સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 19 May 2016

ગુજરાતમાં વરસી રહેલા 'અગન ગોળા' : તાપમાન ૫૦ ડીગ્રી - ચૂંટણી પરિણામ પછી ટૂંકમાં મોદી કેબિનેટમાં થશે ફેરફાર, જાણો કોણ કપાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

ગુજરાતમાં વરસી રહેલા 'અગન ગોળા' : તાપમાન ૫૦ ડીગ્રી

- કાળજાળ ગરમીમાં શેકાતું જનજીવન છાયડાની શોધમાં

- અમદાવાદમાં વિસ્તાર અનુસાર ગરમીમાં વધ-ઘટ

- અમદાવાદમાં દસ વર્ષનું સૌથી વધુ ૫૦ ડિગ્રી તાપમાન નોંધાયું, કંડલા એરપોર્ટમાં ૪૮.૪ ડિગ્રી : હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હજુ 'સિવિયર હિટ વેવ'ની આગાહી  : લોકોએ ત્રાહીમામ્ પોકારી

અમદાવાદ, તા.૧૮
ઉનાળાની  ગરમી સમગ્ર ગુજરાત પર ભીંસ વધારતા સમગ્ર રાજ્ય જાણે ધગધગતી 'અગનભઠ્ઠી'માં તબ્દીલ થઇ ગયું છે. ગરમીએ હાહાકાર મચાવતા સાત શહેરમાં સરેરાશ મહતમ તાપમાનનો પારો ૪૬ ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષની સૌથી વધુ ૫૦  ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ૪૮.૪ ડિગ્રી સાથે કંડલા એરપોર્ટમાં પણ અગન જવાળાઓ વરસી હતી. ગરમીના આંકડા આપતી વિવિધ ખાનગી સંસ્થા અને કેટલીક મોબાઇલ એપમાં દર્શાવ્યા અનુસાર બપોરે ૪ઃ૦૦ વાગે ગરમીનો પારો અધધધ ૫૦ ડિગ્રીને પાર થઇ ગયો હતો.

ગુજરાતના 'ગ્રીનેસ્ટ સિટી'માં ગણના થાય છે તેવા ગાંધીનગરમાં ૪૭, ઈડરમાં ૪૭.૬, સુરેન્દ્રનગરમાં ૪૭.૮ ડિગ્રી વિક્રમી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતના હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ આગામી બે દિવસ ૪૫થી ૪૬ ડિગ્રી ગરમી રહેશે. હવામાન ખાતાની આ આગાહી બાદ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા 'રેડ એલર્ટ' વધુ ત્રણ દિવસ માટે લંબાવી દેવામાં આવી છે. ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર ડો. જયંતા સરકારે જણાવ્યું કે 'અલ નીનોની અસર ઘટતા આ વખતે ગરમીનો પારો ૪૫ને વટાવશે તેવું અમારું પહેલેથી અનુમાન હતું. આ ઉપરાંત ઉતર ભારતથી ફૂંકાતા પવનને કારણે ગરમીમાં વધારો નોંધાયો છે. ૨૧ મે બાદ ગરમીમાં તબક્કાવાર ઘટાડો થતો જશે. ' અમદાવાદમાં ૧૦ વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો ૪૬.૯ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લે ૨૨ મે ૨૦૧૦ના અમદાવાદમાં ગરમીનો પાર ૪૬.૮ ડિગ્રી નોંધાયો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા અનુસાર 'અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં હજુ શનિવાર સુધી ૪૫ થી ૪૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન રહેશે. ' અસહ્ય ગરમીને લીધે હિટ સ્ટ્રોકનો ભોગ બનનારા દર્દીઓની સંખ્યામાં પણ રાજ્યભરમાં વધારો નોંધાયો હતો.

વડોદરામાં પાંચ વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો ૪૪.૬ ડિગ્રી નોંધાયો હતો. વડોદરામાં છેલ્લે ૨૨ મે ૨૦૧૦ના ૪૫.૨ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં પણ ગરમીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો અને ૪૫.૭ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લે ૨૨ મે ૨૦૧૦ના રાજકોટમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર થયો હતો. ભુજમાં ૪૫.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી, જે છેલ્લા બે વર્ષમાં નોંધાયેલું સૌથી વધુ સરેરાશ મહતમ તાપમાન છે. ભુજમાં અગાઉ ૨૮ મે ૨૦૧૪ના ૪૫.૭ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ભારે ગરમીને લીધે રાજ્યભરમાં ૮૦૦થી વધુને હિટસ્ટ્રોકને લીધે તબીબી સારવાર લેવી પડી હતી. કાળઝાળ ગરમીને પગલે રાજ્યભરની સરકારી હોસ્પિટલના તબીબોને પણ ખડેપગે રહેવા તંત્ર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે.

કાળઝાળ ગરમીથી રાજ્યમાં બપોરે જનતા કરફ્યુ
ગુજરાત લૂ-ગ્રસ્ત , ગરમીએ ચારનો ભોગ લીધો
લૂને લીધે રાજ્યમાં ૫૫૯ જણાં માંદા પડયાં, ૧૨૬ લોકો બેહોશ થયા : પેટ-છાતીમાં દુખાવો, ચક્કર, બ્લડપ્રેશરની ફરિયાદો વધી


અમદાવાદ ,તા.૧૮
ગુજરાતમાં ગરમીનો પારો છેક ૪૬ ડીગ્રીને પાર કરી ચૂક્યો છે પરિણામે ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠયાં છે. ગરમીને લીધે હવામાન વિભાગે રેડએલર્ટ જારી કર્યું છે. બુધવારે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીને લીધે ચાર લોકોના મોત નિપજયાં હતા જયારે લૂની અસરથી ૫૫૯ જણાં માદા પડયા હતા.

હિટવેવને લીધે અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં સુરતની એક ૪૭ વર્ષિય મહિલાનું મોત નિપજ્યું હતું જયારે હિટસ્ટ્રોકને લીધે ત્રણ જણાંને દાખલ કરવા પડયા હતાં. ભચાઉથી ભિલડી જતાં વિજય ઘાવરી નામના વ્યકિતનું પેસેન્જર ટ્રેનમાં જ ગરમીને લીધે મૃત્યુ થયું હતું. અરવલ્લીના મેધરજ તાલુકાના કદવાડા ગામમાં એક ૭૦ વર્ષિય વૃધ્ધ કાળઝાળ ગરમીમાં અચાનક બેહોશ બન્યાં હતાં અને થોડીક ક્ષણોમાં તેમનુ મૃત્યુ થયું હતું. રાજકોટમાં પણ એક અજાણ્યા યુવકનું ગરમીને કારણે મોત થયાનુ જાણવા મળ્યુ છે.

૧૦૮ના કંટ્રોલરૃમે આપેલી માહિતી અનુસાર, ગરમીને લીધે રાજ્યભરમાં છાતી-પેટમાં દુખાવો, ઉલ્ટી,બેહોશ થવું, ડિહાઇડ્રેશન જેવી ફરિયાદો સાથે કુલ ૫૫૯ જણાને હોસ્પિટલ લઇ જવાયા હતાં. રાજ્યમાં ૧૭૬ જણાં તો બેહોશ થયાં હતા જયારે ૮૬ જણાને ચક્કર આવ્યા હતાં.

હીટવેવને પગલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને પણ શહેરીજનોને બપોરના સમયે બહાર નહી નિકળવા સલાહ આપી છે. તબીબોના મતે, છાશ,પાણી,લીબું શરબતનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે.બપોર પડતાં જ વાહનોથી ધમધમતા માર્ગો સૂના જણાઇ રહ્યાં છે જાણે કે,શહેરોમાં બપોર પડતાં જ જનતા કરફ્યુ હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે ૨૦મી મે સુધી ગરમીનો કહેર જારી રહેશે તેવી આગાહી કરી છે.

અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગરમીનું અનુમાન
૧૯ મે
૪૬.૦
૨૦ મે
૪૫.૦
૨૧ મે
૪૪.૦
૨૨ મે
૪૩.૦
૨૩ મે
૪૨.૦


રાજ્યમાં ક્યાં કેટલી ગરમી?
શહેર
ગરમી
અમદાવાદ
૫૦.૦
કંડલા એરપોર્ટ
૪૮.૪
સુરેન્દ્રનગર
૪૭.૮
ઈડર
૪૭.૬
ગાંધીનગર
૪૭.૦
અમરેલી
૪૬.૬
ડીસા
૪૬.૭
રાજકોટ
૪૫.૭
ભુજ
૪૫.૬
વલ્લભવિદ્યાનગર
૪૪.૮
વડોદરા
૪૪.૬
ભાવનગર
૪૨.૬
સુરત
૩૭.૪

ગોમતીપુરમાં સૌથી વધુ ૫૩ પાલડીમાં ૪૫.૫ ડિગ્રી ગરમી

એક સર્વેક્ષણનું તારણ : અમદાવાદમાં વિસ્તાર અનુસાર ગરમીમાં વધ-ઘટ


અમદાવાદ, બુધવાર
અમદાવાદ ૪૬૪ ચો.કી.મી ફેલાયેલું છે અને ગરમીનું પ્રમાણ શહેરના દરેક વિસ્તાર અનુસાર અલગ-અલગ અનુભવવા મળે છે. વિસ્તાર અનુસારનો આ તફાવત સરેરાશ ૩થી ૮ ડિગ્રીનો હોય છે. અમદાવાદના હવામાન વિભાગ દ્વારા સરેરાશ મહતમ તાપમાનના જે આંક જાહેર કરવામાં આવે છે તેની સરખામણીએ વિસ્તાર દીઠ ગરમીના પ્રમાણનો આંક ખૂબ જ વધારે હોય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થ અને ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા બપોરે ૧૨ઃ૦૦થી ૪ઃ૩૦ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં તાપમાનનું પ્રમાણ કેટલું રહે છે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ અનુસાર અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ૪૬.૫ થી ૫૨.૬ ડિગ્રી જોવા મળ્યું હતું. આ સર્વેક્ષણ પ્રારંભિક તબક્કામાં વટવા, પાલડી, નારોલ, સીટીએમ ક્રોસ રોડ, શાહીબાગ અને ગોમતીપુરમાં કરાયું હતું. પ્રદૂષણને લીધે ગોમતીપુર, નારોલ, વટવામાં ગરમીનું પ્રમાણ ૫૦ ડિગ્રીથી વધારે જોવા મળ્યું હતું.

તજજ્ઞાોના મતે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ અલગ અલગ હોય છે. આશ્રમ રોડ, ઇન્કમ ટેક્સમાં ગરમીનું પ્રમાણ વધારે લાગે જ્યારે બોપલ જેવા વિસ્તારમાં ગરમી ઓછી લાગે તેમ બનતું હોય છે.

કયા વિસ્તારમાં સરેરાશ કેટલી ગરમી?
વિસ્તાર
ગરમી
ગોમતીપુર
૫૩.૦
નારોલ
૫૨.૫
પાલડી
૪૫.૫
વટવા
૫૨.૫
સીટીએમ
૪૭.૦
શાહીબાગ
૫૧.૦

(સર્વેક્ષણના આંકડા)

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/india-ahmedabad-temperature-of-50-degrees

ચૂંટણી પરિણામ પછી ટૂંકમાં મોદી કેબિનેટમાં થશે ફેરફાર, જાણો કોણ કપાશે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હવે કેબિનેટમાં ટૂકમાં જ મોટા ફેરફાર કરશે. આરોગ્‍યપ્રધાન જે.પી. નડ્ડા, પર્યાવરણપ્રધાન પ્રકાશ જાવડેકર, માઇક્રો, સ્‍મોલ અને મિડિયમ એન્‍ટરપ્રાઇઝ રાજ્‍ય કક્ષાના પ્રધઆન ગીરીરાજસિંહને મોદી કેબિનેટમાંથી પડતા મુકવામાં આવે તેવી શક્‍યતા છે. આસામમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર પણ કેબિનેટમાં ફેરફાર ઉપર રહેશે. આસામ, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ, પુડ્ડુચેરી વિધાનસભાઓની ચૂંટણી પરિણામની પણ અસર જોવા મળશે.

અહેવાલ મુજબ નડ્ડા, જાવડેકરને ફરીથી પાર્ટીની કામગીરી સોંપાશે.  જો આસામમાં ભાજપ જીતશે તો રમતગમતપ્રધાન સર્બાનંદ સોનોવાલને આસામના મુખ્‍યપ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. કેન્‍દ્રીય કેબિનેટમાં તેમની જગ્‍યા પણ ખાલી થશે. મોદી સરકાર આગામી સપ્તાહમાં 26 મેએ સત્તામાં બે વર્ષ પૂર્ણ કરશે. વચનોને પૂર્ણ કરવા માટે સરકાર ઉપર દબાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્‍યારે મોદી સરકાર વધુ અપેક્ષાઓ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી શકે છે.

   અહેવાલમાં પીએમઓ આરોગ્‍યપ્રધાન તરીકે નડ્ડાની કામગીરીથી ખુશ નથી, જ્‍યારે પ્રકાશ જાવડેકર પર્યાવરણ પ્રધાનના સંવેદનશીલ ખાતા માટે વધારે પડતા સોફ્‌ટ પુરવાર થઇ રહ્યા છે. આવી સ્‍થિતિમાં આ ખાતાઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નવા ચહેરાને જવાબદારી સોંપવામાં આવે તેવી શક્‍યતા છે.
Source:-http://www.sandesh.com/article.aspx?newsid=3290977



Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment