સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 27 September 2017

બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી, પાટીદાર દમન અંગે પંચ નિમાશે - GSTથી આવક ઘટીઃ ઓગસ્ટનું કલેકશન ૯૦૬૬૯ કરોડ - મોંઘવારી વધે છે, પેટ્રોલ-ડિઝલ મોંઘા થાય છે, બેટીઓની ધોલાઇ થઇ રહી છેઃ તમે કયાં સુધી ચુપ રહેશો ?: શિવસેનાનો સવાલ - જો આજે મનમોહન વડાપ્રધાન હોત તો શું કરત ? - આજે કેન્દ્રીય કેબીનેટની બેઠકઃ અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા પેકેજનું એલાન થશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 

GSTથી આવક ઘટીઃ ઓગસ્ટનું કલેકશન ૯૦૬૬૯ કરોડ

રૂ. ૪૩૦૦ કરોડનો ધરખમ ઘટાડો
નવી દિલ્હી તા. ૨૭ : ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ લાગુ થયાના બીજા મહિને એટલે કે, ઓગષ્ટમાં કુલ ૯૦,૬૬૯ કરોડ રૂપિયાનું ટેકસ કલેકશન થયું. એક સત્તાવાર વકતવ્યમાં આ જાણકારી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'જુદી-જુદી કેટેગરીમાં GST અંતર્ગત ૨૫ સપ્ટેમ્બર સુધી ૯૦,૬૬૯ કરોડનો ટેકસ મળ્યો છે. આમાં કમ્પોઝિશન સ્કીમની પસંદગી કરનારા ૧૦.૨૪ લાખ ટેકસપેયર્સ આપવામાં આવેલા GSTના આંકડા શામેલ નથી. આ જ રીતે જુલાઈ મહિના માટે સંશોધિત આંકલન અનુસાર GST સંગ્રહ ૯૪,૦૬૩ કરોડ રૂપિયા થઈ ગયો. પહેલા અનુમાન ૯૨,૨૮૩ કરોડ રૂપિયાનું હતું.'
   નિવેદન અનુસાર, ઓગષ્ટમાં કેન્દ્રીય GST અંતર્ગત ૧૪,૪૦૨ કરોડ રૂપિયા, રાજય જીએસટી અંતર્ગત ૨૧,૦૬૭ કરોડ રૂપિયા, એકીકૃત GST અંતર્ગત ૪૭,૩૭૭ કરોડ રૂપિયા અને લકઝરી પ્રોડકટ્સ પર ક્ષતિપૂર્તિ સેસ ૭,૮૨૩ કરોડ રૂપિયા પ્રાપ્ત કરાયા. અહીં ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ મહિના માટે GST ચૂકવણી અને GSTR-3B દાખલ કરવાની છેલ્લી તારીખ ૨૦ સપ્ટેમ્બર હતી.
   નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, હજુ પણ ઘણા એવા ટેકસપેયર્સ છે જેમણે જુલાઈ અને ઓગષ્ટનું રિટર્ન દાખલ કર્યું નથી. આંકડામાં થનારા વધારા અંગે આગામી સમયમાં જણાવવામાં આવશે. આમાં કહેવામાં આવ્યું છે કે, ઓગષ્ટ મહિના માટે ૬૮.૨૦ લાખ લોકોને ટેકસ ભરવાનો હતો, પણ ૨૫ સપ્ટેમ્બર સુધી આમાથી ૩૭.૬૩ લાખ લોકોએ GSTR-3B દાખલ કર્યું છે.
   દેશમાં અપ્રત્યક્ષ ટેકસની GST વ્યવસ્થા ૧ જુલાઈથી લાગુ કરવામાં આવી. આમાં એક ડઝનથી વધુ કેન્દ્રિય તથા રાજય સ્તરના અપ્રત્યક્ષ ટેકસને સમાવામાં આવ્યા છે. GST લાગૂ થયા બાદ પહેલા મહિના જુલાઈ માટે ૩૧ ઓગષ્ટ સુધી કુલ ૯૪,૦૬૩ કરોડ રૂપિયા ટેકસ મળ્યો છે.

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487992-114940

મોંઘવારી વધે છે, પેટ્રોલ-ડિઝલ મોંઘા થાય છે, બેટીઓની ધોલાઇ થઇ રહી છેઃ તમે કયાં સુધી ચુપ રહેશો ?: શિવસેનાનો સવાલ
સિસ્ટમ સુધારમાં લોકોને કોઇ મદદ નથી મળતી છતાં તમે મૌન કેમ રહો છો ? શિવસેના
   મુંબઇ તા.ર૭ : ભાજપના સાથી પક્ષ શિવસેનાએ ફરી એક વખત પીએમ મોદીને આડે હાથ લીધા છે. શિવસેનાએ આ વખતે બનારસ હિન્દુ યુનિ.માં છાત્રાઓ ઉપર પોલીસ લાઠીચાર્જને લઇને સવાલ ઉઠાવ્યો છે. શિવસેનાએ પુછયુ છે કે જે મહિલાઓએ જેમને અનેક આશાઓ સાથે ચૂંટી કાઢયા છે શું આ જ તેઓનું સૌભાગ્ય છે ? શિવસેનાએ ૧૬૦૦૦ કરોડની લોન્ચ થયેલી સૌભાગ્ય સ્કીમને લઇને પીએમ મોદી ઉપર કટાક્ષ કર્યો હતો.
   શિવસેનાના મુખપત્ર સામનામાં તંત્રીલેખમાં જણાવાયુ છે કે, મોંઘવારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે અને તમે ચુપ છો. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે છતાં તમે ચુપ છો. સિસ્ટમ સુધારમાં લોકોને કોઇ મદદ નથી મળતી અને તમે ચુપ છો. દેશની બેટીઓ ઉપર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે અને તમે ચુપ છો. તમારા પક્ષના કાર્યકરો કહેર વરસાવી રહ્યા છે તમે કયાં સુધી ચુપ રહેશો. તમારા સંસદીય ક્ષેત્રની છોકરીઓ કે જેમણે તમને ઘણી આશાઓ સાથે જીતાડયા હતા શું તેઓનું આ જ સૌભાગ્ય છે ? સાથોસાથ સવાલ ઉઠાવાયો છે કે, એ લોકો બનારસ હિન્દુ યુનિ.માં સીસીટીવી કેમેરા લગાવવા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે તેઓ સામે શું એફઆઇઆર નોંધાવવી યોગ્ય છે ?
   શિવસેનાએ વધુમાં લખ્યુ છે કે, તમે વિચાર્યા વગર પગલા લીધા જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે તમે માત્ર આંબલી-પીપળી બતાડો છો. તમે તમારા કાર્યકર્તાઓને કહ્યુ છે કે સત્તા સુખ ભોગવવા માટે નહી પરંતુ તે લોકોની સેવા માટે હોય છે પરંતુ જો તેઓએ તમને પુછયુ કે, તમે છેલ્લા ૩ વર્ષમાં શું સેવા કરી ? તો તમારો જવાબ શું હશે ?

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506486751-114935

આજે કેન્દ્રીય કેબીનેટની બેઠકઃ અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા પેકેજનું એલાન થશે
   નવી દિલ્હી : અર્થતંત્રને લઇને સરકારની ચિંતાઓ વચ્ચે આજે મોદી-કેબીનેટની બેઠકઃ અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા માટે નાણામંત્રી જેટલી પેકેજનું એલાન કરી શકે છેઃ નોટબંધી બાદ હલબલી ઉઠેલ અર્થતંત્રને દોડતુ કરવા મોદી સરકાર પ૦,૦૦૦ કરોડ ખર્ચ કરવાની યોજના બનાવી રહેલ છે અને ટુંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે.

   

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487950-114938

જો આજે મનમોહન વડાપ્રધાન હોત તો શું કરત ?
<br />જો આજે મનમોહન વડાપ્રધાન હોત તો શું કરત ?
      નવી દિલ્હી : હાલ દેશનો જીડીપી ઘટે છે અને અર્થતંત્ર હલબલી ઉઠયુ છે ત્યારે બીબીસીએ પોતાના વાચકોને પુછયુ હતુ કે, જો આજે મનમોહન ખુરશી ઉપર હોત તો કયાં પગલા લેત ? તો જવાબમાં રસપ્રદ પ્રતિક્રિયાઓ મળીઃ કોઇએ કહ્યુ કે તેઓ મન કી બાત નહી પરંતુ મનમોહન કી બાત જણાવતઃ કોઇએ લખ્યુ કે, ભારતીય અર્થતંત્રની આવી હાલત ન હોતઃ અનેક ગોટાળા થયા છતાં તેમના શાસનમાં ભારતની હાલત ખરાબ ન હતીઃ નોટબંધી જેવુ પગલુ સપનામાં પણ  ન વિચારતઃ અર્થતંત્રને દોડતુ જ રાખતઃ દેશ પ્રગતિ કરત.

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487914-114937

બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી, પાટીદાર દમન અંગે પંચ નિમાશે

અમદાવાદ: બુધવારે મળેલી બેઠકમાં બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ આયોગને 'બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ' નામ આપવામાં આવશે. ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેર કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે.
કેબિનેટની બેઠકમાં પાટીદારોની માંગણીઓ અંગે ચર્ચા
મંગળવારે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિનઅનામત આયોગ અંગે તૈયારી બતાવી હતી. જે બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં પાટીદાર આગેવાનોની માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Source :-http://www.akilanews.com/27092017/main-news/1506487914-114937

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App






 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application







Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment