સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 12 December 2017

FB Liveનો કિંગ હાર્દિક: નિકોલ સભાને 53 હજાર લોકોએ લાઈવ જોઈ - 2014 પછી 18 રાજ્યોમાં થઇ ચૂંટણી, 13માં પાકિસ્તાન બન્યું ચૂંટણી મુદ્દો - દેશમાં પહેલીવાર સાબરમતીમાં સી-પ્લેન, મોદીના વિકાસનું અનોખું ટેકઓફ - વડોદરાઃ ભાજપ-કોંગ્રેસની રેલીઓ આવી સામ-સામે, કાર્યકરો વચ્ચે ઘર્ષણ - ચૂંટણીમાં ઉતરેલા 14 ટકા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસો, રિપોર્ટમાં થયો ખુલાસો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

FB Liveનો કિંગ હાર્દિક: નિકોલ સભાને 53 હજાર લોકોએ લાઈવ જોઈ

સભાના ટોટલ વીડિયો વ્યુઝ 1 મિલિયન હતા, તેને 131 હજાર લોકોએ લાઈક્સ અને 72,540 લોકોએ શેર કર્યો છે.

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજક હાર્દિક પટેલ ગુજરાતમાં ઠેરઠેર સભા કરી રહ્યા છે. પહેલા તબક્કાની ચૂંટણી યોજાવાની હતી તે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તેણે સભાઓ કરી હતી. તે જ્યાં નથી પહોંચી શકતો ત્યાં ફેસબુક લાઈવના માધ્યમથી લોકો સુધી પહોંચવા પ્રયાસ કરે છે. તેની અગાઉની સભાઓમાં 37 હજાર લોકોએ લાઈવ નિહાળ્યો હતો. હવે હાર્દિકે તેનો જ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે અને નિકોલ સભાને 53 હજાર લોકોએ લાઈવ નિહાળી હતી. જેથી ફેસબુક લાઈવમાં હાર્દિકનો નવો રેકોર્ડ બન્યો છે. તેની સભાના ટોટલ વીડિયો વ્યુઝ 1 મિલિયન હતા, તેને 131 હજાર લોકોએ લાઈક્સ અને 72,540 લોકોએ શેર કર્યો છે.


પહેલા 37 હજાર લોકોએ લાઈવ જોઈ

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે નેતા વોટબેંક સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આંદોલન ચલાવી રહેલો હાર્દિક પટેલ તેમાં અવ્વલ સાબિત થયો છે. તેણે સુરતમાં કરેલી સભાનું ફેસબુક પર લાઈવ સ્ટ્રિમિંગ કર્યું હતું. આ સ્ટ્રિંમિંગમાં રેકોર્ડબ્રેક 37 હજાર લોકોએ એક સમયે લાઈવ નિહાળ્યું હતું. આ અત્યાર સુધીનો ફેસબુકનો રેકોર્ડ છે.
હાર્દિક પટેલની ફિલ્મ મંથન

37 હજાર વ્યુઅર સુરત સભાને લાઈવ જોઈ હતી. તેના લાઈવ સ્ટ્રિમિંગના રેકોર્ડ બાદ 8 ડિસેમ્બરે હાર્દિક પટેલના અવાજને લોકો સુધી પહોંચાડવાનું કામ કરતી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ફેસબુક લાઈવના રૂપે રીલિઝ કરી હતી. 13 મિનિટની આ ફિલ્મમાં હાર્દિકના જીવનને અનામત લઈને રજૂ કરવામાં આવી હતી. તેના મનમાં ચાલેલા દ્વંધ અને આંદોલનની વાતો આ ફિલ્મમાં હતી.

રાજકીય પાર્ટીઓ અને નેતાઓ પણ કરે છે ફેસબુક લાઈવ

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હાલ ચરણસીમાએ છે. ત્યારે પહેલા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પોતાના ફેસબુક પેજ પર લાઈવ કરીને મતદારો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ વિજય રૂપાણીનીતિન પટેલ સહિતના નેતાઓ ફેસબુક પેજ પર લાઈવ કરે છે. નરેન્દ્ર મોદી પણ પોતાના ફેસબુક પેજ પર લાઈવ કરતાં જોવા મળ્યા છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-fb-live-king-hardik-patel-nikol-sabha-53-thousand-viewers-seen-live-NOR.html?ref=ht

2014 પછી 18 રાજ્યોમાં થઇ ચૂંટણી, 13માં પાકિસ્તાન બન્યું ચૂંટણી મુદ્દો

2014ની લોકસભા ચૂંટણી પછી ગુજરાત દેશનું 18મું રાજ્ય છે, જ્યાં ચૂંટણી થઇ રહી છે

નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનને લઇને બીજેપી અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર જોરદાર વાર-પલટવાર કરી રહ્યા છે. બંને પક્ષના તમામ મોટા નેતાઓ પોતાના ફાયદા પ્રમાણે દલીલો કરી રહ્યા છે. જોકે આવું પહેલીવાર નથી જ્યારે ચૂંટણીમાં પાકિસ્તાનને લઇને વિવાદ છેડાયો હોય. 2014ની લોકસભા ચૂંટણી પછી ગુજરાત દેશનું 18મું રાજ્ય છે, જ્યાં ચૂંટણી થઇ રહી છે. તેમાંથી 13 રાજ્યોમાં બીજેપી અને કોંગ્રેસે પાકિસ્તાન સાથે જોડાયેલી વાતને ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. આ 13માંથી 7 રાજ્યોમાં બીજેપીને તેનો ફાયદો અને 4માં નુકસાન થયું છે.
6 રાજ્યોમાં પોલિટિકલ પાર્ટીઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો
1) ગુજરાતકચ્છ- 27 નવેમ્બર, 2017
સઇદની મુક્તિ પર
- 27 નવેમ્બરે કચ્છમાં મોદીએ કહ્યું કે પાક.ની અદાલતે આતંકવાદીને છોડી દીધો, કોંગ્રેસ તેનો જશ્ન મનાવી રહી છે. આ એ જ કોંગ્રેસ હતી, જેણે સર્જિકલ સ્ટ્રાઇક પર વિશ્વાસ ન કર્યો.
- 10 ડિસેમ્બર, 2017: પાલનપુરમાં મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતા પાકિસ્તાની સેનાના પૂર્વ ડીજી સાથે મળીને રણનીતિ બનાવી રહ્યા છે.
2) ઉત્તરપ્રદેશ4 ફેબ્રુઆરી, 2017
સર્જિકલ સ્ટ્રાઇક
- યુપી વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં પીએમ મોદીએ મેરઠની ચૂંટણી રેલીમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો. બોલ્યા- અમારી સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને પાઇ-પાઇને હિસાબ ચૂકવ્યો છે.
- 24 ફેબ્રુઆરી, 2017: ગોંડામાં એક સભામાં પીએમ મોદીએ કાનપુરમાં થયેલી રેલ દુર્ઘટના માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું.
3) પંજાબ29 જાન્યુઆરી, 2017
પાક મોકાની રાહમાં
- પંજાબના કોટકપુરામાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન હંમેશાં મોકાની રાહમાં રહે છે. તે હંમેશાં પંજાબની ધરતીના ઉપયોગની ફિરાકમાં રહે છે. જો અહીંયા સરકાર ઢીલી-ઢાલી આવી જાય તો ફક્ત પંજાબ જ નહીં, પરંતુ આખા ભારતને સંકટમાંથી પસાર થવું પડશે.
4) બિહાર29 ઓક્ટોબર, 2015
પાક.માં ફૂટશે ફટાકડા
અમિત શાહે બિહાર ચૂંટણીમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. રક્સૌલની રેલીમાં બોલ્યા- “જો ભૂલથી પણ બીજેપી બિહારમાં હારી ગઇ તો હારજીત તો અહીંયા થશે, પરંતુ ફટાકડા પાકિસ્તાનમાં ફૂટશે.”
- રાજીવ પ્રતાપ રૂડીએ પાક ન્યુઝ પેપર ડૉન વેબસાઇટનો સ્ક્રીનશોટ તેમજ વોટની અપીલ કરીને નીતિશની એડને ટ્વિટ કરી હતી.
5) જમ્મુ-કાશ્મીર, જાન્યુઆરી 2014
કેજરીવાલ પાક એજન્ટ
- દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થોડાક મહિનાની અંદર થઇ હતી. પીએમ મોદી કઠુઆ રેલીમાં બોલ્યા- આ ત્રણ ‘એકે’ (AK) પાકિસ્તાનની ત્રણ તાકાતો બનીને ઉભર્યાં છે. પહેલું એકે-47, બીજું એકે એન્ટની અને ત્રીજું એકે છે એકે-47, જેણે તાજેતરમાં નવી પાર્ટી બનાવી છે. પાર્ટીની વેબસાઇટ પર કાશ્મીરને પાક.માં બતાવવામાં આવ્યું છે.
6) મહારાષ્ટ્ર9 ઓક્ટોબર, 2014
સરહદપાર જવાબ આપ્યો
- મહારાષ્ટ્ર ચૂંટણીમાં બારામતીની એક રેલીમાં મોદીએ કહ્યું, “આજે જ્યારે સરહદ પર ગોળીઓ ચાલી રહી છે, ત્યારે દુશ્મન કણસી રહ્યો છે. આપણા જવાનોએ આક્રમકતા અને સાહસ સાથે જવાબ આપ્યો છે. દુશ્મન સમજી ગયો છે કે સમય બદલાઇ ગયો છે. જૂની આદતો સહન નહીં કરવામાં આવે. લોકો મારા ઇરાદાઓ જાણે છે.”
આ રાજ્યોમાં પણ પાક પર રાજકારણ થયું
- દિલ્હી, આસામ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલમાં પાકિસ્તાન પર રાજકારણ થયું છે.
- હાલ હિમાચલ અને ગુજરાતના પરિણામો આવવાના બાકી છે. બીજેપીને 13માંછી 7 રાજ્યોમાં ફાયદો, 4માં નુકસાન થયું છે. કોંગ્રેસને પંજાબમાં ફાયદો થયો છે.
કેમ થઇ રહ્યું છે- ગુજરાતમાં 90% હિન્દુ વોટર મહત્વના છે
- ગુજરાતમાં આશરે 90% હિન્દુવોટર્સ છે. બીજેપી 22 વર્ષોથી સત્તામાં છે. ગુજરાતને બીજેપીના હિન્દુત્વના રાજકારણની લેબોરેટરી માનવામાં આવે છે.
નરેન્દ્ર મોદીની હિન્દુત્વવાદી ઇમેજે બીજેપીની આખા દેશમાં ધાક જમાવી દીધી છે. રામ મંદિર આંદોલનનું નેતૃત્વ અને બીજેપીના સિનિયર લીડર લાલકૃષ્ણ અડવાણી ગુજરાતના જ છે.
- કોંગ્રેસ આ વખતે અહીંયા જાતીય રાજકારણનું કાર્ડ રમી રહી છે. એક્સપર્ટનું કહેવું છે કે આવામાં બીજેપીએ હિન્દુત્વનું કાર્ડ રમ્યું છે.
પાક ચલાવી રહ્યું છે ગોળી

મહારાષ્ટ્ર- 10 ઓક્ટોબર, 2014: મહારાષ્ટ્ર ચૂંટણીમાં રાહુલ ગાંધી ડિંડૌરીની રેલીમાં બોલ્યા- “લોકસભા ચૂંટણીમાં મોદીએ કહ્યું હતું કે તેઓ ભારતને મજબૂત બનાવશે, પાકને પાછ ભણાવશે. પાકિસ્તાન આપણા જવાનો પર ગોળી ચલાવી રહ્યું છે.”

ગુજરાત- 25 નવેમ્બર, 2017: રાહુલ ગાંધીએ હાફિઝ સઇદની મુક્તિ પર ટ્વિટર પર લક્યું- “નરેન્દ્રભાઈ વાત જામી નહીં, આતંકનો માસ્ટરમાઇન્ડ આઝાદ છે. ગળે લગાડવાની નીતિ કામ ન આવી.”
આસામ: 2016માં પૂર્વ પીએમ મનમોહન સિંહે આસામમાં એક રેલીમાં કહ્યું હતું- “પાક.ને લઇને મોદીની નીતિ નબળી છે.”

અત્યારે કેવી રીતે ઉછળ્યો પાકિસ્તાનનો મુદ્દો?

- રવિવારે પાકિસ્તા પણ ચૂંટણી મુદ્દો બની ગયું. ત્યારબાદ દેશના રાજકારણમાં નિવેદનબાજીઓ ચાલી રહી છે. પીએમ મોદીએ રવિવારે પાલનપુરની ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે પાકિસ્તાની સેનાના ફોર્મર ડીજી સરદાર અરશદ રફીક કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. તે પછીથી કોંગ્રેસ અને બીજેપી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

પાકિસ્તાને ઉઠાવ્યો વાંધો

- મોદીની સ્પીચમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહેમૂદ કસૂરીનું નામ આવ્યા બાદ પાકિસ્તાને તેના પર વાંધો ઉઠાવ્યો.
- તેના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ ડૉ. મોહમ્મદ ફૈઝલે કહ્યું કે ભારત પોતાના ચૂંટણીવિવાદમાં અમને ન ઘસડે. પોતાના દમ પર ચૂંટણી જીતે.
- તેના પર ભારતે કહ્યું-  અમે અમારી તાકાત જાણીએ છીએ, એટલે અમને સલાહની જરૂર નથી.

કોંગ્રેસે સેનાને સર્જિકલ સ્ટ્રાઇકની મંજૂરી આપી ન હતી

- મોદીએ સોમવારે ગુજરાતમાં 3 રેલી કરી. એકમાં તેઓ બોલ્યા- “સેનાએ મુંબઈમાં 26/11ના આતંકી હુમલા પછી સરહદપાર સર્જિકલ સ્ટ્રાઇકની મંજૂરી માંગી હતી, પરંતુ ત્યારે કોંગ્રેસ સરકારે મંજૂરી આપી ન હતી.”
- “સેનાના એક મોટા અધિકારીએ કહ્યું છે કે મુંબઈમાં તાજ હોટલ પર હુમલા પછી પીએમ મનમોહન સિંહ પાસે પરવાનગી માંગવામાં આવી હતી, પર તેમણે ‘દેખતા હૂં, બતાતા હૂં’ વાળું વલણ અપનાવ્યું હતું. પણ ઉરીમાં હુમલો થયો તો અમારી સરકારે શું કર્યું તે બધા જાણે છે.”

રાહુલ બોલ્યા- ગુજરાતની વાત કરી લે મોદી

- રાહુલ ગાંધીએ સોમવારે ગુજરાતમાં 4 રેલી કરી. બનાસકાંઠાના થારડમાં એક રેલીમાં તેઓ બોલ્યા- “મોદીજીના ભાષણમાં ચીન, જાપાન, અફઘાનિસ્તાન તો ક્યારેક પાકિસ્તાનનો ઉલ્લેખ થઇ રહ્યો છે. મોદીજી ક્યારેક ગુજરાતના ભવિષ્ય પર પણ વાત કરી લો.”
- તેમણે કહ્યું, “મોદીજીના ભાષણોમાંથી ભ્રષ્ટાચાર ગાયબ થઇ ગયો છે. અમિત શાહ મોદીથી ડરે છે. આ જ કારણ છે કે જય શાહના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ નથી ઉઠી રહ્યો. ભ્રષ્ટાચાર ખતમ કરવાનો દાવો કરનારા મોદીએ હવે પોતાના ભાષણોમાંથી ભ્રષ્ટાચાર શબ્દ જ ગાયબ કરી દીધો છે.”

Source :- https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-elections-in-18-states-after-2014-of-which-in-13-states-pak-became-an-issue-guja-5767496-PHO.html?ref=ht

દેશમાં પહેલીવાર સાબરમતીમાં સી-પ્લેન, મોદીના વિકાસનું અનોખું ટેકઓફ

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન મોદી સી પ્લેનથી સફળ મુસાફરી કરી વિકાસ નામે સવાલ ઉઠાવતાં લોકોને લપડાક મારી.
નેશનલ ડેસ્કઃ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન મોદી સી પ્લેનથી સફળ મુસાફરી કરી વિકાસ નામે સવાલ ઉઠાવતાં લોકોને લપડાક મારી છે. ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના અંતિમ દિવસે પીએમ મોદીએ અમદાવાદ રીવરફ્રન્ટથી ધરોઈ ડેમ સુધી સફર કરી, વિકાસ સામે સવાલ ઉઠાવતાં લોકોને લપડાક મારવાનો પણ પ્રયાસ કર્યો છે. જો કે આ સફરનો હેતુ માત્ર ચૂંટણી પ્રચાર માટેનો નહીં, પરંતુ દેશમાં સી પ્લેન સેવા શરૂ કરવાનો પણ છે. હકિકતમાં જાપાનથી આવેલું આ સી પ્લેન, ભારતથી ખાસ કરીને ગુજરાતથી સંલગ્ન પાકિસ્તાનની સરહદોને સુરક્ષિત કરવા માટે તેમજ પર્યટન ઉદ્યોગના વિકાસ માટે ખરીદવામાં આવ્યું છે. જે અંગે પીએમ મોદીએ પણ સોમવારે ચોખવટ કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, “દેશમાં દરેક જગ્યાએ એરપોર્ટ હોય તેવું શક્ય નથી અને તેથી જ અમારી સરકારે સી-પ્લેન લાવવાની યોજના બનાવી છે.”

રોડ શો કેન્સલ થતાં સી-પ્લેનનો પ્લાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા ફેઝના પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી યુપીની જેમ રોડ શો કરવાના હતા. પરંતુ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી.
- વડાપ્રધાને કહ્યું કે, “મંગળવારે અમારી પાર્ટીએ રોડ-શોની યોજના બનાવી હતી, પરંતુ તે અંગે મંજૂરી તંત્રએ ન આપી. મારી પાસે સમય હતો અને તેથી જ મેં અંબાજી સી-પ્લેનથી જવાનો નિર્ણય લીધો.”
સી પ્લેનની સફરથી વિરોધીઓને જવાબ
- ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર પહેલાંથી ગુજરાતના વિકાસને લઈને અનેક સવાલો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ સહિતના પક્ષોએ વિકાસના નામે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા.
- તો ઉત્તરપ્રદેશના તત્કાલિન પીએમ અખિલેશ યાદવે હાઈવે પર ફાઈટર પ્લેન ઉતાર્યા ત્યારે ગુજરાતમાં આવાં કોઈ રસ્તા છે તેવા સવાલો ઉઠાવ્યાં હતા.
- સાબરમતીમાં સી પ્લેનથી મુસાફરી કરી વિકાસના મુદ્દે ઉઠતાં તમામ સવાલોનો પીએમ મોદીએ એક જ ઝાટકે જવાબ આપી દીધો છે.
- સોમવારે પણ મોદીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, “એર, રોડ અને રેલથી ક્નેક્ટિવિટી બાદ અમારી સરકાર જળમાર્ગના ઉપયોગ અંગે પણ પ્રયાસ કરી રહી છે. આ બધું જ 125 કરોડ ભારતીયો માટે છે.”

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-HDLN-pm-modi-ride-on-sea-plane-in-last-day-of-gujarat-assemble-election-campaign-guja-5767498-PHO.html?ref=ht

વડોદરાઃ ભાજપ-કોંગ્રેસની રેલીઓ આવી સામ-સામે, કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માંજલપુર બેઠકના ઉમેદવારોની રેલી નીકળી હતી
વડોદરાઃ માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની આજે વિશાળ રેલીઓ નીકળી હતી. માંજલપુર ગામમાં બંને રેલીઓ સામ-સામે આવી જતાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી.

ભાજપ-કોંગ્રેસની રેલી સામ-સામે આવતા સર્જાયુ ઘર્ષણ
આગામી 14 ડિસેમ્બરે યોજાનાર મતદાનના પ્રચારના અંતિમ દિવસે આજે વડોદરા શહેરમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની શક્તિ પ્રદર્શન કરતી વિશાળ રેલીઓ તેઓના મત વિસ્તારમાં નીકળી હતી. જેમાં માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપાના ઉમેદવાર યોગેશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ ઝવેરીની રેલીઓ વાજતે-ગાજતે નીકળી હતી. બંને પક્ષના ઉમેદવારોની રેલી માંજલપુર ગામમાં સામ-સામે આવી ગઇ હતી. વિજયના નારા સાથેની રેલીઓ સામસામે આવી જતાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. રસ્તો સાંકળો હોવાથી ભાજપાની રેલીમાં જોડાયેલા કાર્યકરોને અન્ય રસ્તા ઉપરથી જવાની ફરજ પડી હતી. જેને કારણે ઘર્ષણ સર્જાયુ હતુ. માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની રેલી સામસામે આવી જતાં થયેલ ઘર્ષણના પગલે ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
ભાજપા-કોંગ્રેસના ઉમેદવારોની શક્તિ પ્રદર્શનની રેલીએ માંજલપુર મત વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. અને બંને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-LCL-fiction-between-congress-and-bjp-in-manjalpur-at-vadodara-NOR.html?ref=ht

ચૂંટણીમાં ઉતરેલા 14 ટકા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસો, રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભામાં ઉભા રહેલા 1,815 ઉમેદવારોમાંથી 14 ટકા સામે ક્રિમીનલ કેસો નોંધાયેલા છે. ચૂંટણી પંચને સોંપેલા ઉમેદવારોના સોંગદનામાંના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે 253 ઉમેદવારોમાંથી 154 પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ સામે થનારા ગુના જેવાં ગંભીર ક્રિમિનલ કેસો નોંધાયા છે.

ચૂંટણી તથા રાજકીય સુધારાના ક્ષેત્રમાં કામ કરનારું બિન સરકારી સંગઠન 'એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ' (ADR) અને ગુજરાત ઇલેક્શન પંચે આ આનું વિશ્લેષણ કર્યું, રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના 56 જ્યારે ભાજપના 46 ઉમેદવારોની સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે.
મહત્વની વાત એ છે કે 418 કરોડપતિ ઉમેદવારોમાંથી 147 ભાજપના જ્યારે 129 કોંગ્રેસના છે. ચૂંટણી લડનારા લોકોની સરેરાશ સંપતિ 2.22 કરોડ રૂપિયાની બરાબર છે, જ્યારે 2012ના ચૂંટણીમાં ઉભા રહેલા 1,283 ઉમેદવારોની સંપતિ 1.46 કરોડ રૂપિયાની હતી.
આમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, કુલ 182 વિધાનસભા ક્ષેત્રોમાંથી 35 "રેડ એલર્ટ" મતદાર વિસ્તાર છે જ્યાં ત્રણ કે તેનાથી વધુ ઉમેદવારો સામે ફોજદારી કેસો છે. વળી 2012માં આ પ્રકારના 25 વિધાનસભા ક્ષેત્રો હતા.

ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કામાં નવની ડિસેમ્બરે મતદાન થયું હતુ અને હવે બીજા અને અંતિમ તબક્કા માટે 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરે થશે.

Source :- http://abpasmita.abplive.in/india-news/gujarat-assembly-elections-criminal-cases-against-14-candidate-adr-report-207536/#image5

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment