સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 12 February 2018

ભારતમાં પશ્ચિમી ટેકનોલોજીના આક્રમણના પગલે બેકારી, અસમતુલા, ગરીબી, શોષણ જેવા દુષણોમાં વૃધ્ધિ - નરેન્દ્ર મોદી પહેલાં ઘર સંભાળે, પછી અન્ય દેશની ચિંતા કરે:અહેમદ પટેલ - નર્મદાની હકીકત ખૂલી પડયા બાદ ભાજપ સરકારને ફરી 'કલ્પસર'ની યાદ આવી - વાઇબ્રન્ટ ગુજરાત-2011માં થયેલા 8380 એમઓયુમાંથી 3887એમઓયુ રદ થયા - અલ્પેશ ઠાકોર મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે, બે દિવસમાં ૧૭ જાહેરસભા સંબોધશે - ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ભાજપ સરકાર સામે મોરચો માંડવાની તૈયારીમાં - શેલ કંપની બાદ હવે 'બેનામી ટ્રેડીંગ' કરનારાઓની ખેર નથી - જો તમે ટ્રેનમાં રાત્રે ૧૦ વાગ્યે સૂઇ ગયા હોવ અને TTE આવીને ઉઠાડે તો કહી દેજો કે આ નિયમ છે રેલવેનો...

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

નર્મદાની હકીકત ખૂલી પડયા બાદ ભાજપ સરકારને ફરી 'કલ્પસર'ની યાદ આવી
-સરદાર સરોવર ડેમના વૈકલ્પિક જળસ્ત્રોત તરીકે હવે કલ્પસર પ્રોજેકેટને ફરી બેઠો કરાશે -કલ્પસર પ્રોજેક્ટ વાસ્તવિક રીતે અમલ થાય તો તેના ૩૦ કિમીના ડેમમાં સાત નદીના જળનો સંગ્રહ થશે અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ પર સઘળો મદાર રાખવાથી કેવી સ્થિતિ સર્જાઇ શકે છે તેનામાંથી ગુજરાત સરકારે આખરે બોધપાઠ લીધો હોય તેમ જણાય છે. આ જ કારણ છે કે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી અભેરાઇ પર ચઢાવી દેવામાં આવેલા કલ્પસર પ્રોજેક્ટ પરથી ધૂળ હટાવવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૃપે આ વર્ષના અંત સુધીમાં મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટને આખરી ઓપ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કલ્પસરને સરદાર સરોવરના વૈકલ્પિક જળસ્ત્રોત તરીકે તૈયાર કરવામાં આવશે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીના જળ સંચાલનના સલાહકાર બી.એન. નવાવાલાએ જણાવ્યું હતું કે, 'કલ્પસર ખૂબ જ અજોડ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને શરૃ કરતા અગાઉ વિવિધ અભ્યાસ હાથ ધરવામાં આવે તે જરૃરી છે. અમને આશા છે કે આ કલ્પસર અંગેનો તમામ અભ્યાસ ટૂંક સમયમાં પૂરો થશે. જેના આધારે આ વર્ષના અંત સુધીમાં વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થઇ શકશે.' છેલ્લા સાડા ત્રણ દાયકામાં આ પ્રોજેક્ટ અંગે પર્યાવરણ- આર્થિક જેવા વિવિધ બાબતો અંગે ૪૩ અભ્યાસ હાથ ધરાઇ ચૂક્યા છે. આ પ્રોજેક્ટમાં વિલંબ અંગે પૂછવામાં આવતા નવાવાલાએ જણાવ્યું કે, 'પીવાના પાણી માટે વિશ્વનો સૌથી મોટો ડેમ બનવાનો હોય ત્યારે તેમાં સમય લાગે તે સ્વાભાવિક છે. આ પ્રોજેક્ટના અમલ અગાઉ વિવિધ અભ્યાસ હાથ ધરવા જરૃરી છે. '  નર્મદા નદી પાસેના વિસ્તારમાં ઓછા વરસાદને કારણે ગુજરાતને માથે જળસંકટ તોળાયું છે. જેના કારણે ગુજરાત સરકારે ખેડૂતોને આ વખતે ઉનાળુ પાકનું વાવેતર નહીં કરવા પણ અનુરોદ કર્યો હતો. આ સમગ્ર મામલે સરકાર ઉંઘતી ઝડપાઇ છે. કેમકે, સરકારે પાણી માટે ફક્ત સરદાર સરોવર નર્મદા ડેમ પર જ મદાર રાખ્યો હતો. હવે તેમાં જ પાણી ઓછું છે ત્યારે સરકાર પાસે કોઇ વૈકલ્પિક જળસ્ત્રોત જ નથી. જેના કારણે આખરે હવે સરકારે કલ્પસર પ્રોજેક્ટ પર ફરી એકવાર નજર માંડી છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર દેશના કુલ જળસ્ત્રોતનો ૨% જથ્થો જ ગુજરાત પાસે છે. ગુજરાતમાં વાર્ષિક માથાદીઠ ૯૯૦ ક્યુબિક મીટરનો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને તેની સામે જરૃરિયાત ૧૭૦૦ ક્યુબિક મીટરની છે. કલ્પસર પ્રોજેક્ટ જ્યાં તૈયાર થઇ શકે છે તે ખંભાતનો અખાત ઉત્તરથી દક્ષિણ સુધી ૨૦૦ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે.  કલ્પસર પ્રોજેક્ટ:સાડા ત્રણ દાયકામાં ૪૩ સ્ટડી રીપોર્ટ છતાં પરિણામ શૂન્ય કલ્પસર પ્રોજેક્ટના ભાગરૃપે સરકારનું ખંભાતના અખાતમાં ૩૦ કિલોમીટરનો વિશાળ ડેમ તૈયાર કરવાનું આયોજન છે. આ ડેમમાં સાબરમતી, મહી, ધાદર, નર્મદાના જળનો સંગ્રહ કરવામાં આવશે અને તેનાથી પીવાના પાણીની સમસ્યા ખાસ્સી દૂર થઇ શકે છે. કલ્પસરનો સૌપ્રથમ પ્રોજેક્ટ રિપોર્ટ ૧૯૮૮માં તૈયાર કરવામાં આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે કલ્પસર રૃપિયા ૯૦ હજાર કરોડનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર થયા પછી પણ ડેમ તૈયાર થવામાં ૨૦ વર્ષ લાગી શકે છે તેમ જાણકારોનું માનવું છે. ૧૯૮૦ના દાયકામાં સૌરાષ્ટ્રમાં જળસંકટની સમસ્યા ઉકેલવા માટે ડો. અનિલ કેનની મદદ લેવામાં આવી હતી, જેમાં તેમણે કલ્પસર પ્રોજેક્ટનું સૂચન કર્યું હતું.  ૨૦૦૮માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે કલ્પસર પ્રોજેક્ટ ૨૦૧૦-૧૧માં શરૃ કરવામાં આવી શકે છે. આમ, આ વખતે પણ સરકાર કલ્પસર પ્રોજેક્ટ અંગે કેટલી ગંભીર છે તેની સામે પ્રશ્નાર્થ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/after-the-fact-of-narmada-s-opening-the-bjp-government-again-remembered-kalpasar

ભારતમાં પશ્ચિમી ટેકનોલોજીના આક્રમણના પગલે બેકારી, અસમતુલા, ગરીબી, શોષણ જેવા દુષણોમાં વૃધ્ધિ
- આધુનિક ટેકનોલોજીએ સાંસ્કૃતિક અસ્મિતાનો ભોગ લીધો છે - પાણીનું માટલું રાખતા સંકોચ થાય છે જ્યારે રેફ્રીજરેટર મોભાનું પ્રતિક બની ગયું છે! તા.11 ફેબ્રુઆરી 2018, રવિવાર હિંદ સ્વરાજ  પુસ્તકમાં ગાંધીજીએ   કહ્યું હતું કે, ''હું અંગ્રેજોને નથી કાઢવા માગતો પણ  અંગ્રેજના સ્વભાવને કાઢવા માગું છું. '' ઈ.સ. ૧૯૪૭માં ભારતમાંથી અંગ્રેજો ઉચાળા ભરી ગયા પણ પશ્ચિમપરસ્તીને કારણે આપણે ત્યાં અંગ્રેજોના સ્વભાવની  આયાતનો સિલસિલો  ચાલુ રહ્યો. અંગ્રેજનો આ સ્વભાવ એટલે  શોષણના  અને  ભૌતિકવાદના પાયા ઉપર ઊભી થયેલી  પશ્ચિમી સંસ્કૃતિ. ભારતીય સંસ્કાર એમ કહે છે કે ગાય આપણી માતા છે અને ઘરડી થા તો પણ તેની કતલ ન કરાય, પણ તેને પાંજરાપોળ મોકલી દેવાય. અંગ્રેજનો સ્વભાવ એમ કહે  છે કે ગાય એ દૂધ પેદા કરતું યંત્ર છે  અને તે  દૂધ પેદા કરવાનુ ંબંધ કરે એટલે તેનાં માંસનો ઉપયોગ કરવા તેની કતલ કરવી જોઈએ. પાંજરાપોળ એ ભારતીય સંસ્કારનું પ્રતિક છે. તો કતલખાનું ે અંગ્રેજના સ્વભાવનો  દેશી અંગ્રેજોએ ટકાવી રાખેલો વારસો  છે. પશ્ચિમી સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ વચ્ચે એક પાયાનો તફાવત છે. તેઓ માણસ અને વસ્તુઓ વચ્ચેના સંબંધને મહત્ત્વનો ગણે  છે, પણ આપણે ત્યાં  માણસ-માણસ વચ્ચેના સંબંધોના અને સમગ્ર જીવસૃષ્ટિ સાથેના આત્મીયભાવનો મહિમા  છે.    વુલ્ફાંગ ઝેક્સ નામના જર્મનીના ફિલસૂફ આધુનિક ટેક્નોલોજીએ  ઊભી કરેલી  ભ્રમજાળની આરપાર ખૂબ તીક્ષ્ણતાથી જોઈ શકે   છે. તેમના મતે   આધુનિક જમાનાના બધાં વિચારો અને અરમાનો  આજે મુખ્યત્વે મિલકત, ઉત્પાદન અને વિતરણની આસપાસ જે  ફેરફુદરડી ફરતાં થઈ ગયા છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેણે માણસ વચ્ચેના સંબંધોનો મહિમા ઘટી જવાનું  કારણ પશ્ચિમ  ટેક્નોલોજીનું આક્રમણ છે અને તેમાંથી જ ગરીબી, બેકારી, અસમતુલા, શોષણ, અપોષણ, ભૂખમરો વગેરે મહાદૂષણો આજે માનવજાતનાં કેન્સરમાં રોગચાળાની જેમ વ્યાપી ગયાં  છે. આપણા બૌૈદ્ધિકોમાં એક બહુ મોટો  ભ્રમ પેદા થયો છે કે ટેક્નોલોજી દ્વારા તમારી શક્તિ ખૂબ વધી જાય છે, પણ તે પોતે નિર્દોષ છે. તેના દ્વારા લોકોનું ભલું કરવું કે  બુરું કરવું એ તમારા હાથની વાત છે. આ ભ્રમનો ભુક્કો બોલાવતાં વુલ્ફાંગ ઝેક્સ કહે છે કે આધુનિક  ટેક્નોલોજી  એકલી નથી આવતી. પણ પોતાની સાથે સભ્યતાનું આખું માળખું લઈને આવે છે.  ટ્રોજાનહોર્સની જેમ આ તમારા કિલ્લામાં ઘૂસી જાય છે અને કિલ્લાનો  અંદરથી કબજો લઈ  લે છે. ત્રીજા વિશ્વના  બધા દેશો માટે આવી  રીતે આધુનિક ટેક્નોલોજી તેમના સમાજમાં  અંદર પેસી જઈને  અંદરથી કબજો જમાવવાનું  માધ્યમ બની છે એમ વુલ્ફાંગ કહે છે. આધુનિક ટેક્નોલોજીએ આપણા બધાના માનસનું  એવું વશીકરણ  કરી લીધું છે કે તેની કાળી બાજુનો આપણને ખ્યાલ નથી આવતો. પશ્ચિમના  જે દેશોમાં  આ ટેક્નોલોજીનો જન્મ  થયોે છે. ત્યાં હવે આ દિશામા ંમનોમંથન ચાલી રહ્યું છે, પણ આપણે  તો  ટેક્નોલોજીનો આંધળો સ્વીકાર કરવામાં જ  શાણપણ સમજીએ છીએ. ટેક્નોલોજી આપણને રોજબરોજના વહેવાર માટે જે  ઉપકરણોની ભેટ આપે છે તે ચમત્કારિક અને નિર્દોષ જણાય છે. ઈલેક્ટ્રિક મિક્સરનો જ દાખલો લઈએ. સ્વિચ દબાવીને ઘરઘરાટી બોલાવતું   આ યંત્ર પાંચ મિનિટમાં તમને ફળનો રસ કાઢી આપે છે કે સરસ મજાની ચટણી વાટી આપે છે. અડધો કલાકની ભારે જહેમત માંગી લેતું કામ  તમે સ્વિચ દબાવતાં પાંચ જ મિનિટમાં આટોપી શકો છો. તમને થશે, આટલું  અમથુ ંમિક્સર વાપરવામાં શો દોષ?  પણ મિક્સરનો  વાયર જુઓ અને સોકેટમાં  ભરાયેલો પ્લગ જુઓ એટલેર મિક્સરની પાછળ પડેલા રાક્ષસી તંત્રનો  તમને ખ્યાલ આવશો. આ તંત્રના સહકાર વિના  મિક્સરનો ચમત્કાર શક્ય નથી બનતો. મિક્સર ચલાવવા માટે માઈલોનાં માઈલો  પથરાયેલાં  લોખંડના દોરડાં  જોઈએ. વિદ્યુત મથકો જોઈએ, ત્યાં ટર્બાઈન ચલાવવા જળપ્રપાતો જોઈએ અથવા વરાળ પેદા કરવા ટનબંધ કોલસો બાળવો પડે, જળઉર્જા માટે વિરાટ બંધો બાંધવા પડે, તેમાં લાખો લોકો ઘરબારવિહોણા થાય, જંગલો ડૂબમાં જાય, ખેતીની ફળદ્રુપ જમીન ડૂબી જાય અને ટર્બાઈન ચલાવવામાં લાખો જળચરોની કલત થાય. વળી, વિદ્યુતમથકો ચલાવવા ઈજનેરો, આયોજનકારો,  નાણાકીય નિષ્ણાતો વગેરેની મોટી ફોજ જોઈએ. આવી ફોજ ઊભી કરવા યુનિવર્સિટીની જરૃર પડે. વિદ્યુતમથકને કોલસો પૂરો પાડવા ઓદ્યોગિક માળખું જોઈએ અને વહીવટીતંત્ર જોઈએ. આ બધાની જાળવણી માટે કદાચ લશ્કર પણ જોઈએ. એક નાનકડું મિક્ષર ચલાવવું હોય તો ઉપરની સમગ્ર સિસ્ટમને પ્રોત્સાહન આપવું પડે અને તે દરેકમાં વિવિધ તબક્કે જે હિંસા થાય તેને ક્ષંતવ્ય ગણવી જોઈએ. અમુક જૈનસાધુઓ એવી ચર્ચા કરે છે કે વીજળીમાં જીવ નથી માટે તેનો વપરાશ કરી શકાય પણ તેઓ તેના ઉત્પાદન પાછળની હિંસા ભૂલી જાય છે. મિક્ષરને બદલે જો આપણે ચટણી વાટવાનો પથ્થર વાપરીએ તો ઉપરના સમગ્ર તંત્રનો છેદ ઊડી જાય છે. આપણને જરૃર માત્ર  ખાણિયાની અને પથ્થરને ઘડતા કારીગરની રહે છે. આધુનિક ટેક્નોલોજી વાપરવી અને સામાન્ય હથિયાર વાપરવું તે બે વચ્ચે આવો પાયાનો ફરક છે. વુલ્ફાંગ ઝેક્સ કહે છે કે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર માણસ એક મસમોટા તંત્ર સાથે પોતાની જાતને જોડે છે. આ તંત્ર માણસના સમાજનું સ્વરૃપ નક્કી કરે છે. આધુનિક ટેક્નોલોજી વાપરવી એટલે આપણા આખાય સમાજની નવરચના કરવી. આધુનિક ટેક્નોલોજી ભલે ઉપર ઉપરથી  નિર્દોષ અને નિરુપદ્રવી લાગતી હોય, તે તમારા આખાય જીવનને સ્પર્શે છે. જીવનને તે નવો ઘાટ  આપે છે. તે આપણને પોતાના ઢાંચામાં ઢાળતી જાય છે. માણસ તે વાપરતો નથી, ટેક્નોલોજી માણસને વાપરતી થઈ જાય છે, માણસ તેના હાથની કઠપૂતળી બની જાય છે.  ટેક્નોલોજી માણસનું માનસ ઘડે છે, તેનો જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખે છે. એ તમારી ઊર્મિઓ અને લાગણીઓનેય પોતાનો સાંસ્કૃતિક ઓપ આપે છે. એ માત્ર ઓજાર નથી, જીવનદ્રષ્ટિ છે. માણસના માનસ ઉપર એ એવી ઘીસીઓ પાડે છે, જેને ભૂંસવી અઘરી છે. ટેક્નોલોજીની તાત્કાલિક ઝાકઝમાળ માણસને આંજી નાખે છે, પરંતુ સમાજને ખબર નથી પડતી કે તેની કેટલીક ભારે કિંમત ચૂકવવી પડે છે. બીજું ઉદાહરણ જોઈએ. આજે જીવનના દરેક વ્યવહારોમાં છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. બજારમાં તમે દાતણ લેવા જાઓ તો પણ તમને કેરિયર બેગમાં દાતણ આપે છે. ઉપર છલ્લે નિર્દોષ અને સુવિધાજનક જણાતું પ્લાસ્ટિક પરંપરાએ કેટલું ભયંકર છે, તેનો ખ્યાલ બહુ ઓછા લોકોને આવે છે. પ્લાસ્ટિક પેટ્રોલિયમની પેદાશ છે. પેટ્રોલિયમ પેદા  કરવા દરિયામાં શારકામ કરવું પડે છે, લાખો દરિયાઈ જીવો નાશ પામે છે. તે માટે પૃથ્વીનાં પેટાળ ચીરવાં પડે છે, વિદેશી નિષ્ણાતોની ફોજ રાખવી પડે છે. જેટલા જેટલા ખાદ્ય પદાર્થોનો સંગ્રહ પ્લાસ્ટિકના વાસણમાં કે થેલીમાં કરવામાં આવે છે, તેમાં પ્લાસ્ટિકનું ઝેર ભરે છે અને તે પેટમાં જાય છેે. એક મોટરકારનો જ દાખલો જોઈએ. વાહનચાલક પોતાનો પગ એક્સેલેટર ઉપર મૂકે એટલે ગાડી સડસડાટ ચાલવા માંડે છે. આટલી સહેલાઈથી આટલો ઝડપી પ્રવાસ કરવાની જે ચમત્કારિક તાકાત તમારામાં આવે છે, તેનાથી તમે રોમાંચિત થઈ ઊઠો છો, પરંતુ આ મોટરકાર ચાલી શકે તે માટે જે રસ્તાઓ, પાર્કિંગ માટેની સગવડ, ફેક્ટરીઓ, ગેરેજો, મિકેનિકો, એન્જિનિયરો, એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, બેન્ક ફાઈનાન્સ, બેન્ક ફાઈનાન્સ, હૂંડિયામણ, વીજળી અને જમીન વગેરેની જરૃર પડે છે તે આપણી નજરમાં નથી આવતાં. વળી  મોટરકારના સડસડાટ ચાલવાને કારણે ધ્વનિપ્રદૂષણ, વાયુપ્રદૂષણ અને પૃથ્વીનું વધતું તાપમાન વગેરેનો આપણને ઝટ ખ્યાલ નથી આવતો. મોટરકાર ચલાવવા પેટ્રોલ જોઈએ અને અખાતી દેશોમાંથી પેટ્રોલની આયાત કરવા માટે આપણા દેશમાં કતલખાનાં ચલાવવાં પડે છે અને આપણા પશુધનને કાપીને તેની નિકાસ કરવી પડે છે, તેનો પણ આપણને ખ્યાલ નથી આવતો.  મોટરકારને બદલે જો ઘોડાગાડી અથવા બળદગાડું વાપરીએ તો ઉપરનાં તમામ દૂષણોથી દૂર રહી શકાય છે, પરંતુ આપણે મોટરકારને  આધુનિકતાની નિશાની  માનીએ છીએ. ઘોડાગાડીને આપણે પછાત ગણીએ છીએ. આધુનિક ટેક્નોલોજીમાં આપણને ભગવાન દેખાય છે અને તેની પાછળ આપણે ઘેલા બન્યા છીએ, તેમાં આપણી સાંસ્કૃતિક અસ્મિતાનો ભોગ લેવાઈ જાય છે. આપણને સ્વાશ્રયી, પરિશ્રમી, અહિંસક, ઈમાનદાર અને નિરુપદ્રવી બનાવતાં સાંસ્કૃતિક પરિબળોને માટે આપણા મનમાં સૂગ પેદા થાય છે. બીજી બાજુ આપણને સ્વાર્થી, શોષણખોર, હિંસક, ગુલામ અને પરોપજીની બનાવતાં પ્રતીકો  માટે આપણા  હૃદયમાં ભક્તિભાવ પેદા થાય છે. ઘરમાં પાણીનું  માટલું રાખતાં આપણને સંકોચ થાય છે પણ રેફ્રિજરેટર આપણા માટે  મોભાનું પ્રતીક બની જાય છે. બાવળનાં દાતણ કરનાર જૂનવાણી ગણાય છે પણ  ટૂથપેસ્ટ કરનાર મોડર્ન ગણાય છે. આ આખું ગુલામી માનસ તૈયાર કરવામાં પશ્ચિમી સંસ્કૃતિએ આપણી ઉપર ઠોકી બેસાડેલી કેળવણીએ ભારે ભાગ ભજવ્યો છે. આ પદ્ધતિ દ્વારા જે તબીબો, ઈજનેરો,  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો,  અર્થશાસ્ત્રીઓ અને ઈતિહાસકારો પેદા થાય છે તેઓ આપણી સંસ્કૃતિને તોડવાનું અને પ્રજાને માનસિક  ગુલામીના પાઠો ભણાવવાનું જ કામ કરે છે. અંગ્રેજો  ભારતને ગુલામ બનાવવા માંગતા હતા એટલે તેમણે ઈ.સ.૧૮૫૭માં આ પ્રક્રિયાનો પ્રારંભ યુનિવર્સિટીની સ્થાપના કરીને કર્યો હતો. આજે આ યુનિવર્સિટીમાં ભણેલાઓએ દેશને માનસિક અને આર્થિક ગુલામીની ગર્તામાં ધકેલી દીધો છે. આ ગુલામીમાંથી દેશને મુક્ત કરવો હશે તો તેનો પ્રારંભ પણ શિક્ષણપ્રથામાં આ મૂલ સુધારાથી જ કરવો પડશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business-plus/growth-in-unemployment-inequality-poverty-exploitation-such-as-the-invasion-of-western

વાઇબ્રન્ટ ગુજરાત-2011માં થયેલા 8380 એમઓયુમાંથી 3887એમઓયુ રદ થયા
-સિવિલ એવિએશન ક્ષેત્રે થયેલા 15 એમઓયુમાંથી તમામ એમઓયુ રદ્દ અમદાવાદ, તા. 12 ફેબ્રુઆરી 2018,સોમવાર વાઇબ્રન્ટ ગુજરાતની વર્ષ ૨૦૧૧ની સમિટમાં ૨૦ લાખ કરોડના એમઓયુ સાઇન થયા હતા. જેમાંથી લગભગ ૪૬ ટકા એમઓયુ રદ્દ થયા છે. સમિટ પછી જાહેર કરવામાં આવતા રોકાણના મોટામોટા આંકડા હાલ સાત વર્ષ પછી કેટલાં સાબિત થઈ રહ્યા છે તે રદ્દ થયેલા એમઓયુની સંખ્યા પરથી જાણી શકાય છે.  વર્ષ ૨૦૧૧ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા ૮૩૮૦ એમઓયુ(મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ)માંથી ૩૮૮૭ એમઓયુ રદ્દ થયા છે. કૃષિ, બાયોટેકનોલોજી, શિક્ષણ, ખાણ-ખનીજ વેગેરે જેવા મુખ્ય ૩૪ ક્ષેત્રોને એમઓયુ ૨૦૧૧ની વાઇબ્રન્ટ સમિટમાં ૧૨મી અને ૧૩મી જાન્યુઆરીએ સાઇન કરવામાં આવ્યા હતા. આ તમામ એમઓયુના અંદાજિત કુલ રોકાણની કિમત ૨૦ લાખ કરોડ હતી. આ ક્ષેત્રોમાં મહત્વના કહી શકાય તેવા કેટલાંક ક્ષેત્રોના તમામ એમઓયુ રદ્દ થયા હોય તેવા ઉદાહરણો પણ છે. તે વર્ષે સિવિલ એવિએશનના ૧૫ એમઓયુ થયા હતા. જેમાંથી તમામ એમઓયુ હાલ રદ્દ થયા છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીને પ્રોત્સાહનની વાતો કરતી સરકારે આઈ.ટી. ક્ષેત્રના ૧૧૫ એમઓયુ કર્યા હતા. જેમાંથી ૮૧ એમઓયુ રદ્દ કરવામાં આવ્યા છે. ઉપરાંત બાકી બચેલા એમઓયુ પૈકી એકપણ એમઓયુ હાલ પ્રારંભિક તબક્કામાં કે અમલીકરણ હેઠળ નથી. પ્રવાસનક્ષેત્રે થયેલા ૫૭૪ એમઓયુમાંથી ૪૨૬ એમઓયુ રદ્દ થયા છે. રોડ અને રેલવેના ૩૬ એમઓયુમાંથી ૩૦ એમઓયુ રદ્દ થયા છે. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે બનાવેલા સ્પેશિય ઇકોનોમિક ઝોન(સેઝ)મા થયેલા ૧૮માંથી ૧૪ એમઓયુ પડતા મૂકવામાં આવ્યા છે. બિનપરંપરાગત ઉર્જાક્ષેત્રે થયેલા ૬૬માંથી ૫૬ એમઓયુ હાલ માત્ર કાગળ પર જ રહ્યા છે. જીએમડીસી હેઠળ કરવામાં આવેલા ૩૯માંથ ૩૭ એમઓયુ રદ્દ થયા છે. સ્વાસ્થ્યક્ષેત્રે થયેલા ૧૦૦માંથી ૯૧ એમઓયુ પણ હવે માત્ર વાર્તા રે વાર્તા બની ગયા છે. ૨૦૧૧માં થયેલા એમઓયુને હવે સાત વર્ષ થવા આવ્યા છે. આટલા વર્ષ આયોજન અને મંજૂરી માટે પૂરતા છે, પરંતુ આજે પણ મોટાભાગના પ્રોજેક્ટને મંજૂરી જ મળી છે. બહુ જૂજ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કા સુધી પહોંચી શક્યા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/there-are-3887-mous-canceled-from-8380-mous-in-vibrant-gujarat-2011

અલ્પેશ ઠાકોર મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે, બે દિવસમાં ૧૭ જાહેરસભા સંબોધશે
-ભોપાલમાં ૨૯ વિધાનસભા મત વિસ્તારના કન્વિનરો સાથે ચર્ચા કરાશે, જબલપુરમાં-સતનામાં કાર્યકર્તા સંમેલનન સ અમદાવાદ, તા.11 ફેબ્રુઆરી 2018,રવિવાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મધ્યપ્રદેશમાં ઓબીસી,એસસી, એસટીના પ્રશ્નોને ઉઠાવી ભાજપ સરકારને ભેખડે ભેરવશે. સોમવારથી અલ્પેશ ઠાકોર મધ્યપ્રદેશનો બે દિવીસય ચૂંટણીલક્ષી પ્રવાસ ખેડશે.આ બે દિવસ દરમિયાન,તેઓ ૧૭ જાહેર સભાને સંબોધશે. સૂત્રોના મતે,રાહુલ ગાંધીએ ગુજરાતના યુવા નેતાઓને મધ્યપ્રદેશ,રાજ્સ્થાન,કર્ણાટકની ચૂંટણી કામગીરી સોંપી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિશ દોશી સહિતના નેતાઓને મધ્યપ્રદેશમાં પ્રવક્તા નિમવા સહિતની ચૂંટણીલક્ષી કામગીરી સોંપી છે.તેઓ ત્રણ દિવસ ભોપાલમાં પ્રવક્તા નિમવા કામગીરી કરી પરત ફર્યા છે. હવે અલ્પેશ ઠાકોર મધ્યપ્રદેશના પ્રવાસે જઇ રહ્યાં છે. સોમવારે બપોરે ૧૨ વાગે ભોપાલમાં ૨૯ વિધાનસભા મત વિસ્તારના ઓબીસી,એસટી,એસટી કન્વિનરો સાથે તેઓ ચર્ચા કરશે.ત્યારબાદ તેઓ સતનામાં ૨૦ હજાર ઓબીસી કાર્યકરોના સંમેલનને સંબોધશે. સાંજે જબલપુરમાં કાર્યકતા સંમેલનમાં સામેલ થશે.મધ્યપ્રદેશની ભાજપ સરકારની ઓબીસી,એસટી,એસટી વિરૃધ્ધની નિતી સામે અવાજ ઉઠાવવામાં આવશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/alpesh-thakor-will-address-17-public-meetings-in-madhya-pradesh-on-election-day

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ભાજપ સરકાર સામે મોરચો માંડવાની તૈયારીમાં 
-સરકારી હોસ્પિટલોના ખાનગીકરણ સામે વિરોધ -મેડિકલ કોલેજ બનાવવા ગૌચરની જમીન આપી દેવાઇ, પૂર્વ મંત્રી શંકર ચૌધરીના પિતાના નામે ચાલતાં ટ્રસ્ટને સિ અમદાવાદ, તા.11 ફેબ્રુઆરી 2018,રવિવાર એક તરફ,ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં તબીબી સેવા મેળવવા સક્ષમ નથી બીજી તરફ, ભાજપ સરકાર સરકારી હોસ્પિટલો ખાનગી ટ્રસ્ટોને આપી દેવા હિલચાલ હાથ ધરી છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ સરકારી હોસ્પિટલોના ખાનગીકરણના વિરોધમાં ભાજપ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ કરી છે. પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીના પિતા નામે ચાલતાં ટ્રસ્ટ ગલબાભાઇ ટ્રસ્ટને આપી દેવા તૈયારીઓ થઇ રહી છે. એટલું જ નહીં, બનાસકાંઠા કલેકટરે સ્વનિર્ભર મેડિકલ કોલેજ માટે એક દિવસમાં જમીન સંપાદન કરી,આરોગ્યમંત્રાલયને ફાઇલ મોકલી આપી છે તેવો આક્ષેપ કરતાં ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ જણાવ્યુ કે, ભાજપના રાજમાં હવે ગરીબ દર્દીઓને સારવાર મેળવવી અઘરી બની છે. એક તરફ,સરકારી હોસ્પિટલોમાં પુરતા તબીબો નથી,તબીબી સુવિધા નથી. આ સંજોગોમાં નાછુટકે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યાં છે.ભાજપ સરકારે હોસ્પિટલોમાંથી ય કમાણી કરવાનુ શોધી કાઢ્યુ છે. વ્યારા,દાહોદ,અમરેલી અને ભરૃચમાં ય સરકારી હોસ્પિટલોમાં ભાજપના મળતિયાઓને સોંપી દેવા હિલચાલ થઇ રહી છે. સરકારી હોસ્પિટલોના ખાનગીકરણ સામે મેવાણીએ વિરોધના ભાગરૃપે રેલી યોજવા આયોજન કર્યુ છે. તેમનુ કહેવુ છેકે,જયાં મફત ટેસ્ટ થતાં હતાં ત્યાં હવે રૃા.૧૩૦૦ ફી લેવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલના ખાનગીકરણ કરી દર્દીઓને છેડચોક લૂંટવાનો ભાજપ સરકાર પરવાનો આપી રહી છે જેના વિરોધમાં ભાજપ સરકાર સામે લડત લડવામાં આવશે. આમ,આરોગ્ય વિભાગની પોલંપોલ ઉઘાડી પાડવા ધારાસભ્ય હવે અમદાવાદ સિવિલ સહિતની હોસ્પિટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા પણ તૈયારી કરી રહ્યાં છે. કારણ કે,સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોને નોન પ્રેકટિસીંગ એલાઉન્સ આપવામાં આવે છે તેમ છતાંય ડૉક્ટરો માત્ર ગણતરીના કલાકો આવીને ખાનગી હોસ્પિટલોમાં બિન્દાસપણે ખાનગી પ્રેકટીસ કરી રહ્યાં છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/mla-jignesh-mevai-in-the-preparation-of-a-front-against-the-bjp-government

નરેન્દ્ર મોદી પહેલાં ઘર સંભાળે, પછી અન્ય દેશની ચિંતા કરે:અહેમદ પટેલ 
-ચૂંટણી વખતે નર્મદાના પાણીના વેડફાટની તપાસ થવી જોઇએ અમદાવાદ, તા.11 ફેબ્રુઆરી 2018,રવિવાર વિધાનસભામાં ભાજપને ઘેરવા કોંગ્રેસી ધારાસભ્યોને લોકપ્રશ્નો ઉઠાવવાથી માંડીને સંસદીય કામગીરીના પાઠ ભણાવાઇ રહ્યાં છે. ત્રણ દિવસીય તાલીમ શિબિરમાં આવેલાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે મોદી સરકારને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યો હતા.તેમણે એવો આક્ષેપ કર્યો કે,નરેન્દ્ર મોદી પહેલા ઘર સંભાળે,પછી બીજા દેશની સમસ્યાની ચિંતા કરે.આજે સરહદ પર વારંવાર હુમલા થઇ રહ્યાં છે,જવાનો શહિદ થઇ રહ્યાં છે ત્યારે મોદી સરકારની પોલીસી શું છે તે સમજાતુ નથી. પાકિસ્તાન સાથે લાલ આંખ કરીને વાત કરો,પાકિસ્તાનને લવલેટર લખવાનુ બંધ કરો તેમ કહેનારાં આજે શું કરી રહ્યાં છે તેવો સવાલ ઉઠાવતાં અહેમદ પટેલે એવી પ્રતિક્રિયા આપી કે,જવાનો મહેનતથી દેશની સેવા કરે છે.પાકિસ્તાન સરેઆમ શાંતિપ્રક્રિયાનો ભંગ કરી રહ્યુ છે. નિર્દોષ નાગરિકો-જવાનો શહિદ થઇ રહ્યાં છે ત્યારે મોદી સરકારે ગંભીરતાથી વિચારવાની જરૃર છે. નરેન્દ્ર મોદીના પેલેસ્ટાઇન,અબુધાબી પ્રવાસને ટાંકીને અહેમદ પટેલે એવુ પણ જણાવ્યુકે,પોતાના નામ ખાતર વિદેશ થાય અમને કોઇવાંધો નથી પણ દેશમાં શું થઇ રહ્યુ છે તેનો ખ્યાલ રાખે. નર્મદાના પાણીના વેડફાટ અંગે તપાસ થવી જોઇએ તેવી માંગ કરતાં તેમણે એવો આરોપ મૂક્યોકે, સી-પ્લેન ઉડાડવા સાબરમતી નદી ભરવી અયોગ્ય છે.ચૂંટણી વખતે નર્મદાના પાણીને વેડફાયુ છ. જે લોકો નદી જોડવાની વાતો કરતાં હતાં તે આજે નદીઓ સૂકવી રહ્યાં છે. ઉદ્યોગોને પાણી આપો પણ ખેૃડતો અને લોકોના ભોગે નહીં.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/narendra-modi-will-take-care-of-the-house-before-then-worry-about-another-country-ahmed-pa


શેલ કંપની બાદ હવે 'બેનામી ટ્રેડીંગ' કરનારાઓની ખેર નથી
સેબી બેનામી ટ્રેડીંગ ઉપર લગામ મુકવા મેદાનેઃ ફંડને છુપાવી શેરના ભાવમાં ઉતાર-ચડાવ કરનાર અને ઇનસાઇડર કનિદૈ લાકિઅ ટ્રેડીંગ કરનારાઓ ઉપર કઇ રીતે અંકુશ મુકી શકાય તેનો માર્ગ શોધી રહી છે સેબીઃ દાયકાઓથી શેરબજારમાં ચાલી રહ્યુ છેે બેનામી ટ્રેડીંગઃ ખેલ લગભગ ૯ કનિદૈ લાકિઅ થી ૧૦ કંપનીઓની અકિલા ચેઇન થકી ચાલતો હોય છેઃ પકડવાનું મુશ્કેલ મુંબઇ તા.૧ર : શેલ કંપનીઓ ઉપર પ્રહાર કર્યા બાદ સેબી હવે 'બેનામી ટ્રેડીંગ' કનિદૈ લાકિઅ ઉપર લગામ કસવા જઇ રહી છે. ફંડને છુપાવીને શેર પ્રાઇસમાં ઉતાર-ચડાવ લાવવા અને અકીલા ઇનસાઇડર ટ્રેડીંગ કરનારાઓ ઉપર લાલ આંખ કરવા માટે સેબી રસ્તા કનિદૈ લાકિઅ શોધી રહી છે. ફંડને છુપાવવા માટે એક કંપનીથી બીજી કંપનીને પૈસા લોનના રૂપમાં આવતા હોય છે. આ ખેલ લગભગ ૯ થી ૧૦ કંપનીઓની ચેઇન થકી ચાલતો હોય કનિદૈ લાકિઅ છે અને તેમાં અંતિમ કંપનીને શેર ખરીદવા કે વેચવા માટે પૈસા મળે છે. આ ખેલ દાયકાઓથી ભારતીય બજારમાં ચાલી રહ્યો છે.   જે કંપનીઓનો ઉપયોગ ફંડને કનિદૈ લાકિઅ છુપાવવા માટે કરવામાં આવે છે તેમાંથી અનેકની પાસે ઓપરેટીંગ બીઝનેસ હોય છે અને તે શેલ કંપનીઓ નથી હોતી તેનો ઉપયોગ ટ્રેડની પાછળના શખ્સની ઓળખ છુપાવવા કનિદૈ લાકિઅ માટે થાય છે. ટ્રાન્ઝેકશનનો અસર હેતુ ઉપર પડદો નાંખવા માટે પણ તેઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ગયા સપ્તાહે સેબીની હોલટાઇમ મેમ્બર માધવી કનિદૈ લાકિઅ પુરી બુચે એક મીટીંગમાં આ મુદો ઉઠાવ્યો હતો. આ મીટીંગમાં સ્ટોક એકસચેન્જના અધિકારીઓ, સેબીના ઉચ્ચ અધિકારીઓ અને ફાઇનાન્સીયલ સર્વિસ ઇન્ડસ્ટ્રીના લોકો સામેલ હતા. આ મીટીંગમાં થયેલી વાતચીતથી વાકેફ એક વ્યકિતએ કહ્યુ હતુ કે, શેલ કંપનીઓના મુકાબલે બેનામી ટ્રેડીંગ ઉપર લગામ કસવાનુ મુશ્કેલ કામ છે. ઇનસાઇડર ટ્રેડીંગ માટે આવા વ્યવહારો અનેક વર્ષોથી થઇ રહ્યા છે. સેબી એ જાણવા માંગે છે કે આવા લોકો વિરૂધ્ધ નક્કર કેસ કઇ રીતે તૈયાર થાય. ફંડને છુપાવવા માટે જે કંપનીઓ અને વ્યકિતઓનો ઉપયોગ થાય છે તે મની મ્યુલ્સ હોય છે જે કમીશન લઇને પોતાની ઓળખ બેંક ખાતા અને ડીમેટ ટ્રેડીંગ એકાઉન્ટના એકસેસ આપે છે. એવા સમાચારો છે કે સેબીએ અનેક કંપનીઓ અને ઇન્ડીવિઝયુઅલ (વ્યકિતગત) થકી ફંડની શંકાસ્પદ લેવડ-દેવડની ભાળ મેળવી છે. આ મામલાથી વાકેફ વધુ એક સુત્રએ જણાવ્યુ હતુ કે, આવા કેસની તપાસ કરવામાં ઘણો સમય લાગતો હોય છે અનેક વખત તો મનીફલો કોઇ સામાન્ય વ્યાપારીક ગતિવિધિની જેમ દેખાય છે પરંતુ જો મહિનામાં ૭પ,૦૦૦ કમાનાર કોઇ શખ્સ જો કરોડો રૂપિયાના અનસિકયોર્ડ લોનમાં ડીલ કરે તો શંકા ઉભી થાય એ સ્વાભાવિક છે. તેઓએ જણાવ્યુ હતુ કે, પ્રમોટર કે એકવાયરર લેયર્ડ કંપનીઓનો ઉપયોગ શેર પ્રાઇસને વધારવા કે ઉતારવા માટે થાય છે. એક અન્ય સુત્રોના જણાવ્યા પ્રમાણે આને રોકવાનુ મુશ્કેલ છે. સામાન્ય રીતે જયારે આવુ ટ્રેડીંગ થાય છે ત્યારે સેબી આ પ્રકારના સોદા કરનારાઓની પાછળ પડી જાય છે. જો કે આ મામલામાં બેનામી ટ્રેડીંગ થકી શેર પ્રાઇસને ઉતાર-ચડાવ લાવવામાં આવે છે. એવામાં તમે અસલ ગુનેગાર સુધી કેવી પહોંચશો તેનો જવાબ કોઇ પાસે નથી.

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-02-2018/123929

જો તમે ટ્રેનમાં રાત્રે ૧૦ વાગ્યે સૂઇ ગયા હોવ અને TTE આવીને ઉઠાડે તો કહી દેજો કે આ નિયમ છે રેલવેનો...
નવી દિલ્હી તા. ૧૦ : જો તમે ટ્રેનમાં મુસાફરી કરી કનિદૈ લાકિઅ રહ્યા હોવ અને TTEના નિયમ વિશે ન જાણતા હોવ તો આજે જ જાણી લો. રેલવેમાં TTE એટલે કે ટ્રાવેલ ટિકીટ એકઝામિનર રાત્રે ૧૦ વાગ્યા પછી તમને ડિસ્ટર્બ કનિદૈ લાકિઅ કરી ના શકે. એટલે અકિલા કે રેલવેના નિયમો પ્રમાણે, ટિકીટ ચેકર સવારે ૬ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી જ તમારી ટિકીટ ચેક કરી શકે છે. જો કનિદૈ લાકિઅ તમે ટ્રેનમાં સૂઈ ગયા હોવ અને ટિકીટ ચેકર રાત્રે ૧૦ વાગ્યા પછી તમારી ટિકીટ વેરિફિકેશન અકીલા માટે આવે તો તમે તેને ના પાડી શકો છો. રાત્રે કનિદૈ લાકિઅ સૂઈ ગયા બાદ પેસેન્જર્સને ડિસ્ટર્બ કરી ન શકાય તેવી ગાઈડલાઈન્સ રેલવે બોર્ડ તરફથી જાહેર કરવામાં આવી છે. બોર્ડ સાઉથર્ન રેલવેમાં આ નિયમ એક વર્ષ કનિદૈ લાકિઅ પહેલા જ લાગુ કરી દેવામાં આવ્યો છે. આજે અમે તમને રેલવેના એક અન્ય નિયમ વિશે પણ જણાવીશું. વેકઅપ કોલ લગાવીને સૂઈ જાઓ ટ્રેનમાં મુસાફરી કરતી કનિદૈ લાકિઅ વખતે યાત્રીઓને ચિંતા રહેતી હોય છે કે જો તેઓ સૂઈ જશે તો તેમનું સ્ટેશન આવીને જતું રહેશે. જો કે તેના માટે તમે રેલવે એપની વેકઅપ કોલ ડેસ્ટિનેશન કનિદૈ લાકિઅ સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો. તમારે માત્ર ૧૩૯ નંબર પર ફોન કરીને વેકઅપ કોલ ડેસ્ટિબેશન એલર્ટને એકિટવેટ કરવું પડશે. બસ ત્યાર પછી તમારું સ્ટેશન કનિદૈ લાકિઅ આવતા જ એલાર્મ તમને ઉઠાડી દેશે.(૨૧.૭) (9:38 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-02-2018/123923


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)


30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppSpecial Offer Holy Tally Mobile App

Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: