સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday 9 June 2018

યુપી-બિહાર, ઝારખંડમાં વીજળી પડતા 51 મોત, 12 રાજ્યોમાં એલર્ટ જાહેર - ફી નિયમન ધારોઃ વાલીઓને હવે ફી નહીં તો 16.56 ટકા GSTનો માર - સ્કૂલોમાં 70% સુધી ડ્રોપઆઉટ, ભાગી ગયેલા વિદ્યાર્થીઓ શોધવાનું કામ પ્રિન્સિપાલોને સોંપાયું - અમૂલે વેસ્ટમાંથી બેસ્ટ ઉત્પાદન કર્યું: કચરામાંથી કરોડોનો બાયોસીએનજી બનાવ્યો - રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, વાદળો ઘેરાયા, અમી છાંટણા - તમને ફ્રીમાં મળે છે આ ૪ પ્રકારના ઇન્સ્યોરન્સ કવર, શું તમે જાણો છો? - દિવસ ૨૪ કલાકનો નહીં પરંતુ ૨૫ કલાકનો થશે : વૈજ્ઞાનિકોનો દાવો - રાધનપુરમાં શિક્ષકે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ - પૂર્વ-પશ્ચિમ મામલતદાર કચેરીમાં પ્રાંતનું ચેકીંગઃ ૮ ગુટલીબાજોને ફટકારાતી નોટીસઃ હાજરી પુરવા આદેશો - ભડનું છોડયુ ! ૧૦૦માંથી ૨ માર્કસ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


યુપી-બિહાર, ઝારખંડમાં વીજળી પડતા 51 મોત, 12 રાજ્યોમાં એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ સહિત 12 રાજ્યોમાં ભારે વરસાદની શંકા દર્શાવી છે.
નવી દિલ્હી: એક બાજુ દક્ષિણનાં રાજ્યોની સાથે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. તો બીજી બાજુ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢમાં પ્રિ-મોન્સૂન વરસાદની સાથે વીજળી પડવાની ઘટનામાં 51 લોકોનાં મોત થયા છે. બીજી બાજુ ગરમીએ પણ માઝા મૂકી છે. રાજસ્થાનમાં ગરમીનો પારો 42થી 45 ડિગ્રી રહેવા પામ્યો છે. પંજાબ અને હરિયાણામાં પણ ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે બંગાળના અખાતમાં શનિવાર અને રવિવારે અને અરબી સમુદ્રમાં કોંકણ તથા ગોવાના કિનારે 12 જૂન સુધી ભારે પવન સાથે સમુદ્રમાં વાવાઝોડું ફૂંકાવાની ચેતવણીઆપી છે. આ દરમિયાન પ્રતિ કલાક 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
બિહાર-યુપીમાં 24-11નાં મોત

બિહાર, ઉ.પ્ર., ઝારખંડ, ઓરિસ્સા, મ.પ્ર.માં વીજળી પડવાથી કુલ 51 લોકોનાં મોત થયા છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં 24-11, ઝારખંડમાં 9, ઓરિસ્સા અને મ.પ્ર.માં 2-2 જ્યારે મુંબઈમાં 3 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે બિહારમાં 13, ઝારખંડમાં 8, મ.પ્ર.માં 7 અને ઓરિસ્સામાં 3 ઘાયલ થયા છે.
11મી જૂનથી દ. ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે
હવામાન વિભાગના અમદાવાદ સ્થિત ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે, 11 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી જશે. તે અગાઉ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હતી પરંતુ તે સંભાવના ઘટી ગઈ છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગળ વધ્યું ચોમાસુ

- દક્ષિણના રાજ્યોની સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. જ્યારે યુપી, બિહાર અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં શુક્રવારે ચોમાસા પહેલા વરસાદ પડ્યો હતો. હિમાચલ પ્રદેશના સિમલા સહિતના સ્થાનો પર તીવ્ર વરસાદ પડ્યો હતો.
- હવામાન વિભાગે બંદળાની ખાડીમાં 9-10 જૂન અને અરબ સાગરમાં કોંકણ અને ગોવા તટે 12 જૂન સુધી તેજ હવા સાથે દરિયામાં ઊંચા મોજાં ઊછળવાની ચેતવણી આપી છે. આ દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાઇ શકે છે.
શનિવારે 12 રાજ્યોમાં તીવ્ર વરસાદની એલર્ટ

- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 જૂને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ મણિપુર, આંધ્રપ્રદેશ, છતીસગઢ, તેલંગાણામાં ભારે વરસાદ પડી શકે છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-30-people-killed-in-lightening-and-thunderstorm-amid-heavy-rain-in-up-bihar-gujarati-news-5890937-NOR.html?ref=ht

ફી નિયમન ધારોઃ વાલીઓને હવે ફી નહીં તો 16.56 ટકા GSTનો માર

GSTને કારણે નોટો-ચોપડીઓ, યુનિફોર્મ, સ્કૂલ બેગ, બૂટ-મોજાં ગત વર્ષ કરતાં મોંઘા થયાં
અમદાવાદ: ઉઘડતી શાળાએ વાલીઓને નવા સત્રની ખરીદી જીએસટીના કારણે સરેરાશ 1.56 ટકા જેટલી મોંઘી બની છે. જીએસટી લાગ્યા બાદ સ્ટેશનરીમાં 5 થી 20 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. બૂટ તથા કેન્વાસ બૂટમાં પણ 12 ટકા જેટલો વધારો થયો છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ શિક્ષણનું બજેટ વાલીઓ માટે અઘરું બની રહેશે. જીએસટીના કારણે કપડાં 12 થી 20 ટકા મોંઘા બન્યા છે. આમ એક બાળક પાછળ કુલ 16.56 ટકા જેટલો વધારો જીએસટીના કારણે જોવા મળી રહ્યો છે.

સ્ટેશનરીના ભાવમાં 5થી 20 ટકા જ્યારે શૂઝમાં 12 ટકાનો વધારો

જીએસટીના કારણે વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં 5 થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વાલીઓ જણાવી રહ્યા છે કે દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થતું જાય છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો હાલ મૂંઝાઇ રહ્યા છે. જો કોઈ વાલીને બે-ત્રણ બાળક હોય તો શિક્ષણનું બજેટ કઈ રીતે બનાવવું તે પ્રશ્ન થઈ પડે છે. કેટલીક શાળા દ્વારા અપાયેલા લિસ્ટ મુજબ ખરીદી કરવામાં આવતી હોય છે. બૂટ, બેલ્ટ અને બેગ પર સરકારે 18 ટકા જીએસટી લગાવામાં આવ્યા છે જ્યારે કપડા, નોટબુક, વોટર બોટલ, કમ્પાસ, પેન-પેન્સિલ પર 12 ટકા જીએસટી લગાવામાં આવ્યો છે. ભાવવધારાને કારણે બજેટ બંધબેસતુ નથી.
બધો બોજ વાલીઓ પર પડે છે
દરેક સર્વીસ ઉપર જીએસટી લાગે છે જે શૈક્ષણિક સંસ્થા ઉપર બોજ છે. શૈક્ષણિક સંસ્થાનો બોજ વાલી પર આવે છે તેથી સરકારે આ સર્વિસને પણ જીએસટીમાંથી મુક્ત કરવી જોઇએ. - વિપુલ ખંધાર, સી.એ.
સ્કૂલ બેગ પર GST ઘટાડો
સ્કૂલ બેગને લક્ઝરી આઇટમ ગણીને 18 ટકા જીએસટીથી ભાવમાં 40 ટકાનો વધારો થયો છે. અમે સ્કૂલ બેગ પર 5 ટકા જીએસટીની રજૂઆત કરી છે. - અમિત દેસાઇ, પ્રમુખ, ગુજરાત બેગ મેન્યુ. એસોસિયેશન
પુસ્તકોમાં જરૂર મુજબ ખરીદી

-જીએસટીના કારણે પુસ્તકોની ખરીદીમાં શું ફેર પડ્યો છે ?
પહેલા તમામ વિષયની ગાઇડ અને રેફરન્સ બુક લેતા હતા પરંતુ હવે બજેટ સાચવવા જરૂરિયાત પુરતી બુક લેવી પડે છે.
-સ્કૂલ યુનિફોર્મના ખર્ચમાં શું વલણ છે ? 
જીએસટીના કારણે બ્રાન્ડેડ કપડા ખૂબ મોંઘા થઇ ગયાં છે. બજેટ સાચવવા હવે બ્રાન્ડ વગરના કપડા લેવા પડે છે.
-જીએસટીની સૌથી વધુ અસર કઈ બાબત પર પડી છે ? 
18 ટકા જીએસટી લદાવાથી સ્કૂલ બેગના ભાવ લગભગ 40 ટકા વધી ગયા છે. જેથી પહેલા સત્રમાં સ્કૂલ બેગ લીધી નથી. 
ગત વર્ષે બાળક દીઠ સરેરાશ 4800 ખર્ચ હતો જે વધી 5595 થયો


વસ્તુઓવેટજીએસટીવેટ વગરજીએસટી
   ભાવસાથે ભાવ
કપડા0%12%12001344
બૂટ5%18%800944
બેગ5%18%600880
બેલ્ટ5%18%200236
બુક5%5%700735
નોટબુક5%12%800896
વોટર બોટલ5%12%250280
કમ્પાસ5%12%250280
ટોટલ  48005595

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-after-the-launch-of-gst-the-stationary-price-is-showing-an-increase-of-5-to-20-percent-gujarati-news-5890989.html?ref=ht

સ્કૂલોમાં 70% સુધી ડ્રોપઆઉટ, ભાગી ગયેલા વિદ્યાર્થીઓ શોધવાનું કામ પ્રિન્સિપાલોને સોંપાયું

20 ટકાથી વધુ ડ્રોપઆઉટ ધરાવતા 121 તાલુકાનું લિસ્ટ જાહેર
અમદાવાદ: સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોની સાથે સીઆરસી અને બીઆરસીને જણાવવામાં આવ્યું છે કે જે તે સ્કૂલમાં ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓને નજીકની હાઇસ્કૂલમાં એડમિશન કરાવે. પ્રવેશોત્સવ પહેલા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓના એડમિશન થઇ જાય તેની જવાબદારી તાલુકા કોર્ડિનેટરોને વીડિયો કોન્ફરન્સથી આપી છે. સરકાર દ્વારા 20 ટકા કરતા વધારે ડ્રોપ આઉટ ધરાવતા 121 તાલુકાનું લિસ્ટ જાહેર કરાયું છે. અધિકારીઓ દ્વારા દરેક તાલુકાનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે તમામ પ્રયત્નો કરવા જણાવાયું છે. સરકાર પોતાની છબી અંગે કંઇ સમાધાન કરવા તૈયાર નથી. તેના કારણે જ વીડિયો કોન્ફરન્સ દ્વારા સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓએ દરેક સીઆરસી અને બીઆરસીની સાથે સ્કૂલના આચાર્યોને પણ આ કામમાં જોડાવવા જણાવ્યું છે.
શા માટે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થાય છે
શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે હોય છે. કારણ કે પોતાના રહેઠાણની આસપાસ ઉચ્ચતર અભ્યાસક્રમની સુવિધા ન હોવાના કારણે અથવા ટ્રાન્સપોર્ટેશનના અભાવને કારણે તેઓ હાઇસ્કૂલમાં જતા નથી.

પોશીનામાં સૌથી વધારે 69.57 ટકા વિદ્યાર્થીઓ
ડ્રોપ આઉટ રેશિયામાં દક્ષિણ ગુજરાતના વધારે કેન્દ્રો જોવા મળી રહ્યાં છે. જેમાં સાબરકાંઠાનું પોશીના સૌથી વધારે 69.57 ટકા ડ્રોપ આઉટ રેશિયો સાથે પ્રથમ હરોળમાં આવે છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-nearby-school-students-drop-out-of-high-school-gives-admission-government-gujarati-news-5890975-NOR.html?ref=ht


અમૂલે વેસ્ટમાંથી બેસ્ટ ઉત્પાદન કર્યું: કચરામાંથી કરોડોનો બાયોસીએનજી બનાવ્યો

9 લાખ ક્યુબિક મીટર બાયોસીએનજી ગેસ ઉત્પન્ન કરાયો
 આણંદ: આણંદની અમૂલ ડેરીએ વેસ્ટમાંથી બેસ્ટ મુજબ હવામાં બાળી નંખાતા ગેસને બાયોસીએનજી બનાવીને નવ લાખ ક્યુબિક ગેસ ઉત્પન્ન કર્યો છે. જેના લીધે બે વર્ષમાં 4.64 કરોડનો ફાયદો થયો છે. ભારતમાં સૌ પ્રથમવાર ડેરી સેકટરમાં અમૂલે અમૂલગ્રીન બાયોગેસ પ્લાન્ટ નાંખીને પહેલ કરી છે. જેના લીધે અત્યાર સુધીમાં અમૂલને ત્રણ એવોર્ડ મળ્યાં છે. આ મોડલનો રાજ્યની અન્ય ડેરીઓમાં અમલ કરવા માટેની વિચારણા ચાલી રહી છે.

અમૂલ ડેરીમાં વિવિધ પ્રોડકટો બન્યા બાદ અશુદ્ધ પાણી, ફેટ સહિત વિવિધ ઘટકોમાંથી ગેસ છૂટો પાડીને હવામાં સળગાવી દઇને નિકાલ કરવામાં આવતો હતો. તેના સ્થાને નવુ ઇનોવેશન કરાયુ હતું. જેમાં અમૂલગ્રીન નામે બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અમૂલ ડેરીના જનરલ મેનેજર અમિત વ્યાસે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ સૌ પ્રથમ અશુદ્ધ પાણીમાં ફેટ ભળેલુ હોય છે. તેને શુદ્ધ કરાય છે. તેમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ કાઢી નાંખીને પ્રક્રિયા હાથ ધરાય છે.
તેમાંથી બાયોસીએનજી ગેસ મિથેનવાળો બલૂનમાં ભરવામાં આવે છે. આ વિશાળકાય બલૂન જર્મનીની ટેકનોલોજીથી બનાવવામાં આવેલું છે. તેમાં પ્રોસેસ કર્યા બાદ બાયોસીએનજી ગેસ ઉત્પન્ન થાય છે. જેને બળતણ સ્વરૂપે વાપરવામાં આવે છે. આ નવા ઇનોવેશન કારણે 300 મેટ્રિકટન કાર્બન કાયોકસાઇડ હવામાં જતો અટકયો છે. તેમાંથી નીકળતા પાણીને શુદ્ધ કરીને બગીચામાં વાપરવામાં આવે છે. જેથી પર્યાવરણને ફાયદો થયો છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-LCL-amulgreen-benefit-of-4-64-crores-due-to-bioscope-gujarati-news-5890950.html?ref=hf

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, વાદળો ઘેરાયા, અમી છાંટણા

હવામાન વિભાગે ગુજરાતમાં 10થી 13 જુન સુધીમાં ચોમાસુ બેસી જશે તેવી આગાહી કરી છે
 રાજકોટ: સૌરાષ્ટ્રમાં ચોમાસુ ગમે તે ઘડીએ દસ્તક દે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. અમુક વિસ્તારોમાં અમીછાંટણા પણ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકો પણ હવે અસહ્ય ગરમીથી અકળાયા છે અને ચોમાસાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.


10 જુને ચોમાસુ બેસે તેવી આગાહી
હવામાન વિભાગે પણ ગુજરાતમાં 10થી 13 જુન સુધીમાં ચોમાસુ બેસી જશે તેવી આગાહી કરી છે. દર વર્ષે રાજ્યમાં 15 જુને ચોમાસુ બેસી જાય છે પરંતુ આ વર્ષે ચોમાસુ બે-ત્રણ દિવસ પહેલું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, યાજ્ઞીક રોડ પર વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ જેતપુરથી લઇ જૂનાગઢ સુધી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાલાલા અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે. કેરીનો પાક લેતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-change-atmosphere-in-rajkot-and-saurashtra-NOR.html?ref=ht

તમને ફ્રીમાં મળે છે આ ૪ પ્રકારના ઇન્સ્યોરન્સ કવર, શું તમે જાણો છો?
નવી દિલ્હી તા. ૯ : જો તમે દિવસ રાત ખૂબ મહેનત કરો છો, તો સ્પષ્ટ છે કે તમને કામથી કનિદૈ લાકિઅ થોડો બ્રેક પણ જોઈએ. આથી તમે વેકેશન પ્લાન કરો છો. માની લો કે ટ્રિપ દરમિયાન ફલાઈટ બોર્ડ કરીને કેટલાક કલાકો બાદ પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચી કનિદૈ લાકિઅ જાય છે. પરંતુ અકિલા તમને માલુમ પડે કે તમારો સામાન તો ત્યાં પહોંચ્યો જ નથી. આવા સમયે કોઈ પણ વ્યકિતનું મૂડ ખરાબ થઈ શકે છે. પરંતુ જો તમને કેટલીક કનિદૈ લાકિઅ જાણકારી પહેલાથી હશે તો આ મામલે કઈ કરી શકો છો. તમને જાણ હોવી જોઈએ કે એર અકીલા ટિકીટ સાથે ઈન્સ્યોરન્સ કવર પણ ઉપલબ્ધ કરાવાય છે. આ પ્રકારના કનિદૈ લાકિઅ ઈન્સ્યોરન્સ કવર એરલાઈન્સને જવાબદાર બનાવે છે અને તમારા સામાનમાં કોઈપણ રીતે થયેલા નુકસાનમાં ભરપાઈ પણ કરવી પડે છે. આવી સ્થિતિમાં તમારે કનિદૈ લાકિઅ ફરિયાદ દાખલ કરવી જોઈએ અને આગળની પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. આ આર્ટિકલમાં અમે તમને એવા જ કેટલાક ઈન્સ્યોરન્સ કવર વિશે જાણકારી આપીશું જે મફતમાં કનિદૈ લાકિઅ ઉપલબ્ધ થાય છે. મોબાઇલ ફોન તમારા મોબાઈલ ફોન પર પણ ઈન્સ્યોરન્સ કવર ઉપલબ્ધ કરાવાય છે અને તેનું કવર ફોનના મોડર પર આધારિત હોય છે. આ અંતર્ગત કનિદૈ લાકિઅ વીમા કંપનીઓ વિક્રેતાના માધ્યમથી સ્માર્ટફોન પર ગ્રુપ કવર આપે છે. મોબાઈલ ઈન્સ્યોરન્સ ફરીથી વધી રહ્યા છે. પરંતુ આ કવરમાં આકસ્મિક ક્ષતિ અને કનિદૈ લાકિઅ ચોરી શામેલ નથી હોતી. ટાટા એઆઈજી સિમ વીમો પ્રદાન કરે છે. જેમાં સિમકાર્ડનું ચોરી થયું અથવા પછી દુરુપયોગ થવા પર કવર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કંપની દ્વારા નુકસાનની ભરપાઈ કરાય છે. કંપની ડિપોઝીટ પર  પણ મળે છે ફ્રી કવર તમને જણાવી દઈએ કે કંપની ડિપોઝિટ પર ફ્રી ઈન્સ્યોરન્સ કવરની સુવિધા મળે છે. તેની લિમિટ ૨૦,૦૦૦ રૂપિયા સુધી હોય છે. કંપની એકટ ૨૦૧૩ મુજબ કંપનીઓને કોર્પોરેટ જમા માટે ૨૦,૦૦૦ રૂપિયા સુધી વીમાનું કવર ખરીદવાનું હોય છે. આમ ન થવા પર કંપનીને દંડ થઈ શકે છે. જોકે કંપનીઓ મોટાભાગે ઈન્સ્યોરન્સ કંપની વીમાનું કવર પુરું પાડતી નથી, તો કંપનીને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એર ટ્રાવેલ તમને જણાવી દઈએ કે એર ટ્રાવેલ પર પણ ઈન્સ્યોરન્સ કવર મળે છે. જેની સાઈઝ ઈન્સ્યોરન્સના આધાર પર અલગ-અલગ હોઈ શકે છે. મોટાભાગની કંપનીઓ કાનૂની સમયે કવર પ્રદાન કરે છે જે અંતર્ગત યાત્રીઓને સામાનની હાનિ માટે વળચર ચૂકવવાય છે. એર ઈન્ડિયાની વેબસાઈટ મુજબ, સામાનની ક્ષતિ અથવા હાનિની સ્થિતિમાં નિર્ધારિત કરાર અનુસાર દાવાથી બચવા માટે સેટલમેન્ટ કરવામાં આવશે. વારસો કન્વેન્શન કરાર અનુસાર, વળતરની ગણના ૨૦ ડોલર પ્રતિ કિલોના દરથી થાય છે. મોન્ટ્રિયલ કરાર મુજબ સામાન હાનિ અથવા મોડેથી પહોંચવાની સ્થિતિમાં ૯૫,૦૦૦ રૂપિયા સુધી છે. બેંક ડિપોઝીટ તમને જાણીને હેરાની થશે કે તમારી બેંકમાં જમા રકમ પણ ઈન્શ્યોર્ડ હોય છે, જેનું કવર ૧ લાખ રૂપિયા સુધી હોય છે. જોકે કયારેક આ કવર ન હોવા બરાબર છે. આ રાહત તમને તે સમયે મળે છે જયારે બેંક ડિફોલ્ટ થાય છે અને તમારી બેંકમાં રકમના ૧ લાખ સુધી કવર મળે છે. આમાં બેંકના સેવિંગ એકાઉન્ટ, ફિકસ્ડ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અને રેકરિંગ એકાઉન્ટની ડિપોઝિટ આવે છે. આ ઈન્સ્યોરન્સ કવર ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશનની છે જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જ સહાયક કંપની છે. (10:09 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-06-2018/135456

દિવસ ૨૪ કલાકનો નહીં પરંતુ ૨૫ કલાકનો થશે : વૈજ્ઞાનિકોનો દાવો
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરમાં ઘટાડો : પહેલા એક દિવસ માત્ર ૧૮.૧૪ કલાકનો જ હતો નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા. ૯ : સામાન્ય રીતે તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કાશ દિવસ થોડો લાંબો હોત તો આપણે વધુ સમય સાથે રહી શકયા હોત. હાલમાં જ વૈજ્ઞાનિકોએ કનિદૈ લાકિઅ દાવો કર્યો અકિલા છે કે આગામી વર્ષોમાં દિવસ ૨૪ કલાકને બદલે ૨૫ કલાકનો થઈ જશે. ભૂગર્ભશાસ્ત્રીઓનું કહેવું છે કે ચંદ્રમાની ધીમી ગતિને કારણે કનિદૈ લાકિઅ દિવસ લંબાઈ રહ્યો છે. અબજો વર્ષોથી ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંતર ધીરે ધીરે અકીલા વધી રહ્યું છે. ચંદ્રની ઘૂમવાની ધીમી ગતિને કારણે દિવસ કનિદૈ લાકિઅ લાંબો થઈ રહ્યો છે. અંદાજીત ૧.૪ અબજ વર્ષ પહેલા ચંદ્ર અને ધરતી વચ્ચેનું અંદર ઓછું હતું, ત્યારે ધરતી પર એક દિવસ માત્ર ૧૮.૧૪ કલાકનો જ હતો. પરંતુ કનિદૈ લાકિઅ બંને વચ્ચે વધી રહેલા અંતરને કારણે એક દિવસમાં ૨૪ કલાક થવા લાગ્યા. હજુ પણ ચંદ્ર પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે. રિસર્ચરોનો દાવો છે કે ધરતી પર કનિદૈ લાકિઅ દિવસ ૨૪ કલાકથી વધીને ૨૫ કલાક થઈ જશે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોંસિન-મેડિસનના ભૂગર્ભવૈજ્ઞાનિક સ્ટીફન મેયર્સે પોતાના રિસર્ચમાં આ સંબંધ કનિદૈ લાકિઅ વિશે જણાવ્યું છે. મેયર્સનું કહેવું છે કે પોતાની ધીમી ગતિને કારણે ચંદ્ર ધરતીથી દૂર થઈ રહ્યો છે, ધરતીની ગતિ પણ ધીમે ધીમે ઘટી રહી છે. કારણે કનિદૈ લાકિઅ કે અન્ય ગ્રહોની ગતિ પૃથ્વીને પ્રભાવીત કરે છે. વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ લાખો વર્ષો બાદ પૃથ્વી અને ચંદ્રની ગતિ અંગે રિસર્ચ કરવાથી ખબર પડી કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર વધી રહ્યું છે. અબજો વર્ષોથી સોલર સિસ્ટમમાં થતા ફેરફારને કારણે ઘરતી પર દિવસની લંબાઈ વધી જાય છે. પૃથ્વી પર એક દિવસ ૨૫ કલાકનો થશે તેના માટે હજુ લાખો વર્ષો રાહ જોવી પડશે.(૨૧.૨) (9:58 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-06-2018/135452

રાધનપુરમાં શિક્ષકે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
 શિક્ષકે મોબાઇલ પર બિભત્સ માંગણી કરતા અંતિમ પગલું ભર્યું :સ્યુસાઇડ નોટ કનિદૈ લાકિઅ મળી રાધનપુરમાં શિક્ષકે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે  હિરેન કનિદૈ લાકિઅ પંડયા નામના અકિલા એક શિક્ષકના ત્રાસથી એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો છે . વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે શિક્ષક દ્વારા કનિદૈ લાકિઅ મોબાઇલ પર બિભત્સ માંગણી કરવામાં આવતા તેણે આ રીતે અંતિમ પગલું ભરવાની કોશિષ અકીલા કરી છે. પોલીસને વિદ્યાર્થિની પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી કનિદૈ લાકિઅ આવી છે. હાલમાં વિદ્યાર્થિનીને સારવાર માટે ખસેડાઇ છે. જ્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. (11:38 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-06-2018/79871

પૂર્વ-પશ્ચિમ મામલતદાર કચેરીમાં પ્રાંતનું ચેકીંગઃ ૮ ગુટલીબાજોને ફટકારાતી નોટીસઃ હાજરી પુરવા આદેશો 
ત્રણેય મામલતદાર કચેરીમાં ઇન્ડીયન બેન્કના સહયોગથી વોટર કનિદૈ લાકિઅ કૂલર મૂકાયા... : સુચિત સોસાયટીની ઓન લાઇન કામગીરી ઝડપથી પુરી કરવા સુચનાઃ હાલ નોંધણીની કામગીરી બંધ... રાજકોટ તા. ૭ :.. રાજકોટ સીટી પ્રાંત કનિદૈ લાકિઅ ૧ શ્રી એ. ટી.પટેલે, અકિલા પોતાના તાબા હેઠળની પૂર્વ-પશ્ચિમ મામલતદાર કચેરીમાં કર્મચારીઓની હાજરી-સ્વચ્છતા-કામગીરી અંગે ચેકીંગ કરતા  અનેક નબળાઇઓ કનિદૈ લાકિઅ છતી થઇ હતી, આઠ જેટલા ગુટણીબાજો ઝડપાયા હતા, આ તમામને ત્રણ-ત્રણ દિ' ની નોટીસ અકીલા ફટકારી ખૂલાસો પૂછાયો છે, તો, મામલતદારોને નિયમીત હાજરી કનિદૈ લાકિઅ પુરાય તે જોવા અને હાજરી પત્રકમાં મામલતદાર પણ સહી કરે તે જોવા તાકીદ કરાઇ હતી. આ ઉપરાંત ચેકીંગ દરમિયાન, ઓફીસોનું રેકર્ડ લોબીમાં પડયુ હોય કનિદૈ લાકિઅ તે વ્યવસ્થિત કરવા, સુચિત સોસાયટીની કામગીરી ઓન લાઇન ઝડપથી પુર્ણ કરવા અને ત્યાં સુધી  નોંધણીની કામગીરી બંધ રાખવા આદેશો કર્યા હતાં. દરમિયાન કનિદૈ લાકિઅ ત્રણેય મામલતદાર કચેરીમાં ઇન્ડીયન બેન્કના સહયોગથી વોટર કુલર મુકી દેવાયાનું સાધનોએ કહ્યું હતું. (પ-ર૩) (4:20 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/09-06-2018/97500

ભડનું છોડયુ ! ૧૦૦માંથી ૨ માર્કસ
 લાવ્યુ મ્યુનિ.કોર્પોરેશનની જુનીયર કલાર્કની પરિક્ષાનું પરિણામ જાહેર : હવે ટાઇપીંગની પરીક્ષા : પ૯ જગ્યા માટે ૩૫૪ને બોલાવાશેઃ કનિદૈ લાકિઅ સૌથી વધુ ૯૦ માર્કસ રાજકોટ,તા.૮: તાજેતરમાં મ્યુનિ.કોર્પોરેશનમાં જુનિયર કલાર્કની ૫૯ જગ્યા ભરવા લેખિત પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષાનું કનિદૈ લાકિઅ પરિણામ અકિલા ગઇકાલે સાંજે જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં સૌથી વધુ ૯૦ માર્કસ તથા સૌથી ઓછા ૨ માર્કસ આવ્યા છે. હવે ટાઇપીંગની પરિક્ષમાં કનિદૈ લાકિઅ મેરીટ પ્રમાણે કુલ જગ્યાના ૬ ગણા  ઉમેદવારોને બોલાવામાં આવશે તેમ સતાવાર સુત્રોએ અકીલા જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ.કોર્પોરેશનમાં કનિદૈ લાકિઅ જુનિયર કલાર્કની ૫૯ જગ્યા ભરવા થોડા સમય પહેલા લેખિત પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં ૩૧,૪૫૯ ઉમેદવારોએ પરિક્ષા આપી હતી. ગઇકાલે આ પરીક્ષાનું કનિદૈ લાકિઅ પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં જનરલ - ૩૨, ઓબીસી-૨૨, એસ.ટી-૫ સહિતની કેટેગરીની કુલ ૫૯ જગ્યા છે. કટ ઓફ માકર્સ હવે જાહેર કરવામાં કનિદૈ લાકિઅ આવશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ. (૨૮.૨)   (3:37 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/09-06-2018/97499


વડોદરાઃ CMને આવેદન પત્ર આપવા જતાં કોંગ્રેસના 10 કાર્યકરોની અટકાયત


ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરોએ હાઇવે પર કર્યો ચક્કાજામ

વડોદરા: વડોદરા શહેર નજીક જીએસએફસી પરિસરમાં રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર ચાલી રહી છે, ત્યારે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતીના કાર્યકરો ખેડૂત આંદોલનના સમર્થનમાં મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા જઇ રહ્યા હતા. આ સમયે વડોદરા તાલુકા કોંગ્રેસના 10 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે અટકાયત કરતા જ કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા. અને ચક્કાજામ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

CMને આવેદન પત્ર આપવા જતાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂત વિરોધી નિતી સામે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે વડોદરા તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વડોદરામાં ચાલતી ચિંતન શિબિરમાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન પત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવાના કાર્યક્રમ માટે આજે સવારે વડોદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ જયેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપ ભટ્ટ, હિતેષ દેસાઇ, હેમલ પટેલ, જય કુમાર, જોગેશ્વરી મહારાઉલજી, વિક્રમ ઉદેસિંહ, રયજી ચૌહાણ સહિત કાર્યકરો અને તાલુકાના ઉંડેરા, સંખેડા, સાંકરદા વિગેરે ગામના ખેડૂતો આજે જીએસએફસી પરિસર નજીક ભેગા થયા હતા. અને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે નીકળતાની સાથે જ પોલીસે પ્રમુખ સહિત 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરતા જ કાર્યકરો રોડ ઉપર બેસી ગયા હતા. અને હાઇવે ઉપર ચક્કાજામ કરી દીધો હતો. પોલીસને બળનો ઉપયોગ કરીને કાર્યકરોને સ્થળ પરથી લઇ જવાની ફરજ પડી હતી. કાર્યકરોએ ભાજપા સરકાર વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. અને સરકારની ખેડૂત વિરોધી નિતીનો વિરોધ કર્યો હતો.
વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિલીપ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર પોતાના મંત્રીઓને અને અધિકારીઓને યોગ નથી કરાવી રહી. પરંતુ ખેડૂતોને યોગ કરાવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને કોઇ દાદ આપવામાં આવતી નથી. સરકાર વહેલી તકે ખેડૂતોના પ્રશ્નો હલ નહીં કરે તો આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. અને કોંગ્રેસ ખેડૂતોની પડખે રહેશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-LCL-congress-protest-in-cm-program-farmer-issue-at-vadodara-gujarati-news-5890473-PHO.html?ref=ht


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com







 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application








1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment