સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 14 August 2015

સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતીઓ ખાસ ચેતે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરતી યુવતીઓ ખાસ ચેતે

પોરબંદરમાં મહિલા કાનુની શિબિર યોજીને યુવતીઓને વિવેકબુધ્ધિથી

ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપાયેલું માર્ગદર્શન

પોરબંદર,તા.૧૩
સોશ્યલ મીડીયામાં પોતાની તસ્વીર હોંશેહોંશે વહેતી કરતી યુવતીઓએ વાત જાણી લે કે, સોશ્યલ મીડીયામાં કાંઈ પર્સનલ રહેતું નથી અને સાર્વજનિક થઈ જાય છે. તેથી ફેસબુક અને વોટ્સએપ જેવા મીડીયાનો ઉપયોગ કરતી યુવતીઓએ આ બાબતે ખાસ ચેતવાની જરૃર છે.
પોરબંદર જિલ્લા પોલીસ વિભાગ તથા સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમથી મહિલા સુરક્ષા દિવસની ઉજવણીનાં ભાગરૃપે ગુરૃકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહિલા કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ઉપરોકત મુજબનો સુર આ શિબિરમાંથી ઉઠવા પામ્યો હતો. જેમાં જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા, જીલ્લા વિકાસ અધિકારી તથા નાયબ પોલીસ અધિક્ષક, પોરબંદર બાર એસોસીએશનનાં પૂર્વ પ્રમુખ તથા એડવોકેટ તથા એસ.ઓ.જી.નાં પોલીસ ઈન્સ્પેકટર તથા મહિલા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર અને મહિલા હેલ્પલાઈન ૧૮૧ની ટીમ તથા પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
મહિલા સશક્તિકરણ શા માટે, લીગલ સર્વિસ ઓથોરીટીની ભૂમિકા, મફત કાનુની સહાય, ભરણપોષણને લગહતા અને ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપતા કતાયદાની વિગતવાર માહિતી પુરી પાડેલી. ત્યારબાદ ટીન્સ એન્ડ ટેકનોલોજી તથા સાયબર ક્રાઈમ અગેન્સ્ટ વિમેન વિષય પર વિગતવાર પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલું. આ પ્રેઝન્ટેશનમાં ફેક આઈ.ડી. સોશ્યલ મીડીયાની અસરો અને તકેદારી માટેની વિવિધ પાસાઓની રજુઆત કરવામાં આવેલી તથા આઈ.ટી.લો. ૨૦૦૦ની માહિતી પુરી પાડેલી હતી.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 13 August 2015

અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડાશે

જૂનાગઢમાં મહારેલી યોજીને પાટીદાર સમાજે ઠાલવેલો આક્રોશ

મેંદરડામાં કાલે પાટીદાર સમાજ તેમજ ઉનામાં ૧૭મીએ સવર્ણ સમાજોની મૌનરેલી

કાલાવડ, જેતપુર, ઉપલેટામાં પણ પાટીદાર સમાજે રેલી કાઢીને આપેલું આવેદનપત્ર, લાલપુર અને મોરબીમાં કારડીયા - રાજપૂત સમાજ મેદાને

(પ્રતિનિધિઓ દ્વારા)    રાજકોટ, બુધવાર
સૌરાષ્ટ્રમાં અનામત આંદોલનને આગળ ધપાવતા આજે પાટીદાર સમાજે જૂનાગઢ, કાલાવડ, જેતપુર અને ઉપલેટામાં મહારેલી યોજી હતી. હવે મેંદરડામાં ૧૪મીએ પટેલ સમાજ અને ઉનામાં ૧૭મીએ બ્રહ્મ, રઘુવંશી અને સોની સમાજ મૌનરેલી કાઢશે. આજે લાલપુરમાં ક્ષત્રિય સમાજ અને મોરબીમાં રાજપુત સમાજે મેદાને આવીને આવેદનપત્ર આપ્યું હતું.
જૂનાગઢમાં આજે પાટીદાર સમાજની મહારેલી સમયે સરદાર પટેલ સેવાદળનાં પ્રદેશ કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અનામત આંદોલન પાટીદારો માટે છે. જો અનામતની માંગણી નહીં સંતોષાય તો વિધાનસભામાં મતરૃપી બોમ્બ ફોડવામાં આવશે. પછી જેઓ જવાબદાર હશે તેમણે પરિણામ ભોગવવા પડશે. આ આંદોલનની અવગણના કરવામાં આવશે તો સરકારે તેનું પરિણામ ભોગવવું પડશે. કમળને ખીલવી શકીએ તો ઉખાડી પણ ફેંકશું. હાલ સરકારમાં ૫૦ ધારાસભ્યો તથા મુખ્યમંત્રી પાટીદાર સમાજનાં છે. જો અમારી માંગણી ને ધ્યાને નહી લેવાય તો રાજીનામાની માંગણી કરશું. તા.૨૫નાં અમદાવાદમાં આંદોલન થશે. જેમાં ૪૦ લાખ લોકો ઉમટી પડશે.
ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યોને પણ આ મુદ્દે રજૂઆત કરાશે કે ભાજપ કોંગ્રેસ આજીવન તમારી સાથે નહી રહે સમાજ સાથે રહેશે. તેથી પાટીદાર ધારાસભ્યોને પણ અનામત આંદોલન અંગે સમર્થન આપવા માંગ કરાશે.
જૂનાગઢમાં આજે પાટીદાર અનામત મહારેલી યોજાઈ હતી. જે સવારે નવ વાગ્યે શિવમ પાર્ટી પ્લોટ ખાતેથી શરૃ થઈ હતી. આ રેલીમાં જિલ્લા ભરમાંથી ૧૫ હજારથી વધુ પાટીદારો જોડાયા હતાં. આ વિશાળ રેલી ગિરીરાજ રોડ, બસ સ્ટેન્ડ, વૈભવ ફાટક , તળાવ દરવાજા, સરદાર બાગ થઈ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. રેલીનાં લીધે સરદારબાગ, તળાવ દરવાજા, બસ સ્ટેન્ડ રોડ પર ટ્રાફીક સર્જાયો હતો. કલેકટર કચેરીએ રેલી પહોંચ્યા બાદ જયાં સરદાર પટેલગુ્રપનાં આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
* કાલાવડમાં પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગુ્રપ દ્વારા સમસ્ત પટેલ સમાજને ઓબીસી કેટેગરીમાં સમાવી અનામતનો લાભ આપવાની માંગણી સાથે આજે વિશાળ રેલી નિકળી હતી. સવારે ૧૦ વાગ્યે ધોરાજી રોડ ઉપર બાપા સિતારામની મઢુલીથી નિકળેલી રેલી સિનેમા રોડ, ગ્રેઈન માર્કેટ રોડ થઈ સરદાર પટેલની પ્રતિમાએ પહોંચી હારતોરા કર્યા બાદ મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલી પહેલા આગેવાનોએ અનામત મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો.
* જેતપુરમાં લેઉવા પટેલ સમાજ અને સરદાર પટેલ ગુ્રપની આગેવાનીમાં આજે અનામતની માંગણી સાથે તાલુકાભરનાં પાટીદારોની વિશાળ રેલી નિકળી હતી. સરદાર ચોકથી શરૃ થઈ તિનબત્તી ચોક, કણકીયા પ્લોટ, જૂનાગઢ રોડ પર થઈ તાલુકા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે આગેવાનોએ જરૃર પડયે જલદ આંદોલન છેડવા પણ ચીમકી ઉચ્ચારી હતી. આંદોલનને સુન્ની મુસ્લિમ જમાત અને બ્રહ્મસમાજે ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત આજે બ્રહ્મસમાજ દ્વારા પણ ભિક્ષાવૃત્તિ કરતા બ્રાહ્મણોને અનામત આપવાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું હતું.
* ઉપલેટામાં અનામતની જોરદાર માંગણી સાથે આજે બપોરનાં અહિંનાં બસ સ્ટેન્ડ ચોકથી શહેર તેમજ તાલુકાનાં આજુ બાજુનાં ગામડાનાં અંદાજે ૨૦ હજાર પાટીદાર ભાઈ બહેનોની જંગી મેદની સાથે રેલી નીકળી હતી. જે શહેરનાં મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરી મામલતદારને આવેદન પત્ર આપેલું હતું. આ રેલીમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર  હતી.
* મેંદરડામાં પાટીદાર સમાજ અને સરદાર પટેલ ગુ્રપ દ્વારા તા.૧૪મીએ સવારે ૭ વાગ્યે પ્રથમ પટેલ સમાજ ખાતે વિશાળ સભા યોજવામાં આવશે. બાદમાં જંગી રેલી યોજીને મુખ્યમાર્ગો પરથી થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે. આ તકે પાટીદાર સમાજ ધંધા - રોજગાર બંધ રાખીને સભા - રેલીમાં જોડાઈ અનામતની માંગને બુલંદ બનાવશે.
* ઉના શહેર અને તાલુકા બ્રહ્મસમાજ ઉપરાંત રઘુવંશી સમાજ, સોની સમાજ પણ અનામત આંદોલનમાં જોડાઈને આગામી તા.૧૭મીએ સોમવારે રોષભેર મૌન રેલી કાઢી પ્રાંત કચેરીએ જઈ આવેદનપત્ર આપશે. આ મહારેલીનાં આયોજન માટે ઉનામાં વિવિધ સવર્ણ સમાજનાં આગેવાનોએ હાજર રહીને મંતવ્યો વ્યક્ત કર્યા હતાં.
* લાલપુર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા અનામતની માંગણી સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, રાજવી ક્ષત્રિય સમાજે આઝાદીથી આજ સુધી અનેરી દેશભાવના બતાવી છે. અગણિત જમીનો અને સંપત્તિ સરકારને સોંપી છે. પરિણામે અત્યારે ક્ષત્રિય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઈએ.
* મોરબીમાં અખીલ ગુજરાત રાજપુત યુવાસંઘ દ્વારા સનસીટીની માંગ સાથે આજે સવારે જીલ્લા કલેકટરે આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવ્યું હતું કે, વર્તમાન અનામત પ્રથાનાં કારણે રજપુત સમાજ તેમજ સામાન્ય શ્રેણીમાં આવતી તમામ જ્ઞાાતિઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. વ્યવસ્થાનો લાભ મેળવતા લોકો અનામત ઉપરાંત જનરલ કેટેગરીમાં આવતા હોય છે. આથી પ્રવેશ પ્રક્રિયા કે ભરતી પ્રક્રિયામાં જે વિદ્યાર્થી સામાન્ય શ્રેણીમાં આવી જાય તો અનામત શ્રેણીમાં અન્યને લાભ મળે છે. આથી વધુ અન્યાય થાય છે, જેનો ઉકેલ લાવવો જોઈએ.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Friday, 7 August 2015

સરકાર સાથે કોઇ ચર્ચા નહીં અનામતની જાહેરાત સુધી આંદોલન

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સરકાર સાથે કોઇ ચર્ચા નહીં અનામતની જાહેરાત સુધી આંદોલન

પાટીદાર આંદોલન સમિતિનો જવાબ

૨૩મીએ ભાજપ-કોંગ્રેસના પાટીદાર MLA, કોર્પોરેટર, હોદ્દેદારો આંદોલનને સમર્થન આપશે

અમદાવાદમાં ૨૩મીએ ભાજપ-કોંગ્રેસના પાટીદાર MLA, કોર્પોરેટર, હોદ્દેદારો આંદોલનને સમર્થન આપશે
અમદાવાદ , ગુરૃવાર
પાટીદારોને અનામતમાં સમાવેશ કરવાના મુદ્દે આંદોલન હવે ધીરે ધીરે વેગીલું બની રહ્યું છે. પાટીદાર આંદોલન સમિતીએ એવો દાવો કર્યો છેકે, તા.૨૩મી એ ગુજરાતના સાત પાટીદાર ધારાસભ્યો, ૧૪ કોર્પોરેટરો , ૨૨ તાલુકા પંચાચતના ડેલિગેટ અને બે જિલ્લા ડેલિગેટો આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કરશે.
અમદાવાદમાં ૨૩મીએ આયોજિત એક દિન સમાજ કે નામ કાર્યક્રમમાં આ મુદ્દે જાહેરાત કરાશે. અત્યાર સુધી આંદોલનને પાછલા બારણે પ્રોત્સાહન મળી રહ્યું હતું પણ હવે આંદોલનને સમર્થન કરનારાં જાહેરમાં આવશે તે મુદ્દે અત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ભાજપ સરકારના ઘણાં પ્રયાસો છતાંયે પાટીદાર આંદોલનના સમર્થકો જરાયે મચક આપવા તૈયાર નથી. પાટીદાર આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલે એવો આક્ષેપ કર્યો છેકે, સરકાર પાટીદારમાં ભાગલા પાડીને આંદોલન તોડી પાડવામાં પ્રયાસો કરી રહી છે. સરકાર ગમે તેટલાં હવાતિયા મારે પણ પાટીદાર સમાજમાં ભાગલા નહીં પડાવી શકે. અમે અનામત મેળવીને જંપીશું . જયાં સુધી સરકાર અનામત નહી સ્વિકારે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. તેમણે એવો દાવો કર્યો કે, ભાજપ-કોંગ્રેસના ધારાસભ્ય,કોર્પોરેટરો,જીલ્લા-તાલુકા પંચાયત સહિત સંગઠનના હોદ્દેદારોનુ સમર્થન મળી રહ્યું છે. આ તમામ લોકો ૨૩મીએ આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કરશે.

હવે પોસ્ટકાર્ડ વૉર ઃ મોદી અને આનંદીબેનને પોસ્ટકાર્ડ મોકલાશે
પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગણી સાથે રાજ્યભરમાં પટેલો આંદોલન ચલાવી રહ્યાં છે. હવે પાટીદાર આંદોલન સમિતીએ પોસ્ટકાર્ડ વૉર શરુ કરવા નિર્ણય કર્યો છે. પાટીદાર પટેલો અનામતની માંગણી અંગે ઘેર ઘેરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને પોસ્ટકાર્ડ લખશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 5 August 2015

સૌરાષ્ટ્રમાં અનામતની માંગ ઉગ્ર બની, આજે રાજકોટમાં પાટીદાર રેલી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

સૌરાષ્ટ્રમાં અનામતની માંગ ઉગ્ર બની, આજે રાજકોટમાં પાટીદાર રેલી

જસદણમાં પાટીદારોની, જામજોધપુરમાં લોહાણાં સમાજની રેલી નિકળી

બ્રહ્મસમાજ, ક્ષત્રિય સમાજ, કોળી-ભરવાડ સમાજ પણ મેદાનમાં

ટંકારામાં કાલે, જામજોધપુરમાં છઠ્ઠીએ, કેશોદમાં ૧૦મીએ અને જૂનાગઢમાં ૧૨મીએ રેલી
(પ્રતિનિધિઓ દ્વારા)    રાજકોટ, મંગળવાર
સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં અનામતની માંગ બૂલંદ બની રહી છે. ઠેર-ઠેર રેલી યોજવામાં આવી રહી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, લોહાણાં, કોળી, ભરવાડ, મુસ્લીમ સમાજમાંથી પણ અનામતની માંગ ઉઠવા લાગી છે. આજે જસદણમાં પાટીદારોની તો જામજોધપુરમાં લોહાણાં સમાજની રેલી નિકળી હતી. આવેદનપત્રો આપવામાં આવ્યા હતાં. રાજકોટમાં સરદાર પટેલ સેવાદળનાં નેજા હેઠળ કાલે બહુમાળી ભવન ચોકથી પાટીદારોની વિશાળ રેલી નિકળશે. કલેકટર કચેરીએ જઈ આવેદનપત્ર અપાશે. ટંકારામાં પાંચમીએ, કેશોદમાં ૧૦મીએ અને જૂનાગઢમાં ૧૨મીએ પાટીદારોની રેલીના આયોજનો થયા છે. જામજોધપુરમાં છઠ્ઠીએ બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢવામાં આવશે. રાજકોટમાં સરદાર પટેલ સેવાદળનાં નેજા હેઠળ કાલે સવારે ૧૦-૩૦ કલાકે બહુમાળી ભવન ચોક, સરદાર પટેલની પ્રતિમા પાસે પાટીદારો મોટી સંખ્યામાં એકત્ર થશે. સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૃપે કલેકટર કચેરી જઈ આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જસદણમાં જય સરદાર સેવા દળનાં નેજા હેઠળ ચિતલીયા રોડ પરનાં સરદાર ચોકમાં સવારે ૧૦ કલાકે મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતાં. બાદમાં અહીંની રેલી સ્વરૃપે એસ.ટી. રોડ, મોતી ચોક, ટાવર ચોક, એસ.ટી. સ્ટેશન સહિતનાં માર્ગો પર ફરી પ્રાંત અધિકારીની કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં જસદણ-વિંછીયા ઉપરાંત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતાં. જામજોધપુરમાં લોહાણાં સમાજ દ્વારા અનામતમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે લોહાણા મહાજન વાડીથી રેલી કાઢવામાં આવી હતી. મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવાયું હતું. આ રેલીમાં જ્ઞાાતિનાં આગેવાનો, હોદેદારો જ્ઞાાતિજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
ટંકારા શહેર તથા તાલુકા યુવા પાટીદાર વિદ્યાર્થી સંગઠ્ઠન તથા પાટીદાર હિત રક્ષા સમિતિ દ્વારા તા.પં.નાં સવારે લતીપર ચાર રસ્તા ખાતેથી મૌન રેલી યોજી મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપશે. કેશોદમાં જય સરદાર પટેલ ગુ્રપ દ્વારા તા. ૧૦નાં સવારે ૯ કલાકે વેરાવળ રોડ, સોરઠ ટાયર નજીકથી બાઈક રેલી કાઢવામાં આવશે. જેમાં શહેર, તાલુકાનાં અને તાલુકા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે. એક દિવસ કામ-ધંધા બંધ રાખી રેલીમાં જોડાવા ગુ્રપનાં હોદ્દેદારો દ્વારા પાટીદારો જોગ અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢમાં સરદાર પટેલ ગુ્રપનાં નેજા હેઠળ તા. ૧૨નાં બુધવારે સવારે ૯ કલાકે શિવમ પાર્ટી પ્લોટ ખાતેથી મહારેલી કાઢવામાં આવશે. આ રેલી ગિરીરાજ રોડ, એસ.ટી. સર્કલ, વૈભવ ચોક, તળાવ દરવાજા, સરદાર બાગ થઈ કલેકટર કચેરીએ પહોંચશે. જ્યાં આવેદનપત્ર આપવામાં આવશે. આ રેલીમાં જૂનાગઢ શહેર, તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે દશ હજાર પાટીદારો જોડાય તેવો અંદાજ છે. સરદાર પટેલ ગુ્રપનાં ભાવેશ માખેસણાએ જણાવ્યું હતું કે, અનામત માટે આંદોલન છતાં સરકાર અવાજ નહીં સાંભળે તો અન્યાય સામે રાજ્ય સ્તરે રસ્તા રોકો આંદોલન, બંધ સહિતનાં કાર્યક્રમો આપવામાં આવશે.
ઉપલેટામાં ક્ષત્રિય સમાજ તથા બ્રહ્મસમાજે પણ અનામતની માંગ સાથે આંદોલનમાં ઝૂકાવ્યું છે. ગઈકાલે ક્ષત્રિય સમાજની વાડી ખાતેથી બ્રહ્મસમાજ- ક્ષત્રિય સમાજની સંયુક્ત રેલી નિકળી હતી. મુખ્ય માર્ગો ઉપર ફરી મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. જાફરાબાદ તાલુકાનાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મનુભાઈ વાંજાએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વસતા કોળી સમાજના શીડયુઅલ ટ્રાઈબમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સૌરાષ્ટ્રમાં વસતા કોળી સમાજનો સમાવેશ કેમ કરાતો નથી. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદરથી ઘોઘા સુધીનાં સાગરકાંઠે વસતા તમામ કોળી સમાજનો એસ.ટી.માં સમાવેશ કરવો જોઈએ. બાબરા તાલુકા મુસ્લીમ લઘુમતી સમાજના આગેવાન મુસાભાઈ જીવાભાઈએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી લઘુમતી સમાજને અનામતની માંગ કરી છે. ભરવાડ સમાજે પણ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી ભરવાડ સમાજને અનામત આપવા માંગ કરી છે. જામનગર રઘુવંશી સમાજે પણ અનામત આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. જો માગણી નહીં સ્વિકારાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જામજોધપુર તાલુકા સમસ્ત બ્રહ્મઉત્કર્ષ મંડળ દ્વારા અનામતની માંગ સાથે તા. ૬નાં સાંજે ૪-૩૦ કલાકે બ્રહ્મસમાજની વાડીથી રેલવે સ્ટેશન પાસે થઈ મામલતદાર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવશે. રાજકોટ બ્રહ્મસેના દ્વારા તા. ૫ના રોજ અનામતની માંગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆતકરવામાં આવશે. સાવરકુંડલામાં પટેલ વાડી ખાતે આજે તાલુકાનાં પાટીદાર યુવક મંડળની મિટીંગ મળી હતી. જેમાં પાટીદાર સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદારોને અનામતની માંગ સાથે તા. ૭ના શુક્રવારે રેલી કાઢી, આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

'કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે': હાર્દિક પટેલને મંત્રીના 'ખાસ'ની ધમકી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

'કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે': હાર્દિક પટેલને મંત્રીના 'ખાસ'ની ધમકી

અમદાવાદ: રાજ્યમાં પટેલ આંદોલન દિવસે દિવસે વેગવાન બની રહ્યું છે. રાજ્યભરમાં પ્રસરી રહેલી પટેલ અનામત આંદોલનની આગના પગલે રાજ્ય સરકારના પેટલમાં તેલ રેડાયુ છે. ત્યારે ગુજરાત સરકાર કોઈ પણ ભોગે આ આંદોલનને ડામી દેવા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. આંદોલનકારીઓ સાથે વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ આંદોલન સાથે સંકળાયેલા લોકોને મોટા માથાઓ દ્વારા ધમકીઓ મળી રહી હોવાના અહેવાલ વારંવાર આવતા રહ્યા છે પરંતુ કોઈનું નામ સામે નહોતુ આવ્યુ. જે આજે પહેલી વાર સામે આવ્યુ છે. મંત્રી નીતિન પટેલના ખાસ માણસે પોતાને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે.

દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની વાત-ચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 'રાજમોતી ટ્રાન્સપોર્ટર્સના માલિક પ્રકાશભાઈ પટેલ કે જે મંત્રી નીતિન પટેલના ખાસ માણસ છે તેમણે ફોન કરીને ધમકી આપી હતી કે, જો કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે.'
- પાટીદારોને અનામત ઝાંઝવાના નીર સમાન!
- સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામતની ટકાવારી 50 ટકાથી વધવી જોઇએ નહીં
- 50 ટકા અનામતમાં ઓબીસીનો ક્વોટા 27 ટકા જે પહેલેથી જ 146 જાતિઓ સામેલ છે

ગાંધીનગર : ઓબીસી એટેલે કે અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાતના પાટીદાર સમાજે છેલ્લા 15 દિવસથી આંદોલનનું રણશિંગુ વગાડ્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટેના આદેશ મુજબ કોઈ પણ રાજ્ય 50 ટકાથી વધારે અનામત આપી શકે તેમ નથી. ગુજરાતમાં પહેલેથી દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોને મળેલી અનામતનો ક્વોટા 50 ટકા થઈ ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં યક્ષ પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર પાટીદારોને અનામત આપે તો કેવી રીતે આપે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અન્ય પછાત વર્ગોમાં સમાવી શકાય.

હવે ગુજરાતમાં પહેલેથી 146 જાતિઓનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ થઈ ચૂક્યો છે. એક વાર એવું માની લેવાય કે પાટીદારોની અનામત માટેની માંગણીને માની લેવામાં આવે છે. તો શું પાટીદારોને જનરલ કેટેગરીમાંથી અનામતનો ક્વોટા ફાળવવામાં આવશે. કે પછી 27 ટકા અનામત ધરાવતા ઓબીસીના ક્વોટામાં સામેલ 146 જાતિઓની ભેગા  પાટીદારોને પણ ભેળવવામાં આવશે, શું પાટીદારોને ઓબીસીના ક્વોટામાં સામેલ કરાય તો પોતાને થઈ રહેલા અન્યાયને આગળ ધરીને આંદોલન કરી રહેલા પાટીદારોનો હેતુ સિદ્ધ થાય ખરો, આમ આ બધા સવાલો હાલમાં રાજ્યભરને ઘમરોળી રહેલા પાટીદાર અનામત આંદોલનના ધમધમાટ પાછળથી માથું ઊંચુ કરી રહ્યા છે.
 
દેશ અને અન્ય રાજ્યોમાં અનામત
 
ક્ષેત્ર એસસી એસટી ઓબીસી(બીસી) મોસ્ટબીસી કુલ
ભારત 15 7.5 27 49.5 99
તામિલનાડુ 18 1 30 20 69
રાજસ્થાન 16 12 21 49 98
ઉત્તરપ્રદેશ 15 7.5 27 49.5 99
મહારાષ્ટ્ર 15 7.5 27 49.5 99
 
ગુજરાતમાં જાતિ આધારિત અનામત
દલિતો (એસ. સી. ) 8 ટકા
આદિવાસીઓ ( એસ. ટી. ) 15 ટકા
ઓબીસી (અન્ય પછાત વર્ગો) 27 ટકા
કુલ 50 ટકા
 
આગળ વાંચો સરકાર મંત્રણાના મૂડમાં: આજે લાઇન ઓફ એક્શન નક્કી કરશે
 
Source :-http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1183180-NOR.html

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

પાટીદારોમાં સરકારને બેસાડવાની તાકાત છે તો ઉથલાવી પણ શકે છે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારોમાં સરકારને બેસાડવાની તાકાત છે તો ઉથલાવી પણ શકે છે

૨૫મીએ અમદાવાદમાં ગુર્જરવાળી થશે

માનસિકતા પાટીદારોએ દુર કરી અનામત મેળવવી જરૃરી છે

ભાજપ રાષ્ટ્રભક્ત અને કોંગ્રેસ રાષ્ટ્રદ્રોહી છે તે માનસિકતા પાટીદારોએ દુર કરી અનામત મેળવવી જરૃરી છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
ગુજરાતમાં જે સરકારને પાટીદારો બેસાડવાની તાકાત ધરાવે છે તે પાટીદારોમાં આવી સરકારને ફેંકી દેવાની પણ તાકાત છે તેવો હુંકાર આજે વડોદરામાં મધ્ય ગુજારાતના પાટીદારોના યોજાયેલા સંમેલનમાં હાર્દિક પટેલે કર્યો હતો. રાજ્યમાં પાટીદારોને અનામત અપાવીનેજ યુવાનો જંપશે તેવા ઉલ્લેખ સાથે તેમણે ઓગષ્ટ મહિનો ક્રાંતિનો છે અને  ૨૫ મી ઓગષ્ટે અમદાવાદમાં ૨૫ લાખ પાટીદારો ગુર્જરવાળી કરશે તેમ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા માટેનું વિશાળ સંમેલન પ્રથમ વખત યોજાયુ હતું. આ સંમેલનમાં હાજર રહેલા આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે હાલ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને હક્ક મળે તે માટે આંદોલન ચાલે છે આપણે ઓબીસીમાં જઇશુ તો આવનારી પેઢીને સારી જગ્યાએ પહોંચાડી શકીશું. ૧૦ વર્ષમાં માત્ર ૪૬૫ પટેલોને નોકરી મળે છે જે શરમજનક વાત છે. આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ ૪૪ ધારાસભ્યો અને સંસદસભ્યો પણ પાટીદારો છે.
સંમેલનમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં પાટીદારોને સંબોધતા હાર્દિકે જણાવ્યુ હતુ કે ભાજપમાં રાષ્ટ્રભક્ત અને કોંગ્રેસમાં રાષ્ટ્રદ્રોહી છે તે માનસિકતા દુર કરવી જોઇએ. ૨૦ વર્ષમાં કોઇ આંદોલન ગુજરાતમાં સફળ રહ્યુ નથી આ એક માત્ર આંદોલન છે જેમાં સ્વયંભુ પાટીદારો અનામત આંદોલનમાં ઉમટી રહ્યા છે તેમણે જણાવ્યુ હતુ કે અનામત મળવી હોય તો મળે પરંતુ પાટીદારો એક જરૃર થઇ ગયા છે લેઉઆ, કડવા એક થાય તો શું થાય તે સરકાર સમજી ગઇ છે આ લડાઇ આવનારી પેઢી માટે છે. ૨૫મી ઓગષ્ટે ૨૫ લાખ પાટીદારો અમદાવાદ આવવાના છે અને તે દિવસથી ગુર્જરવાળી થવાની છે. જો સરકાર અનામત નહી આપે તો સમગ્ર રાજ્યમાં રસ્તા રોકો તેમજ રેલ રોકો આંદોલન થશે. ભાજપ કે કોંગ્રેસ અથવા ખોડલધામ સહિતની ધાર્મિક સંસ્થાઓ હોય પરંતુ માત્ર યુવાનોનો ઉપયોગજ કર્યો છે તેવો સીધો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજ્યમાં ૭૦ ટકા પાટીદારો ગરીબ છે સહકારી ક્ષેત્રે લાખો-કરોડો રૃપિયાની લોન પટેલોના નામે ચાલે છે પટેલો પોતાના ખેતરો ગીરવે મુકી પોતાના સંતાનોને ભણાવે છે અને ઉચ્ચ અભ્યાસ હોય કે નોકરી મેળવવાની હોય પરંતુ અનામતના કારણે પાછળ હંમેશા રહે છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 4 August 2015

પાટીદારો ન્યાય નહીં મળે તો ભગતસિંહનો માર્ગ અપનાવશે

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારો ન્યાય નહીં મળે તો ભગતસિંહનો માર્ગ અપનાવશે

અનામત મામલે ગાંધીનગરમાં હજારો પાટીદારોની રેલી

ગાંધીનગરના ઘ-૦થી સત્યાગ્રહ છાવણી સુધી મૌન રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું

ગાંધીનગર,સોમવાર
સમગ્ર રાજ્યમાં હાલ પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ સરદાર પટેલ સેવાદળના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જીલ્લામાંથી બાર હજાર કરતાં વધુ પાટીદારો ઉમટી પડયા હતા. ઘ-૦થી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સુધી નીકળેલી આ રેલીમાં અનામત માટે વિવિધ પ્લેકાર્ડ પણ રજૂ કરાયા હતા. સભાના સ્વરૃપમાં ફેરવાયેલી આ રેલીને પાટીદાર આગેવાનોએ સંબોધી હતી અને જો પાટીદારોને ગાંધી ચિંધ્યા માર્ગે અનામતનો લાભ નહીં મળે તો ભગતસિંહનો માર્ગ પણ અપનાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ પ્રકારની લડત ચાલુ રાખવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં હાલ પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતથી ઉઠેલી આ અનામતની માંગ હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. પાટીદાર સમાજ દ્વારા શરૃ કરવામાં આવેલી આ લડતને કારણે સરકાર પણ ચિંતીત બની છે વળી વીસનગરમાં તો પાટીદાર અનામતની રેલીમાં હિંસક અથડામણ થતાં સરકાર પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ વહીવટી તંત્રને કોઈપણ રેલીઓને મંજુરી નહીં આપવા માટે સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવ્યું હતું. તેમ છતાં વીજાપુરમાં રેલીને મંજુરી નહીં હોવા છતાં હજારો પાટીદારોએ રેલીમાં હાજરી આપી હતી. ત્યારબાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ તબક્કાવાર રેલીઓ યોજાતી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા સરદાર પટેલ સેવાદળના નેજા હેઠળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે નવ વાગ્યે ગાંધીનગરના ઘ-૦ સર્કલથી શરૃ થયેલી આ રેલીમાં સમગ્ર જિલ્લામાંથી હજ્જારો પાટીદારો ઉમટી પડયા હતા. એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે આ રેલી નીકળી હતી જેમાં અનામતની માંગ માટે વિવિધ પ્લેકાર્ડ પણ પ્રદર્શિત કરાયા હતા. રેલીને ધ્યાનમાં રાખી ચાંપતો પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. સત્યાગ્રહ છાવણી ખાતે સભામાં ફેરવાયેલી આ રેલીને પાટીદાર આગેવાનોએ સંબોધી પણ હતી. ગાંધીનગર જિલ્લા સરદાર પટેલ સેવાદળના પ્રમુખ ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, તદ્દન

રેલીને નિષ્ફળ બનાવવા ભાજપના આગેવાનોના ધમપછાડા માથે પડયા!
ગાંધીનગર,સોમવાર
સમગ્ર રાજ્યમાં જ્યારે પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર ખાતેની રેલીને નિષ્ફળ બનાવવા ભાજપના આગેવાનો છેલ્લા અઠવાડીયાથી ધમપછાડા કરી રહયા હતા. આસપાસના ગામોમાં જઈ પાટીદાર આગેવાનોને રેલીમાં નહીં જોડાવા  સમજાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સરકાર હાલ ભાજપની છે અને પાટીદાર તરફી હોવાથી તેની સામે આ પ્રકારની રેલી નહીં યોજવા પણ આગેવાનો અને નેતાઓ દ્વારા મનાવવાનો પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આજે નીકળેલી રેલી બાદ ભાજપના આ નેતાઓના ધમપછાડા માથે પડયા હોય તેવું લાગી રહયું હતું. સમાજને અનામતનો લાભ અપાવવા માટે નીકળેલી રેલીમાં બાર હજારથી વધુ પાટીદારો ઉમટી પડતાં સરકાર પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારે આજની રેલીમાં ભાજપના પાટીદાર આગેવાનો અને કાર્યકરો સમાજને સમર્થન આપવા માટે જોડાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.