી લડવા માટે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. તેઓ જણાવે છે, 'પહેલા તો ચૂંટણીમાં અનેક નિરક્ષર ઉમેદવારો પણ ઝંપલાવતા હતા. ગુજરાતના રાજકારણમાં ભણતરનો રોલ કયારેય અગત્યનો નથી રહ્યો. ઉમેદવારની જાતિ અને તેની ચૂંટણી જીતવાની ક્ષમતા આ બંને માપદંડને આધારે જ ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. આ જ કારણે ઘણી ઓછી મહિલા ઉમેદવારો પસંદ કરાય છે.' નિષ્ણાંતો રાજયના સામાજિક-આર્થિક માપદંડ તરફ પણ ઈશારો કરે છે. સેન્સસ ૨૦૧૧ મુજબ ગુજરાતની ૬.૦૪ કરોડ જનતામાંથી ૧.૯૩ કરોડ નિરક્ષર હતી. વસ્તી ગણતરીમાં આવરી લેવાયેલા ૮૦ ટકાથી વધુ લોકો કયારેય કોલેજ કે તેથી આગળ ભણવા નથી ગયા.
      એકબાજુ ઓછુ ભણેલા ઉમેદવારોની સંખ્યા વધતી જાય છે તો બીજી બાજુ ક્રિમિનલ કેસ નોંધાયા હોય તેવા ઉમેદવારોની સંખ્યા ઘટવાનું નામ નથી લેતી. ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૫ ટકા સામે ક્રિમિનલ કેસ છે જયારે ૮ ટકા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ભાજપના ૨૫ ટકા, કોંગ્રેસના ૩૬ ટકા, બસપાના ૧૮ ટકા, એનસીપીના ૧૪ ટકા અને આપના ૧૧ ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ ફાઈલ કરવામાં આવ્યા છે. ભાજપના ૧૧ ટકા, કોંગ્રેસના ૨૩ ટકા, બસપાના ૧૩ ટકા, એનસીપીના ૧૧ ટકા અને આપના ૫ ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. પ્રથમ તબક્કાની ૨૧ ટકા બેઠકો એવી છે જેમાં ૩ કે તેથી વધુ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે.
      ૯૨૩ ઉમેદવારોમાંથી ૭ ટકા પાસે ૫ કરોડથી વધુની મૂડી છે. અન્ય ૭ ટકા પાસે ૨ કરોડથી વધુ, ૧૭ ટકા પાસે ૫૦ લાખથી ૨ કરોડ સુધી, ૨૪ ટકા પાસે ૧૦ લાખથી ૫૦ લાખ સુધી અને ૪૫ ટકા પાસે ૫૦ લાખથી ઓછી સંપત્ત્િ। છે. પાર્ટી પ્રમાણએ ભાજપના ૮૫ ટકા ઉમેદવાર, કોંગ્રેસના ૭૦ ટકા ઉમેદવાર, એનસીપીના ૨૫ ટકા, આપના ૩૨ ટકા અને બસપાના ૩ ટકા ઉમેદવારોએ ૧ કરોડથી વધુ સંપત્ત્િ। જાહેર કરી છે.
      કોંગ્રેસના એક અને ભાજપના બે એમ ત્રણ ઉમેદવાર પાસે ૧૦૦ કરોડથી વધુની એસેટ્સ છે. રાજકોટ પશ્ચિમની સીટ પરથી લડનારા ઈન્દ્રનીલ રાજગુરુ પાસે ૧૪૧ કરોડની સંપત્ત્િ। છે. ભાજપના સૌરભ પટેલ પાસે ૧૨૩ કરોડ અને ધાનજી પટેલ પાસે ૧૧૩ કરોડની સંપત્ત્િ। છે

Source :-http://www.akilanews.com/02122017/main-news/1512188595-118961

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ ફંટાવાની શક્યતા


ફિશરીઝ વિભાગે માછીમારોને દરિયામાં ન જવા સૂચના જારી કરી
પોરબંદર: પોરબંદર અરબી સમુદ્રમાં હાલ વાવાઝોડું સર્જાયું છે. જે ગુજરાત તરફ ફંટાવાની શક્યતા છે. માછીમારોને આગામી 48 કલાક સુધી દરિયામાં ન જવાની સુચના ફિશરીઝ વિભાગે જારી કરી છે. કેરલા પાસે સર્કીય થયેલી સિવીઅર સાઈક્લોનિક સ્ટ્રોમ સિસ્ટમની અસર 3થી 4 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં પણ દેખાશે. આ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાય તો વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
130 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે
અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ નજીક 90 થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો છે. જે વધીને 110 કિમી સુધી થવાની શક્યતા છે. આ પવન કર્ણાટકનાં દરિયાકિનારાથી સૌરાષ્ટ્રનાં દરિયા કિનારા તરફ આગળ વધવાની શક્યતા છે. આ સાથે પવનની ઝડપ 130 કિમી સુધી થવાની સંભાવના પણ છે. આ સાથે ભારે વરસાદની પણ શક્યતા હોઇ દરિયો એકદમ તોફાની બનશે. આથી આગામી 48 કલાક સુધી માછીમારોને દરિયામાં ફિશીંગ માટે ન જવાની સલાહ પોરબંદર સ્થિત મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે સુચના જારી કરી છે. આજે આ અંગેનો ફેક્સ પોરબંદર કોસ્ટગાર્ડે પાઠવ્યો હતો. દક્ષિણ ગુજરાતને પણ અસર કરશે.
સાઇક્લોનિક સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતમાં દેખાશે
છેલ્લા બે-ત્રણ દિવસથી કેરલા પાસે અરેબિયન સમુદ્રમાં સિવીઅર સાઈક્લોનિક સિસ્ટમ એકટીવ થઇ છે. આ સિસ્ટમ હાલમાં મજબૂત છે. જો કે આ સિસ્ટમ આગળ વધતા વીક થવાની સંભાવના છે. સિવીઅર સાઈક્લોનિક સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતમાં દેખાશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ આવતા 3 થી 4 ડિસેમ્બર થશે. આ સમયગાળા દરમ્યાન સિસ્ટમ મજબૂત હશે તો વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી છે.
જો સિસ્ટમ વીક થશે તો વાતાવરણમાં પલટો આવા સાથે વરસાદી માહોલ પણ જામશે. હવામાન વિભાગના જણાવ્યાાનુસાર હાલમાં ઉત્તર ભારત અને કાશ્મીરમાં હીમવર્ષા નથી. જેથી ઠંડીના તાપમાનમાં કોઇ ખાસ ફેર નહીં પડે.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-wind-blew-at-a-speed-of-130-km-possible-saurashtra-may-rain-gujarati-news-5759492-NOR.html?ref=ht

વાવાઝોડુ 'ઓખી' ગુજરાત તરફ : માવઠુ થશે
દક્ષિણ - પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ટાપુઓની આસપાસના વિસ્તારમાં સક્રિય : ૨૪ કલાક હજુ મજબૂત બનશેઃ હાલ આ સિસ્ટમ્સ ભારતથી દૂર જાય છે પણ ૪૮ કલાક બાદ ફરી ભારત તરફ ટર્ન મારશે : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તા.૪ થી ૬ ડિસે. (સોમથી બુધ) જોરદાર પવનો સાથે માવઠાની સંભાવના : અશોકભાઈ પટેલ
વાવાઝોડુ 'ઓખી' ગુજરાત તરફ : માવઠુ થશે
   રાજકોટ, તા. ૨ : વાવાઝોડુ ''ઓખી'' વધુ મજબૂત બન્યુ છે. હાલમાં આ વાવાઝોડું દક્ષિણ - પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ ટાપુઓની આસપાસના વિસ્તારમાં સક્રિય છે. જે હજુ ૨૪ કલાક મજબૂત બનશે. હાલ તો આ સિસ્ટમ્સ ભારતથી દૂર જાય છે. પણ ૪૮ કલાક બાદ ફરી ભારત તરફ ટર્ન મારશે. જેની અસરથી તા.૪ થી ૬ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છ - ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાવાની સાથે માવઠાની પૂરેપૂરી સંભાવના હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. છેલ્લા બે દિવસ પહેલા કોમરોન વિસ્તારમાં ઓખી નામનું વાવાઝોડુ થયેલુ જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી લક્ષદ્વીપ ટાપુઓ ઉપર અને આસપાસના વિસ્તારો ઉપર આવેલ જે ગઈકાલે મજબૂત બની તીવ્ર વાવાઝોડુ થયેલુ ત્યારબાદ અતિ તિવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થયુ હતું. હાલમાં આ વાવાઝોડુ ૯.૫ ડિગ્રી નોર્થ અને ૭૧.૫ ઈસ્ટ ઉપર છે. જે આશરે કેરળના દરિયાકિનારાથી ૫૦૦ કિ. મી. પશ્ચિમે અને દ. પૂર્વ અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ આસપાસના વિસ્તારમાં છે.
   હાલમાં પવન ઈન્ટરનેશનલ એજન્સીઓ મુજબ ૧૫૫ કિ.મી.ની પ્રતિ મિનિટની એવરેજ મુજબ છે. જો કે હવામાન ખાતાના બુલેટીન મુજબ ૧૨૫થી ૧૩૫ અને ઝાટકાના ૧૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાય છે. સિસ્ટમ્સ સેન્ટર નજીક દરિયાનાં મોજા ૨૫ ફૂટે ઉછળે છે. સિસ્ટમ્સ પ્રેસર ૯૭૦ મીલીબાર. આ સિસ્ટમ્સ હજુ ૨૪ કલાક મજબૂત બનવાની શકયતા છે. ત્યારબાદ તા.૪ ડિસે.થી સિસ્ટમ્સ ક્રમશઃ નબળી પડશે. આ સિસ્ટમ્સનો હાલનો હવામાન ખાતા મુજબનો ટ્રેક હવે ઉત્તર પશ્ચિમ તરફ અને ત્યારબાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ બાજુ જશે. આ સિસ્ટમ્સ હાલમાં ભારતથી દૂર જાય છે પણ ૪ ડિસેમ્બર બાદ ફરી ભારત તરફ આવે તેવું હવામાન ખાતુ અને ઈન્ટરનેશનલ એજન્સીઓ દર્શાવે છે.
   તા. ૫ ડિસે. આસપાસના મહારાષ્ટ્રના દરિયાકિનારાથી પશ્ચિમે અને સૌરાષ્ટ્રની દક્ષિણે પહોંચશે. જો કે ત્યારે આ સિસ્ટમ્સ (હાલમાં છે તેના કરતા) નબળી પડશે. આગલા દિવસો માટે ઈન્ટરનેશનલ ફોરકાસ્ટ મોડલ મુજબ ગુજરાત તરફ દર્શાવે છે. સિસ્ટમ્સ તા.૪ના દૂર હોવા છતાં સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતમાં તા. ૪ થી ૬ અસર જોવા મળશે. પવનનું જોર વધુ રહેશે. મહત્તમ તાપમાન ઘટશે.  માવઠાની સંભાવના છે. હાલમાં આ સિસ્ટમ્સની સિસ્ટમ્સ સેન્ટરમાં આંખ પણ જોવા મળે છે. હવામાન ખાતાની સુચનાને અનુસરવું.
   એક બીજી સિસ્ટમ્સ વેલમાર્ક લોપ્રેસર તરીકે દ. આંદામાનના દરિયા આસપાસના વિસ્તારમાં ઉદ્દભવેલ છે. જેની સાથે અનુસંગિક સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ. મી.ની ઉંચાઈએ ફેલાયેલ છે અને આ સિસ્ટમ્સ પણ આવતા દિવસોમાં પરિવર્તિત થાય તેવી શકયતા છે.

Source :- http://www.akilanews.com/02122017/rajkot-news/1512195202-88159


અમેઠીની હાર કોંગ્રેસને ગુજરાતમાં ભારે પડશે?
ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપને મળી સંજીવની

   નવી દિલ્હી તા. ૨ : યુપી સરકારે ૬ મહિના પુરા થયા બાદ આ ચૂંટણીમાં બીજેપીને ૧૬ નગર પાલિકાઓમાંથી ૧૪માં વિજય મળ્યા બાદ આ માનવામાં આવી રહ્યું છે કે યોગી સરકારે પોતાની પહેલી પરીક્ષા પાસ કરી લીધી છે. તો ગુજરાત ચૂંટણીથી ઠીક પહેલા બીજેપી માટે સારી ખબર અમેઠીથી આવી છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગઢમાં બીજેપીએ જીત મેળવી છે. હવે બીજેપી તેને ગુજરાતની ચૂંટણીમાં પણ લાવશે.
   નગર નિગમની ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ ખુદ નરેન્દ્રભાઇએ યોગી આદિત્યનાથને આ વિજય માટે શુભકામનાઓ આપી છે. નગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પીએમએ ટ્વીટ કરતા લખ્યું કે, વિકાસની આ દેશમાં એકવાર ફરીથી જીત થઈ છે. ઉત્ત્।ર પ્રદેશ નગર પાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે પ્રદેશની જનતાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ખૂબ શુભકામનાઓ. આ જીત અમને જન કલ્યાણની દિશામાં હજુ વધારે મેહનત કરવા માટે પ્રેરિત કરશે.
   બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહે પણ ટ્વીટ કરીને યુપીના વોટરોનો આભાર વ્યકત કર્યો છે. તેમણે લખ્યું, 'આ જીત દરેક પ્રદેશવાસીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને બીજેપીની પ્રદેશ સરકારની લોક-કલ્યાણકારી નીતિઓ અને વિકાસશીલ શાસનમાં અટૂટ વિશ્વાસની જીત છે.' હું પ્રદેશની જનતાને બીજેપીમાં સતત વિશ્વાસ પ્રગટ કરીને વિજય અપવવા માટે આભાર વ્યકત કરું છું.
   યુપીની ચૂંટણીના પરિણામો બાદ માત્ર બીજેપીમાં યોગીનું કદ નથી વધ્યું પરંતુ ગુજરાત ચૂંટણી પહેલા પાર્ટીને એક સંજીવની મળી ગઈ છે. ગુજરાત ચૂંટણીના મતદાનમાં હજુ એક અઠવાડિયું બાકી છે, એવામાં કહી શકાય કે નગર નિગમની વિજય બાદ બીજેપી હવે સીએમ યોગીના વિજયને ઉઠાવી શકે છે. આ ઉપરાંત યુપીના આ પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીની હાર પણ બીજેપી માટે સંજીવનીનું કામ કરશે.
   લખનઉ ઉપરાંત વારાણસીમાં પણ બીજેપીની જીતે સીએમ યોગીને એક મોટી સફળતા અપાવી છે. વિસ્તારની સૌથી વીઆઈપી સીટ મનાતી વારાણસીમાં જીતથી પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધ્યું છે. સાથે જ આ વિજય સીએમ યોગીના તે ચૂંટણી અભિયાનનો પણ છે, જેના અંતર્ગત સીએમએ ૨૨ નવેમ્બરે વારાણસીમાં એક મોટી જનસભા કરીને લોકોને વોટ આપવા માટે કહ્યું હતું.
   નગર નિગમની ચૂંટણીના પરિણામો બાદ અમેઠીમાં કોંગ્રેસની હારની સીધી અસર ગુજરાતના પરિણામો પર પડી શકે છે. રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા પહેલા આ વિજયને બીજેપી માટે ગુજરાતની સંજીવનીના રૂપમાં કહી શકાય છે. સાથે જ અમેઠીના પરિણામ અહીંયાના નિવાસી તે સેંકડો પરિવારોના વોટિંગ પર પણ અસર નાખશે જે પાછલા ઘણા વર્ષોથી ગુજરાતમાં રહી રહ્યા છે. રાજનીતિક વિશષજ્ઞ એમ માને છે કે ૨૦૧૪માં કાંટાની ટક્કર બાદ નગર નિગમના પરિણામોથી અમેઠીમાં બીજેપીનું પલડું વધારે ભારે થયું છે.(૨૧.૮)

Source :- http://www.akilanews.com/02122017/main-news/1512190085-118965

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App







 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application








Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment