સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 29 December 2015

ગ્રાહક અદાલતોમાં રૂ. બે લાખ સુધીના દાવામાંથી વકીલ આઉટ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગ્રાહક અદાલતોમાં રૂ. બે લાખ સુધીના દાવામાંથી વકીલ આઉટ

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રથમ દિવસથી જ સામાન્ય માણસોને મોંઘવારીનો આચકો લાગશે. 1 જાન્યુઆરીથી નવી કાર ખરીદવા માટે તમારે અગાઉથી વધુ કિંમત ચુકવવી પડશે. આ સિવાય દેશની સૌથી મોટી બેન્ક...

Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-INDU-COMP-cars-become-costlier-norms-of-pan-pf-set-to-change-from-jan-1-2016-5207775-PHO.html

ગ્રાહકોની સરળતા માટે જિલ્લા ગ્રાહક અદાલતોમાં રૂ. બે લાખ સુધીની રકમના કેસમાં વકીલો હાજર રહી શકશે નહીં. ફરિયાદીએ જાતે જ આવા કેસમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. આ સાથે જિલ્લા અદાલતોમાં રૂ. 20 લાખને બદલે રૂ. 50 લાખની રકમ સુધીના કેસ ચલાવી શકાશે.
ગ્રાહક ફોરમનું નામ બદલીને જિલ્લા ગ્રાહક કમિશન કરાશે. આ કમિશનમાં નાની નાની રકમના કેસમાં વકીલોની જરૂર રહેશે નહીં. જિલ્લા ગ્રાહક અદાલતો રૂ. 50 લાખની રકમ સુધીના કેસની સુનાવણી યોજી શકશે. રાજ્ય સ્તરની ગ્રાહક અદાલત માટે આ મર્યાદા રૂ. 10 કરોડ છે.
આ અંગેનો વિધેયક હાલમાં સંસદમાં વિચારણાધિન છે. કેન્દ્રના ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ગ્રાહકોને રાહત પહોંચાડવા કાયદામાં મધ્યસ્થિની પણ જોગવાઈ કરાઈ છે. બંને પક્ષકારો ઈચ્છે તો કોર્ટ બહાર સમાધાન કરી શકે છે.Source :-http://sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

૧૦ લાખની આવક ધરાવનારને LPG સબસિડી નહીં

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

૧૦ લાખની આવક ધરાવનારને LPG સબસિડી નહીં

ધનિકો માટે કાનખજૂરાના એક પગ જેટલી મામુલી જાહેરાત

કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના

પહેલી જાન્યુઆરીથી ધનવાનોએ  તમામ સિલિન્ડર બજાર ભાવે ખરીદવા પડશે  અત્યાર સુધી ૧૬.૩૫ કરોડમાંથી ૫૭.૫ લાખ લોકોએ સ્વેચ્છાએ સબસિડી છોડી
ગ્રાહકે જાહેર કરેલી પોતાની આવકના આધારે યોજનાની શરૃઆત કરાશે

નવી દિલ્હી, તા. ૨૮
કેન્દ્ર સરકારે રાંધણ ગેસની સબસિડી અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું છે કે ૧૦ લાખ રૃપિયાથી વધુ વાર્ષિક આવક મેળવનારાઓને એલપીજી સબસિડી મળશે નહીં. જો પતિ કે પત્નીની વાર્ષિક કરપાત્ર આવક છેલ્લા નાણાકીય વર્ષમાં ૧૦ લાખ રૃપિયાથી વધુ હશે તો તેમને એલપીજી સબસિડીનો લાભ મળશે નહીં. આવકની ગણતરી આવકવેરા કાયદો, ૧૯૬૧ મુજબ કરવામાં આવશે.
જાન્યુઆરી, ૨૦૧૬થી યોજનાનો અમલ શરૃ કરવામાં આવશે. જો કે શરૃઆતમાં સિલિન્ડરના બુકિંગ સમયે સ્વઘોષણાને આધારે યોજના લાગુ કરવામાં આવશે. સબસિડી બિલમાં ઘટાડો કરવા તથા નાણાકીય ખાધ ઘટાડવા અગાઉની યુપીએ સરકારે સપ્ટેમ્બર, ૨૦૧૨માં પ્રત્યેક પરિવારને સબસિડીવાળા ૬ સિલિન્ડર આપવાનું નક્કી કર્યુ હતું.
 ત્યારબાદ આ સંખ્યા વધારી ૯ કરવામાં આવી હતી અને ૧ જાન્યુઆરી, ૨૦૧૪થી આ સંખ્યા ૧૨ કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં એલપીજી માટે ૪૦,૫૫૧ કરોડ રૃપિયાની સબસિડી ચૂકવવામાં આવી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં આ રકમ અડધાથી પણ ઓછી થઇ જશે કારણકે ઓઇલના ભાવ છ વર્ષની નિમ્ન સપાટીએ આવી ગયા છે.
હાલમાં તમામ પરિવારોને એક વર્ષમાં ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર સબસિડીના દરે મળે છે. ૧૨થી વધુ સિલિન્ડર માટે હાલમાં બજાર મૂલ્ય ચૂકવવો પડે છે. દિલ્હીમાં હાલમાં સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ૪૧૭.૮૨ રૃપિયા જ્યારે સબસિડી વગરના સિલિન્ડરની કીંમત ૬૦૬.૫૦ રૃપિયા છે. સરકાર સબસિડીની રકમ સીધા જ ગ્રાહકોના ખાતામાં જમા કરાવે છે.
પેટ્રોલિયમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે ધનવાન લોકોને સ્વૈચ્છિક રીતે સબસિડીવાળા એલપીજીનો ત્યાગ કરવા અને બજાર ભાવે સિલિન્ડર ખરીદવાની અપીલ કરી હતી. અત્યાર સુધી ૧૫ કરોડ ગ્રાહકો પૈકી માત્ર ૫૭.૫ લાખ ગ્રાહકોએ સબસિડીવાળા સિલિન્ડરનો ત્યાગ કર્યો છે.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 28 December 2015

'પટેલ સમાજને મે આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો' : આનંદીબેન

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

'પટેલ સમાજને મે આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો' : આનંદીબેન

દ્વારકામાં લેઉઆ પટેલ સમાજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સ્ફોટક નિવેદન

રોજગારી અને પાણીચોરીના મામલે આકરી ટીકા

ગુજરાતના પાટીદારોને મોભાવાળી નોકરી જોઇએ છે સમાજના વડીલો યુવાનોને સલાહ આપે
દ્વારકા, તા.૨૭
ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં પાટીદાર સમાજની નારાજગીથી ભાજપનો કારમો પરાજય થયા બાદ આજે પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં પટેલ સમાજના એક કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાનો આક્રોશ રોકી શક્યા ન હતા, અને પાણી ચોરી સંદર્ભે બોલી ઉઠયા હતા કે મેં પટેલ સમાજને આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો. દ્વારકામાં લેઉવા પટેલ સમાજ સંકુલના ઉદઘાટન સમારોહમાં તેમણે કહ્યું કે અત્યારે કેનાલોની અંદર પાણી જાય છે, પાણી વાપરીએ પરંતુ કેનાલોમાં મોટરો મુકીને ખંચી લેવાનું? મારે એસ.આર.પી. મૂકવી પડે? છેલ્લે ચેડે રહેલો ખેડૂત, એને પાણી ન મળે એ દોડતો મારી પાસે આવે. બેન અમને પાણી નથી મળતુ, પાછળવાળા પાણી ખેંચી લે છે. શું આગળ પાણી જોઈસે કે નહીં જોઈએ? મંત્રીમંડળમાં બધા મને ફરિયાદ કરતા હોય છે કે હળવદ, મોરબી, સુરેન્દ્રનગરમાં પાઈપલાઈનમાં શું શું થાય છે!
દરેકે દરેકની ચિંતા કરવી પડે છે. હું પાણી ખેંચી લઈશ તો આગળવાળાનું શું થશે એ ચિંતા તમારે જ કરવી પડે. સરકાર બહુ બહુ તો એસ.આર.પી. મૂકે. મોટરો લઈ લે તો કહે, આમ કેમ કર્યું? તો સરકાર કરે શું? સબ કેનાલોનું કામ શરૃ થયું છે પરંતુ આ પાણીચોરી રોકવી પડશે. ગૂસ્સો અને અકળામણ ચહેરા પર દર્શાવીને તેમણે કહ્યું કે ''મેં પટેલ સમાજને આવો ન્હોતો ધાર્યો, આવો સ્વાર્થી ન્હોતો ધાર્યો... આપણા બાપદાદાઓ ગામની અંદર રખેવાળુ કરતા હતા, ગરીબને જરૃર પડે તો ઘઉ આપતા હતા, આપવાનું કામ કરતા હતા, લેવાનું કામ ન્હોતા કરતા.
દ્વારકામાં લેઉવા પટેલ સમાજ સંકુલનું ઉદઘાટન કર્યા બાદ તેમણે ઉપસ્થિત પટેલ સમાજ સમક્ષ કહ્યું કે આપણે ગુજરાતની બહાર જઈએ અને બહારની વ્યક્તિને જ્યારે ખબર પડે કે આપણે ગુજરાતી છીએ એટલે તે આનંદિત થઈ કહેતા કે અરે, આ તો મોદીના ગુજરાતમાંથી આવ્યા છે! હમણા સુધી આવું થતું હતું પરંતુ હવે આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણી ઈમેજ શું છે એ જરા જોવી પડશે.
પાટીદાર સમાજના સાંસદો, મંત્રીઓ, સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિવાળા આ કાર્યક્રમમાં તેમણે સમાજના વડીલો તરફ અંગૂલિ નિર્દેશ કરતા કહ્યું કે પાટીદાર યુવાનોને યોગ્ય રાહ બતાવવાની જવાબદારી વડીલોની છે, સમાજે આ માટે ચિંતન કરવું પડશે. પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું કે ગુજરાતના યુવાનોને મોભાવાળી નોકરી જોઈએ છે. પાટીદાર યુવાનોને નાના હોદ્દાવાળી નોકરી નથી જોઈતી. સમાજના યુવાનોને ડોકટર બનવું છે, હોસ્પિટલો ખોલવી છે પરંતુ સરકારી ડોકટરની નોકરીમાં રસ નથી.
કાર્યક્રમમાં ઉપસ્થિત લેઉઆ પટેલ સમાજને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે દાતાઓ તરફથી યાત્રાધામોમાં ધર્મશાળાઓ બાંધવામાં આવતી હતી અને આજે પણ આ પ્રથા સમાજમાં ચાલુ રહી છે અને કરોડો રૃપિયાના ખર્ચે યાત્રાધામોમાં બંધાતા અતિથિ ગૃહો સમાજોને તથા આમ યાત્રિકોને રહેવા માટે લોકોપયોગી બને છે. ગુજરાત સરકાર દ્વારા પણ છેલ્લા એક દાયકામાં યાત્રિકોને સુવિધા મળે અને પ્રવાસનને વધુ વેગ મળે તથા આસપાસમાં વસનારાઓને રોજગારીની તકો ઊભી થાય તે માટે કરોડો રૃપિયાના ખર્ચે પ્રવાસન વિકાસની પ્રવૃત્તિ ધમધમતી કરવામાં આવી છે. આવનારા વર્ષમાં દ્વારકા યાત્રાધામમાં પણ પાંચ નવી યોજનાઓ બનાવી તબક્કાવાર રૃપિયા ઓગણીસ કરોડના ખર્ચે નવા વિકાસના કાર્યો દ્વારકામાં કરવામાં આવનાર છે. લેઉઆ પટેલ સમાજ વિશે તેમણે જણાવેલ કે પટેલ સમાજ શિક્ષણ કાર્યમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સમયાંતરે આગળ આવ્યો છે અને કોલેજ, હાઈસ્કૂલના નિર્માણ કરી ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો તેનો અભિગમ સમાજમાં નોંધપાત્ર રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલાં માત્ર અગિયાર યુનિવર્સિટી આવેલ હતી. હાલમાં નવી છપ્પન યુનિવર્સિટી ખોલી છે.
 
મુખ્યમંત્રીએ આપેલા માઠા સમાચાર
ઉનાળામાં પાણીની સ્થિતિ વણસશે ખેડૂતો ખેતી માટે પાણી ન માગે
રાજ્યના ઔદ્યોગિક એકમોને અપાતા પાણીમાં કાપ મૂકાશે કે કેમ? તે વિષે કશું ન કહ્યું

આજે દ્વારકામાં મુખ્યમંત્રીએ એક માઠા સમાચારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં જળ સંકટ હોય ખેડૂતોને પાણી નહિં મળે.
આનંદીબેને કહ્યું કે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડેમો તળીયાજાટક હોય ઉનાળાના દિવસોમાં પાણીની પરિસ્થિતિ ભારે વિકટ સ્વરૃપ ધારણ કરશે.
લોકોના માત્ર પીવાના પાણી ઉપર જ સરકાર લક્ષ્ય રાખશે જ્યારે ધરતીપુત્રોને ખેતી માટે પાણી અપાશે નહીં. માટે જે ખેડૂતો પાસે પાક પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તેઓએ સરકારની મદદ વિના જ ઉનાળુ પાકની ખેતી કરવી અને સરકાર પાસે માંગ ન કરવી. ખેડૂતોને પાણીની મનાઈ કરતી વેળાએ રાજ્યના મોટા ઔદ્યોગિક એકમોને પાણી પુરૃ પડાશે કે તેમાં કાપ મૂકાશે કે કેમ તે અંગે મુખ્યમંત્રીએ કશું જ કહ્યું ન હતું.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 26 December 2015

અનામતે વધુ એક પાટીદારનો ભોગ લીધો ઃ આજે મહેસાણા બંધ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામતે વધુ એક પાટીદારનો ભોગ લીધો ઃ આજે મહેસાણા બંધ

અનામત પાર્ટ-૨ વકરશે તેવી પોલીસ-સરકારને ભીતિ

મહેસાણામાં અજંપાભરી સ્થિતિ

પોલીસની ગોળીથી ઘાયલ મયુર પટેલે ચાર મહિનાની સારવારના અંતે હોસ્પિટલના બિછાને આખરી શ્વાસ લીધા
અમદાવાદ ,શુક્રવાર
અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલાં તોફાનોમાં પોલીસ ગોળીબારમાં ઘાયલ પાટીદાર યુવકે ચાર મહિનાની સારવારના અંતે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતાં. અનામતે વધુ એક પાટીદારનો ભોગ લેતાં ફરી એકવાર ગુજરાતમાં અનામત પાર્ટ-ટુ વકરે તેવી સંભાવના છે. પાટીદાર યુવકના મોત બાદ મહેસાણા તો અજંપાભરી સ્થિતી સર્જાઇ છે . શનિવારે મહેસાણા સ્વૈચ્છિક રીતે બંધ રહેશે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત સભામાં પોલીસ લાઠીચાર્જની ઘટના બાદ ગુજરાતભરમાં તોફાનો ફાટી નિકળ્યાં હતાં. મહેસાણામાં તોફાનો વકરતાં પોલીસ ગોળીબારમાં મયુર નટવરલાલ પટેલ સહિતના અન્ય બે પાટીદાર યુવાનો પણ ઘાયલ થયાં હતાં. છેલ્લાં ચાર મહિનાથી અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં મયુર પટેલે આજે અંતિમ શ્વાસ લીધાં હતાં . મયુર પટેલના મોતના સમાચાર સમગ્ર રાજ્ય વાયુવેગે ફેલાઇ ગયાં હતાં. પાટીદાર સમાજમાં તો ભારે રોષ ભભૂકી ઉઠયો છે. અત્યાર સુધી પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામનારાં પાટીદારોની સંખ્યા વધીને ૧૦ થઇ છે.
શનિવારે મહેસાણાં સવારે આઠ વાગે મયુર પટેલની સમશાનયાત્રા નીકળશે જેમાં એસપીજીના નેતા લાલજી પટેલ સહિત પાસના નેતાઓ પણ જોડાનારાં છે. પાટીદાર યુવકની મોતને પગલે મહેસાણા બંધ રહે તેમ હોઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પાટીદાર યુવકની મોત બાદ ફરી એકવાર અનામતનો રાજ્યમાં વકરે તેવી ખુદ સરકારને ભિતી છે.

પાટીદારોની ઘેરબેઠાં ભૂખ હડતાલઃ પોલીસ-સરકાર ચિંતામાં
અનામતનો વિરોધ કરવા રેલી,પ્રદર્શન માટે પણ પોલીસ-સરકારી તંત્ર મંજૂરી જ આપતું નથી પરિણામે હવે પાટીદારોએ ઘેર બેસીને આમરણાંત ભૂક હડતાલ શરૃ કરી છે. અમદાવાદમાં વેજલપુરમાં રેશ્મા પટેલના આમરણાંત ઉપવાસના પાંચ દિવસ પૂર્ણ થયાં છે. આ ઉપરાંત સુરતમાં પાસના કન્વિનર નિખિલ સવાણી પર આમરણાંક ઉપવાસ પર પોતાના નિવાસસ્થાને બેઠાં છે. આજે તેમનો બીજો દિવસ છે. હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને છોડાવવા હવે પાટીદારો ઘેરબેસીને આમરણાંત ઉપવાસ કરી રહ્યાં છે. હજુ અન્ય પાટીદારો જોડાય તેવી શક્યતા છે. પાટીદારોના આ અનોખા વિરોધને પગલે પોલીસ અને સરકારની ચિંતા વધી ગઇ છે. આમરણાંત ઉપવાસ કરતાં પાટીદારોએ એવી ચિમકી આપી છેકે, જો અમને કશું પણ થશે તો તેની જવાબદારી મુખ્યમંત્રીની રહેેેશે.

પાટીદારોનું શિક્ષણ બહિષ્કાર ઉમતાનાં બાળકો ભણવાનું છોડશેે
અનામત આંદોલન ફરી એકવાર ઉગ્ર સ્વરૃપ ધારણ કરે તેવી એંધાણ છે. વિસનગરના ઉમતા ગામમાં પાટીદારોએ અનામતનો લાભ મળવાનો જ નથી પરિણામે શિક્ષણ મેળવવાનો કોઇ અર્થ રહેતો નથી તેવું માની એવો નિર્ણય લીધો છે કે,૧લી જાન્યુઆરીથી ઉમતા ગામના બાળકો શાળાએ જ જશે નહીં. આ ઉપરાંત વિસનગરની આસપાસના ગામના પાટીદાર બાળકો શિક્ષણનો બહિષ્કાર કરશે. અનામત માટે પાટીદારોના અનોખા વિરોધને પગલે ખુદ સરકાર પણ ચિંતિત બની છે. એટલું જ નહીં, પાટીદાર આગેવાનો પણ ચિંતામાં મૂકાયાં છે.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 25 December 2015

પ્લાસ્ટીકની પ્યાલીમાં ગરમ ચ્હા પીવાથી ગંભીર બીમારીનું જોખમ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પ્લાસ્ટીકની પ્યાલીમાં ગરમ ચ્હા પીવાથી ગંભીર બીમારીનું જોખમ

કેન્સર સહિતની ૩૨ પ્રકારની બીમારી થઈ શકે

ગુજરાત ટી ટ્રેડર્સ એસો. દ્વારા યોજાયેલી મિટીંગમાં હોલસેલ વેપારીઓનું ધ્યાન દોરાયું ઃ તંત્ર દ્વારા કાર્યવાહી જરૃરી
પોરબંદર,તા.૨૪
પ્લાસ્ટીકની પ્યાલીમાં ગરમ ચ્હા પીવાથી કેન્સર સહિતની ૩૨ પ્રકારની ગંભીર બીમારી થઈ શકે. આવુ તારણ મેડિકલ સાયન્સનું છે. એઈમ્સ દ્વારા આનો રિપોર્ટ પણ રજૂ કરાયેલો છે. તાજેતરમાં પાટણ ખાતે ગુજરાત ટી ટ્રેડર્સ એસો.નાં હોદેદારોની બેઠકમાં આ વિષયે ઊંડી ચર્ચા થઈ હી હતી અને ઉપસ્થિત હોલસેલ વેપારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જો કે, આ બાબતે સરકારી તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને પ્લાસ્ટીકની પ્યાલીનો  વપરાશ બંધ કરાવવો જોઈએ.

ચાને ઉકાળવાથી તેમાંથી ટેફીન તત્વ ઉજવલિત થાય છે અને ગરમ ચાને પ્લાસ્ટીકની પ્યાલીમાં જયારે પીવડાવવામાં આવે છે. ત્યારે તે વધુ ગંભીર એટલા માટે બને છે કે, મોટાભાગની ચાની કેબીન રેકડીએ તથા હોટલે મળતી ચાની પ્લાસ્ટીકની પ્યાલીઓ અત્યંત નબળી ગુણત્તાવાળી હોય છે. બજારમાંથી વિણાતા પ્લાસ્ટીક વેસ્ટ, કેમીકલવેસ્ટમાંથી પ્રોસેસથી હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટીક બને છે અને તેમાંથી રીસાઈકલીંગ પ્રોસેસથી બનેલી આ  પ્યાલીઓ આરોગ્ય માટે ખુબ જ જોખમી છે.
એટલું જ નહીં પરંતુ પ્લાસ્ટીકની પ્યાલીથી પર્યાવરણ પણ બગડે છે અને ગટરને નાળામાં પ્લાસ્ટીકનો જમા થતો કચરો બ્લોક કરી દે છે જેથી પાણીનો નિકાલ પણ થઈ શકતો નથી.
આવુ જ પ્લાસ્ટીકનાં ઝબલાનું છે. અબોલ પશુઓ માટે આવા ઝબલા મોતનું કારણ બને છે. આથી, પ્લાસ્ટીકની પ્યાલી અને ઝબલાનાં વપરાશ ઉપર પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવી જોઈએ.
લોકો સ્વેચ્છાએ જ બહિષ્કાર કરે તે જરૃરી
જુદી જુદી ચાની કીટલીઓમાં ચા પીવા જાય છે ત્યારે તેમને પ્લાસ્ટીકની પ્યાલીઓમાં ચા આપવામાં આવે છે અને નગરજનો પણ હોંશે હોંશે ચુસ્કી મારીને તેમાંથી ચા પી લે છે. પરંતુ તેઓ ગંભીર બિમારીને પી રહ્યા હોય તેવું હવે સ્પષ્ટ થયું છે. ત્યારે લોકો સ્વેચ્છાએ જ તેનો બહીષ્કાર કરે તે જરૃરી બની ગયું છે. આમ લોકોના આરોગ્યની સુરક્ષા માટે આ અભિયાન જાગૃતિ અત્યંત જરૃરી છે.Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 23 December 2015

૧૬ વર્ષની ઉંમર ગુના માટે પુખ્ત ગણાશે: નવો કાયદો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

૧૬ વર્ષની ઉંમર ગુના માટે પુખ્ત ગણાશે: નવો કાયદો

દિલ્હીમાં બળાત્કાર ગુનામાં ૧૬ વર્ષના ૧,૦૦૦ કિશોરની ધરપકડ

ડાબેરીઓ સિવાયના રાજકીય પક્ષોની સંમતિથી સંસદમાં જુવેનાઈલ જસ્ટિસ બિલ પસાર

(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૨૨
આજે સંસદમાં જેની ઘણાં લાંબા સમયથી રાહ જોવાતી હતી એ જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) બિલ રાજ્યસભામાં આખો દિવસ ચાલેલી ચર્ચા પછી પસાર થઈ ગયું છે. આ કાયદા અંતર્ગત સગીર વયના ગુનેગારની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરાઈ છે. સંસદમાં મૌખિક મતદાન પછી પસાર કરાયેલા આ બિલની પ્રક્રિયા વખતે ડાબેરીઓએ બિલ સિલેક્ટ કમિટી સમક્ષ મોકલવાની માગ સાથે વૉક આઉટ કર્યો હતો.
રાજ્યસભામાં આખો દિવસ ચર્ચા બાદ મૌખિક મતદાનથી બિલ પસાર કરાયું ઃ ૧૬ વર્ષના કિશોરોમાં ગંભીર ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી બિલ મહત્ત્વનું ઃ મેનકા ગાંધી
આ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી ૧૬ વર્ષની આસપાસના કિશોરો દ્વારા ગંભીર ગુનાનું પ્રમાણ વધ્યું છે. આ બિલ બાળકોની વિરુદ્ધનું નથી પણ તેમને રક્ષણ આપવા, તેમનું પાલન-પોષણ કરીને શિક્ષિત કરવા તેમજ તેમને સુરક્ષિત રાખવા તૈયાર કરાયું છે. ફક્ત દિલ્હીમાં જ એક વર્ષમાં બળાત્કારના ગુનામાં ૧૬ વર્ષના એક હજાર કિશોરોની ધરપકડ કરાઈ છે. કિશોરો દ્વારા થતી ગુનાખોરી માટે ફક્ત શિક્ષણને જવાબદાર ના ઠેરવી શકાય.
આ બિલ ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓએ પણ આવકાર્યું હતું. બાળકોના અધિકાર માટે કામ કરતા નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ પણ જુવેનાઈલ જસ્ટિસ બિલને આવકાર્યું હતું પણ સૂચન કર્યું હતું કે, બાળકો દ્વારા ગુનો હોય કે બાળકો સામે ગુનો હોય, આપણી નજર સુધારા તરફ પણ હોવી જોઈએ, નહીં કે ફક્ત ગુના અટકાવવા તરફ.
નવી દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ઉર્ફે જ્યોતિસિંઘ સામૂહિક બળાત્કાર કાંડના સગીર વયના આરોપીની મુક્તિનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે જ પસાર થયું છે, જે સૂચક છે. નિર્ભયાના માતા આશા દેવીએ કહ્યું હતું કે, સૌથી ઘાતકી બળાત્કારી ત્રણ વર્ષની સજા કાપ્યા પછી મુક્ત છે એનું કારણ ફક્ત નબળો કાયદો છે. અમારી પુત્રીને ન્યાય નથી મળ્યો, પરંતુ આ બિલ પસાર થયું એનો અમને સંતોષ છે.
નિર્ભયાના પિતા બદરીસિંઘ પાંડેએ કહ્યું હતું કે, આ સારી વાત છે. અમારા પ્રયત્નોથી કંઈક તો પરિણામ મળ્યું. આ કેસમાં સગીર વયના આરોપીને છુટી જતા એક અયોગ્ય સંદેશ જઈ રહ્યો હતો, પરંતુ આ કાયદો સગીર વયના ગુનેગારોને જઘન્ય સ્ત્રી હિંસા કરતા રોકશે.
આજે સવારે જ નિર્ભયાના માતાપિતા ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી અને કોંગ્રેસ ઉપ પ્રમુખ રાહુલ ગાંધીને બિલ પસાર કરવામાં પૂરતો સહકાર આપવા મળ્યા હતા.
આ બિલથી સંતોષ પણ નિર્ભયાનો સૌથી ઘાતકી બળાત્કારી છૂટયો તેનું દુઃખ: નિર્ભયાના માતા
દિલ્હીમાં એક જ વર્ષમાં બળાત્કાર ગુનામાં ૧૬ વર્ષના ૧,૦૦૦ કિશોરની ધરપકડSource :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 21 December 2015

બાળકોની આંખ બચાવવી હોય તો મોબાઇલથી તેમને દૂર રાખો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

બાળકોની આંખ બચાવવી હોય તો મોબાઇલથી તેમને દૂર રાખો

નાની ઉંમરે ચશ્માના ડાબલા આવી જાય અને પ્લાઝમની બીમારીનું જોખમ રહે

મુંબઇ તા.૨૦
મોબાઇલના આજના મહાપૂરમાં બાળકો બરાબર બોલતા થાય કે સમજણા થાય એ પહેલા મોબાઇલ ઓપરેટ કરવા માંડે છે. આ જોઇને તેનાં મમ્મી-પપ્પા હરખાય છે અને અભિમાન  લે છે. પરંતુ નાના બાળકોની આંખોને મોબાઇલ સ્ક્રીનને લીધે પારાવાર નુકસાન થતું હોવાથી તેમને સેલફોનથી દૂર જ રાખવાની સરકારી જેજે હોસ્પિટલના  ડીન અને નેત્ર-ચિકિત્સક ડૉ. તાત્યા રાવલહાણેએ સલાહ આપી છે.
ડોમ્બિવલીમાં આયોજિત ઉત્સવ નિમિત્તે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે  આજકાલ બાળકો મોબાઇલમાં કાર્ટૂન અને વિડિયો ક્લિપ સતત જોતા રહેતા હોય છે. આને લીધે કિકી સંકોચાઇ જાય છે અને પ્લાઝમ નામની આંખની બીમારીનું જોખમ રહે છે.
પરિણામે ખૂબ નાની ઉંમરે બાળકોને ચશ્મા આવી જાય છે. ચશ્માના નંબર અચાનક વધવા પણ માંડે છે. એટલે છ વર્ષની ઉંમર સુધીના બાળકોને મોબાઇલથી દૂર જ રાખવા જોઇએ. જ્યારે ૬ થી ૧૨ વર્ષ સુધીની ઉંમરના બાળકોને દિવસમાં વધુમાં વધુ એક કલાક જ મોબાઇલનો ઉપયોગ કરવા દેવો જોઇએ. આંખની જાળવણી માટે સ્વચ્છ પાણીથી અવારનવાર ધોતા રહો. વિટામીન-એ આંખ માટે જરૃરી છે. એટલે  ગાજર, સરગવાની શિંગ, પપૈયા ખાવા જોઇએ. બીજું આંખની કોઇ તકલીફ ન હોય તો કોઇ દવા ન નાખવી જોઇએ. જો આંખમાં તકલીફ જણાય તો ઘરગથ્થુ નુસ્ખા ન અજમાવો એવી સલાહ આપવામાં આવી હતી.Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208231

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 17 December 2015

કડકડતી ઠંડીમાં સ્વસ્થ રહેવું હોય તો આ 10 વસ્તુઓનું રોખો ધ્યાન

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કડકડતી ઠંડીમાં સ્વસ્થ રહેવું હોય તો આ 10 વસ્તુઓનું રોખો ધ્યાનશિયાળામાં પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો બહું જરૂરી છે કારણ કે તેમાં ભૂખ વધારે લાગે છે અને ઠંડીમાં કસરત કે ચાલવાનું પણ જવાનું મન નથી થતું. તો આવા સમયે તમારે થોડું વધારે ધ્યાન રાખવું પડે નહીં તો બીમાર પડવાની શક્યતાઓ વધી જાય છે.

1.પ્રોટીનયુક્ત આહાર પ્રમાણમાં લેવો.પ્રોટીનયુક્ત આહાર હાડકાં, સ્નાયુ, ચામડીના વિકાસ માટે આવશ્યક છે. પ્રમાણસર, પ્રોટીનયુક્ત આહાર શિયાળામાં થતા રોગો સામે રક્ષણ આપે છે.
2.નિયમિત કસરતથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. શિયાળામાં આપણી જરૂરિયાત કરતાં વધુ કેલરીવાળો ખોરાક લઈએ છીએ, જે વધારાની કેલરી કસરતની મદદથી બાળી શકાય છે
3.શિયાળામાં વધુ ફાઇબરયુક્ત આહાર લેવાથી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. શિયાળામાં ઠંડા અને સૂકાં વાતાવરણને કારણે ચામડી શુષ્ક થઈ જાય છે, જે વધુ ફાઇબરયુક્ત આહાર લેવાથી અટકાવી શકાય છે.
4.ભારે ખોરાક લેતાં પહેલાં આદું અને લીંબુનો જ્યુસ મીઠું ઉમેરી પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે.
5.રોજબરોજના ખોરાકમાં આદું, હળદર, તજ, ધાણાનું પ્રમાણ વધારો, જે પાચનશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
6.દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને ઉકાળેલાં પાણીનો જે આગ્રહ રાખો જે તમારા શરીરને આંતરિક રીતે સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે.
7.શિયાળામાં વાદળછાયાં વાતાવરણ અને વધુ કપડાં કે ગરમ કપડાં પહેરવાને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે જેથી વિટામિન Dની ઊણપ થઈ શકે છે, તેને અટકાવવા રોજ 15 20  મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ.
8.શિયાળામાં સામાન્ય કરતાં ભૂખ વધારે લાગે છે, જેને અટકાવવા ટાઇમટેબલ બનાવો જેમાં ફળ અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખો.
9.વેજિટેબલ સૂપ વધારે લેવાનો આગ્રહ રાખો જે ઓછી કેલરીવાળાં હોય છે અને પચવામાં સરળ હોય છે જે વજન સપ્રમાણ રાખવામાં મદદ કરે છે.
10.શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોવાથી ઊંઘમાં અનિયમિતતા આવી શકે છે પણ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે.Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208231