સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 7 December 2017

‘‘જય સરદાર, જય પાટીદાર, ભારત માતાની જય''ના નાદ સાથે અમેરિકામાં ‘‘પાટીદાર ફાઉન્‍ડેશન''નું લોચીંગઃ - ઓખીનું સંકટ ટળી ગયુ પણ રાજ્યભરમાં કાશ્મીરી ઠંડી - રીઝર્વ બેંકે ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેકશન પર ચાર્જ ઓછો કર્યો - ભાજપનું અનોખું આમંત્રણ કાર્ડ ગુજરાતમાં પાકેલી કપાતર કોંગ્રેસના વિદાય સમારંભમાં જરૂરથી પધારજો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

‘‘જય સરદાર, જય પાટીદાર, ભારત માતાની જય''ના નાદ સાથે અમેરિકામાં ‘‘પાટીદાર ફાઉન્‍ડેશન''નું લોચીંગઃ ‘‘યુનાઇટેડ વી સ્‍ટેન્‍ડ''ના સૂત્ર સાથે વિશ્વભરના પાટીદારોને એક મંચ ઉપર લાવવા તથા તમામ જ્ઞાતિ અને ફિરકાના ગુજરાતી ભારતીયોને એક સૂત્રે સાંકળવાનો હેતુઃ રોયલ આલ્‍બર્ટ પેલેસ એડિસન, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા લોંચીંગ પ્રોગ્રામમાં પાટીદાર તથા કોમ્‍યુનીટી અગ્રણીઓ, કાઉન્‍સીલમેન તેમજ વિશાળ સંખ્‍યામાં ભારતીય સમુદાયની ઉપસ્‍થિતિ
‘‘જય સરદાર, જય પાટીદાર, ભારત માતાની જય''ના નાદ સાથે અમેરિકામાં ‘‘પાટીદાર ફાઉન્‍ડેશન''નું લોચીંગઃ ‘‘યુનાઇટેડ વી સ્‍ટેન્‍ડ''ના સૂત્ર સાથે વિશ્વભરના પાટીદારોને એક મંચ ઉપર લાવવા તથા તમામ જ્ઞાતિ અને ફિરકાના ગુજરાતી ભારતીયોને એક સૂત્રે સાંકળવાનો હેતુઃ રોયલ આલ્‍બર્ટ પેલેસ એડિસન, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા લોંચીંગ પ્રોગ્રામમાં પાટીદાર તથા કોમ્‍યુનીટી અગ્રણીઓ, કાઉન્‍સીલમેન તેમજ વિશાળ સંખ્‍યામાં ભારતીય સમુદાયની ઉપસ્‍થિતિ
         
         (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકા, કેનેડા ઉપરાંત વિશ્વભરના પાટિદારોને એક મંચ ઉપર લાવવાના ઉમદા હેતુથી પાટિદાર ફાઉન્‍ડેશનની તાજેતરમાં સ્‍થાપના કરાઇ છે. ‘‘યુનાઇટેડ વી સ્‍ટેન્‍ડ''ના સૂત્ર સાથે માત્ર પાટિદારો જ નહીં, પરંતુ વિશ્વભરના તમામ જ્ઞાતિ અને ફિરકાના ગુજરાતી, ભારતીયોને એક સૂત્રે સાંકળવાનો પ્રયાસ આ સંસ્‍થા કરશે.
         હોટલ બિઝનેસના અગ્રણી શ્રી મૌલેશ પટેલ સહિત ભારતીય સમુદાયના અગ્રણીઓએ આ નવા પ્રતિષ્‍ઠાનની સ્‍થાપના કરી છે. આ નિમિતે અમેરિકામાં એડિસન, ન્‍યુજર્સી ખાતે એક મિલન સમારોહનું આયોજન કરાયું હતું. ભારતીય સમુદાયના લોકોએ ઉત્‍સાહથી ઉપસ્‍થિત રહીને આ પ્રસંગને માણ્‍યો હતો. મહિલાઓની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ હતી.
         રોયલ આલ્‍બર્ટ  પેલેસ, એડિસન (ફોર્ડઝ) ખાતે યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ પટાંગણમાં આવેલા ૨૨ની વિશાળ સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરીને કરાયો હતો.
         પુષ્‍પાંજલિ બાદ ભારતના રાષ્‍ટ્રીગત ‘‘જનગણ મન'' ને સમૂહે ગાયું હતું. અને ‘‘જય સરદાર, જય પાટિદાર'', ભારત માતાની જયના નારાઓ પણ બુલંદ અવાજે સહુએ લગાવ્‍યા હતા.
         એપિટાઇઝર બાદ કાર્યક્રમનું સંચાલન જાણીતા અગ્રણી અને ફોટોગ્રાફર  તથા સંચાલક શ્રી મુકેશ કાશીવાલાએ શરૂ કર્યુ હતુ. કાર્યક્રમની પૂર્વ ભૂમિકા બાંધી મૌલેશ પટેલની કામગીરીનો આછો ચિતાર પણ તેમણે આપ્‍યો હતો.
         જાણીતા પત્રકાર અને સામાજિક કાર્યકર તથા ગુજરાત ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રી કૌશિક અમીને ‘પાટિદારો'ની ઓળખ, તેમની ગૌરજગાથી તથા સરદાર પટેલનું ગુજરાતને પ્રદાનના મુદ્દાઓને આવરીલઇ કાર્યક્રમના હેતુ અને પાટિદારોની સામાજિક જવાબદારીઓ, ફરજ તથા વતન પરસ્‍તિ સાથે શું ભૂમિકા છે તેની વિશદ છણાવટ કરી હતી. પાટિદારોના પૂર્વજોના ભારત આગમન, કૃષિ વ્‍યવસાય અને વિશ્વમાં કરેલી હરણફાળ પ્રગતિનો ચિતાર આપતા તેમણે જણાવ્‍યું હતું કે ‘‘અનામત લાવો નહી, અનામત હટાવો'' પાટિદારોનો મંત્ર હોવો જોઇએ ખેતીની જેમજ એક પાટિદાર દસને રોજગાર, સહાય આપે તે ખમીરને ઉજાગર કરવાની તેમણે હાકલ કરી હતી. મૌલેશ પટેલના આ ભગીરથ પ્રયાસને પણ તેમણે બિરદાવ્‍યો હતો. શ્રી કૌશિક અમીનના વકતવ્‍યને સહુએ આવકાર્યુ હતું.
         દીપ પ્રાગટયની વિધિ ગણેશસ્‍તુતિ સાથે પાટિદાર સમાજના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં કરાઇ. સરદાર પટેલના પરિવારના શ્રી પ્રફુલ્લભાઇ પટેલની ઉપસ્‍થિતિ ઉલ્લેખનીય કરી ન્‍યુયોર્કના ગુજરાતી સમાજના પૂર્વ પ્રમુખો સર્વશ્રી હર્ષદભાઇ પકાજી પટેલ, શ્રી હીરૂભાઇ પટેલ, શ્રી વિષ્‍ણુભાઇ પટેલ, શ્રી આર.ડી.પટેલ, શ્રી મીનેષ પટેલ, ન્‍યુજર્સીના અગ્રણી શ્રી પિયુષ પટેલ, ડો.જયેશ પટેલ, શ્રી વીરૂ પટેલ, શ્રી જયંત પટેલ (વાય.ડી.એસ), ઉપરાંત ન્‍યુજર્સીના અન્‍ય અગ્રણીઓ શ્રી કપિલ શાહ, કાઉન્‍સિલ મેનશ્રી પાટિલ, સંગીતકાર  શ્રી ગુરૂજીની ઉપસ્‍થિતિ સવિશેષ ધ્‍યાન ખેંચતી હતી.
         સંબોધન કરતાં જાણીતા ફિલોન્‍થ્રોપીસ્‍ટ શ્રી પિયુષ પટેલે જણાવ્‍યું હતું કે પાટિદાર હોવાનું અને ગૌરવ છે. સરદાર પટેલને તેમણે ‘વીઇનરી'દૃષ્‍ટા તરીકે ઓળખાવ્‍યા એકતા પર તેમણે ભાર મૂકતા જણાવ્‍યું કે એકતા માટે સભ્‍ય સંખ્‍યાએ ચિરાગનું કાર્ય કરશે. ત્‍યારબાદ જર્સીના અગ્રણી તબીબ ડો.જયેશ પટેલે પોતાની શુભેચ્‍છાઓ પાઠવતાં પોતાની સેવાઓ સતત આપવાની ખાત્રી આપી હતી. તેમણે કહ્યું કે ‘‘આપણે ગુજરાતી પહેલાં બનીએ, પછી પાટિદાર'' ન્‍યુયોર્કના જાણીતા મોટેલિયર અને સામાજિક કાર્યકર્તા શ્રી હર્ષદભાઇ પકાજી પટેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યુ હતું કે ‘‘આ સંસ્‍થા માત્ર પાટિદારો જ નહીં, પરંતુ સમાજના દરેક ભારતીયો માટે ખુલ્લી રહેશે'' ભાઇશ્રી મૌલેશ પટેલને મારો તન-મન અને ધનથી બીનશરતી ટેકો છે, જેમાં જરૂર જણાય ત્‍યાં મારો સાથ સહકાર રહેશે. વુડબ્રીજના કાઉન્‍સીલમેન અને દક્ષિણ ગુજરાતના પાટિદાર સમાજના અગ્રણી શ્રીવીરૂ પટેલે પાટિદાર સમાજના લોકોની વિચક્ષણતો, અને પ્રગતિના વખાણ કર્યા હતા. વધુને વધુ ભારતીયો અમેરિકાના રાજકારણના મુખ્‍ય પ્રવાહમાં ભળે તેવી ઇચ્‍છા પણ વ્‍યક્‍ત કરી હતી. ન્‍યુયોર્ક ગુજરાતો સમાજના  પ્રમુખ શ્રી મીનેષ પટેલે પણ પોતાના સમર્થનની ખાત્રી આપી હતી.
         પાટિદાર ફાઉન્‍ડેશનની પરિકલ્‍પનાની વાત કરતાં શ્રી મૌલેશ પટેલે આ સંસ્‍થાની કામગીરી શું રહેશે તેનો ચિતાર આપ્‍યો. પાટિદાર ડોટ ઓઓરજી વેબસાઇટની પણ તેમણે ઉપસ્‍થિતોને જાણ કરી. પાટિદાર ફાઉન્‍ડેશનની સ્‍થાપના સમાજની અસ્‍મિતા, આત્‍મગૌરવ અને સખંડિતતાના આહુવાનમાં આજના ડિજીટલ યુગમાં જોડાઇને સમાજની એકતા સાધવાનો હેતુથી કરાઇ છે. સમાજના પ્રશ્નોને વાચા આપવાનું અસરકારક માધ્‍યમ આ સંસ્‍થા બનશે તેવી કામગીરી, સંસ્‍કાર સિંચન, શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે માર્ગદર્શનરૂપ કામગીરીનો સમન્‍વય સાધવાનો, સુનિશ્વિત પ્રયાસ કરવાનો આશય તેમણે સ્‍પષ્‍ટ કર્યો હતો.
         ભારતીય સમુદાયના વિવિધ જુથોના એક સુત્રીકરણનો અભિગમ પણ તેમણે વ્‍યક્‍ત કર્યો. પ્રાદેશિક, રાષ્‍ટ્રીય તથા આંતર રાષ્‍ટ્રીય સ્‍તરે પાટિદાર સમાજનું સંગઠિત પ્રતિનિધિત્‍વ સંકલિત કરવાના પ્રયાસો સતત હાથ ધરાશે તેમ જણાવતાં સહુ કોઇના સહકારની આ યજ્ઞમાં અપેક્ષા છે તેમ કહ્યું હતું.
         શ્રી મૌલેશ પટેલના આ નવા જ કાર્યક્રમને ઉપસ્‍થિત સહુએ આવકાર્યો હતો.
         કાર્યક્રમનું સંચાલન શ્રી મુકેશ કાશીવાલાએ સુપેરે વાર પાઠયુ હતુ. ડી.જે.રાજે સુંદર સંગીત, અને લાઇટ,સાઉન્‍ડ સાથે કાર્યક્રમને જીયંત બનાવ્‍યોહતો. કાર્યક્રમના આયોજન અને સફળતા માટે ભાઇશ્રી સમીર રાવલે દિવસો સુધી જહેમત ઉઠાવી હતી. સમીર રાવલે કાર્યક્રમના અંતે સહુની આભારવિધિ પણ કરી હતી.
         સરસ મજાની રહા શ્રી દિલિપ ભટ્ટે આપી હતી. શ્રી જશવંતમોદી, શ્રી ધનંજયભાઇ, શ્રી વલ્લભ રાોડ, શ્રી અભય શુકલએ પોતાની સેવાઓ આપી હતી. રોયલ આલ્‍બર્ટ પેલેસ ખાતે યોજાયેલ આ સભા પાટિદાર સમાજ માટે નવુંજ પ્રસ્‍થાન બની રહેશે. વધુ માહિતિ માટે આપ શ્રી મૌલેશ પટેલ ફોન નંબરઃ ૩૪૭-૪૦૪-૧૪૪૧,૧૯૬૭ ીર્ંત્ત્ વ્‍શ્વફૂફૂ ય્‍ીર્ંફુ, ચ્‍ફુશતંઁ ફથ્‍ ૦૮૮૩૭,ફૂર્ળીશશ્રઃશઁશ્‍ંર્ક્‍ષ્ટીદ્દશફર્ુીશ્વ.ંશ્વ અને ષ્‍ફૂણુતશદ્દફૂઃરૂરૂરૂ.ર્ષ્ટીદ્દશફર્ુીશ્વ.ંશ્વ  પર સંપર્ક કરી શકશો. તેવું શ્રી કૌશિક અમિતની યાદી જણાવે છે.

Source :-http://www.akilanews.com/07122017/nri-news/1512577917-13538

ઓખીનું સંકટ ટળી ગયુ પણ રાજ્યભરમાં કાશ્મીરી ઠંડી
નલિયા - વલસાડમાં મહત્તમ તાપમાન નોંધાયું
ઓખીનું સંકટ ટળી ગયુ પણ રાજ્યભરમાં કાશ્મીરી ઠંડી
   નવી દિલ્હી તા. ૭ : ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનું સંકટ તો તળી ગયુ છે પરંતુ ઓખીની અસરને કારણે રાજયભરમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. સામાન્યપણે અમદાવાદમાં દિવસે ૩૦ સેલ્સિયસ તાપમાન હોય છે જે બુધવારના રોજ ૧૯ સેલ્સિયસ થઈ ગયુ હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન ૧૯.૧ સેલ્સિયસ નોંધાયુ હતુ જે સામાન્ય કરતા ૧૧.૭ સેલ્સિયસ ઓછું છે. IMD, ગુજરાતના ડિરેકટર જયંત સરકાર જણાવે છે કે, ઓખી વાવાઝોડાનું જોર ઘણું ઝડપથી નબળુ પડી ગયુ. ટુંક સમયમાં ગુજરાતનું વાતાવરણ સામાન્ય થઈ જશે. ગુરુવારના રોજ રાજયના ઘણાં વિસ્તારમાં તડકો પણ જોવા મળશે.
   જયંત સરકારે આગળ જણાવ્યું કે, દિવસના તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે, પરંતુ રાતે તાપમાન ઘટવાની શકયતા છે. બુધવારના રોજ રાજયમાં નલિયા અને વલસાડમાં સૌથી ઓછું તાપમાન હતુ. ૧૨.૬ સેલ્સિયસ તાપમાન સાથે રાજયમાં સૌથી વધારે ઠંડી ત્યાં હતી. આવા તાપમાનમાં ઈન્ફેકશન અને અન્ય બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકી જણાવે છે કે, દરેકને દિવસમાં ૨-૩ વાર હુંફાળુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે અને બહારનો ખોરાક લેવાનું ટાળવુ જોઈએ. આવા વાતાવરણમાં કબજિયાત અને અન્ય પેટની બીમારીઓ વધી જાય છે.
   ઘણાં અમદાવાદીઓ આ વાતાવરણને કારણે ખુશ થયા છે. વેજલપુરમાં રહેતા ફાલ્ગુની પટેલ જણાવે છે કે, સારૃં છે કે આજે વરસાદ નથી પડ્યો. આ વાતાવરણને કારણે મારા ગળામાં ઈન્ફેકશન થઈ ગયું છે, પરંતુ કાળઝાળ ગરમી કરતા આવુ ઠંડક વાળુ વાતાવરણ વધારે સારૂ છે.

Source :-http://www.akilanews.com/07122017/main-news/1512620437-119289

રીઝર્વ બેંકે ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેકશન પર ચાર્જ ઓછો કર્યો
ડિજીટલ લેણદેણ પર લાગશે ઓછો ચાર્જઃ QR અને MDR ટ્રાન્જેકશન ચાર્જ ઘટયો
રીઝર્વ બેંકે ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેકશન પર ચાર્જ ઓછો કર્યો
   મુંબઇ તા. ૭ : ડિજિટલ લેણદેણને વધારો આપવાના ઉદ્દેશ્યથી ભારતીય રિઝર્વ બેન્કે ડેબિટ કાર્ડ ટ્રેન્ઝેકશન પર બુધવારે ચાર્જમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત આવા કાર્ડથી લેણદેણ માટે અલગ-અલગ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ નક્કી કરવામાં આવ્યા છે. કેન્દ્રિય બેન્કની હાલની નોટિફિકેશન અનુસાર ૨૦ લાખ રૂપિયા સુધી વાર્ષિક કારોબાર કરનારા નાના મર્ચન્ટ માટે MDR ચાર્જ ૦.૪૦ ટકા કરી દીધો છે. જેમાં પ્રત્યેક લેણદેણ પર ચાર્જની સીમા ૨૦૦ રૂપિયા રહેશે. આ ચાર્જ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા POS દ્વારા લેણદેણ પર લાગૂ થશે.
   તો QR કોડ આધારિત લેણદેણમાં ચુકવણી સ્વીકારવા પર ચાર્જ ૦.૩૦ ટકા રહેશે અને તેમાં પ્રત્યેક ડિલ પર ૨૦૦ રૂપિયાના ચાર્જની સીમા નક્કી છે. જો કોઈ વેપારીનો વાર્ષિક કારોબાર ૨૦ લાખ રૂપિયાથી વધારે છે તો MDR ૦.૯૦ ટકા હશે. અને તેમાં પ્રત્યેક લેણદેણ પર ૧,૦૦૦ રૂપિયાનો ચાર્જ હશે. તેમાં QR કોડ દ્વારા લેવડ દેવડ પર ચાર્જ ૦.૮૦ અને મહત્ત્।મ ચાર્જની રકમ ૧૦૦૦ રૂપિયા રહેશે.
   MDR બેન્ડ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મર્ચન્ટ એટલે કે વ્યાપારિક એકમ પર લાગે છે. તેના અંતર્ગત કેન્દ્રિય બેન્કના કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારનારા વેપારી એકમોના નેટવર્કનો વિસ્તાર વધારવા માટે ચાર્જના દરોમાં ફેરફાર કર્યો છે. તેનું એક લક્ષ્ય બેન્કોની રોકડ રહિત અથવા ઓછી રોકડ વાળી પ્રણાલીઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનું છે.
   આ પહેલા કેન્દ્રિય બેન્કએ બુધવારે મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ના પ્રસ્તાવ સાથે આ વિશે વિકાસાત્મક અને નિયામકીય નીતિઓ પર નિવેદન જારી કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે મર્ચેન્ટ એકમોના વિસ્તૃત નેટવર્ક પર સામાન તથા સેવાઓની ખરીદી માટે ડેબિટ કાર્ડથી ચુકવણીને વધારે જોર આપવાના ઉદ્દેશ્યથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માટે રૂપરેખા યુકિતસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમડીઆર ડેબિટ કાર્ડ દ્વારા લેવડ દેવડ પર મર્ચેન્ટની શ્રેણીના આધાર પર લાગૂ થાય છે.
   મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ(MDR) તે કમિશન હોય છે જે પ્રત્યેક કાર્ડ ટ્રાન્જેકશન સેવા માટે દુકાનદાર બેન્કને આપે છે. પોઈન્ટ ઓફ સેલ મશીન બેન્ક દ્વારા લગાવવામાં આવે છે. ૨૦૧૨થી ભારતીય રિઝર્વ બેન્કે ૨,૦૦૦ રૂપિયાના ડેબિટ કાર્ડ ટ્રાન્જેકશન પર ૦.૭૫% MDR નક્કી કરી રાખી છે. જયારે ૨,૦૦૦થી ઉપરના ટ્રાન્જેકશન પર ૧% MDR લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બેન્ક દ્વારા MDR તરીકે કમાણી કરેલી રકમમાંથી કાર્ડ દ્વારા બેન્ક અને કેટલોક હિસ્સો પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ જેવા વીઝા, માસ્ટરકાર્ડ અથવા NPCIને આપવામાં આવે છે. આ ચાર્જના કારણે જ દુકાનદાર કાર્ડથી પેમેન્ટ પર ખચકાય છે
 (09:53 am IST)

Source :- http://www.akilanews.com/07122017/main-news/1512620555-119290


ભાજપનું અનોખું આમંત્રણ કાર્ડ ગુજરાતમાં પાકેલી કપાતર કોંગ્રેસના વિદાય સમારંભમાં જરૂરથી પધારજો
એકેએક ગુજરાતી સુધી આ પત્રિકા પહોંચાડવા માટે વીસ હજાર લોકોને બેસાડી દેવામાં આવ્યા છે
ભાજપનું અનોખું આમંત્રણ કાર્ડ ગુજરાતમાં પાકેલી કપાતર કોંગ્રેસના  વિદાય સમારંભમાં જરૂરથી પધારજો
      ગુજરાત વિધાનસભાના ફર્સ્ટ ફેઝનું કેમ્પેન આજે પુરું થશે અને શનિવારે અને માટેનું વોટીંગ થશે, જયારે સેકન્ડ ફેઝનું કેમ્પેન મંગળવારે બંધ થશે અને વોટીંગ ગુરુવારે કરવામાં આવશે. મત ગણતરી ૧૮ ડીસેમ્બરે થશે. આ મત ગણતરીના દિવસે શું રિઝલ્ટ આવશે એની અત્યારથી જ કલ્પના કરીને બીજેપીએ એક ઇન્વિટેશન કાર્ડ બનાવ્યું છે. જે વાઇરલ કરવામાં આવશે અને એ ગુજરાતમાં રજિસ્ટર હોય એ તમામ મોબાઇલ સુધી પહોંચતું કરવામાં આવશે. આ ઇન્વિટેશન-કાર્ડને કોંગ્રેસ વિદાયમાન કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડની પરિકલ્પના બીજા કોઇની નહીં પણ કેન્દ્રીય પ્રધાન પરષોતમ રૂપાલાની હતી અને તેમણે આ આઇડીયા ગુજરાત બીજેપીને આપ્યો અને ગુજરાત બીજેપીએ આ ઇન્વિટેશન-કાર્ડ ડીઝાઇન કર્યુ. ગુજરાતમાં અત્યારે અંદાજે સવા બે કરોડ મોબાઇલ છે. એ તમામ મોબાઇલ સુધી આ ઇન્વિટેશન - કાર્ડ પહોંચે એ માટે બીજેપીએ વીસ હજાર લોકોને કામે લગાડી દીધા છે અને આ કામ આજ સવારથી શરૂ પણ થઇ ગયું છે.
      લગ્નપત્રિકામાં પરિવારનાં બાળકોનો ટહૂકો લખવામાં આવતો હોય છે. આ કાર્ડમાં પણ ટહૂકો લખવામાં આવ્યો છે અને એ ટહુકામાં વિકાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Source :- http://www.akilanews.com/07122017/main-news/1512627092-119296

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application












Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment