સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 1 July 2016

દક્ષિણ પશ્ચિમી મોન્સૂનનું આગમન દેશમાં આ રીતે થાય છે - અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના - છેલ્લાં ૧૫ વર્ષમાં ૫૦ હજાર ઉમેદવારો સેટિંગ કરીને સિલેકટ થયા છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

દક્ષિણ પશ્ચિમી મોન્સૂનનું આગમન દેશમાં આ રીતે થાય છે

- વિષુવવૃતને પાર કરી હવા પૃથ્વીની ગતિના કારણે ડાબી બાજુ ઝુકે છે

- આ હવા ભારત,બર્મા અને દક્ષિણ પુર્વી એશિયામાં વરસાદ લાવે છે

અમદાવાદ, તા. 1 જુલાઈ 2016
મોન્સુન શબ્દની ઉત્પતી અરબી શબ્દ મોસિન પરથી થઇ છે. જેનો અર્થ મૌસમ થાય છે. જો કે સામાન્ય રીતે ચોમાસાના આગમનને મોન્સુન કહેવાનું પ્રચલિત થયું છે. જો કે  દેશના અર્થતંત્રથી માંડીને જીવ માત્રને જીવાડનાર મોન્સુનનું ભારતમાં આગમન જાણવું એટલું જ રસપ્રદ છે.
જુન મહિના દરમિયાન સર્જાતુ લો પ્રેશર વરસાદ તાણી લાવે છે
પૃથ્વી સુર્યની આસપાસ ફરતી હોવાના કારણે તેનો કેટલોક ભાગ અમુક સમય માટે સુર્યથી દૂર જતો રહે છે. જેને સુર્યનું ઉતરાયણ અને દક્ષિણાયન કહેવામાં આવે છે. પૃથ્વી પર બે કાલ્પનિક રેખાઓ કર્કવૃત અને મકરવૃત છે. સુર્ય ઉતરાયન વખતે કર્ક વૃત  અને દક્ષિણાયન સમયે મકર વૃત રેખા પર હોય છે. પૃથ્વી પરના આ ફેરફારના કારણે જ શિયાળો અને ઉનાળાનો અનુભવ થાય છે.
ઉનાળાનો સમય માર્ચથી જુન જયારે જુન થી સપ્ટેમ્બર સુધીનો સમય વરસાદનો છે.મોસમમાં આવતા પરિવર્તન મુજબ હવા પણ બદલાતી રહે છે. જયા વધારે ગરમી પડે છે ત્યાં હવા ગરમ થઇને ઉપર જાય છે. આથી સમ્રગ વિસ્તારમાં હવાનું લો પ્રેશર ઉભું થાય છે. આથી હવાના આ ખાલિપાને ભરવા માટે ભારે દબાણવાળી ઠંડી હવા ધસી આવે છે. આ ઠંડી હવા દરિયામાંથી પસાર થઇને આવેલી હોવાથી તે ભેજવાળી હોય છે જે વરસાદ લાવે છે.

પૃથ્વીની ગતિના કારણે મોન્સૂનના પવનો વિષુવવૃતથી પાછા ફરે છે
 શિયાળામાં સૂકી હવા જમીનથી દરિયા તરફ વહેતી હોવાથી ઠંડી પડે છે. ઉનાળામાં ૨૪ માર્ચથી સુર્ય ઉતરાયણ થઇને ૨૧ જુનના રોજ કર્કવૃત રેખા પર આવે છે આથી મધ્ય એશિયાનો ભાગ ખૂબજ ગરમ થાય છે. આથી હવા ગરમ થઇને આકાશમાં જે વરસાદ સ્વરૃપે જમીન પર આવે છે. વિષુવવૃતને પાર કરીને પૃથ્વીની ગતિના કારણે ડાબી બાજુ ઝુકતી હવા ભારત,બર્મા, દક્ષિણ પુર્વી એશિયા,ઉતરી ઓસ્ટ્રેલિયા,પશ્ચિમ આફિકાના ગીનીના દરિયાકાંઠા તથા કોલંબિયાના પ્રશાંત મહાસાગર તટ સુધી મોન્સૂન લાવે છે.

તામિલનાડુ આંધ્રપ્રદેશમાં વર્ષમાં બે ચોમાસા બેસે છે
૨૩ સપ્ટેમ્બર પછી સુર્ય દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરતો હોવાથી મોન્સૂન પ્રદેશોમાં હવાનું દબાણ વધી જાય છે. આ હવા ઠંડી હોવાથી ઉતર પૂર્વી પવનો શિયાળો લાવે છે. કાતિલ ઠંડી આપતા આ પવનો જે દરિયા તરફ પાછા ફરે છે. ભારતમાં વિશાળ હિમાલય પર્વતની શ્રેણીના કારણે આ ઠંડા પવનો ભારતમાં પ્રવેશી શકતા નથી. જયારે આ હવા બંગાળની ખાડી પાર કરે ત્યારે ભેજવાળી બનતી હોવાથી તામિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં શિયાળામાં વરસાદ પડે છે જેને લોકો ચોમાસુ પાછુ ફર્યુ એમ પણ કહે છે.

અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના

- બેચરાજીમાં સૌથી વધુ ૨.૫૫- ઉંઝામાં ૨.૨૪ ઈંચ વરસાદ

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ શહેર માટે જૂન મહિનો કોરોધાકોર રહ્યો છે અને તેમાં કુલ ૦.૧૧ ઈંચ વરસાદ પડયો હતો. સિઝન દરમિયાન પડતા વરસાદની સરખામણીએ તેનું પ્રમાણ માત્ર ૦.૩૯ ટકા છે. બીજી તરફ ગત વર્ષે જૂન મહિનામાં ૬.૨૯ ઈંચ વરસાદ પડયો હતો. આમ છેલ્લા ચાર વર્ષની સરખામણીએ આ વખતે જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ પડયો છે. રાહતની વાત એ છે કે હવામાન ખાતાની આગાહી અનુસાર જુલાઇ મહિનામાં ચોમાસું સહેજપણ નિરાશ નહીં કરે. અમદાવાદમાં આગામી બે દિવસમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના છે.
આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અરેબિયન સમુદ્રમાં ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના લીધે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં આગામી બે દિવસમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આજે અમદાવાદમાં ભેજનું પ્રમાણ સવારે ૮:૩૦ વાગે ૭૯% અને સાંજે ૫૨%  નોંધાતા બફારામાં ખૂબ જ વધારો થયો હતો. અમદાવાદમાં સરેરાશ મહતમ તાપમાન ૩૬.૩ ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ બુધવારે મોડી રાત્રે મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા. જેમાં બેચરાજીમાં સૌથી વધુ ૨.૫૫ ઈંચ,ઉંઝામાં ૨.૨૪ ઈંચ, સતલાસણમાં ૧.૭ ઈંચ વરસાદ પડયો હતો.
મહેસાણા શહેરમાં હજુ નોંધપાત્ર વરસાદ પડયો નથી. બુધવારે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ધીમી ગતિએ વરસાદનું આગમન થયું છે. જેમાં અમીરગઢ, દાંતિવાડા, ધાનેરા, દિયોદરમાં અડધા ઈંચ સુધી વરસાદ પડયો હતો. પાટણ જિલ્લામાં પણ વરસાદથી નાગરિકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.

ગુજરાતના ૧૩ તાલુકા કોરાધાકોર
જૂન મહિનામાં કુલ ૧૩ તાલુકા એવા છે કે જેમાં વરસાદનો એકપણ છાંટો પડયો નથી. બીજી તરફ આ સમયગાળા દરમિયાન વલસાડમાં સૌથી વધુ સરેરાશ ૬.૫૩ ઈંચ, ગીર સોમનાથમાં ૪.૫૨ ઈંચ, પોરબંદરમાં ૨.૭૫ ઈંચ, મોરબીમાં ૨.૪૪ ઈંચ અને સુરત જિલ્લામાં ૨.૩૨ ઈંચ વરસાદ પડયો છે. બીજી તરફ અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૦.૫૭ ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છમાં સરેરાશ ૦.૪૭, પાટણમાં ૦.૯૦, સાબરકાંઠામાં ૧.૪૯, ગાંધીનગર-સુરેન્દ્રનગરમાં ૦.૯૮,  રાજકોટમાં ૧.૪૧, ભાવનગરમાં ૧.૧૪, નવસારીમાં ૨.૦૪ ઈંચ વરસાદ જૂન મહિનામાં નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/arrival-of-monsoon-in-india , http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-heavy-rainfall-over-the-next-three-days

છેલ્લાં ૧૫ વર્ષમાં ૫૦ હજાર ઉમેદવારો સેટિંગ કરીને સિલેકટ થયા છે

- ગુજરાતમાં થયેલી સરકારી ભરતીઓમાં

- ૧૦,૦૦૦ કરોડથી પણ વધારે રૃપિયાનું ભરતી કૌભાંડ થયું હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપો

અમદાવાદ,ગુરુવાર
ગુજરાતમાં થયેલા ભરતી કૌભાંડની વિદ્યાર્થીઓ દ્વારા સીબીઆઇ તપાસની માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતમાં ૨૦૦૧થી અત્યાર સુધી થયેલા ભરતી કૌભાંડના વિરોધમાં વિર્ધાર્થીઓએ વિશાળ રેલી યોજી સુત્રોચ્ચાર કર્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓએ વાચનનો બહિષ્કાર કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે પોલીસ દ્વારા ૮ વિદ્યાર્થીઓની ધડપકડ કરવામાં આવી હતી. ભરતી કૌભાડમાં સંડોવાયેલા વિરુધ્ધ સરકાર દ્વારા કોઇ પગલા નહી ભરવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી.
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે કલ્યાણસિંહ ચંપાવત દ્વારા ૨૦૦૧થી થયેલી તમામ સરકારી ભરતીઓમાં ૫૦,૦૦૦થી વધુ ઉમેદવારોને વહીવટના આધારે પસંદ કરવામાં આવ્યા છે. તેમજ ૧૦,૦૦૦ કરોડથી પણ વધારે રૃપિયાનું ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ કરતાં પણ મોટંુ કૌભાંડ ગુજરાતમાં થયું હોવાથી સીબીઆઇ તપાસ થવી જોઇએ. સરકારી નોકરીમાં પણ ગુજરાત સરકારે તેમના દલાલોને અનામત આપી દીધું છે જેમના કારણે વર્ષોથી મહેનત કરતાં મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારના યુવાનોને સરકારી નોકરી મેળવવા માટેના રસ્તા બંધ થઇ ગયા છે. લાખો વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયના પગલે વિદ્યાર્થીઓએ ભરતી કૌભાડમાં જવાબદાર વ્યક્તિઓના નામ બહાર પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ઉગ્ર માંગ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી. જો ન્યાય નહી મળે તો વિદ્યાર્થીઓએ ભગતસિંહનો માર્ગ અપનાવશે એવી ચીમક આપી છે.
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-candidates-were-setting

GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment