સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 21 November 2016

બિન હિસાબી નાણા જમા કરાવનાર સામે આવકવેરા વિભાગની લાલ આંખ - જીએસટી અંગે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની મડાગાંઠ યથાવત્

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

બિન હિસાબી નાણા જમા કરાવનાર સામે આવકવેરા વિભાગની લાલ આંખ

- બેનામી મિલકત વ્યવહાર ધારા,૧૯૮૮ હેઠળ કેસ કરાશે

- અન્યના બેંક ખાતામાં પૈસા જમા કરાવનારાને સાત વર્ષ સુધીની જેલની સજાની ચીમકી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2016
અન્ય કોઇના બેંક ખાતામાં પૈસા જમા કરાવનારાઓ સામે લાલ આંખ કરતાં આવક વેરા વિભાગે નવા જ બનાવવામાં આવેલા બેનામી ટ્રાન્ઝેકશન એક્ટ હેઠળ ચાર્જ વસુલવા અને તેનો ભંગ કરનારને ભારે દંડ લાદવાનો નિર્ણય કર્યો હતો. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને જો દોષિત જણાશે તો સાત વર્ષ સુધીની જેલની સજા પણ થઇ શકશે.
એક અન્ય કેસમાં, સત્તાવાર સૂત્રોેેએ કહ્યું હતું કેસ  વિભાગે ૮૦ જગ્યાએ કરેલા સર્વે દરમિયાન આશરે રૃપિયા ૨૦૦ કરોડની બિન હિસાબી સંપત્તિ પકડી પાડી હતી તેમજ રદ થયેલા ચલણી નોટોના શંકાસ્પદ ઉપયોગના ૩૦ કેસો પણ પકડી પાડયા હતા.
આઠમી નવેમ્બર પછીની આ કામગીરીમાં વિભાગને આશરે રૃપિયા ૩૦ કરોડ મળ્યા હતા. સૂત્રોએ કહ્યું હતું કે વિભાગ આખા દેશમાં દરોડા પાડીને શંકસ્પદ બેંક ખાતા શોધવાની કામગીરી કરી હતી જેમાં આઠમી નવેમ્બર પછી જંગી રકમ જમા કરાવવામાં આવી હતી.
આવા કિસ્સાઓે કે જેમાં શંકા સાચી પડી હતી તેમની સામે  બેનામી  મિલકત વ્યવહાર ધારા,૧૯૮૮  હેઠળ કેસ કરવામાં આવશે. આ ધારો ચળ અને અચળ બન્ને પર લાગુ પડશે. તેમણે કહ્યું હતું કે આ ધારો કર વિભાગને થાપણ મૂકનાર અને જેના ખાતામાં ગેર કાયદે રકમ મૂકવામાં આવી હશે તે બન્નેની સામે કેસ કરી શકાશે.' સીબીડીટીએ આવક વેરા વિભાગને જે ખાતામાં અન્યોના પૈસા મૂકવામાં આવ્યા હોય અથવા તો આઠ નવેમ્બર પછી અચાનક જ જંગી રકમ જમા કરાવવામાં આવી હોય એવા તમામ ખાતાઓ પર બારીક નજર રાખવા સુચના આપી હતી.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-income-tax-department-red-eye

જીએસટી અંગે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની મડાગાંઠ યથાવત્

- જેટલીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી

- પ.બંગાળ, કેરળ, ઉત્તરાખંડ, ઉ.પ્રદેશ અને તામિલનાડુ જેવા પાંચ રાજ્યો જીએસટી મુદ્દે અસહમત

(પીટીઆઇ)  નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2016
 
સુચિત  જીએસટી હેઠળ વહીવટી નિયંત્રણ અંગેની મડાગાંઠને ઉકેલવા નાણા પ્રધાન અરૃણ જેટલીએ બોલાવેલી એનૌપચારિક બેઠમાં  કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની મડાાગંઠ યથાવત રહી હતી.
 
વિવિધ રાજ્યોના નાણા પ્રધાનો સાથેની અનૌપચારિક બેઠકમાં નવા જીએસટી શાસન હેઠળ  એકસાઇઝ ડયુટી, સર્વિસ  ટેક્સ અને વેટ જેવા વિવિધ કરો અંગે કેન્દ્ર અને રાજ્યો પાસે નિયંત્રણ માટે કયો સમાન કારણ હશે તે બાબતે કોઇ જ સ્પષ્ટતા કરાઇ નહોતી.
 
રૃપિયા દોઢ કરોડ સુધીનો ટર્નઓવર ધરાવતા એકમો પર નિયંત્રણનો અધિકાર રાજ્યો પાસે રહેશે પણ પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શક્તિશાળી જીએસટી પરિષદની ૨૫ નવેમ્બરની બેઠક પહેલાં આવતી કાલે ફરીથી પ્રધાનો મળશે.' બેઠક અનિર્ણિત રહી હતી.
 
૨૫મી નવેમ્બરે ફરી બેઠક મળશે' એમ ત્રણ કલાક ચાલેલી બેઠકના અંતે નાણા પ્રધાન જેટલીએ અહીં પત્રકારોને કહ્યું હતું. પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ જેવા રાજ્યો એ આગ્રહ કર્યો હતો કે નાના કરદાતા પરનો નિયંત્રણ તો રાજ્યો પાસે જ હોવો જોઇએ.તો કેરળ, રાજસ્થાન, ઓડિશા, ઉત્તરા ખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો એ કહ્યું હતુ કે બમણા કર માળખાના કારણે નાના કરદાતાઓને હેરાન ના કરવા જોઇએ.
 
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-gst-status-quo-trade-off-between-the-centre-and-the-statesSource :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 9 November 2016

અનોખો સંજોગ! જ્યારે-જ્યારે બે ગુજરાતી મળે છે ત્યારે કરે છે આવી ‘સર્જિકલ સ્ટ્રાઇક’ - આ સવાલો દ્વારા જાણો તમારી પાસે રહેલી નોટોનું શું થશે? અમુક સવાલ અનુત્તર

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનોખો સંજોગ! જ્યારે-જ્યારે બે ગુજરાતી મળે છે ત્યારે કરે છે આવી ‘સર્જિકલ સ્ટ્રાઇક’

અમદાવાદ: નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે 500-1000ની નોટો મધરાતથી ચલણમાંથી હટાવીને કાળું નાણું નાથવા ઐતિહાસિક નિર્ણય લીધો. ફેક કરન્સી અને બ્લેકમની નાથવા માટેની 'સર્જિકલ સ્ટ્રાઈક' પાછળ ગુજરાતી વડાપ્રધાન ઉપરાંત આરબીઆઈના ગવર્નર અને ગુજરાતી ઉર્જિત પટેલનો ભેજું છે. જ્યારે-જ્યારે બે ગુજરાતી મળે છે ત્યારે આવી સર્જિકલ સ્ટ્રાઈક થવી સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદી અને ઉર્જિત પટેલની ગુજરાતી જોડીની જેમ જ 1978માં વડાપ્રધાન મોરારજી દેસાઈ અને આરબીઆઈના ગવર્નર આઈ જી પટેલની ગુજરાતી જોડીએ કાળા નાણાંને અંકુશમાં લેવા આવા જ આકરા પગલા લીધા હતા.
મોદી-ઉ ર્જિતની જોડીએ યાદ અપાવી મોરારજી-આરજી પટેલની
આવી ઘટના ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બની નથી આ પહેલાં પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. જ્યારે જ્યારે બે ગુજરાતીઓ ભેગા થાય છે. ત્યારે ત્યારે આ પ્રકારના નિર્ણયો લેવાનું સાહસ કરે છે. મોદી સરકારે લીધેલો આ નિર્ણય 1978ના શાસનની યાદ અપાવી દે છે. તમને જણાવી દઇએ કે જ્યારે આપણા ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇના શાસનકાળ દરમિયાન આરબીઆઇના ગવર્નર આઇ.જી. પટેલ હતા. તેઓ પણ ગુજરાતી હતા. ત્યારે આ ગુજરાતી જોડીએ કાળાનાણાને અંકુશમાં લાવવા માટે આ પ્રકારના આકરા પગલાંભર્યા હતા. અને ફરી એકવાર જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટો મધરાતથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પણ બે ગુજરાતી છે. હાલમાં આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલ ગુજરાતી છે જ્યારે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે.
મોદીને સાંભળવા લોકો 8 વાગે ટીવી સામે ગોઠવાઈ ગયા હતા
8 નવેમ્બરના રોજ વડાપ્રધાને પોતાના ટ્વિટર હેન્ડલ પર માત્ર એટલું જ લખ્યું હતું કે આજે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધશે પરંતુ વિષયને લઇને સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી લોકોમાં ભારે આતુરતા અને ઉત્તેજના જોવા મળી હતી. દેશની પ્રજા ટીવી સામે મીટ માંડીને બેસી ગઇ હતી. બરાબર 8ના ટકોરે મોદીએ રાષ્ટ્રને સંબોધવાનું શરૂ કર્યું અને આ સંબોધનમાં રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી. દેશના આર્થિક વિશ્લેષકોથી માંડીને આમ જનતા ઘડીક માટે ટીવી સામે ચોંટી ગઈ. ઘડીકભર માટે સન્નાટો છવાઇ ગયો.
પીએમએ પૈસા સગેવગે કરવા કોઈ તક જ ન આપી!

જાણે ફરી એકવાર દેશમાં 'સર્જિકલ સ્ટ્રાઇક' સર્જાઇ હોય તેવો માહોલ સર્જાઇ ગયો. બ્લેકમની ધારકોના જીવ તાળવે ચોંટી ગયા. કાળા નાણા સગેવગે કરવા માટે વડાપ્રધાને કોઇ તક આપી જ નહી. તાત્કાલિક ધોરણે બે દિવસમાં બંધ કરી પ્રક્રિયા પાર પાડવાની આરબીઆઇની તૈયારી સાથે જાહેરાત કરાતાં કાણું નાણું ધરાવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. મોદી સરકારના આ નિર્ણયનો એકમાત્ર હેતુ દેશમાંથી ફેક કરન્સી અને કાળું નાણું અટકાવવાનો છે.
વધુ માહિતી માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
8 નવેમ્બર 2016: નરેન્દ્ર મોદી- ઉર્જીત પટેલ

8 નવેમ્બરના રોજ 8ના ટકોરે દેશના વડાપ્રધાને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં મહત્વ નિર્ણય જનતા સમક્ષ રજૂ કર્યો. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી આખો દેશ અવાક બની ગયો. રોકાણકારો અને બિઝનેસમેનો અચંબામાં પડી ગયા. બીજી તરફ કાળાનાણાનો સંગ્રહ કરનારાઓની ચિંતા વધી ગઇ કે હવે શું કરવું. આ નિર્ણય લેવાયો ત્યારે દેશના વડાપ્રધાન પદે બિરાજમાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરપદે બિરાજમાન ઉર્જિત પણ મૂળ ગુજરાતી છે. આ પ્રકારના સાહસિક અને ત્વરિત નિર્ણયો ગુજરાતીઓની જુગલબંધીમાં જ લેવાય છે. આ અગાઉ મોરારજી દેસાઇ અને આઇ.જી.પટેલની જોડીએ દેશના હિત માટે નિર્ણય લીધો હતો.  
ઉર્જિતનો પટેલનો જન્મ 28 ઓક્ટોબરના રોજ કેન્યામાં થયો હતો. પરંતુ તેઓ મૂળ ગુજરાતના મહુધાના વતની છે. તે જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તે પરિવાર સાથે મહુધા આવ્યા હતા. તેમના પિતા રવિન્દ્ર પટેલ કેન્યામાં બિઝનેસમેન હતા. તો બીજી તરફ પરિવારના અન્ય સભ્યો મુંબઇમાં રહે છે. તે અર્થશાસ્ત્રી, સલાહકાર અને બેંકર છે. વર્તમાનમાં તે આરબીઆઇના ગવર્નર છે. ઉર્જિત પટેલ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે. આ ઉપરાંત તેમને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં એમફીલ કર્યું છે અને યેલ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં ડોક્ટરેટ કર્યું છે. 1990માં ઉર્જિત પટેલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) જોઇન કર્યું હતું. તેમણે 1995 સુધી અમેરિકા, ભારત, બહામાસ અને મ્યાંમારમાં આઇએમએફ ડેસ્ક પર કામ કર્યું  હતું. વર્તમાનમાં ઉર્જિત આરબીઆઇના 4 ડેપ્યુટી ગવર્નરમાંથી એક છે અને તે અહીં મોનેટરી પોલિસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ છે. આરબીઆઇમાં તેમની નિમણૂંક યૂપીએ સરકારે 2013માં કરી હતી. ઉર્જિત પટેલ 1996 થી 1997 સુધી આરબીઆઇમાં આઇએમએફના સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે 1998થી માંડીને 2001 સુધી નાણા મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ઉર્જિત પટેલને રઘુરામ રાજનના સૌથી ખાસ વિશ્વાસપાત્ર સહયોગી તરીકે ઓળખવામાં આવતા હતા. આરબીઆઇની મોનેટરી પોલિસી (મુદ્રણ નિતિ)માં ઐતિહાસિક ફેરફારોને શ્રેય ઉર્જિત પટેલને જાય છે.
ગુજરાતના ચરોતરથી બીજા આર.બી.આઇ ગર્વનર
 
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 24 ગવર્નર તરીકે ડો. ઉર્જિત પટેલને નિમવામાં આવ્યા છે. ઉર્જિત પટેલ ગુજરાતના ચરોતરમાંથી આર.બી.આઇને બીજા ગર્વનર મળ્યા છે. 19977 થી 1982 સુધી ચરોતરના સોજિત્રાના રહેવાસી આઇ.જી.પટેલ આર.બી.આઇ ગર્વનર તરીકે કામ કરી ચૂક્યા છે.
1978: મોરારજી દેસાઇ- આઇ.જી. પટેલ
 
આઇ.જી પટેલ ભારતના શ્રેષ્ઠ ગવર્નરમાંના એક છે. તેમનું પુરૂ નામ ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઇ પટેલ હતું. આઇ.જી.પટેલનો જન્મ 11 નવેમ્બર 1924ના રોજ વડોદરામાં થયો હતો. અને 17 જુલાઇ 2005ના રોજ તેમનું મૃત્યું થયું હતું. તેઓએ વડોદરાની મહારાજ સયાજી ગાયકવાડ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ભારતીય રિઝર્વ બેંકના ચૌદમા ગર્વનર હતા. આરબીઆઇ ગવ ર્નર તરીકે તેમનો કાર્યકાળ તા.1 ડીસેમ્બર,1977થી તા.15 સપ્ટેમ્બર,1982 સુધી 4 વર્ષ અને 288 દિવસ સુધી રિર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે રહ્યા હતા. દેશ અને વિદેશમાં આર્થિક નીતિઓને બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. માત્રા 25 વર્ષની ઉંમરે આઇ.જી. પટેલ વડોદરા કોલેજના પ્રિંસિપાલ બન્યા હતા. ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના સંશોધન વિભાગ સાથે જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન 6 ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું. અત્રે નોંધનીય છે કે 1991માં પીવી નરસિમ્હા રાવે તેમને નાણા મંત્રાલય સોપવાનો વિચાર કર્યો હતો પરંતુ તેમણે આ ઓફર નકારી કાઢી હતી.

તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઇના શાસનમાં રૂપિયા 1000, 5000ની નોટ રદ કરાઇ હતી અને તે સમયે આરબીઆઇના ગર્વનર ડો. આઇજી પટેલ હતા. ભૂતકાળમાં દેશના વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઇ હતા ત્યારે તેમના શાસનમાં રૂા. 1000,5000ની ચલણી નોટ ચલણમાંથી રદ કરવામાં આવી હતી.  

ડો.આઇજી પટેલના આરબીઆઇ ગવર્નરપદ દરમિયાન રૂ. 1000ની ચલણી નોટ નવા સ્વરૂપ સાથે રજૂ કરવામાં આવી હતી. ભારતીય અર્થતંત્રમાં ચલણી નોટ રદ કરવાનો નિર્ણય સાડા ત્રણ દાયકા અગાઉ પણ કરાયો હતો અને તેમાં વડોદરા સાથે કનેકશન ધરાવતા જો.આઇજી પટેલનો સિંહફાળો હતો.
ગવર્નરના પુસ્તકનો વિરોધ
 
આર.બી.આઇ સ્વર્ગીય આઇ.જી. પટેલે ભારતમાં અંડરવર્લ્ડની બેંક BCCI ને અનુમતિ આપી ન હતી પરંતુ મનમોહન સિંહ આર.આઇ.બી.ના ગવર્નર બનતાં જ ભ્રષ્ટ્રાચારે આ દેશમાં જે તાંડવ મચાવ્યું તેને સ્વર્ગીય આઇ.જી.પટેલે પોતાના એક પુસ્તક ''BCCI COVER UP''માં ઉલ્લેખક અર્યો હતો જેને ભારતમાં છપાવવા દીધી ન હતી. આ પુસ્તકને હિંદીમાં (ભ્રષ્ટ નૌકરશાહ કા સફર) ભાષાંતર કરીને સંક્ષેપમાં રમેશ લક્ષ્મણજી તમ્બેજીએ તૈયાર કરી હતી જેને સામાજિક  ચિંતા ધરાવતી ભોપાલની સંસ્થા નવલયે વિમોચન કર્યું હતું. પુસ્તક છપાયા બાદ કોંગ્રેસીઓએ તેનો વિરોધ ભારે વિરોધ કર્યો હતો.
 
Source:-http://www.divyabhaskar.co.in/news/NAT-DEP-faq-about-scrapping-500-1000-denominations-some-unanswered-gujarati-news-5455877-PHO.html?ref=ht

આ સવાલો દ્વારા જાણો તમારી પાસે રહેલી નોટોનું શું થશે? અમુક સવાલ અનુત્તર

નવી દિલ્હી: કલમના એક ઝાટકે, મંગળવારે રાતે 12 વાગ્યાથી 1000 અને 500ની નોટ બંધ થઈ. મતલબ કે તમારી પાસે રહેલી આ નોટોની ટ્રાન્ઝેક્શન વેલ્યૂ શૂન્ય થઈ ગઈ. તેનાથી ખરીદી શકાય નહીં તથા તમે કોઈ સેવા ખરીદી ન શકો. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે મારી પાસે રહેલી ચલણી નોટોનું શું?  જોકે, અમુક સવાલના જવાબ મળ્યા નથી. કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો? નાના વેપારીએ કર્મચારીઓને પગાર ચૂકવવા નાણા ઉપાડી રાખ્યા હોય તો શું?
 
તમારી નોટોનું હવે શું થશે?

ચિંતા ના કરો. તમારી પાસે 50 દિવસ છે. 10 નવેમ્બર થી 30 ડિસેમ્બર સુધી કોઇપણ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જઇને 1000/500ની નોટ જમા કરાવો

...અને જો આ 50 દિવસમાં નોટ બેન્કમાં જમા ના કરાવી શક્યા તો પૈસા ડૂબી જશે?

ના. 30 ડિસેમ્બર સુધી બેન્કોમાં નોટ જમા નહીં કરાવી શકો તો રિઝર્વ બેન્ક દ્વારા નિયત ઓફિસોમાં આગામી 31 માર્ચ સુધી આ નોટ જમા કરાવી શકો છો. બસ તે માટે તમારે લેખિતમાં કારણ જણાવવું પડશે કે તમે પહેલા નોટ જમા કેમ નહોતી કરાવી. સાથે જ પેન કાર્ડ, આધાર કાર્ડ અને વોટર આઈડી જેવા સરકારી ઓળખ પત્રની નકલ પણ આપવી પડશે,

અમને તો હાલ પૈસા જોઇએ, તો શું કરીએ?

તમે તમારી 1000/500 રૂપિયાની નોટ બેન્ક કે પોસ્ટ ઓફિસ લઇ જાવ, ત્યાં પેન, આધાર, વોટર કાર્ડ જેવા સરકારી ઓળખ પત્ર દેખાડીને આ નોટોના બદલામાં નાની નોટ લઇ શકો છો.

શું મોટી નોટથી નાની નોટને પણ બદલી શકીએ છીએ?
 
 ના, આ કામ 10 નવેમ્બરથી 24 નવેમ્બરની વચ્ચે જ થશે. તે બાદ નહીં, એટલે કે એક્સચેન્જ માટે તમારી પાસે માત્ર 15 દિવસ છે.

સારૂ... તો અમે જેટલા ચાહીએ તેટલા નાણા એક્સચેન્જ કરાવી શકીએ છીએ ને?

ના. તેમ બિલકુલ નથી. તમે એક દિવસમાં માત્ર 4,000 રૂપિયા સુધીની 500/1000ની નોટ નાની નોટમાં બદલી શકશો. એટલે કે 15 દિવસમાં માત્ર 60,000 રૂપિયા જ એક્સચેન્જ કરી શકો છો.

...અને જો હું એક દિવસમાં અલગ-અલગ બેન્કો પાસેથી પૈસા એક્સચેન્જ કરાવું તો?

આમ નહીં કરી શકો. જે બેન્કમાં ખાતું છે ત્યાં જ એક્સચેન્જ થશે. બીજી બેન્કથી એક્સચેન્જ કરાવવા પર તમારે આઈકાર્ડ અને તમારા ખાતાની વિગત આપવી પડશે. અને જો તમારે એકાઉન્ટ નથી તો મિત્ર કે રિલેટિવના એકાઉન્ટથી એક્સચેન્જ કરાવી શકો છો. પણ તેમની લેખિત મંજૂરી જરૂરી રહેશે. 

મારી પત્નીએ 500, 1000ની નોટો બચાવીને 50 હજાર રૂપિયા એકઠા કર્યા છે, હવે તેનું શું થશે?

તમે આ નોટો લઈને બેંક જાવ અને આધાર કાર્ડ અથવા વોટર આઈડી બતાવીને પોતાના ખાતામાં જમા કરાવી દો. તેના પર ટેક્સ પણ નહીં લાગે.

મેં કાલે જ મોટી નોટો સાથે 25 હજાર રૂપિયા કાઢ્યા, હવે તેનું શું થશે?

ચિંતા ન કરશો. તમે આ નોટો બેંક અથવા પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ બતાવીને બદલી શકશો. તેના બદલામાં જમા કરાવેલી રકમ જેટલી જ ચૂકવણી બેંક અથવા પોસ્ટ ઓફિસ તમને કરશે.

500, 1000ની નોટ બંધ કરાઈ, પરંતુ 2000ની નોટ લાવી રહ્યા છે, તેનાથી કાળું નાંણું કેવી રીતે અટકશે?

ચોક્કસ અટકશે. કારણ કે નવી 500 અને 2000ની નોટ એડવાન્સ ટેક્નોલોજીથી બનેલી છે. તેમાં ચીપ લાગેલી છે. આ નોટો છાપવી ખૂબ જ મુશ્કેલ હશે, સાથે જ સરળતાથી ઓળખી પણ શકાશે.
શું બેન્ક અને એટીએમ બંધ રહેશે?

માત્ર બુધવારે, જેથી બેન્કો અને એટીએમમાં નોટ બદલી શકાય. છેવાડાના વિસ્તારોમાં 10 નવેમ્બરે પણ બેન્ક અને એટીએમ બંધ રહે તેવી શક્યતા છે.

બેન્ક/એટીએમ ખુલશે તો શું ત્યાંથી જેટલા ચાહીએ પૈસા ઉપાડી શકાશે?

ના. 18 નવેમ્બર સુધી એટીએમથી રોજ મહત્તમ 2000 રૂપિયા જ ઉપાડી શકાશે. પછી તે સીમા વધારવામાં આવશે. બેન્ક થી એક દિવસમાં 10,000 અને અઠવાડિયામાં 20,000 રૂપિયા સુધી જ ઉપાડી શકાશે

ઓછા ઉપાડ માટેની સીમા સમાપ્ત થશે?

હાલ આ વિશે કોઇ તારીખ નક્કી નથી. માનવામાં આવે છે કે કરેન્સીની માગ સામાન્ય થતા ઉપાડની સીમા વધારવામાં આવશે.

પછી બાકીની કરન્સીનું શું થશે?

એક રૂપિયાથી 100 રૂપિયા સુધીની જૂની નોટ અને સિક્કા પહેલાની જેમ ચલણમાં ચાલુ રહશે.

ડેબિટ/ક્રેડિટ કાર્ડનું શું?

ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થતું રહેશે. ગુરુવારે એટીએમ ખુલવા પર કેશ ઉપાડી શકાશે. ચેક અને ડ્રાફ્ટથી થનારા ટ્રાન્ઝેક્શનમાં કોઇ પરિવર્તન નહીં થાય.

જરૂરી કામ માટે પૈસા ક્યાંથી લાવું?

રેલવે બુકિંગ, સરકારી બસ  કાઉન્ટર, હોસ્પિટલ, એરપોર્ટ અને સરકારી પેટ્રોલ પંપ (ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પર 500/1000ની જૂની નોટ થી 11 નવેમ્બર ની મધરાત સુધી ખરીદી થશે. સહકારી સ્ટોર, સરકાર અને અધિકૃત દૂધ બૂથ, શ્મસાન ગૃહો પર પણ જૂની નોટ 11 નવેમ્બરની મધરાત સુધી ચાલશે.
 
 
Source:-http://www.divyabhaskar.co.in/news/NAT-DEP-faq-about-scrapping-500-1000-denominations-some-unanswered-gujarati-news-5455877-PHO.html?ref=htSource :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/