સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 20 March 2015

ઉત્તર ગુજરાતમાં ૩.૯નો ભૂકંપનો આંચકો ભરબપોરે લોકો ઘરની બહાર દોડયા

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ઉત્તર ગુજરાતમાં ૩.૯નો ભૂકંપનો આંચકો ભરબપોરે લોકો ઘરની બહાર દોડયા

નાની ફોલ્ટ લાઇનને લીધે ભૂકંપ ઃ ધરોઇથી ૧૭ કિ.મી. દૂર એપી સેન્ટર

મહિલાઓ - બાળકોએ નાસભાગ કરી મૂકી, બજારોમાં દોડધામ મચી

ભૂકંપના આંચકા બાદ ભયના માર્યા લોકો ખુલ્લા મેદાનમાં બેસી રહ્યા
અમદાવાદ , ગુરૃવાર
હિંમતનગર, ઇડર સહિત ઉત્તર ગુજરાતમાં ભરબપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ૩.૯ની તિવ્રતા સાથેના ભૂંકપના આંચકો અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના મતે, નાની ફોલ્ટલાઇનને લીધે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. જોકે, ભૂકંપને લીધે કોઇ જાનહાનિ થઇ ન હતીં. ચાલુ વર્ષમાં ૩.૯ તિવ્રતા ધરાવતો આ સૌથી મોટો ભૂકંપનો આંચકો હતો.
ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા , અંબાજી, પાલનપુર, દાંતા સહિતના વિસ્તારોમાં ગુરૃવારની બપોરે ૩.૧૧ કલાકે અચાનક ભૂકંપ અનુભવ્યો હતો. ભૂકંપને પગલે લોકો ડરના માર્યા ઘર છોડી ખુલ્લા મેદાનમાં દોડી આવ્યાં હતાં. બાળકો અને મહિલાઓએ રીતસરની નાસભાગ કરી મૂકી હતી. બજારોમાં પણ ભૂકંપને પગલે લોકોએ દોડધામ મચાવી દીધી હતી. લોકોએ ભૂકંપની અસર કયાં કયાં થઇ છે તે જાણવા મોબાઇલ ફોનની એકબીજા શહેરોમાં પૃચ્છા કરી હતી. ભૂકંપનો આંચકો લગભગ ૧૫ સેકન્ડ સુધી અનુભવાયો હતો. ઇન્સ્ટિયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડાયરેક્ટર ડૉ.બી.કે.રસ્તોગીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં કોઇ મોટી ફોલ્ટલાઇન નથી. આ સામાન્ય ભૂકંપ છે જે જમીનમાં થતાં બદલાવને કારણે આવતાં હોય છે. ઉત્તર ગુજરાતમાં નાની ફોલ્ટલાઇન પસાર થાય છે જેના લીધે હળવો ભૂકંપ અનુભવાયો છે.ઇન્સ્ટિયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના મતે, ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપનું એપી સેન્ટર ધરોઇથી ૧૭ કિમી દુર રહ્યું છે. ભૂકંપની તિવ્રતા ૩.૯ નોંધાઇ છે. ઉલ્લેખનીય છેકે, ગુરૃવારે કચ્છમાં ભૂકંપના હળવા બે આંચકા અનુભવાયાં હતાં.

૧૯મી માર્ચ સુધી ગુજરાતમાં ૩૫૮ ભૂકંપના આંચકા આવ્યા
જમીનના પેટાળમાં થતાં ફેરફારને કારણે ભૂકંપ આવે છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિયુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ખાતે ભૂકંપ આવે તો તેની તરત જ ખબર પડી જાય છે. નિષ્ણાતોના મતે, ચાલુ વર્ષે ૧૯મી માર્ચ સુધીમાં કુલ ૩૫૮ ભૂકંપના હળવા આંચકા આવી ચૂક્યાં છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભૂકંપના આંચકા આવે છે. ટૂંકમાં રોજ ત્રણ ચાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં ૩.૯ તિવ્રતા ધરાવતાં ભૂકંપનો આંચકો સૌથી તિવ્રતા ધરાવતો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 19 March 2015

2017માં બજારમાં ઉડતી કાર જોવા મળશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

2017માં બજારમાં ઉડતી કાર જોવા મળશે

ટ્રાફિકથી છુટકારો પામવા હવામાં ઉડી શકશે કાર

Click Below For More Photos


વિશ્વમાં વધતા જતા વાહનનોની સંખ્યાના કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા ખૂબજ  જટિલ બની છે ત્યારે હવે 2017 સુધીમાં બજારમાં ઉડતી કાર જોવા મળશે. આ ઉડતી કાર રોડ પર ચાલતી કારની જેમ સામાન્ય પ્રેટ્રોલથી જ ચાલશે પરંતુ કારચાલકોએ ટ્રાફિકની સમસ્યામાં અટવાવું નહી પડે. ન્યુયોર્ક હોય કે લંડન, ટોકિયો હોય કે બેઇજીંગ ટ્રાફિકના લીધે લાખો માનવ કલાકો બગડે છે અને બળતણ પણ વેડફાય છે.આથી આ ઉડતી કાર આવી સમસ્યાઓનું સુખદ સમાધાન બનશે. જો કે આ કારને ઉડાડવા માટે પણ ડ્રાઇવિંગ લાયસન્સ લેવું પડશે. જેમાં ખાસ પ્રકારનું રોટેક્ષ 921 એન્જીન લગાવવામાં આવ્યું છે. આ કાર હવામાં ઝડપ પ્રતિ કલાક 200 કિમી જયારે જમીન પર 160 કીમીની રફતારથી દોડશે.

સ્વયં સંચાલિત કાર ઉડી પણ શકશે - તેના સંશોધકો પ્રમાણે ગ્રાહક આવૃત્તિ 2017સુધી રસ્તા પર ( અને હવામાં ) હશે.
AeroMobil  ફુલ પેટ્રોલથી 430 માઇલ ઉડવાની સમતા ધરાવે છે. તેની પાંખો નીચે વળી તેને એક સામાન્ય પાર્કિંગ જગ્યા માં ફિટ કરી સકાય તેમ છે.
કંપનીના દાવાઓ પ્રમાણે ડિઝાઇન ઉત્પાદન માટે  તૈયાર છે અને 2017 માં વેચાણ રૂપે બજારમાં જોવા મળશે અને એમ પણ કહવું કે વિશ્વમાં કોઇ પણ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને ઉતરી શકશે.
દાયકાઓથી એક વૈજ્ઞાનિક સ્વપ્ન રહ્યું છે- ટ્રાફિકથી છુટકારો પામવા હવામાં ઉડી શકશે કાર
Aeromobil એક ' ઉડતી કાર ' છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો  ઉપયોગકરી સંપૂર્ણપણે બનાવામાં આવી છે. તેના માટે ઇંધણ લેવા ક્યાંય જવું નહી પડે તેને કોઈ પણ પેટ્રોલ પંપથી ઇંધણ ભરી શકશે.
ઓક્ટોબર 2014થી તે પરીક્ષણ કાર્યક્રમમાં રહી છે. જે હવે વાસ્તવિક પરિસ્થિતિમાં ફ્લાઇટ નિયમો અનુસાર ઉડવાની પરવાનગી મળી ગઈ છે.
AeroMobil સહ સ્થાપક અને સીઇઓ પ્રમાણે, આ વાહન સરળતાથી હાલની પરિવહન સાથે ભળી જશે. અને એપણ ઉમેર્યું હતું કે અમે 1990થી આના સંશોધન પછાડ હતા. અમારુ પ્રથમ મોડેલ ખૂબ વિચિત્ર દેખાતા અને તેના નિયમિત ઉપયોગ સમસ્યાઓ પણ હતી જેનું હવે નિવારણ આવી ગયો છે અને 2017થી બજારમાં વેચાણ રૂપે મુકવામાં આવશે.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/