સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 14 December 2013

પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ......!

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ......!




  • ઇતિહાસ ચાંપાનેર શહેરની આસપાસ વણાયેલો છે. વલ્લભીનો શિલાદીત્ય 5 માના સંવત 404-441( ઇ.સ.348-385)ના તામ્ર લેખમાં ગોધરા હક એટલે હાલના ગોધરા ખાતે નંખાયેલી વિજય છાવણીનો ઉલ્લેખ છે. અણહીલવાડના પ્રથમ રાજ્યકર્તા વનરાજના રાજ્યકાળ દરમ્યાન સાતમી સદીમાં( ઇ.સ.647માં) ચાંપાનેરની સ્થાપના થઇ હોવાનું કહેવાય છે. તેરમી સદીના અંતમાં (1297માં) અલાઉદ્દીન ખીલજીની સરદારી હેઠળના મુસલમાનો ખીચીવાડાથી પાછા હઠતા, ચૌહાણો આ દેશના રાજ્યકર્તા બન્યાં.

  • સને 1484માં મહંમદ બૈગડાએ ચાંપાનેર જીતી લીધું. ત્યાં સુધી ચૌહાણોની સત્તા ચાલુ રહી હતી. મિરત-એ-સીકંદરી( ઇ.સ.1611)ના લેખકે આ પ્રદેશના ફળોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આખી સલ્નતમાં આપણા દેશની કેરી સર્વશ્રેષ્ઠ ગણી છે. ઘર બાંધવામાં વાપરી શકાય એટલો ચંદનના લાકડાનો જથ્થો હોવાનું જણાવ્યું છે. મોગલ શહેનશાહના અમલ દરમ્યાન (ઇ.સ.1573-1727) ગોધરાએ જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. વોટસને ગુજરાતના ઇતિહાસમાં જણાવ્યું મુજબ 17મી સદીમાં તેનો જંગલી હાથીઓના શિકારના પ્રદેશ તરીકેનો ઉલ્લેખ છે

  • સને 1727માં કાંન્તાજી કદમ બાંડેના પાલક પુત્ર કૃષ્ણાજીએ ચાંપાનેર પર હુમલો કર્યો અને નિયમિત ખંડણી ઉઘરાવી. 18મી સદીના વચગાળામાં સીધીયાએ ચાંપાનેર કબ્જે કર્યુ. તથા પંચમહાલને પોતાના રાજ્ય સાથે જોડી દીધું. ત્યાં સુધી આ પ્રદેશ કૃષ્ણાજીના તાબામાં રહ્યો એમ જણાય છે.જો કે ઇ.સ.1803માં અંગ્રેજોએ પાવાગઢનો કીલ્લો જીતી લીધો. છતાં આ જીલ્લાના પ્રદેશનો કબ્જો લેવા કે તેનો વહીવટ કરવા તેમણે કોઇ પ્રયત્ન કર્યો નથી. તે પછીના વર્ષમાં આ કિલ્લો પણ સિધીયાને પાછો સોપવામાં આવ્યો હતો. ઇ.સ.1853માં આ જીલ્લો અંગ્રેજોને સોપાયો ત્યાં સુધી એ કિલ્લો સીધીયાની પાસે રહ્યો. ઇ.સ.1858માં ઓકટોમ્બરમાં નાયકા નામની અત્યંત ઘાતકી આદિવાસી ટોળીએ રુપા અને કેવળ નાયકાની આગેવાની હેઠળ અંગ્રેજોની સામે બળવો પોકાર્યો. પણ તેમાં તે સફળ થયા નહિ.  


  • બિટિશ અમલ હેઠળ પંચમહાલ જીલ્લો મુંબઇ પ્રાંતનો ભાગ બન્યો. 

  • નવેમ્બર1956માં રાજ્યનું પુનઃ સંચાલન થતાં મુંબઇ રાજ્યના ભાગનું વિભાજન વિદર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયુ હતુ અને બૃહદ દ્વિભાષી રાજ્યનો પંચમહાલ જીલ્લો એક ભાગ બન્યો.  


  • છેલ્લે 1લી મે 1960ના રોજ મુંબઇ રાજ્યનું વિભાજન થતા ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ અસ્તિત્વમાં આવ્યાં. આ તારીખથી પંચમહાલ જીલ્લો ગુજરાત રાજ્યના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યું. 

Kindly Share This Post »» »»
Source :-http://www.hiteshpatelmodasa.com/,
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)



No comments:

Post a Comment