સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 25 October 2017

વિસનગરઃ BJP MLAની ઓફિસમાં તોડફોડ કેસમાં હાર્દિક વિરુદ્ધ કરાયું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ - સુરતઃ ટેક્સટાઈલ વેપારી આગેવાન તારાચંદનું ભાજપમાંથી રાજીનામું - કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન? આ રહ્યો બે તબક્કાનો કાર્યક્રમ - ગુજરાત ચૂંટણીના પડઘમ: 9 અને 14મી ડિસે. મતદાન, 18મીએ પરિણામ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
 

વિસનગરઃ BJP MLAની ઓફિસમાં તોડફોડ કેસમાં હાર્દિક વિરુદ્ધ કરાયું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ

જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની રેલી દરમિયાન થયેલી બબાલમાં ભાજપના ધારાસભ્ય ઋિષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ અને લૂંટફાટ 
મહેસાણાઃ વિસનગર કોર્ટ દ્વારા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતના પાટીદાર નેતાઓ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની રેલી દરમિયાન થયેલી બબાલમાં ભાજપના ધારાસભ્ય ઋિષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી.
ઉપરાંત 2016માં આ જ ધારાસભ્યની કાર પર વિસનગરમાં આઈટીઆઈ સર્કલ પાસે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. નોંધનીય છેકે પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગર એક એપી સેન્ટર હતું. ઉલ્લેખનીય છેકે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતના કેટલાક પાટીદાર નેતાઓ વિરુદ્ધ એ સમયે વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે ચૂંટણી કમિશન દ્વારા ગુજરાતમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-non-bailable-warrant-issued-against-hardik-patel-in-visnagar-gujarati-news-5728815-NOR.html?ref=ht&seq=1

સુરતઃ ટેક્સટાઈલ વેપારી આગેવાન તારાચંદનું ભાજપમાંથી રાજીનામું

 ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ ભાજપમાંથી રાજીનામું આપ્યું 
સુરતઃ ટેક્સટાઈલ વેપારી આગેવાન અને જીએસટી વિરુધ્ધની લડાઈમાં આગેવાની લેનારા તારાચંદ કાસટે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. 32 વર્ષથી ભાજપમાં સેવા કરનારા કાસટ અગાઉ ઉધનામાંથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યાં હતાં. જેમાં હાર મેળવી હતી. અને ટેક્સટાઈલ માર્કેટમાં ભાજપના કન્વિનર પદે રહેલા કાસેટએ રાજીનામું આપતાં રાજકીય માહોલ તેજ બન્યો છે.
પાર્ટીમાં અવગણના થતી હતીઃ તારાચંદ
તારાચંદ કાસેટએ સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાને પત્ર લખતાં જણાવ્યું હતું કે, પાર્ટીમાંથી તેમને કોઈ જાતનો સાનુકુળ પ્રતિસાદ મળતો ન હોવાથી તેઓ રાજીનામું આપી રહ્યાં છે. સાથે પાર્ટીમાં ચાપલુસી અને ચમચાગીરી વધારે હોય પોતાની અવગણના થતી હોવાનો આરોપ તેમણે લગાવીને રાજીમાનું મોકલી આપ્યું હતું. તારાચંદના રાજીનામાથી રાજકારણમાં નવી ચર્ચાઓ જાગી છે. અને રાજકીય માહોલ ગરમ થયો છે.
કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતા
અગ્રણી રાજકારણીઓએ જણાવ્યું હતું કે, તારાચંદ કાસેટ આગામી સમયમાં રાહુલ ગાંધીની સભા 3 નવેમ્બરના રોજ સુરતમાં થવાની છે. સંભવિત માર્કેટ વિસ્તારમાં યોજાનારી આ સભામાં તારાચંદ કોંગ્રેસની કંઠી બાંધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-surat-textile-market-leader-and-bjp-connviner-tarachand-kaset-resign-as-bjp-worker-NOR.html?ref=ht

ગુજરાત ચૂંટણીના પડઘમ: 9 અને 14મી ડિસે. મતદાન, 18મીએ પરિણામ

ચૂંટણી જાહેર ન કરવા પાછળના કારણોમાં પાટણ-બનાસકાંઠાની પૂરરાહત કામગીરી અને ગુજરાતીઓની દિવાળી ઉજવણી જેવા આપ્યા હતા 
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આખરે આજે મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જોતીએ જાહેર કરી છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેરાત કરી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. પહેલા તબક્કામાં 9 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન થશે.
ગુજરાત વિધાનસભાની રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ મહિનાઓ પહેલા આરંભી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની તારીખ ચૂંટણી પંચ જાહેર કરતું ન હતું. ચૂંટણી જાહેર ન કરવા પાછળના કારણોમાં પાટણ-બનાસકાંઠાની પૂરરાહત કામગીરી અને ગુજરાતીઓની દિવાળી ઉજવણી જેવા આપ્યા હતા.
બે તબક્કામાં યોજાશે મતદાન
- 9 અને 14 ડિસેમ્બરે મતદાન
- 89 સીટ પર પહેલા તબક્કામાં
- 93 સીટ પર બીજાના તબક્કામાં
- 18 ડિસેમ્બર હિમાચલ પ્રદેશ સાથે જ પરિણામ
પહેલો તબક્કો : 19 જિલ્લા, 89 સીટ
બીજો તબક્કો : 14 જિલ્લા, 93 સીટ 
મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું
 
- 22 જાન્યુઆરીએ વિધાનસભાની અવધિ પુર્ણ
- 182 સીટ છે
- 4.33 કરોડ મતદારો
- 99% ફોટૉ ઓળખપત્ર
- સ્થાનિક લેંગવેજમાં પણ સાહિત્ય
- 50,128 પોલિંગ સ્ટેશન
- તમામને વોટર સ્લીપ અપાશે
- દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા
- સૌપ્રથમ વખત VVPATનો ઉપયોગ
- દરેક ઉમેદવારે એફિડેવિટ ફાઇલ કરવી પડશે
- તમામ કોલમ ભરવી પડશે
- નોટિસ બાદ જો કોલમ રહે તો રીજેક્ટ થશે
- આચારસંહિતાનો અમલ તાત્કાલિક અસરથી શરૂ
- 102 બુથ પર સંપૂર્ણપણે મહિલાઓ ફરજ બજાવશે
- મતદાન મથકો પર સીસીટીવી અને ડિજિટલ કેમેરાની મદદ લેવાશે
- મતદાર કોને વોટ આપ્યો એ જોઇ શકશે
- સંવેદનશીલ મથકોમાં સીઆરપીએફ ફોર્સ મુકાશે
- ઉમેદવારોની ખર્ચ મર્યાદા 28 લાખ
- ચૂંટણી ખર્ચ માટે અલગ ખાતા રહેશે
- ગુજરાતીમાં પણ માર્ગદર્શિકા અપાશે
- ચૂંટણી ખર્ચ માટે ખાસ બેંક ખાતાઓ રહેશે
- 10.46 લાખ નવા મતદાતા ઉમેરાયા, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં GPS લગાવાશે
- ખર્ચનો હિસાબ ઉમેદવારોએ 30 દિવસમાં આપવાનો રહેશે, પેઈડ ન્યૂઝના મુદ્દે EC કડક વલણ અપનાવશે
- બલ્ક SMS & જાહેરાત માટે ECની મંજૂરી લેવી પડશે, ઉમેદવારોના ખર્ચ માહિતી ECની વેબ સાઈટ પર મુકાશે
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  જાણવા જેવા મુદ્દા
 
. બંને રાજ્યોમાં પહેલા સૂચવાયેલી ચૂંટણી પ્રક્રિયાથી લઈને મતગણતરીની તારીખ 18 ડિસેમ્બર હતી

ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગી જાય છે જેના પગલે સરકારી મશીનરીનો સત્તારૂઢ પાર્ટી ઉપયોગ નથી કરી શકતી તેમજ જાહેરાતો કે મતદારોને ખેંચી શકે તેવી કામો કરી શકતી નથી.
 
182 સીટો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપની પ્રતિષ્ઠાનો મુદ્દો છે. ઉપરાંત બે મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ગૃહરાજ્ય છે. આ વખતે ભાજપે 150 સીટનો ટાર્ગેટ નક્કી કર્યો છે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 સીટ મળી હતી.
 
182 સીટો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપની પ્રતિષ્ઠાનો મુદ્દો છે. ઉપરાંત બે મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ગૃહરાજ્ય છે. આ વખતે ભાજપે 150 સીટનો ટાર્ગેટ નક્કી કર્યો છે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 સીટ મળી હતી.
 
હાલ ભાજપ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો સામનો કરી રહી છે. તેઓ આક્રમક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સખત રીતે લીધેલા નિર્ણયોને ગેરવ્યાજબી ઠેરવીને સખત શબ્દોમાં વખોડીને પ્રચાર કરી રહ્યા છે.
 
કોંગ્રેસ હાલ ભાજપથી નારાજ સમાજના નેતાઓ જેમાં દલિત નેતા જિગ્નેશ મેવાણી અને પાટીદાર આંદોલન કરી રહેલા નેતા હાર્દિક પટેલને પોતાના તરફ ખેંચવા પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં બે મુલાકાતો કરીને પ્રોજેક્ટ ખુલ્લા મૂકવા અને જાહેરાત કરવા માટે પૂરતો સમય આપ્યો છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મતદારોને છૂટછાટ આપી છે. જેમાં ખેડૂતોને ટપક સિંચાઈમાં છૂટ આપવાની જાહેરાત ચૂંટણી જાહેર થાય તેના 24 કલાક પહેલા જાહેરાત કરવામાં આવે છે.
 
મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતીએ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે ચૂંટણી પંચે ગુજરાત સરકારે વિનંતી કરી હતી કે પૂરપીડિતોને મદદ તેમજ રાહત અને પુનર્વસવાટના કામ કરવા માટે ચૂંટણીની તારીખો મોડી જાહેર કરવામાં આવે તેથી મોડી જાહેર કરાય છે.
 
મુખ્ય ચૂંટણી કમિશનર જોતીએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 26 હજાર ચૂંટણી સ્ટાફની જરૂર છે, તેથી પૂરપીડિતોની રાહત કામગીરીને અસર થવાની સંભાવનાથી મોડી જાહેર થશે.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વખતે પહેલીવાર વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જેથી મતદાર પોતાનો વોટ કોને આપ્યો તેનો પૂરાવારૂપે તેને જોઈ શકશે. ગુજરાતમાં જ 75 હજાર મશીન લાવવામાં આવ્યા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-election-commission-of-india-may-be-declare-gujarat-legislative-assembly-election-NOR.html?ref=ht

ગુજરાત ચૂંટણીના પડઘમ: 9 અને 14મી ડિસે. મતદાન, 18મીએ પરિણામ

પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો અને બીજામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન થશે
અમદાવાદ: આજે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર કરી હતી. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. જ્યારે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મતદાન થશે. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના સુરતમાં પાટીદાર અનામતની અસર મતદાન પર થઈ શકે છે. જ્યારે બીજા તબક્કામાં ઠાકોર અને પાટીદારો પ્રભાવવાળા વિસ્તારોમાં મતદાન આગામી કોને સરકાર બનશે તેના માટે નિર્ણાયક બનશે.જામનગર જિલ્લામાં કાલાવડ(એસસી), જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ અને જામજોધપુર એમ 5 બેઠકો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા અને દ્વારકા એમ 2 બેઠકો
પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા એમ 2 બેઠકો
જૂનાગઢ જિલ્લામાં માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ એમ 5 બેઠકો
ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ, તાલાલા, કોડીનાર(એસસી) અને ઉના એમ 4 બેઠકો
અમરેલી જિલ્લામાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા એમ 5 બેઠકો
ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર રૂરલ, ભાવનગર ઈસ્ટ અને ભાવનગર વેસ્ટ એમ 7 બેઠકો
બોટાદ જિલ્લામાં ગઢડા (એસસી) અને બોટાદ એમ 2 બેઠકો
નર્મદા જિલ્લામાં નાંદોડ (એસટી) અને ડેડિયાપાડા (એસટી) એમ 2 બેઠકો
ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા, ઝઘડિયા (એસટી), ભરૂચ અને અંકલેશ્વર એમ 5 બેઠકો
સુરત જિલ્લામાં ઓલપાડ, માંગરોલ(એસટી), માંડવી(એસટી), કામરેજ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા રોડ, કારંજ, લિબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત વેસ્ટ, ચૌર્યાસી, બારડોલી(એસસી)  અને મહુવા(એસટી) એમ 16 બેઠકો
તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર એમ 2 બેઠકો
ડાંગ જિલ્લામાં ડાંગ(એસટી) એકમાત્ર બેઠક
નવસારી જિલ્લામાં જલાલપોર, નવસારી, ગણદેવી(એસટી) અને વાંસદા(એસટી)  એમ 4 બેઠકો
વલસાડ જિલ્લામાં ધરમપુર(એસટી), વલસાડ, પારડી, કપરાડા(એસટી) અને ઉમરગામ(એસટી) એમ 5 બેઠકો
 
બીજા તબક્કામાં કઈ 93 સીટ પર ચૂંટણી યોજાશે
 
અમદાવાદ જિલ્લામાં વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડીયા, મણીનગર, દાણીલીમડા(એસસી), સાબરમતી, અસરવા(એસસી), દસ્ક્રોઈ, ધોળકા અને ધંધુકા એમ 21 બેઠકો
બનાસકાંઠા જિલ્લામાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા(એસટી), વડગામ(એસસી), પાલનપુર, ડીસા, દિયોદર અને કાંકરેજ એમ 9 બેઠકો
પાટણ  જિલ્લામાં રાધનપુર, ચાણસ્મા પાટણ અને સિધ્ધપુર એમ 4 બેઠકો
મહેસાણા જિલ્લામાં ખેરાલુ,ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી(એસસી), મહેસાણા અને વિજાપુર એમ 7 બેઠકો
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર(એસસી), ખેડબ્રહ્મા(એસટી) અને પ્રાંતિજ એમ 4 બેઠકો
અરાવલ્લી જિલ્લામાં ભિલોડા(એસટી), મોડાસા અને બાયડ એમ 3 બેઠકો
ગાંધીનગર જિલ્લામાં દહેગામ, ગાંધીનગર સાઉથ, ગાંધીનગર નોર્થ, માણસા અને કલોલ એમ 5 બેઠકો
આણંદ જિલ્લામાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા  એમ 7 બેઠકો
ખેડા જિલ્લામાં માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ એમ 6 બેઠકો
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર(એસટી) એમ 3 બેઠકો
પંચમહાલ જિલ્લામાં શહેરા, મોરવા હડફ(એસટી), ગોધરા, કાલોલ અને હાલોલ એમ 5 બેઠકો
દાહોદ  જિલ્લામાં  ફતેપુરા(એસટી), ઝાલોદ(એસટી), લિમખેડા(એસટી),  દાહોદ(એસટી), ગરબાડા(એસટી) અને દેવગઢબારિયા એમ 6 બેઠકો
વડોદરા જિલ્લામાં સાવલી, વાઘોડિયા(એસસી), ડભોઈ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણ એમ 10 બેઠકો
છોટા ઉદેપુર જિલ્લામાં છોટા ઉદેપુર(એસટી), જેતપુર(એસટી) અને સંખેડા(એસટી) એમ 3 બેઠકો

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-legislative-assembly-election-in-two-phase-NOR.html?ref=ht&seq=2

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ
 

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/
 
 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment