સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 24 January 2018

રાજદ્રોહ કેસ : હાર્દિક સામે પુરાવા નથી, છોડી મૂકવા રજૂઆત કરાઈ - જીજ્ઞેશ મેવાણીનો BJP સરકાર સામે 18 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ - પદ્માવત વિરોધની આડમાં હિંસા: તોફાનીઓ માથે, સરકાર ઘૂંટણિયે - કરણીસેનાએ અ’વાદ બાનમાં લીધું, પોલીસનું હવામાં ફાયરિંગ - જડબાતોડ જવાબઃ BSFએ છોડયા ૯૦૦૦ મોર્ટારઃ પાક. છાવણીનો ભુક્કો - ભારત-USના દબાણમાં મારી ધરપકડ ના થાય, સમાજના ભલા માટે કામ કરું છું: હાફિઝ - સુરતઃ શાંતિસાગર મેલી વિદ્યાનો જાણકારઃ પીડિતા; સલામતીનો ગંભીર પ્રશ્ન - સેના જલ ખરીદશો તો આર્મીના સૈનિકોને અને શહીદોના પરિવારોને મદદ મળશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

રાજદ્રોહ કેસ : હાર્દિક સામે પુરાવા નથી, છોડી મૂકવા રજૂઆત કરાઈ


 ચાવ પક્ષની દલીલો પૂરી થતાં કોર્ટે 2 ફેબ્રુઆરીની મુદત રાખી છે. એ દિવસે સરકાર તરફે દલીલો કરવામાં આવશે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના સંયોજક હાર્દિક પટેલ સહિતના લોકો સામે નોંધાયેલા રાજદ્રોહના કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરાઈ હતી, જેમાં બચાવ પક્ષની દલીલો પૂરી થતાં સેશન્સ જજ ડી. પી. મહિડાએ વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ રાખી છે. મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાર્દિક પટેલના એડવોકેટ રફીક લોંખંડવાલાએ રજૂઆત કરી હતી કે, હાર્દિકનાં નિવેદનો અને સભાઓમાં આપેલાં ભાષણો જોતાં રાજદ્રોહનો કોઈ ગુનો બનતો નથી.

તેની ટેલિફોનિક વાતચીત સાંભળવામાં આવે તો હાર્દિક હિંસા ભડકાવતો હોય એવી કોઈ સામગ્રી સરકારને મળી નથી. હાર્દિક ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરે છે. અને લોકોને શાંતિની અપીલો પણ કરી છે. હાર્દિક ભગતસિંહ બનવા માગે છે. ભગતસિંહ દેશભક્ત હતા, દેશદ્રોહી નહીં. આથી તે રાજદ્રોહી નથી. પોલીસે જે સાક્ષીઓનાં નિવેદનો લીધાં છે, એમાં હાર્દિક વિરુદ્ધ દેશદ્રોહના આરોપો સાબિત થતા નથી. આથી આ કેસમાં ચાર્જફ્રેમ કરવા માટે મજબૂત પુરાવા ન હોવાથી બિનતહોમત છોડી મૂકવા જોઈએ. બચાવ પક્ષની દલીલો પૂરી થતાં કોર્ટે 2 ફેબ્રુઆરીની મુદત રાખી છે. એ દિવસે સરકાર તરફે દલીલો કરવામાં આવશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-treason-case-there-is-no-evidence-against-hearty-introduced-to-leave-gujarati-ne-5797973-PHO.html?ref=ht

જીજ્ઞેશ મેવાણીનો BJP સરકાર સામે 18 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ

યુવા ધારાસભ્યોનું શપથ લેતાની સાથે જ આક્રમક, પાણી મુદ્દે ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતીને ધારાસભ્ય તરીકે શપથ લેતાંની સાથે જ જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકાર પર રૂપિયા 18 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. યુવા ધારાસભ્યોએ સરકારને ઘેરવાની પ્રથમ દિવસથી જ શરૂઆત કરી દીધી છે.


મેવાણીએ જણાવ્યું હતુંકે, હું ધારાસભ્ય તરીકે શપથ લઈને બહાર આવતો હતો ત્યાં જ સચિવાલયમાં ચાલતા કરોડોના કૌભાંડ અંગે મને માહિતી મળી હતી. સરકાર દ્વારા પટાવાળાને આપવામાં આવતા પગારમાંથી દર મહિને 25 લાખ રૂપિયા ચાઉં કરી દેવામાં આવે છે. અત્યાર આ પ્રકારે કુલ 18 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં મેવાણીએ જણાવ્યું હતુંકે, હાલ સચિવાલયમાં કુલ 1100 જેટલાં પટાવાળા ફરજ બજાવે છે. જેમને રેકર્ડ પર મહિને 9,576 રૂપિયા પગાર પેઠે આપતાં હોવાનું દર્શાવવામાં આવે છે.

જોકે, તેમનાં ખાતામાં આ રકમ પૈકી દર મહિને 2500 રૂપિયા ઓછા જમા કરવામાં આવે છે. આ પ્રકારે દર મહિને 25 લાખ રૂપિયા અને અત્યાર સુધીમાં કુલ 18 કરોડ રૂપિયા સરકાર દ્વારા ચાઉં કરી દેવામાં આવ્યાં છે. આ મુદ્દે જરૂર પડે ધરણાં કરીશ અને જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાય તે દિશામાં પ્રયાસ કરીશ. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શપથ લીધાં બાદ તુરંત જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી મુદ્દે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.અલ્પેશે જણાવ્યું હતુંકે, જો તાત્કાલિક પાણીના પ્રશ્નોને હલ નહીં કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ધારાસભ્યો મોરચો લઈને મુખ્યમંત્રી નિવાસનો ઘેરાવો કરીને આંદોલનનો માર્ગ અપનાવશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-government-corruption-of-18-crores-blamed-by-jignesh-mevani-gujarati-news-5798000-PHO.html?ref=ht

પદ્માવત વિરોધની આડમાં હિંસા: તોફાનીઓ માથે, સરકાર ઘૂંટણિયે

મોલ અને સિંનેમાધરોમાં સુરક્ષા વ્યવસ્થા હોવા છતા પણ અમદાવાદના ચાર મોલમાં તોડફોડ, 70થી વધારે બાઈક સળગાવી
અમદાવાદ: અમદાવાદના પશ્ચિમ વિસ્તારને રાજપૂતોએ મંગળવારે મોડી સાંજે બાનમાં લીધો હતો. તોફાનીઓએ ચાર મોલ પર હુમલો કરી મોટાપાયે તોડફોડ કરી હતી અને 70થી વધુ બાઈક અને 6 જેટલી કારને આગ લગાડી હતી. જાણે એવું લાગતું હતું કે સરકાર લાચાર સ્થિતિમાં આવીને તોફાનીઓના ઘૂંટણિયે પડી ગઈ હોય. ઈસ્કોન સર્કલ ખાતે કેન્ડલ માર્ચ યોજયા બાદ અહીંથી થલતેજ ચાર રસ્તા સુધી ભારે ચક્કાજામ કરી ધામધમકીથી દુકાનો બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો.

ગુલમહોર, પીવીઆર, હિમાલયા અને આલ્ફા વન મોલમાં સંખ્યાબંધ વાહનોને આગચંપી કરી ભારે પથ્થરમારો કરી નિર્દોષ નાગરિકોના વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હતી. હિમાલયા મોલમાં આ ટોળાંએ ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસે ઘાટલોડીયા પીએસઆઈ વી. આર. પટેલે તેમને રોકવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. છતાં તોફાને ચઢેલા ટોળાએ સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. સંખ્યાબંધ પોલીસ તમામ મોલની બહાર ખડકી દેવામાં આવી હતી. રસ્તાઓ બંધ કરી દેવાની પોલીસને ફરજ પડી હતી. લોકો ટોળાંની અડફેટે આવે નહીં તે માટે રસ્તાઓ પણ બંધ કરી દેવાયા હતા.

મોલ પણ બંધ કરી દેવા પડયા હતા. મંગળવારે સાંજે સાત વાગ્યે કરણી સેનાએ કેન્ડલમાર્ચનો નિર્ધારિત કાર્યક્રમ જાહેર કર્યો હતો. કેન્લડમાર્ચ યોજી દીધા બાદ બે હજાર લોકોનું ટોળું ઈસ્કોન સર્કલ પાસેના ગુલમહોર મોલમાં પહોંચ્યુ હતુ. જયાં પત્થરમારો શરૂ કર્યો હતો જો કે, પોલીસ પહોંચી જતા ટોળું ભાગ્યુ હતુ અને એસ.જી.હાઈવે ખાતે ચક્કાજામ કરી દીધો હતો. મોંઢે રૂમાલ બાંધીને આવેલા ટોળાંનુ પહેલેથી જ તોફાન કરવાનું આયોજન હોય તેમ પીવીઆર સિનેમા ખાતે જઈ પત્થરમારો શરૂ કર્યો હતો. અને વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસ કમિશનર એ.કે.સિંઘે કહ્યું કે, ‘નાગરિકોના વાહનોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે ગુનો દાખલ કરાશે. ’
તોફાનીઓએ શું કર્યું
-ત્રણ મોલમાં કુલ દસ શો-રૂમ અને ત્રણથી વધુ રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ, અનેક વાહનને આગ
-આલ્ફા વન મોલમાં બાર ટુ વ્હીલર સળગાવાયા
-થલતેજથી હિમાલયા સુધીનો રસ્તો દોઢ કલાક બંધ
-હિમાલયા મોલમાં બે એટીએમમાં તોડફોડ
સરકારે શું કર્યું
-મુખ્યમંત્રીએ પોલીસ કમિશનરને કડક પગલાં ભરવા કહ્યું
-અસામાજિક તત્ત્વોને બક્ષાસે નહીં: નીતિન પટેલ
-CCTV ફૂટેજના આધારે કાર્યવાહી કરાશે: પો.કમિ.
-દસ બુકાનીધારી તત્વોની ધરપકડ કરાઈ
બંધ કરો... બંધ કરોની બૂમ પાડતું ટોળું ધસ્યું

મંગળવારે સાંજે સાત વાગ્યે ઈસ્કોન સર્કલ ખાતે પદ્માવતના વિરોધમાં યોજાયેલી સમસ્ત રાજપૂત સમાજની કેન્ડલ માર્ચથી જ હિંસક વાતાવરણ ઉભું થયું હતુ. કેન્ડલ માર્ચમાં જ હાથમાં તલવાર અને મોંઢે રૂમાલ બાંધીને આવેલા તત્વોને જોતા જ લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. દુકાનો બંધ કરો.. બંધ કરો..ની બૂમો પાડતું ટોળું સીધુ જ ગુલમહોર મોલ પહોંચ્યુ હતુ જયાં પથ્થરમારો કર્યો હતો. ઈસ્કોનથી થલતેજ સુધીના રસ્તા પર ચિચિયારીઓ પાડી અને સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો અને લોકોને ભયભીત કરી દીધા હતા. પછી આ લોકોનું ટોળું એક્રોપોલીસ મોલ પહોંચ્યુ હતુ. અહીં તોડફોડ શરૂ કરી અને પત્થરમારો કર્યો હતો. રોડ પર પહેલા વાહનોમાં આગચંપી કરતા જ લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ હિમાલયા મોલ પહોંચ્યુ. તેમાંથી કેટલાક લોકો આલ્ફાવન મોલ પહોંચ્યા. આલ્ફાવન મોલ પર પણ પોલીસ દેખાતા વાહનોને આગચંપી કરી ભાગી છૂટયા હતા. આ તમામ લોકો હિમાલયા મોલ ખાતે સાડા આઠ વાગ્યે પહોંચ્યા અને ત્યાં ભારે ધમાલ મચાવી. દુકાનો, રેસ્ટોરામાં તોડફોડ કરી ભાગી છૂટયા. માાંડ દસ લોકોને પોલીસ પકડી શકી હતી.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-padmavat-conflict-shadow-of-violence-rioters-forehead-kneeling-government-gujara-5797990-PHO.html?ref=ht

કરણીસેનાએ અ’વાદ બાનમાં લીધું, પોલીસનું હવામાં ફાયરિંગ

પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં PVR સિનેમાં પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ

અમદાવાદ: પદ્માવત ફિલ્મની રિલીઝના વિરોધમાં રાજપૂત સમાજે ઈસ્કોનથી યોજેલી કેન્ડલ માર્ચમાંથી તોફાન, આગચંપી અને તોડફોડની ઘટના બની હતી. કેન્ડલ માર્ચમાં જ કેટલાક બુકાનીધારીઓ તલવાર અને લાકડીઓ લઈને જોડાયા હતા. લગભગ બે હજાર લોકોનું ટોળું ગુલમહોર, એક્રોપોલીસ, હિમાલયા મોલ અને આલ્ફા વન મોલ પહોંચ્યું. સૌથી વધુ તોડફોડ અને આગચંપી હિમાલયામાં મોલમાં થઈ. અહીં 50થી વધુ વાહનોને આગચંપી અને મોલમાં આવેલી દુકાનોમાં તોડફોડ થઈ હતી.


અેમ્બુલન્સમાં તોડફોડ, થલતેજથી હિમાલયા મોલ સુધીનો રોડ દોઢ કલાક બંધ કરાયો
ટોળાએ હિમાલયા મોલની બાજુમાં આવેેલી હોસ્પિટલની એમ્બુલન્સના કાચ તોડી નાખ્યા હતા. આ અંગે ડો. અમર પટેલે જણાવ્યું કે તેમની એમ્બુલન્સ દર્દીને લઈ જવાની તૈયારીમાં હતી ત્યારે જ આ ઘટના ઘટી હતી. આખરે દર્દીને હોસ્પિટલમાં જ રોકી રાખવા પડ્યા. આ ઘટનાના પગલે થલતેજથી ગુરુકુળ તરફનો દોઢ કિલોમીટર સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
હિમાલયા મોલ અને આલ્ફા મોલમાં પોલીસે ટોળાને વિખેરી કાઢ્યું હતું અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. લગભગ દોઢ કલાક બાદ આ રોડ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. આ ઘટનાના પગલે શહેરમાં આવેલા તમામ થિયેટરો પર વધારાની હથિયારધારી પોલીસ ખડકી દેવામાં આવી હતી. તોફાનની ઘટના બનતા જ મોલમાંથી લોકો બહાર નીકળી ગયા હતા.ઘટના બનતા જ પોલીસ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સરકારી વસાહત તરફની ગલીમાં પણ તોફાની ટોળાએ 4થી વધુ બાઈકોને આગ ચાંપી હતી.
તોફાનીઓએ આલ્ફા મોલને ટાર્ગેટ બનાવ્યો, 12 બાઈક સળગાવાઈ

આલ્ફા વન મોલમાં આવેલ સિનેમાગૃહોને તોફાની ટોળાએ ટાર્ગેટ બનાવ્યા હતા અને બાઈક, એક્ટિવા સહિત એક ડઝન જેટલા ટુ-વ્હીલર સળગાવ્યાં હતાં. આ ઘટનાને પગલે આલ્ફા વન મોલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કરણી સેનાના તોફાનીઓએ પથ્થરમારો કરીને તોડફોડ કરીને આલ્ફા વન મોલ તેમજ જાહેર મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું હતુું. કરણી સેનાના લોકોએ આલ્ફા વન મોલને માથે લેતાં એકત્રિત થયેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આલ્ફા વન મોલમાં આવેલ તમામ સ્ટોર્સના શટર પાડી દેવાયા હતા. આલ્ફા વન મોલ અને આસપાસના વિસ્તારમાં ધાંધલ મચાવીને તોફાનીઓ ગુલમહોર મોલ તરફ ગયા હતા પરંતુ ગુમલહોર મોલની સામે પોલીસ સ્ટેશન આવેલ છે અને પોલીસ ખડકેલી જોઈને તોફાનીઓ ભાગી ગયા હતા.
આ ચાર કારણો જેથી હિંસા ભડકી
1| બપોરે મોલ પર જઈ તોફાન કરનારાઓને પોલીસે છોડી મૂક્યા
2|સશસ્ત્ર બુકાનીધારીઓ કેન્ડલ માર્ચમાં હતા, રોકવાની કોશિશ ન થઈ
3|મોલ પર બંદોબસ્ત હતો, પોલીસે ત્વરિત કાર્યવાહી ન કરતાં હિંસા વકરી
4|વધારાનો પોલીસ ફોર્સ મોડો પહોંચતા તોફાનીઓને છૂટો દોર

PSIએ કહ્યું, ટોળું આભાર વ્યક્ત કરવા હિમાલયા મોલ આવ્યું હતું

 ‘પદ્માવત ફિલ્મ નહીં ચલેગી’ના નારા સાથે  કરણી સેનાના કાર્યકરોએ મંગળવારે સાંજે ડ્રાઈવ ઈન હિમાલયા મોલ ઉપર હલ્લા બોલ કર્યો હતો. જો કે ત્યાં હાજર પોલીસે 9 કાર્યકરોને અંદર જતા રોકી લીધા હતા. વસ્ત્રાપુર પોલીસની ગાડી આવીને તેમને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. તેમની પાછળ  કરણી સેના અને મહાકાલ સેનાના કાર્યકરોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને હલ્લા બોલ કર્યો હતો. જેથી ડિટેઈન કરાયેલા 9 કાર્યકરોને છોડી મુકવાની ફરજ પડી હતી.  મોલના મેનેજર રાકેશ મહેતાએ કહ્યું કે, કરણી સેનાના 25 કાર્યકરો ‘ફિલ્મ નહીં ચલેગી’ના સૂત્રોચ્ચાર કરતા મોલમાં ઘૂસી રહ્યા હતા. જો કે એન્ટ્રસ ઉપર હાજર પોલીસે તેમને રોકી લીધા હતા. જ્યારે પીએસઆઈ વાઘેલાએ જણાવ્યું હતું કે,  કરણી સેનાના કાર્યકરો આભાર માનવા માટે હિમાલયા મોલ ગયા હતા.
ટોળાને મોલમાં ઘૂસતું રોકવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

‘મંગળવારે રાત્રે 8.30 વાગ્યે હું એસઆરપીના 29 જવાનો સાથે હિમાલયા મોલની બહાર આવ્યોે, ત્યારે 2000 લોકોનું ટોળું  સૂત્રોચ્ચાર કરી મોલમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અમે  તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ  ટોળાએ પથ્થરમારો અને અાગચંપી કરી હતી. ટોળાને કાબૂમાં લેવા મેં હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, પણ ટોળું વિખેરાયું ન હતુ અને હિમાલયના મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ડોમિનોઝ પીઝા અને મેકડોનાલ્ડ, મોબાઈલ શોપ સહિતની દુકાનોના કાચ તોડી ડોમિનોઝ પીઝા અને મેકડોનાલ્ડના સ્ટાફના 50 વાહનોને સળગાવી દીધાં હતાં. વધુ પોલીસ ફોર્સ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવતા ટોળું ભાગી ગયું હતંુ.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-ahmedabad-s-gujarati-news-5797866-NOR.html?ref=ht


ભારત-USના દબાણમાં મારી ધરપકડ ના થાય, સમાજના ભલા માટે કામ કરું છું: હાફિઝ

UNની સ્પેશિયલ તપાસ ટીમ એ વાતની તપાસ કરશે કે પાક. સરકારે સઇદ અને તેના સંગઠનો પર લાગેલા પ્રતિબંધો પર કેટલો અમલ કર્યો
લાહોર/નવી દિલ્હી: મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાની સંભવિત ધરપકડ પર સ્ટે લગાવવાની

માંગ કરી છે. યુએનની એક સ્પેશિયલ તપાસ ટીમ કાલે પાકિસ્તાન જઇ રહી છે. આ ટીમ એ વાતની તપાસ કરશે કે પાકિસ્તાન સરકારે સઇદ અને તેના સંગઠનો પર લાગેલા પ્રતિબંધો પર કેટલો અને કેવી રીતે અમલ કર્યો છે. સઇદને ડર છે કે તપાસ ટીમના આવતા પહેલા ભારત અને અમેરિકાના દબાણમાં તેની ધરપકડ થઇ શકે છે. સઇદે પિટિશનમાં કહ્યું છે કે તે સમાજના કલ્યાણ માટે કામ કરે છે.
લાંબા સમયથી સમાજના કલ્યાણ માટે કામ કરું છું
- સઇદ તરફથી તેના વકીલ એ.કે. ડોગરે મંગળવારે લાહોર હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી. તેમાં કહેવામાં આવ્યું- ભારત અને અમેરિકાના દબાણમાં પાકિસ્તાન સરકાર મારા ક્લાયન્ટ હાફિઝ મોહમ્મદ સઇદની ધરપકડ કરી શકે છે. સરકારને આવું કરવાથી રોકવામાં આવે.
- પિટિશનમાં સઇદના હવાલાથી કહેવામાં આવ્યું છે- મેં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન જેવા સોશિયલ વેલફેર ઓર્ગેનાઇઝેશન્સ બનાવ્યા. તેના દ્વારા 142 સ્કૂલ અને ત્રણ યુનિવર્સિટીઓ દેશના ભલા માટે બનાવી. હું સમાજ કલ્યાણ માટે લાંબા સમયથી કામ કરી રહ્યો છું.
- ડોગરે કહ્યું- સઇદને પહેલા જ લાંબા સમય સુધી કોઇપણ જાતના ઠોસ આધાર વગર હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવી ચૂક્યો છે. હવે સરકાર યુએન ટીમના પાકિસ્તાન આવતા પહેલા તેની ધરપકડ કરવા માંગે છે. તેને રોકવામાં આવે.
સઇદ સુધી સીધી પહોંચ શક્ય નથી
- પાકિસ્તાનના ન્યુઝપેપર 'ધ નેશન' એ ગત દિવસોમાં યુએન ટીમની તપાસ વિશે એક રિપોર્ટ પબ્લિશ કર્યો. તેમાં સરકારના સૂત્રોના હવાલાથી ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી.
- આ સૂત્રો પ્રમાણે, યુએન સિક્યોરિટી કાઉન્સિલની sanction monitoring teamને હાફિઝ સઇદ અથવા જમાત-ઉદ-દાવા ઉપરાંત તેની સાથે જોડાયેલા બાકીના સંગઠનો સુધી સીધી પહોંચ (direct access) નહીં આપવામાં આવે.
- એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે નક્કી કર્યું છે કે હાફિઝ સઇદના મામલે તેઓ દબાણમાં નહીં આવે.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-PAK-HDLN-hafiz-saeed-filed-pitition-to-lahore-hc-to-put-stay-on-his-arrest-gujarati-news-5798165-PHO.html?ref=ht


સુરતઃ શાંતિસાગર મેલી વિદ્યાનો જાણકારઃ પીડિતા; સલામતીનો ગંભીર પ્રશ્ન

પીડિતા અને પોલીસે આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ રજૂ કરી
સુરત : વડોદરાની 19 વર્ષિય વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાના આરોપનો સામનો કરી રહેલાં જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરની જામીન અરજી પર મંગળવારે કોર્ટમાં સુનાવણી હતી. દરમિયાન પીડિતા અને પોલીસે એફિડેવિટ રજૂ કરીને જામીન અરજીનો વિરોધ કરતાં કોર્ટે આગામી સુનાવણી 29મી જાન્યુઆરીના રોજ રાખી છે. પીડિતાએ સોગંદનામામાં પોતાની સલામતીનો ઇશ્યુ ઉઠાવી જણાવ્યું છે કે, જો આરોપીને જામીનની સવલતનો લાભ આપવામાં આવશે તો, તેમના અનુયાયીઓ દ્વારા સલામતીના ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થાય એમ છે. તે મેલી વિદ્યા અને વશીકરણના પણ જાણકાર છે. 

શાંતિસાગર નાસી જાય તેવી પૂરેપૂરી શક્યતાઃ પોલીસ

પોલીસે રજૂ કરેલી એફિડેવિટમાં પણ આરોપી સામે શંકા સેવતા જણાવ્યું છે કે આરોપી પરપ્રાંતીય હોવા ઉપરાંત ચોક્કસ રહેણાંક સરનામું ધરાવતા હોવાથી જામીન આપવામાં આવે તો તે નામદાર કોર્ટમાં ટ્રાયલ વખતે હાજર રહી શકે તેમ નથી. નાસી જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે.

પીડિતાએ આરોપીને જામીન નહીં આપવા અરજ કરી

આરોપી શાંતિસાગર સામે અઠવા પોલીસ મથકમાં પીડિતાએ 13મી ઓકટોબરના રોજ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ આરોપીએ જામીન માટે અરજી કરી હતી. પરંતુ થોડા દિવસ બાદ પરત ખેંચી લીધી હતી. આ દરમિયાન 90માં દિવસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાતા આરોપીએ જામીન માટે ફરી અરજી કરી હતી. આ અરજી પર મંગળવારે સુનાવણી દરમિયાન તપાસ અધિકારી અને પીડિતાએ કોર્ટ સમક્ષ એફિડેવિટ રજૂ કરીને આરોપીને જામીન નહીં આપવા અરજ કરી હતી. બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને મૂળ ફરિયાદી પક્ષે એડવોકેટ મુખ્ત્યાર શેખ અને યાહ્યા શેખ હાજર રહ્યા હતા. 
દુષ્કર્મના લીધે સખત શારીરિક-માનસિક યાતના ભોગવી
 
પીડિતાએ એફિડેવિટ મારફત આરોપીની જામીન અરજી સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ધર્મગુરુ તરીકેનો પ્રભાવ પાથરીને અમારી સાથે બળજબરી અને ધમકીથી દુષ્કૃત્ય કર્યું છે. 164ના નિવેદનમાં પણ સમગ્ર હકીકત દર્શાવી છે. દુષ્કર્મના લીધે સખત શારીરિક-માનસિક યાતના ભોગવી છે. અમે એટલાં ભયભીત છીએ કે ડોકટરની સારવાર લેવી પડી છે.
આરોપીએ ધર્મના નામે પાખંડ આચર્યું છે
 
ફરિયાદ બાદ મારા પિતાને પણ આરોપીઓના અન્ય મળતિયાઓ દ્વારા મોબાઇલ ફોન પર ભયભીત કરવાના પ્રયાસ થયા છે અને તે હજી ચાલુ છે. પીડિતાએ અહીં આરોપીના રિમાન્ડ કેમ ન માગવામાં આવ્યા એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આરોપીએ ધર્મના નામે પાખંડ આચર્યું છે. આવી વ્યક્તિને કાયદાકીય સવલતનો લાભ ન મળવો જોઇએ. આરોપી મેલી વિદ્યાના અને વશીકરણના જાણકાર છે. તેમણે પ્રાપ્ત કરેલી વિદ્યાનો દુરુપયોગ કરી શકે છે. આશારામ, નારાયણ વગેરે જેવા ધર્મગુરુઓને પણ જામીનનો લાભ આપવામાં આ‌વ્યો નથી. આથી આરોપીની જામીન અરજી ન્યાયના હિતમાં નામંજૂર કરવાની જરૂર છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-HMU-LCL-shanti-sagar-did-not-give-bail-victim-girl-gujarati-news-5797970-PHO.html?ref=ht

સેના જલ ખરીદશો તો આર્મીના સૈનિકોને અને શહીદોના પરિવારોને મદદ મળશે
 છ રૂપિયાની આ વોટર-બોટલના વેચાણમાંથી જે કમાણી થશે એ તેમના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવશેઃ કનિદૈ લાકિઅ આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશનની અનોખી પહેલ નવી દિલ્હી તા.ર૪ : આર્મી વાઇવ્ઝ વેલ્ફેર એસોસીએશન (AWWA) 'સેના જલ' નામે બોટલ્ડ ડ્રિન્કિંગ કનિદૈ લાકિઅ વોટર વેચીને અકિલા સૈનિકોના પરિવારોને મદદ કરશે. 'સેના જલ'ના એક બોટલ પાણીની કિંમત છ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતના કનિદૈ લાકિઅ પત્નિ મધુલિકા રાવતના પ્રમુખ પદ હેઠળના સંગઠન AWWA દ્વારા બોટલ્ડ ડ્રિન્કિંગ અકીલા વોટરના વેચાણ દ્વારા થનારી આવકનો ઉપયોગ લશ્કરના જવાનો અને કનિદૈ લાકિઅ શહીદોની પત્નિઓના કલ્યાણ માટે કરવામાં આવશે. સેના જલની ડિલરશીપ અને ડ્રિસ્ટ્રબ્યુટરશીપ માટે નોર્થ બ્લોકસ્થિત આર્મી હેડકવાર્ટરના સરનામે સંપર્ક કનિદૈ લાકિઅ કરવાનો અનુરોધ AWWAના હોદેદારોએ કર્યો છે. હાલમાં દેશના બસ-ડેપો, રેલ્વે સ્ટેશન્સ અને એરપોર્ટસ પર વેચાતા એક લીટર બોટલ્ડ ડ્રિન્કિંગ વોટરની કનિદૈ લાકિઅ કિંમત રૂ.ર૦ થી ૩૦ રૂપિયા જેટલી હોય છે. શહીદોના પરિવારોને મદદ માટે સક્રિય AWWAમાં સૈનિકો અને અધિકારીઓની પત્નિઓ સામેલ છે. બ્રેવહાર્ટસ એમ્પાવરમેન્ટ કનિદૈ લાકિઅ પ્રોજેકટ હેઠળ શરૂ કરવામાં આવેલુ AWWA શહીદોની પત્નિઓને ભાવનાત્મક અને નાણાકીય સહાય કરે છે. તેમના સંતાોની જરૂરીયાતો માટે પણ મદદરૂપ કનિદૈ લાકિઅ થાય છે. એ કાર્ય માટે બોટલ્ડ ડ્રિન્કિંગ વોટરની માફક પેપર રિસાઇકલીંગ પ્લાન્ટ અને લંચ પ્રોજેકટ ચલાવવામાં આવે છે. આહવાન અને પરિશ્રમ સેલ જેવા પ્રોજેકટસ પણ ચલાવવામાં આવે છે. (9:39 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122540

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppSpecial Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment