સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 14 December 2017

વિકાસ કે નવસર્જન ? પાટીદારો - ઓબીસી કઇ તરફ ? શહેરી મતદારો કોનાથી નારાજ ? ગુજરાતમાં કોણ કરશે રાજ ? ફેંસલો EVMમાં કેદ - વડોદરા શહેર-જિલ્લામાં મતદાન શરૂ, અનેક સ્થળોએ EVM ખોટકાયા - જાણો મોદી-રાહુલ-યોગીની પાટણની સભાઓનો ખર્ચ ક્યા ઉમેદવારોના માથે - મહેસાણા: ટ્રાફિક કર્મીનો ગળે ટુપો ખાઈ આપઘાત, ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ - અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની કેરીઅર દાવ પર - પાકે. જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની ભારતની અરજી ફગાવી

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

વડોદરા શહેર-જિલ્લામાં મતદાન શરૂ, અનેક સ્થળોએ EVM ખોટકાયા

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. સવારથી જ લોકો મતદાન કરવા માટે ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. કેટલાક મતદાન મથકો પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. તો ક્યાંક ધીમી ગતીએ મતદાન થઇ રહ્યુ છે. અનેક સ્થળોએ ઇવીએમ ખોટકાયા હોવાની માહિતી મળી છે.

-વડોદરામાં ઠેર ઠેર વોટિંગ મશીન ખોટકાયા
-ઝેનિથ સ્કૂલ, જીવન ભારતી સ્કૂલ, લાલ બહાદુર સ્કૂલ, તાંદળજા વગેરે
-એકતા નગર, આજવા રોડ અને સયાજીગંજ પર ઇવીએમ ખોટકાયા
-યાકુતપુરા, વારસિયા રિંગ રોડ, મંગલેશ્વર ઝાપા રોડ પર ઇવીએમ ખોટકાયા
-છોટાઉદેપુર, ડભોઇ અને સાવલીમાં ઇવીએમ ખોટકાયા
-વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ ગામમાં ઇવીએમ ખોટકાયુ
વડોદરામાં 7 હજાર પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે
વડોદરા શહેરના 1300 મતદાન બૂથ પર મતદાન થઇ રહ્યુ છે. 420 પોલિંગ ઇમારતો પૈકી 167 મકાન સંવેદનશીલ છે. જે ગત વિધાનસભાની ચૂંટણી કરતાં 2થી 3 ટકા વધારે શહેરની 5 તેમજ જિલ્લાની 3 બેઠકને અડીને આવેલા 131 ઝોન રૂટ પૈકી શહેરના 127 તેમજ ગ્રામ્યના 4 ઝોન પર સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની 33 કંપનીઓ પર બંદોબસ્ત તૈનાત કરાઇ છે. સૌપ્રથમવાર નેપાળ અને ભૂતાનની સીમા સુરક્ષા બલના જવાનો ચૂંટણીમાં ફરજ બજાવી રહ્યા છે.
વડોદરા શહેરના મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થામાં 1421 પોલીસ કર્મચારીઓ, 1731 હોમગાર્ડના જવાનો, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ, આરએએફ, સીમા સુરક્ષા બલ( એસએસબી) તેમજ બીએસએફના 3000 થી વધુ જવાનો તૈનાત છે. આ ઉપરાંત રાજસ્થાનના આર્મ જવાનો પણ બંદોબસ્તમાં ખડેપગે છે. ચૂંટણી પ્રક્રિયામાં અંદાજે 7000 પોલીસ કર્મચારીઓ અને જવાનો ફરજ બજાવી રહ્યા છે. શહેરનાં 11 નાકાં પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થઇ રહ્યુ છે. પોલીસ કર્મચારીઓની ઝોનવાઇઝ ફાળવણી મોબાઇલ એપબેઝ કરવામાં આવી છે.
વડોદરા શહેર-જિલ્લામાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની 58 કંપનીનો બંદોબસ્ત ગોઠવાયો છે. 1267 ઇમારતોમાં 2443 મથકો પર મતદાન થઇ રહ્યુ છે. જિલ્લામાં કુલ 893 ક્રિટિકલ બૂથો નક્કી કરવામાં આવ્યા છે. 91 બૂથો વલ્નેરેબલ નક્કી કર્યાં છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-LCL-early-morning-voting-start-in-vadodara-city-and-district-NOR.html?ref=ht


મહેસાણા: ટ્રાફિક કર્મીનો ગળે ટુપો ખાઈ આપઘાત, ખિસ્સામાંથી મળી સુસાઈડ નોટ

સ્યુસાઇડ નોટમાં પોલીસકર્મીએ લખ્યું, સાસરિયાંને સજા થશે તો મારી આત્માને શાંતિ મળશે

મહેસાણા: ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ બુધવારે વહેલી સવારે પોલીસ ક્વાર્ટરમાં ગળે ટૂંપો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. પોલીસકર્મીના ખિસ્સામાંથી મળી આવેલી ચીઠ્ઠીમાં તેના સાસરી પક્ષના લોકોને સજા થવી જોઇએ તો જ મારા આત્માને શાંતિ મળશે તેવો ઉલ્લેખ કરાયો છે. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે.

ગુજરાતી અને અંગ્રેજીમાં લખાયેલી બંને ચિઠ્ઠી હસ્તાક્ષર નિષ્ણાંતને મોકલાઈ
મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટરમાં બ્લોક, 13 બીના રૂમ નંબર 147ના રસોડામાં ટ્રાફિક શાખામા ફરજ બજાવતા 32 વર્ષના જગદીશ પુંજાભાઇ પરમારની લાશ લટકતી હોવાની જાણ થતા જ ડીવાયએસપી ભક્તીબેન ઠાકર, ડીવાયએસપી મંજીતા વણઝારા અને અન્ય પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. નાયલોનના દોરાથી પંખા સાથે ગળેટૂંપો ખાઇ આપઘાત કરનાર પોલીસકર્મીની લાશ નીચે ઉતારી પીએમ માટે લઇ જતા પહેલા તેના કપડાની જડતી સમયે ગુજરાતી અને અંગ્રેજીમા સહી કરેલી બે ચીઠ્ઠીઓ મળી આવી હતી. જેમાં સાસરિયાઓને શિક્ષા કરવાનો ઉલ્લેખ કરાયો હતો. શહેર એ ડિવિઝન પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે અને ચિઠ્ઠીના આધારે પરિવાર મૃતકના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી શકે છે.
સાસરિયાનો અસહ્ય ત્રાસ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ

મળી આવેલી ચીઠ્ઠીમાં પોલીસકર્મીએ પત્ની અને સાસરીયાઓનો અસહ્ય ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથોસાથ ભાવેશ (ભાવિન) કેશવલાલ, કેશવલાલ ધનાભાઇ ડાભી, પાર્વતીબેન કેશવલાલ, અર્ચના કેશવલાલને કારણે પોતે આત્મહત્યા કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે બીજી ચિઠ્ઠીમાં સાસરી પક્ષના લોકોને સજા થવી જોઇએ તો જ મારી આત્માને શાંતિ મળશે તેવો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે આ બંને ચિઠ્ઠીઓ હસ્તાક્ષર નિષ્ણાંતને મોકલી આપવા તજવીજ કરી છે.
પત્ની સાથેના સંબંધો વણસ્યા હતા

જગદીશને કોઇ કારણોસર પત્ની સાથે સંબંધ વણસ્યા હતા. જેથી લાંબા સમયથી તેની પત્ની 7 વર્ષના પુત્ર સાથે પિયરમાં રહેતી હતી. આગેવાનોની દરમિયાનગીરીથી તાજેતરમાં સમાધાનનો પ્રયાસ થયો હતો પરંતુ કહેવાય છે કે, પોલીસકર્મીએ પત્નીને પોતાની સાથે રાખવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો અને જો તેને બળજબરી પૂર્વક લવાશે તો આપઘાત કરવાની પણ પરિવાર સામે ધમકી ઉચ્ચાર્યાનું ચર્ચાઇ રહ્યું છે.
સાસરિયાંનો અસહ્ય ત્રાસ હોવાનો સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ

સ્યુસાઇડ નોટમાં પોલીસકર્મીએ પત્ની અને સાસરિયાંનો અસહ્ય ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે ભાવેશ (ભાવિન) કેશવલાલ, કેશવલાલ ધનાભાઇ ડાભી, પાર્વતીબેન કેશવલાલ, અર્ચના કેશવલાલને કારણે પોતે આત્મહત્યા કરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે. બીજી નોટમાં સાસરી પક્ષના લોકોને સજા થવી જોઇએ તો જ મારી આત્માને શાંતિ મળશે તેવો ઉલ્લેખ કર્યો છે. પોલીસે બંને ચિઠ્ઠી હસ્તાક્ષર નિષ્ણાતને મોકલી આપવા તજવીજ કરી છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-traffic-branch-personnel-commit-suicide-in-police-head-quarter-gujarati-news-5768636-NOR.html

જાણો મોદી-રાહુલ-યોગીની પાટણની સભાઓનો ખર્ચ ક્યા ઉમેદવારોના માથે

મોદીની સભાના ખર્ચ ભાજપના 3 ઉમેદવારોનાં માથે, અને રાહુલની સભા ખર્ચ કોંગ્રેસના 2 ઉમેદવાર માથે

પાટણ: ગુરુવારે બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણી છે ત્યારે પાટણ જિલ્લામાં આવેલા ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની સભાના ખર્ચ તંત્ર દ્વારા ઉમેદવારોના હિસાબમાં ઉધારી દેવામાં આવ્યો છે. જેમાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભાનો ખર્ચ ઉધારવામાં આવ્યો છે.પાટણ ખાતે ભાજપના પ્રચારમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો ચૂંટણી તંત્રએ કુલ ખર્ચ રૂ.541970 અંદાજી સભામાં હાજર રહેનાર પાટણના ઉમેદવાર રણછોડ દેસાઇ, ચાણસ્માના ઉમેદવાર દિલીપ ઠાકોર અને સિદ્ધપુર બેઠકના ઉમેદવાર જયનારાયણ વ્યાસના હિસાબમાં રૂ.180657 સરખા ભાગે ઉધારવામાં આવ્યા છે.

કોંગ્રેસ કરતા ભાજપના સ્ટાર પ્રચારકોની સભાનો ખર્ચ વધારે

જ્યારે હારીજ ખાતે યોજાયેલી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો સભાનો કુલ ખર્ચ રૂ. 56949 તંત્ર દ્વારા ગણવામાં આવ્યો છે. આ સભામાં હાજર રહેલા કોંગ્રેસના રાધનપુર બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ચાણસ્મા બેઠકના ઉમેદવાર રઘુ દેસાઇના હિસાબમાં રૂ.28474નો ખર્ચ ઉધારવામાં આવ્યો છે. જ્યારે રાધનપુર ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાનો કુલ ખર્ચ રૂ.124726 ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોર આ સભામાં ઉપસ્થિત હોવાથી તેમના હિસાબમાં તંત્ર દ્વારા ઉધારવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ કરતાં ભાજપના બન્ને સ્ટાર પ્રચારકની સભાનો ખર્ચ વધારે છે.
હેલીકોપ્ટરનો ખર્ચ પક્ષમાં ઉધરે છે

ભાજપ-કોંગ્રેસના પ્રચાર માટે સ્ટાર પ્રચારકો જે હેલીકોપ્ટર લઇને આવે છે તેનો ખર્ચ ઉમેદવાર નહીં પરંતુ પક્ષના હિસાબમાં ઉધારવામાં આવે છે. યોગી આદિત્યનાથના હેલીકોપ્ટરનો ખર્ચ રૂ.3.48 લાખ ભાજપ પક્ષના હિસાબમાં ઉધારવામાં આવ્યો છે.

સભાના વિવિધ ખર્ચ નિયમ મુજબ ગણાયા


સ્ટાર પ્રચારકોની સભામાં બાંધવામાં આવેલા પંડાલ, સ્ટેજ, ખુરશીઓ, પડદા, માઇક્રોફોન, સેટ સ્પીકરો, એલઇડી ડિસપ્લે, બેરીકેટ, લાઇટો, સોફા અને મોટા ફુલહાર સહિતની વિવિધ વસ્તુઓના ખર્ચ તંત્ર દ્વારા નક્કી કરેલા ભાવ પ્રમાણે ગણતરી કરીને સભામાં હાજર રહેલા ઉમેદવારોના હિસાબમાં ઉધારવામાં આવે છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-LCL-learn-about-the-expenses-of-modi-rahul-yogi-meetings-on-candidates-head-gujarati-5768687-PHO.html

અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની કેરીઅર દાવ પર


નવી દિલ્હી તા. ૧૪ :.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં યુવા આંદોલનકારી તરીકે અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ગુજરાતના રાજકારણમાં ઊભરી આવ્યા હતાં. તેમની લડતને પગલે તેમણે રાજકારણમાં પણ ઝૂકાવતાં આજે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની રાજકીય કેરીઅર દાવ પર લાગી છે.
દારૂના દૂષણ અને વ્યસનના વિષચક્ર સામે માથું ઊંચકીને ગુજરાતમાં આંદોલન કરનાર ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું નામ ગુજરાતમાં ગાજતું થયું હતું. ઉના દલિત અત્યાચારકાંડ બાદ દલિતોને મુદ્ે તેમને હકક અપાવવા મેદાને પડેલા દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ગુજરાત સહિત દેશમાં પોતાના આંદોલનથી ખાસ્સી ચર્ચા જગાવી હતી.
પાછળથી અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઇ ગયા તો જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા નહીં, પરંતુ ટેકો જાહેર કર્યો. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો જિજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીને સપોર્ટ કરતાં આ બેઠક પરથી એનો ઉમેદવાર ઊભો નથી. રાખ્યો.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/14-12-2017/67217

વિકાસ કે નવસર્જન ? પાટીદારો - ઓબીસી કઇ તરફ ? શહેરી મતદારો કોનાથી નારાજ ? ગુજરાતમાં કોણ કરશે રાજ ? ફેંસલો EVMમાં કેદ

ગુજરાત વિધાનસભાની બીજા અને અંતિમ તબક્કાની ૯૩ બેઠકો માટે બીજા તબક્કાનું ધીંગુ મતદાનઃ ઠેર-ઠેર મતદારોની લાઇનોઃ ઉત્સવ જેવો માહોલઃ અનેક મહારથીઓની પ્રતિષ્ઠા દાવ ઉપરઃ ર.રર કરોડ મતદારોએ ૮પ૧ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કર્યુઃ મોદી, અડવાણી, શાહ, આનંદીબેન, નીતિનભાઇ પટેલ, હીરાબા સહિતના દિગ્ગજોએ કર્યુ મતદાનઃ મોદીના વડનગર તથા અલ્પેશ અને જીજ્ઞેશ ઉપર સૌનુ ધ્યાન

નવી દિલ્હી તા.૧૪ : ગુજરાતમાં સત્તાના સિંહાસને કોણ બીરાજમાન થશે ? વિકાસ કે નવસર્જન મહત્વનું પાસુ બનશે ? પાટીદારો અને ઓબીસી કયા પક્ષ તરફ ઢળ્યા ? શહેરી વોટર્સ કોનાથી નારાજ ? મોદી મેજીક ચાલ્યો કે પછી રાહુલનો કરિશ્મા છવાયો ? આ બધા પ્રશ્નોનો જવાબ આજે ર.રર કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન થકી આપી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભાની બીજા અને અંતિમ તબક્કાની ૯૩ બેઠકો માટે સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થયુ છે જે સાંજે પ વાગ્યા સુધી ચાલશે. આજે અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. સાંજે મતદાન પુરૂ થયા બાદ એકઝીટ પોલ જારી થશે અને એ સાથે પરિણામનું કાઉન્ટ-ડાઉન શરૂ થશે. ૧૮મીએ મત ગણતરી થવાની છે.

ગુજરાત વિધાનસભાની આજે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં સૌનુ ધ્યાન ઓબીસી અને પાટીદાર મતદાર તરફ કેન્દ્રીત થયુ છે. આ બંનેનો પ૦ ટકાથી વધુ બેઠકો ઉપર દબદબો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લામાં મતદાન થઇ રહ્યુ છે જેમાં મોદીના ગૃહનગર વડનગર ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહેસાણા અને અલ્પેશ ઠાકોરની વાવ બેઠક પણ સામેલ છે. ર૦૧રની ચૂંટણીમાં ભાજપને ૯૩માંથી (બાવન) પર અને કોંગ્રેસને ૩૯ બેઠકો મળી હતી. આજે જયાં જયાં મતદાન થઇ રહ્યુ છે ત્યાં લાંબા સમયથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આંદોલન અને રેલી કરતા હતા. ૯૩માંથી ૩૩ બેઠકો ઓબીસી અને ૧પ બેઠકો પાટીદાર બહુમતીવાળી છે.
આજે મતદાન શરૂ થતા જ અમદાવાદ સહિતના શહેરો અને ગામોમાં સવારથી જ લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોતા ઉંચુ મતદાન થવાની શકયતા છે. વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન સ્કુલમાં તો લાલકૃષ્ણ અડવાણીએ શાહપુરની હિન્દી વિદ્યાલયમાં, નાણામંત્રી જેટલીએ વેજલપુરમાં અને ભાજપ અધ્યક્ષ શાહે નારણપુરામાં મતદાન કર્યુ હતુ. વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ આજે મતદાન કરી ગુજરાતનું ભલુ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આજે સવારે ઘાટલોડીયામાં મતદાન કર્યુ હતુ.
આજે બીજા તબક્કામાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં મતદાન થઇ રહ્યુ છે. જેમાં ૭૮ર પુરૂષ ઉમેદવારો ૬૯ મહિલા ઉમેદવારોનું ભાવિ ઘડાઇ રહ્યુ છે. ૯૩માંથી પ૩ બેઠકો ઉત્તર અને ૪૦ બેઠકો મ.ગુજરાતની છે. જેના પર ઓબીસી, પાટીદાર, રાજપુત, આદિવાસી મતદારો મહત્વની ભુમિકા ભજવે છે. ૯૩માંથી ૩૩ બેઠકો ઓબીસી અને ૧પ બેઠકો પાટીદાર બહુમતીવાળી છે. આ તબક્કામાં ૧૪ બેઠકો એસટી અને છ બેઠકો એસસી માટે અનામત છે. ૩૮ બેઠકો શહેરી છે.
મોદીના ગૃહ જિલ્લા મહેસાણાની ૭ બેઠકો છે. જેમાં પાંચ બેઠકો ભાજપ પાસે છે અને ર૮ ટકા પટેલ મતદારો છે. આ ઉપરાંત આજે જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની બેઠક ઉપર પણ સૌનુ ધ્યાન કેન્દ્રીત થયુ છે. મધ્ય ગુજરાતમાં ગત ચૂંટણીમાં ભાજપે મોટાભાગની શહેરી અને કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારની બેઠકો મેળવી હતી. વડોદરા અને અમદાવાદની કુલ ૩૪ બેઠકોમાં ર૭ બેઠકોમાં ભાજપે બાજી મારી હતી પરંતુ આજે માહોલ જુદો છે. નોટબંધી અને જીએસટી બાદ વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. જો આ મુદાની અસર વોટીંગ ઉપર પડી તો ચૂંટણી પરિણામો ભાજપની ઇચ્છાની વિરૂધ્ધ આવી શકે છે. આજના મતદાનમાં હાર્દિક પટેલનું ફેકટર જોવા મળે છે. પીએમ મોદીએ ઇમોશ્નલ કાર્ડ અને પાકિસ્તાન કાર્ડ રમતા તેની અસર પણ કેટલી પડે છે તે જોવાનુ રહ્યુ. સેમી અર્બન બેઠકો ઉપર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે સ્પર્ધા છે. પાટીદારો અને ઓબીસીને પોતાની તરફ લાવવા બંને પક્ષોએ પુરેપુરી તાકાત લગાવી હતી.

Source :- http://www.akilanews.com/Main_news/Detail/14-12-2017/119719

પાકે. જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની ભારતની અરજી ફગાવી

પાકિસ્તાનને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની ભારતની અરજીને ફગાવી દીધી છે.

ઈસ્લામાબાદ/હેગ: પાકિસ્તાનને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની ભારતની અરજીને ફગાવી દીધી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારત પોતાના જાસૂસ કુલભૂષણ પાસેથી સુચના હાંસલ કરવા માગે છે. ICJમાં પાકિસ્તાને દલીલ કરી છે કે વિયેના કન્વેન્શનમાં કાઉન્સેલર એક્સેસ સામાન્ય કેદીઓને આપવાની જ વાત છે, જાસૂસો માટે નહીં. જાધવ ઈન્ડિયન નેવીના એક રિટાયર્ડ ઓફિસર છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવને બલૂચિસ્તાનમાંથી પકડવામાં આવ્યો હતો.પાકિસ્તાન મિલિટ્રીએ તેને અશાંતિ ફેલાવવા અને જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જો કે ICJએ ફાંસી પર રોક લગાવી રાખી છે.

પાકિસ્તાને પરિવારને મળવાની આપી મંજૂરી
- હાલમાં જ પાકિસ્તાને કુલભૂષણ જાધવના પરિવારને મળવાની મંજૂરી આપી છે. આ મુલાકાત 25 નાં રોજ થશે.
- પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા ડો.મોહમ્મદ ફૈસલે કહ્યું કે, “અમે અમારા નિર્ણય અંગે ભારતને જાણકારી આપી છે. આ મુલાકાત દરમિયાન ઈન્ડિયાન હાઇ કમીશનનો એક સ્ટાફ મેમ્બર પણ હાજર રહી શકે છે.”
- 10 નવેમ્બરનાં રોજ પાકિસ્તાને માત્ર જાધવની પત્નીને તેમની સાથે મુલાકાતની મંજૂરી આપી હતી. આ અંગે ભારતે કહ્યું હતું કે જાધવના માતા અવંતિકાને પણ વીઝા આપવા જોઈએ.
ICJએ આ મામલે શું કહ્યું છે?
- ઈન્ટરનેશનલ કોર્ટમાં ભારત તરફથી સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ 8 મેનાં રોજ પિટીશન ફાઈલ કરી છે. ભારતની માગ છે કે ભારત દ્વારા મેરિટ તપાસથી પહેલાં જાધવની ફાંસી પર રોક લાગવી જોઈએ.
- કુલભૂષણને પાકિસ્તાન સેના તરફથી સંભળાવવામાં આવેલી સજાને ઈન્ટરનેશનલ કોર્ટે 18 મેનાં રોજ રોક લગાવી દીધી હતી.
કોર્ટે કહ્યું હતું કે, “મામલા પર ફેંસલો આવે નહીં ત્યાં સુધી કુલભૂષણને ફાંસી નહીં આપવામાં આવે.

Source :- https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-india-plea-consular-for-kulbhushan-jadhav-in-icj-pakistan-reject-it-gujarati-new-5768994-PHO.html?ref=ht

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App








 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application










Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment