સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 3 October 2017

યુવાધનને નશાની લતે ચડાવનાર 'મ્યાઉ મ્યાઉ' ડ્રગ્સનું રાજકોટમાં પણ વેચાણ થયાનો ધડાકો!! - 'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સનું સેવન બેથી ત્રણ વખત કરે તો તે વ્યકિત વ્યસની બની જાય !! - જામનગર, દ્વારકા અને રાજકોટ જીલ્લામાં ડ્રગ્સનું ઉત્પાદન થતુ'તું - લવ જેહાદ મામલો ૨૪ વર્ષની પુત્રીને પિતા કાબુમાં રાખી ન શકે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 
યુવાધનને નશાની લતે ચડાવનાર 'મ્યાઉ મ્યાઉ' ડ્રગ્સનું રાજકોટમાં પણ વેચાણ થયાનો ધડાકો!!
ભાવેશ અમુક જથ્થો પોતાની પાસે રાખી હારૂનને આપતો'તોઃ હારૂન આ જથ્થો : રાજકોટના ઇમરાનને વેચાણ માટે આપતો'તોઃ રાજકોટના સપ્લાયરોના નામો ખુલે તેવી વકી : ૧ ગ્રામ ડ્રગ્સ ર થી ૩ હજારમાં વેચાતું'તું અને ગુટખામાં નાખી સેવન કરાય છે

   રાજકોટ, તા., ૩: સૌરાષ્ટ્રવ્યાપી ડ્રગ્સ રેકેટનો રેન્જ આઇજી ડી.એન.પટેલ તથા તેની ટીમે પર્દાફાશ કરી રાજકોટના ૩ સહિત પ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવાધનને નશાની લતે ચડાવનાર 'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સનું રાજકોટમાં પણ  વેચાણ થયાનું ખુલતા પોલીસે રાજકોટના સપ્લાયર અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
   દ્વારકા જીલ્લાના આરંભડા ગામની સીમમાંથી  મૂળ આરંભડા ગામનો અને હાલ રાજકોટના જુના થોરાળા  વિસ્તારમાં રહેતો હારૂન સતારભાઇ વોરાના ગોડાઉનમાં ડ્રગ્સનંુ ઉત્પાદન કરાતું હતું. પોલીસ સમક્ષ હારૂને એવી કેફીયત આપી હતી કે તે ભાવેશ વિઠ્ઠલભાઇ દુધાત્રા (રહે. મૂળ વેજાગામ, હાલ રાજકોટ) સાથે મળી ડ્રગ્સ બનાવતો હતો અને આ ડ્રગ્સના જથ્થામાંથી અમુક જથ્થો તે પોતાની પાસે રાખી ઇમરાન ઉર્ફે ભુરો અકબરભાઇ જેસળીયા (રહે સાધુ વાસવાણી રોડ-રાજકોટ)ને આપતો હતો. અને ઇમરાન આ જથ્થો રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ વેચતો હતો.
   રેન્જ આઇજી ડી.એન.પટેલે જણાવ્યું હતું કે, ડ્રગ્સ રેકેટમાં પકડાયેલ ઇમરાનને રિમાન્ડ પર લેવાયા બાદ તેના રાજકોટ અને સૌરાષ્ટ્રના કનેકશન ખુલે તેવી વકી છે. ઇમરાને રાજકોટ શહેરમાં પણ પ્રતિબંધીત  'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સનું વેચાણ કર્યુ હોવાની શંકા છે. તેવી જ રીતે હારૂને પણ રાજકોટ સહિતના શહેરોમાં ડ્રગ્સનું વેચાણ કર્યાની શંકા હોય બંન્નેની વિશેષ પુછતાછ હાથ ધરાઇ છે.
   પ્રતિબંધીત મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ એક ગ્રામ ર થી ૩ હજારમાં વેચાય છે અને આ ડ્રગ્સનું વિવિધ ગુટખામાં નાખી સેવન કરાય છે

Source :-http://www.akilanews.com/03102017/main-news/1507025302-115311

'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સનું સેવન બેથી ત્રણ વખત કરે તો તે વ્યકિત વ્યસની બની જાય !!
વધુ પ્રમાણમાં લેવાય તો હ્ય્દયરોગ, નસોમાં શિથીલતા, બ્લડપ્રેશર થાય છે અને ટુંકા ગાળામાં ડ્રગ્સનું સેવન કરનાર વ્યકિતનું મૃત્યુ પણ થઇ શકે છે

   રાજકોટ, તા., ૩: દ્વારકાના આરંભડામાંથી પકડાયેલ સૌરાષ્ટ્રવ્યાપી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે ત્યારે યુવાધનને બરબાદ કરનાર 'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સનું બે થી ત્રણ વખત સેવન કરાય તો તે વ્યકિત કાયમી વ્યસની બની જાય છે.
   પ્રતિબંધીત 'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સ બનાવવામાં પ્રતિબંધીત કેમીકલો અને પ્રતિબંધીત નશીલી દવા (સાયકોટ્રોફીક સબ્સ્ટ્રન્સ)નો ઉપયોગ થાય છે. એમડી (મેફેડ્રોન) ઉર્ફે મ્યાંઉ મ્યાંઉ નામનું  પ્રતિબંધીત નાર્કોટીકસ ડ્રગ્સ જાન્યુઆરી ર૦૧પ થી ભારત દેશમાં અને વિશ્વના અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધીત છે. આ ડ્રગ્સને (DEADLY) ડ્રગ્સ પણ કહેવામાં આવે છે.  આ ડ્રગ્સના માત્ર રપ મીલી ગ્રામ જેવા ખુબ જ નાનકડા જથ્થાનું બે કે ત્રણ વખત સેવન કરનાર તેનો વ્યસની બની જાય છે અને વધુ પ્રમાણમાં ડ્રગ્સ લેવાથી જે તે વ્યકિતના હાર્ટની ટીસ્યુ અને નસોમાં શિથીલતા આવી જાય છે તેમજ હાઇપરટેન્સીવ ઇમરજન્સી જેવી કે હાઇડ બ્લડપ્રેશર અને ઓર્ગન સીસ્ટમ ઇમ્પેરેમેન્ટ
   એટલે કે વિવિધ અંગો કામ કરતા બંધ થઇ જાય છે. માનસીક સંતુલન ખોરવાઇ શકે છે અને હાડકા ખુબ જ નબળા બની જાય છે. એટલું જ નહિ બહુ જ ટુંકા ગાળામાં આ ડ્રગ્સનું સેવન કરનાર વ્યકિતનું મૃત્યુ પણ થઇ શકે છે.
   અતિ ખતરનાક ડ્રગ્સ કે જેને નાર્કોટીક સબસ્ટન્સ એકટ-૧૯૮પ હેઠળ ભારત સરકારે પ્રતિબંધીત જાહેર કરેલ હોય આ ડ્રગ્સ બનાવનારને ઓછામાં ઓછી ૧૦ વર્ષ અને ર૦ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

Source :-http://www.akilanews.com/03102017/main-news/1507025321-115312

જામનગર, દ્વારકા અને રાજકોટ જીલ્લામાં ડ્રગ્સનું ઉત્પાદન થતુ'તું

ખંભાળીયાના આરંભડામાં ડ્રગ્સ અને પ્રતિબંધીત કેમીકલ્સનો જથ્થો પકડાયા બાદ સૌરાષ્ટ્રવ્યાપી રેકેટનો પર્દાફાશ : રેન્જ આઇજી ડી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ જામનગરના હાપા, દ્વારકાના આરંભડા અને રાજકોટ જીલ્લાના રાવકી ગામે આર.આર.સેલના પીએસઆઇ કૃણાલ પટેલ તથા ટીમનો દરોડોઃ ૧૦.૩૪ લાખના ડ્રગ્સ કેમીકલ્સનો જથ્થો અને ડ્રગ્સ વેચાણના ૧૩ લાખથી વધુની રોકડ સાથે પ ની ધરપકડ : મુળ જામનગરના અને હાલ મુંબઇ સ્થિત જીજ્ઞેશ વોરાએ રાજકોટના ભાવેશ દુધાત્રા સાથે મળી ડ્રગ્સ બનાવવાની ટીપ આપી અને જામનગરના પીનલ ચોટાઇએ પ્લાન અમલમાં મુકયોઃ દોઢ વર્ષથી ડ્રગ્સ બનાવી મુંબઇ સપ્લાય કરાતું'તું: ત્રણેયે અત્યાર સુધીમાં ૧૧ કિલો ડ્રગ્સનું ઉત્પાદન કરી ૮ કિલો વેચી પણ નાખ્યું !! : કેમીકલ્સના કારણે ગ્રામ્યજનોની આંખો બળવા લાગતા ડ્રગ્સ બનાવવાનો ભાંડો ફુટયોઃ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગૃહખાતાને રજુઆત કરતા તપાસના આદેશો છુટયા'તાઃ પકડાયેલ કેમીકલ્સનો આરડીએકસમાં પણ ઉપયોગ થતો હોવાની શંકાએ એટીએસ સહિતની વિવિધ એજન્સીઓએ તપાસમાં ઝુકાવ્યું'તું : 'મ્યાંઉ મ્યાંઉ' ડ્રગ્સનું સેવન બેથી ત્રણ વખત કરે તો તે વ્યકિત વ્યસની બની જાય !! : વધુ પ્રમાણમાં લેવાય તો હ્ય્દયરોગ, નસોમાં શિથીલતા, બ્લડપ્રેશર થાય છે અને ટુંકા ગાળામાં ડ્રગ્સનું સેવન કરનાર વ્યકિતનું મૃત્યુ પણ થઇ શકે છે
જામનગર, દ્વારકા અને રાજકોટ જીલ્લામાં ડ્રગ્સનું ઉત્પાદન થતુ'તું
   
   તસ્વીરમાં રેન્જ આઇજી ડી.એન.પટેલ પ્રેસ કોન્ફરન્સમાં ડ્રગ્સ રેકેટ અંગે માહીતી આપતા નજરે પડે છે. બાજુમાં દ્વારકાના પીઆઇ સમીર સારડા, આરઆરસેલના પીએસઆઇ કૃણાલ પટેલ તથા આરઆરસેલનો સ્ટાફ નજરે પડે છે. ઇન્સેટ તસ્વીરમાં પકડાયેલ ડ્રગ્સનો જથ્થો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં પકડાયેલ પાંચેય શખ્સો દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
    
   
   રાજકોટ, તા.,૩: દેવભુમિ દ્વારકા જીલ્લાના આરંભડા ખાતે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયા બાદ આ કેમીકલ નાર્કોટીકસ ડ્રગ્સ હોવાનુ ખુલ્યા બાદ પોલીસ તપાસમાં જામનગર, દ્વારકા અને રાજકોટ જીલ્લા સહિત ત્રણ સ્થળે ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું  અને છેલ્લા દોઢ વર્ષથી ડ્રગ્સનો જથ્થો મુંબઇ સપ્લાય કરાતો હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. પ્રતિબંધીત કેમીકલ અને ડ્રગ્સના જથ્થા સાથે ૩ ની ધરપકડ કરાઇ છે.
   આ અંગે રાજકોટ રેન્જ કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આઇજી ડી.એન.પટેલે  માહિતી આપતા જણાવ્યું હતું કે,  મીઠાપુરમાં ગત તારીખ ૨૪-૯ના રોજ આરંભડા ગામે હારૂનભાઇ સતારભાઇ મકાનેથી પ્લાસ્ટીકના બેરલ તથા કેરલા ભરેલ શંકાસ્પદ કેમીકલ પકડાઇ આવેલ જેના અનુસંધાને મીઠાપુર પોલીસએ આ કેમીકલની તપાસ કરવા માટે એફ.એસ.એલ.માં મોકલતા આ જથ્થો  નાર્કોટીકસ ડ્રગ મેકડ્રોન ઉફે મીયાઉ મીયાઉ પ્રકારનો હોવાનું  બહાર આવતા આ ગે.કા. પ્રવાહીનો જથ્થો ૧૯૦.૦૯૦ ગ્રામ કીંમત રૂપીયા-૨૯૮૬૩ સાથે હારૂન સોરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરતા અન્ય ઇસમોની સંડોવણી બહાર આવતા પોલીસએ આરોપી પીનલ કીરીટભાઇ ચોટાઇ રહેવાસી પટેલ કોલોની  જામનગર વાળાની ધરપકડ કરી સાથે મેકડ્રોન ડ્રગ બનાવવામાં વપરાતા કેનીકલ તથા સાધનો સહીત રૂપીયા ૧૦૩૪૭૨૫ મળી કુલ મુદામાલ રૂપીયા-૧૦૬૪૫૮૮ સાથે ઉપરોકત બન્ને આરોપીની ધરપકડ કરાઇ હતી.
   આ ડ્રગ્સ બનાવવાના માસ્ટર માઇન્ડ  મુળ જામનગર હાલ મુંબઇ હોટલ મેજીસ્ટ્રો પેલેસ, અંધેરીના જીજ્ઞેશ સુભાષભાઇ વોરા, ગોંડલના વેજાગામના ભાવેશ વિઠ્ઠલભાઇ દુધાત્રાની શોધખોળ હાથ ધરાઇ છે. તેમજ આ ડ્રગ્સ બનાવવામાં સામેલ રાજકોટના ઇમરાન ઉર્ફે ભુરો અકબરભાઇ જેસળીયા (રહે. સાધુ વાસવાણી રોડ), ગીરધર વીરજીભાઇ ભાલાળા (રહે .વેજાગામ) તથા તથા અરજણ ભરવાડની ધરપકડ કરાયેલ છે.
   પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ ડ્રગ્સ બનાવવાની ટીપ્સ મૂળ જામનગર અને હાલ મુંબઇ રહેતા જીજ્ઞેશ સુભાષભાઇ વોરાએ ભાવેશ વિઠ્ઠલભાઇ દુધાત્રા (રહે. વેજાગામ)ને આપી હતી અને ભાવેશે જામનગરના પીનલ ચોટાઇ સાથે મળી પ્લાન અમલમાં મુકયો હતો. ત્યાર બાદ દેવભુમી દ્વારકાના આરંભડા, રાજકોટ જીલ્લાના રાવકી અને જામનગરના હાપા ખાતે પ્રતિબંધીત ડ્રગ્સનું ઉત્પાદન કરી મુંબઇ સપ્લાય કરાતું હતું. આ ગોરખધંધો છેલ્લા દોઢ વર્ષથી ચાલતો હતો.
   આરંભડા ગામમાં ગ્રામ્યજનોની આંખો બળવા લાગતા વેસ્ટ કેમીકલના કારણે આંખો બળતી હોવાનું સ્થાનીક ગ્રામ્યજનોએ દ્વારકાના જાગૃત ધારાસભ્ય પબુભા માણેકને રજુઆત કરતા તેઓએ ગૃહ ખાતાને તાત્કાલીક જાણ કરી હતી અને ગૃહ ખાતાના આદેશથી રેન્જ આઇજી ડી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પીએસઆઇ કૃણાલ પટેલ તથા દ્વારકા એલસીબીના પીઆઇ સમીર સારડાએ આરંભડા ગામે ચીખલી તળાવ, રામદેવપીરના મંદિર પાસે હારૂન સતાર સોરાના રહેણાંક મકાને તપાસ કરતા પ્રતિબંધીત કેમીકલ્સ અને ડ્રગ્સનો જથ્થો મળી આવતા આ મામલો સપાટી પર આવ્યો હતો.
   આરંભડામાંથી પ્રતિબંધીત કેમીકલ્સ અને ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ હારૂન તથા પીનલ ચોટાઇ સહિતનાઓની ધરપકડ કરી રિમાન્ડ પર લઇ વિવિધ સ્થળોએ તપાસ કરાતા હારૂન પાસેથી પ્રતિબંધીત ડ્રગ્સ વેચાણના રૂ. ૧.૬પ લાખ, પીનલ ચોટાઇ પાસેથી પ્રતિબંધીત ડ્રગ્સ વેચાણના  રૂ. ૪ લાખ તથા ઇમરાન ઉર્ફે ભુરા પાસેથી પ્રતિબંધીત ડ્રગ્સ વેચાણના રૂ. ૧.૩પ લાખનો જથ્થો અને ડ્રગ્સ અને હેરાફેરી અને વેચાણમાંથી કમાયેલા ૭ લાખની રોકડ કબ્જે કરાઇ હતી.
   આરંભડા ગામેથી પ્રતિબંધીત ડ્રગ્સ અને કેમીકલ પકડાયા બાદ મુખ્ય આરોપી જીજ્ઞેશ વોરાની સુચનાથી પીનલ ચોટાઇએ આરંભડા અને રાવકી ગામેથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલ સાધનો અને કેમીકલ્સ સહિતના જથ્થાનો નાશ કરવા ગોંડલના વેજાગામમાં ગીરધરભાઇની વાડીએ રાખી નાશ કરી નાખ્યો હતો. જો કે પોલીસને ગીરધરભાઇની વાડીએથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા નાઇટ્રોબેન્જીન પ્રકારનું કેમીકલ ઘન પદાર્થ તથા અન્ય અજાણ્યો એક પદાર્થ મળી આવતા તે કબ્જે કરાયો હતો. પોલીસે નારકોટીક ડ્રગ્સની તપાસની સાથોસાથ આ પદાર્થોમાંથી ઘાતક વિસ્ફોટકો  અને ઘાતક રસાયણીક પદાર્થો બનાવવાની  યોજના હતી કે કેમ? તે દિશામાં પણ વૈજ્ઞાનીક ઢબે તપાસ હાથ ધરી છે.
   પોલીસે ડ્રગ્સ બનાવવામાં સામેલ પ શખ્સોની ધરપકડ કરી છે. જયારે મુખ્ય આરોપી જીજ્ઞેશ વોરા અને ભાવેશ દુધાત્રાની શોધખોળ હાથ ધરાઇ છે.
   આ કાર્યવાહીમાં આરઆરસેલના પીએસઆઇ કૃણાલ પટેલ સાથે સ્ટાફના  શિવરાજભાઇ ખાચર, ભરતસિંહ પરમાર, અમિત પટેલ, કૌશીક પટેલ, રસીક પટેલ, રામભાઇ, ચંદ્રવિજયસિંહ, રઘુભા, સજુભા તથા અર્જુનભાઇ જોડાયા હતા.

Source :-http://www.akilanews.com/03102017/main-news/1507025340-115313

લવ જેહાદ મામલો
૨૪ વર્ષની પુત્રીને પિતા કાબુમાં રાખી ન શકે
સુપ્રિમ કોર્ટની ટીપ્પણીથી નવો વળાંકઃ કોર્ટ મુસ્લિમ યુવકની અરજી પર સુનાવણી કરી રહી છે
૨૪ વર્ષની પુત્રીને પિતા કાબુમાં રાખી ન શકે
      નવી દિલ્હી તા. ૩ : કેરલની બહુચર્ચિત લવ જેહાદ મામલેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યુવતી ૨૪ વર્ષની છે એવામાં તેને પિતા દ્વારા નિયંત્રણમાં રાખી શકાય નહીં. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે કેરલ હાઇકોર્ટના નિર્ણય પર કહ્યું કે, શું કોર્ટ હેબિયસ કોપર્સની અરજી પર લગ્નને રદ્દ કરી શકે છે. આ મામલે કેરલ સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે હવે વધુ સુનાવણી ૯ ઓકટોબરે થશે. ખરેખર એક મુસ્લિમ યુવકની અરજી પર સુપ્રીમ કોર્ટ આ સુનાવણી કરી રહ્યું છે. કેરલ હાઇકોર્ટે તેના લગ્નને રદ્દ કરીને 'લવ જેહાદ'ની સંજ્ઞા આપી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટની સામે આવ્યો છે.
      કેરલમાં એક હિંદુ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને લગ્ન થયા. હાઇકોર્ટે લગ્નને ગેરમાન્ય ગણાવ્યું અને તેને લવજેહાદ ગણાવીને યુવતીને તેના કુટુંબ પાસે મોકલી દીધી હતી. હદિયાના પતિ શફીન જહાંએ સુપ્રીમમાં અરજી દાખલ કરીને કોર્ટના આ આદેશ પાછા ખેંચવાની માંગ કરી છે.
      જેમાં સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ એનઆઇએને કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૧૬ ઓગસ્ટે આ કેસની તપાસ એનઆઇએને સોંપી હતી. અરજીમાં પતિએ આરોપ મુકયો છે કે યુવતીના કુટુંબના લોકો તેની પત્નીનું ઉત્પીડન કરી રહ્યા છે.

Source :-http://www.akilanews.com/03102017/main-news/1507025340-115313

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment